Search for a command to run...
28 Jul 1972
અપવિત્રતા અને વિયોગ નો સંહાર કરવા વાળી શક્તિઓ જ - અસુર સંહારની છે
28 July 1972 · ગુજરાતી
બાપ દ્વારા જ્ઞાનમાં આવતાં જ મુખ્ય બે વરદાન કયાં મળ્યાં છે? એ મુખ્ય બે વરદાનો ને જાણો છો? પહેલાં-પહેલાં આવવાથી આ જ બે વરદાન મળ્યાં કે - ‘યોગી ભવ’ અને ‘પવિત્ર ભવ’. દુનિયા વાળાઓને પણ એક સેકન્ડ માં ૩૫ વર્ષો નાં જ્ઞાન નો સાર આ જ શબ્દો માં સંભળાવો છો ને. પુરુષાર્થ નું લક્ષ્ય અથવા પ્રાપ્તિ પણ આ જ છે ને. કે સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) અથવા સિદ્ધિ ની પ્રાપ્તિ તો આ જ હોય છે. તો જે પહેલાં-પહેલાં આવવાથી જે વરદાન મળ્યાં અથવા સ્મૃતિ અપાવી કે આપ સર્વ આત્માઓનું વાસ્તવિક સ્વરુપ આ જ છે, શું એ પહેલી સ્મૃતિ અથવા આ વરદાન પ્રાપ્ત કરતાં જીવન માં આ બંને વાતો ધારણ કરી લીધી છે? અર્થાત્ યોગી ભવ અને પવિત્ર ભવ - એવું જીવન બની ગયું છે, કે હજું બનાવી રહ્યાં છો? ધારણામૂર્ત બની ગયાં છો કે હજું ધારણ કરી રહ્યાં છો? છે તો ખુબ સાધારણ વાત ને. આખાં દિવસ માં અનેક વાર આ બે વાતો વર્ણન કરતાં હશો. તો આ બે વાતો ધારણ થઈ ગઈ છે કે થઈ રહી છે? જો યોગીપણા માં જરા પણ વિયોગ છે, ભોગી તો નહીં કહેશું. બાકી રહી આ બે સ્ટેજ. તો ક્યારેક માયા યોગી થી વિયોગી બનાવી દે છે. તો યોગ ની સાથે જો વિયોગ પણ છે તો યોગી કહેશું શું? તમે લોકો સ્વયં જ બીજા ને સંભળાવો છો કે જો પવિત્રતા માં જરા પણ અપવિત્રતા છે તો એને શું કહેશું. હજું પણ વિયોગી છો શું? અથવા વિયોગી બની જાઓ છો શું? ચક્રવર્તી રાજા બનવાનાં સંસ્કાર હોવાનાં કારણે શું બંને માં ચક્ર લગાવો છો - ક્યારેક યોગ માં, ક્યારેક વિયોગ માં? તમે લોકો વિશ્વની સર્વ આત્માઓ ને આ ચક્ર થી બહાર નીકાળવા વાળા છો ને કે બાપ નીકાળવા વાળા છે અને તમે ચક્ર લગાવવા વાળા છો? તો જે ચક્ર થી બહાર નીકાળવા વાળા છે એ સ્વયં પણ ચક્ર લગાવે છે? તો પછી બધાં ને નીકાળશો કેવી રીતે? જેમ ભક્તિમાર્ગ નાં અનેક પ્રકાર નાં વ્યર્થ ચક્રો થી નીકળી ચૂક્યાં છો, ત્યારે જ પોતાનાં નિશ્ચય અને નશા નાં આધાર થી બધાં ને ચેલેન્જ (પડકાર) કરો છો કે આ ભક્તિ નાં ચક્રો થી છૂટો. એમ જ એ છે તન દ્વારા ચક્ર લગાવવું, અને આ છે મન દ્વારા ચક્ર લગાવવું. તો તન દ્વારા ચક્ર લગાવવાનું હવે છોડી દીધું. બાકી મન નું ચક્ર હજું નથી છૂટ્યું? ક્યારેક વિયોગ, ક્યારેક યોગ - એ મન દ્વારા જ તો ચક્ર લગાવો છો. શું હજું સુધી પણ માયા માં એટલી શક્તિ રહી છે કે જે માસ્ટર સર્વ-શક્તિમાન ને પણ ચક્ર માં લાવી શકે? હજું સુધી માયા