Search for a command to run...
22 Jul 1972
નષ્ટમોહા બનવાની ભિન્ન-ભિન્ન યુક્તિઓ
22 July 1972 · ગુજરાતી
દરેક સ્વયંને સ્મૃતિ-સ્વરુપ સમજે છે? સ્મૃતિ-સ્વરુપ બનવાથી સ્થિતિ શું બની જાય છે અને ક્યારે બને છે? સ્મૃતિ-સ્વરુપ ત્યારે બને છે જ્યારે નષ્ટમોહા બની જાય છે. તો આવાં નષ્ટમોહા સ્મૃતિ-સ્વરુપ બન્યાં છો કે હજું વિસ્મૃતિ સ્વરુપ છો. સ્મૃતિ સ્વરુપ થી વિસ્મૃતિ માં કેમ આવી જાઓ છો? જરુર કોઇ-ને-કોઇ મોહ અર્થાત્ લગાવ હજું સુધી રહેલો છે. તો શું બાપ થી જે પહેલાં-પહેલાં વાયદો કર્યો છે કે અન્ય સંગ તોડી ને એક સંગ જોડીશું; શું આ પહેલો વાયદો નિભાવતા નથી આવડતો? પહેલો વાયદો જ નહીં નિભાવો તો પહેલા નંબર નાં પૂજ્ય માં, રાજ્ય-અધિકારી કે રાજ્ય નાં સંબંધ માં કેવી રીતે આવશો? શું બીજા જન્મ નાં રાજ્ય માં આવવું છે? જે પહેલો વાયદો ‘નષ્ટમોહા થવાનો’ નિભાવે છે એ જ પહેલાં જન્મ નાં રાજ્ય માં આવે છે. પહેલો વાયદો કહો કે પહેલો પાઠ કહો કે જ્ઞાન ની પહેલી વાત કહો કે પહેલાં અલૌકિક જન્મ નો શ્રેષ્ઠ સંકલ્પ કહો - શું આને નિભાવવો મુશ્કેલ લાગે છે? પોતાનાં સ્વરુપ માં સ્થિત થવું કે પોતાની સ્મૃતિ માં રહેવું - આ કોઈ જન્મ માં મુશ્કેલ લાગ્યું? સહજ જ સ્મૃતિ આવવાથી સ્મૃતિ સ્વરુપ બનતાં આવ્યાં છો ને. તો આ અલૌકિક જન્મનાં સ્વ-સ્વરુપ ને સ્મૃતિ માં મુશ્કેલ કેમ અનુભવ કરો છો? જ્યારે કે સાધારણ મનુષ્ય માટે પણ કહેવત છે કે મનુષ્ય આત્માની વિશેષતા જ એ છે કે મનુષ્ય જે ઇચ્છે એ કરી શકે છે. પશુઓ અને મનુષ્ય આત્મા માં મુખ્ય અંતર આ જ તો છે. તો જ્યારે સાધારણ મનુષ્યાત્મા જે ઇચ્છે એ કરી ને દેખાડી રહી છે; તો શું આપ શ્રેષ્ઠ મનુષ્ય આત્માઓ, શક્તિ સ્વરુપ આત્માઓ, નોલેજફુલ (જ્ઞાન-સ્વરુપ) આત્માઓ, બાપનાં સમીપ સંપર્ક માં આવવા વાળી આત્માઓ, બાપ ની ડાયરેક્ટ (પ્રત્યક્ષ) પાલના લેવાવાળી આત્માઓ, પૂજનીય આત્માઓ, બાપ થી પણ શ્રેષ્ઠ પદ પામવા વાળી આત્માઓ જે ઇચ્છે એ નથી કરી શકતી? તો સાધારણ અને શ્રેષ્ઠ માં અંતર જ શું રહ્યું? સાધારણ આત્માઓ જે ઇચ્છે કરી શકે છે પરંતુ જ્યારે ઈચ્છે, જેવું ઈચ્છે એવું નથી કરી શકતી. કારણ કે એમનાં માં પ્રકૃતિ ની પાવર (શક્તિ) છે ઈશ્વરીય પાવર નથી. ઈશ્વરીય પાવર વાળી આત્માઓ જે ઇચ્છે, જ્યારે ઈચ્છે, જેવું ઇચ્છે એવું કરી શકે