ને આટલી શક્તિશાળી જોઈને, શું માયા ને મૂર્છિત કરતાં કે માયા ને હાર ખવડાવતા નથી આવડતું? હજું સુધી પણ એને જોતા રહો છો કે અમારી ઉપર પ્રહાર કરી રહી છે. હવે તો આપ શક્તિ-સેના અને પાંડવ-સેનાએ, અન્ય આત્માઓની ઉપર માયા નો પ્રહાર થતો જોતાં રહેમદિલ બની ને રહેમ કરવાનો સમય આવ્યો છે. તો શું હજું સુધી પોતાની ઉપર પણ રહેમ નથી કર્યો? હવે તો શક્તિઓની શક્તિ અન્ય આત્માઓની સેવા નાં પ્રત્યે કર્તવ્ય માં લગાવવાની છે. હવે સ્વયં પ્રત્યે શક્તિ કામ માં લગાવવી, એ સમય નથી. હવે શક્તિઓ નું કર્તવ્ય વિશ્વ-કલ્યાણ નું છે. વિશ્વ-કલ્યાણી ગવાયેલી છો કે સ્વયં કલ્યાણી છો? નામ શું છે અને કામ શું છે. નામ એક, કામ બીજું? જેમ લૌકિક રુપમાં પણ જ્યારે અલબેલા નાનાં હોય છે, જવાબદારી નથી હોતી; તો સમય કે શક્તિ કે ધન પોતાનાં પ્રત્યે જ લગાવે છે. પરંતુ જ્યારે હદનાં રચયિતા બની જાય છે તો જે પણ શક્તિઓ કે સમય છે એ રચના નાં પ્રત્યે લગાવે છે. તો હવે કોણ છો? હવે માસ્ટર રચયિતા જગત-માતાઓ નથી બની? વિશ્વ નાં ઉદ્ધાર મૂર્ત નથી બન્યાં? વિશ્વનાં આધાર મૂર્ત નથી બન્યાં? જેમ શક્તિઓનું ગાયન છે કે એક સેકન્ડ ની દૃષ્ટિ થી અસુર નો સંહાર કરે છે. તો શું પોતાનામાં આસુરી સંસ્કાર કે અપવિત્રતા ને સેકન્ડ માં સંહાર નથી કર્યા? કે બીજા નાં પ્રત્યે સંહારની છો, પોતાનાં પ્રત્યે નહીં? હવે તો માયા જો સામનો પણ કરે તો એની શું હાલત થવી જોઈએ? જેમ લજામણી નું વૃક્ષ જોયું છે ને. જો કોઈ પણ મનુષ્ય નો જરા પણ હાથ લાગી જાય તો શક્તિહીન થઈ જાય છે. એમાં સમય નથી લાગતો. તો તમારા ફક્ત એક સેકન્ડ નાં શુદ્ધ સંકલ્પની શક્તિ થી માયા લજામણી ની જેમ મૂર્છિત થઈ જવી જોઈએ. એવી સ્થિતિ નથી આવી? હવે તો એમ જ વિચારો કે વિશ્વ નાં કલ્યાણ પ્રત્યે થોડો જ સમય રહ્યો છે. નહીં તો વિશ્વ ની આત્માઓ તમને લોકો ને ઉલ્હના (ફરિયાદ) આપશે કે - તમે લોકોએ ૩૫ વર્ષો માં આટલી પાલના લીધી, તો પણ કહો છો ‘યોગી ભવ’, ‘પવિત્ર ભવ’ બની રહ્યાં છીએ, અને અમને કહો છો ૪ વર્ષ માં વારસો લઈ લો. પછી તમારી જ ઉલ્હના તમને આપશે. પછી તમે શું કહેશો? આ જે કહો છો કે હમણાં બની રહ્યાં છીએ કે બનીશું, કરીશું આ ભાષા પણ બદલવાની છે. હવે માસ્ટર રચયિતા બનો. વિશ્વ-કલ્યાણકારી બનો. હવે પોતાનાં પુરુષાર્થ માં સમય લગાવવો, એ સમય વીતી ગયો. હવે બીજા ને પુરુષાર્થ કરાવવામાં લગાવો. જ્યારે કહો જ છો દિવસ-પ્રતિ-દિવસ ચઢતી કળા છે, તો ‘ચઢતી કળા, સર્વ નું ભલું’ - આ જ લક્ષ્ય ને દરેક સેકન્ડ સ્મૃતિ માં રાખો. જે પોતાનાં પ્રત્યે સમય લગાવો છો એ બીજા ની સેવા માં લગાવવાથી ઓટોમેટિકલી (આપોઆપ) પોતાની સેવા થઈ જ જશે. પોત-પોતાની ઉન્નતિ કરવા માટે જૂની રીતો ને પરિવર્તન કરો. જેમ સમય બદલાતો જાય છે, સમસ્યાઓ બદલાતી જાય છે, પ્રકૃતિ નું રુપ-રંગ બદલાતું જાય છે, એમ સ્વયં ને પણ હવે પરિવર્તન માં લાવો. એ જ રીત-રિવાજ, એ જ ગતિ, એ જ ભાષા, એ જ બોલવાનું હવે બદલાવવું જોઈએ. તમે સ્વયં ને જ નહીં બદલશો તો દુનિયા ને કેવી રીતે બદલશો. જેમ તમોગુણ અતિ માં જઈ રહ્યો છે, એ અનુભવ થાય છે ને. તો તમે પછી અતીન્દ્રિય સુખ માં રહો. એ અતિ પતન ની તરફ અને તમે ઉન્નતિ ની તરફ. એમની ઉતરતી કળા, તમારી ચઢતી કળા. હવે સુખ ને અતીન્દ્રિય સુખ માં લાવવાનું છે. એટલાં માટે અંતિમ સ્ટેજ (અવસ્થા) નું આ જ ગાયન છે કે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો. સુખ ની અતિ હોવાથી વિશશ અર્થાત્ દુઃખ ની લહેર નાં સંકલ્પ નો પણ અંત થઇ જશે. તો હવે એમ નહીં કહેતા કે કરીશું, બનીશું. બનીને બનાવી રહ્યાં છીએ. હવે ફક્ત સેવા માટે જ આ જૂની દુનિયામાં બેઠા છો. નહીં તો જેમ બાબા અવ્યક્ત બન્યાં, એમ તમને પણ સાથે લઈ જાત. પરંતુ શક્તિઓ ની જવાબદારી, અંતિમ કર્તવ્ય નો પાર્ટ નોંધાયેલો છે. ફક્ત આ જ પાર્ટ માટે બાબા અવ્યક્ત વતન માં અને તમે વ્યક્ત માં છો. વ્યક્ત ભાવ માં ફસાયેલી આત્માઓ ને આ વ્યક્ત ભાવ થી છોડાવવા નું કર્તવ્ય આપ આત્માઓનું છે. તો જે કર્તવ્ય માટે સ્થૂળ વતન માં હજું સુધી રહ્યાં છો, એ જ કર્તવ્ય નું પાલન કરવામાં લાગી જાઓ. ત્યાં સુધી બાપ પણ તમારા બધાં નું સૂક્ષ્મવતન માં આહ્વાન કરી રહ્યાં છે. કારણ કે ઘરે તો સાથે જવાનું છે ને. તમારા વગર બાપ પણ એકલાં ઘરે નથી જઈ શકતાં. એટલાં માટે હવે જલ્દી-જલ્દી આ સ્થૂળવતન નાં કર્તવ્ય નું પાલન કરો, પછી સાથે ઘરે જઈશું અથવા પોતાનાં રાજ્ય માં રાજ્ય કરીશું. હજું કેટલો સમય અવ્યક્ત વતન માં આહ્વાન કરશો? એટલે બાપ સમાન બનો. શું બાપ વિશ્વ-કલ્યાણકારી બનવાથી સ્વયં પોતાને સંપન્ન ન બનાવી શક્યાં? બનાવ્યાં ને. તો જેમ બાપે દરેક સંકલ્પ, દરેક કર્મ બાળકો નાં પ્રત્યે અથવા વિશ્વ ની આત્માઓ પ્રત્યે લગાવ્યો, એમ જ ફોલો ફાધર (બાપ નું અનુસરણ) કરો. અચ્છા!
આમ દરેક સંકલ્પ, દરેક કર્મ વિશ્વ-કલ્યાણ અર્થ લગાવવા વાળા, બાપ સમાન બનવા વાળા બાળકો પ્રત્યે યાદપ્યાર અને નમસ્તે.
\\
યોગ અર્થાત્ યાદ ની શક્તિ દ્વારા લક્ષ્ય પ્રાપ્ત થવું જોઈએ - તેઓ જે પણ સંકલ્પ કરશે તે સમર્થ હશે અને જે પણ કોઈ સમસ્યા આવવાની હશે, એમનો પહેલા થી જ યોગ ની શક્તિ થી અનુભવ હશે કે આ થવાનું છે, તો પહેલા થી જ ખબર હોવાનાં કારણે કયારેય પણ હાર નહીં ખાશે.