છે. તો જે વિશેષતા છે એને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં નથી લાવી શકતાં? કે તમે લોકો પણ હજું સુધી એમ જ કહો છો કે ઈચ્છતાં તો નથી પરંતુ થઈ જાય છે, જે ઇચ્છીએ છે એ કરી નથી શકતાં. આ બોલ માસ્ટર સર્વશક્તિમાનનાં કે શ્રેષ્ઠ આત્માઓનાં નથી. સાધારણ આત્માઓનાં છે. તો શું સ્વયં ને સાધારણ આત્માઓ કહેવડાવી શકો છો? સ્વયં નો અલૌકિક જન્મ, અલૌકિક કર્મ જે છે એને ભૂલી જાઓ છો. કોઈ પણ વસ્તુ થી કે કોઈ પણ વ્યક્તિ થી કોઈ પણ વ્યક્ત ભાવ થી લગાવ કેમ થાય છે? શું જે પણ વસ્તુ જુઓ છો, એ વસ્તુઓની તુલનામાં જે અલૌકિક જન્મની પ્રાપ્તિ છે એ અને આ વસ્તુઓ માં રાત-દિવસ નું અંતર અનુભવ નથી થતું કે? શું વ્યક્ત ભાવ થી પ્રાપ્ત થયેલાં દુઃખ અશાંતિ નાં અનુભવ હજું સુધી પૂરાં નથી કર્યાં શું? જે પણ વ્યક્તિઓ ને જુઓ છો એ બધી વ્યક્તિઓ સાથે જૂની દુનિયાનાં નાતા ને કે સંબંધ ને આ અલૌકિક જન્મ ની સાથે સમાપ્ત નથી કર્યા? જ્યારે જન્મ નવો થઈ ગયો તો જૂનાં જન્મ ની વ્યક્તિઓની સાથે જૂનાં સંબંધ સમાપ્ત નથી થઇ ગયાં શું? નવાં જન્મ માં જૂનાં સંબંધ નો લગાવ રહે છે શું. તો વ્યક્તિઓ થી પણ લગાવ રાખી જ કેવી રીતે શકો છો? જ્યારે કે એ જન્મ જ બદલાઈ ગયો તો જન્મ ની સાથે સંબંધ અને કર્મ નથી બદલાયાં? કે પછી એમ કહો કે હજું સુધી અલૌકિક જન્મ નથી થયો. સાધારણ રીત થી જ્યાં જન્મ થાય છે, જન્મ નાં પ્રમાણે જ કર્મ હોય છે, સંબંધ સંપર્ક હોય છે. તો અહીંયા પછી જન્મ અલૌકિક અને સંબંધ લૌકિક થી કેમ અથવા કર્મ પછી લૌકિક કેમ? તો હવે કહો, નષ્ટમોહા થવું સહજ છે કે મુશ્કેલ છે? મુશ્કેલ કેમ હોય છે? કારણ કે જે સમયે મોહ ઉત્પન્ન થાય છે એ સમયે પોતાનો ચહેરો નથી જોતાં? દર્પણ તો મળેલો છે ને? દર્પણ સાથે નથી રહેતો કે? જો ચેહરા ને જોશો તો મોહ ખતમ થઈ જશે. જો આ જોવાનો અભ્યાસ થઈ જાય તો અભ્યાસ પછી ન ઇચ્છતાં પણ વારંવાર સ્વતઃ જ દર્પણ તરફ ખેંચાઈ જશો. જેમ સ્થૂળ માં ઘણાની આદત હોય છે વારંવાર જોવાની. પ્રોગ્રામ નથી બનાવતાં પણ ઓટોમેટિકલી (આપોઆપ) દર્પણ તરફ ચાલ્યાં જાય છે. કારણ કે અભ્યાસ છે. આ પણ નોલેજ-રુપી (જ્ઞાન-રુપી) દર્પણ માં, સ્વયં નાં સ્વમાન રુપી દર્પણ માં વારંવાર જોતાં રહો તો દેહ-અભિમાન થી તરત જ સ્વમાન માં આવી જશો. જેમ સ્થૂળ શરીર માં કોઈ પણ ફરક ખબર પડે છે તો દર્પણ માં જોવાથી તરત જ એને ઠીક કરી દો છો. એમ જ આ અલૌકિક દર્પણ માં જે વાસ્તવિક સ્વરુપ છે એને જોતાં જ જે દેહ-અભિમાન માં આવવાથી વ્યર્થ સંકલ્પો નું સ્વરુપ, વ્યર્થ બોલ નું સ્વરુપ અથવા વ્યર્થ કર્મ કે સંબંધ નું સ્વરુપ સ્પષ્ટ જોવાથી વ્યર્થ ને સમર્થ માં બદલી કર્યાં પછી આ મોહ રહેશે શું? અને જ્યારે નષ્ટમોહા થઈ જશો તો નષ્ટમોહા ની સાથે સદા સ્મૃતિ સ્વરુપ સ્વતઃ જ થઈ જશો. સહજ નથી? જ્યારે સર્વ પ્રાપ્તિ એક દ્વારા થાય છે તો એમાં તૃપ્ત આત્મા નથી થતાં શું! કોઈ અપ્રાપ્ત વસ્તુ થઈ જાય છે ત્યારે તો તૃપ્ત નથી થતાં. તો શું સર્વ પ્રાપ્તિ નો અનુભવ નથી થતો? હજું તૃપ્ત આત્મા નથી બન્યાં. જે બાપ આપી શકે છે, એ શું આ વિનાશી આત્માઓ આટલાં જન્મોમાં આપી શકી છે? જ્યારે અનેક જન્મોમાં પણ અનેક આત્માઓ એ વસ્તુ, એ પ્રાપ્તિ નથી કરાવી શકી અને બાપ દ્વારાં એક જ જન્મમાં પ્રાપ્ત થાય છે તો બતાવો બુદ્ધિ ક્યાં જવી જોઈએ? ભટકાવવા વાળાઓમાં, રડાવવા વાળાઓમાં, તિરસ્કાર કરવા વાળાઓમાં કે ઠેકાણું આપવા વાળાઓમાં? જેમ તમે બીજી આત્માઓ થી ખુબ પ્રશ્ન કરો છો ને. તો બાપ નો પણ આપ આત્માઓ ને આ જ એક પ્રશ્ન છે. આ એક પ્રશ્ન નો જ ઉત્તર હજું સુધી નથી આપી શક્યાં. જેમણે આ પ્રશ્ન નો ઉત્તર આપ્યો છે એ સદાને માટે પ્રસન્ન રહે છે. જેમણે ઉત્તર નથી આપ્યો એ વારંવાર ઉતરતી કળામાં ઉતરતાં જ રહે છે. નષ્ટમોહા બનવા માટે સ્વયં ની સ્મૃતિ સ્વરુપ ને બદલવું પડશે. મોહ ત્યારે આવે છે જ્યારે આ સ્મૃતિ રહે છે કે અમે ગૃહસ્થી છીએ. અમારું ઘર, અમારાં સંબંધ છે ત્યારે મોહ આવે છે. તો આ હદની જવાબદારી ને બેહદની જવાબદારી માં પરિવર્તન કરી લો તો બેહદની જવાબદારી થી હદની જવાબદારી સ્વતઃ જ પૂરી થઈ જશે. બેહદ ને ભૂલી ને અને હદની જવાબદારી ને નિભાવવા માટે જેટલો જ સમય અને સંકલ્પ લગાવો છે એટલો જ નિભાવવા ને બદલે બગાડતા જાઓ છો. ભલે સમજો છો કે અમે ફરજ નિભાવી રહ્યાં છીએ કે કર્તવ્ય સંભાળી રહ્યાં છીએ. એ નિભાવવું કે સંભાળવું નથી. ઉલટા નું પોતાની હદની સ્મૃતિ માં રહેવાનાં કારણે એ નિમિત્ત બનેલી આત્માઓનું ભાગ્ય પણ બનાવવાનાં બદલે બગાડવાનાં નિમિત્ત બનો છો. જે પછી એ આત્માઓ પણ તમારી અલૌકિક ચલન ને ન જોતાં અલૌકિક બાપની સાથે સંબંધ જોડવામાં વંચિત રહી જાય છે. તો ફરજ ની બદલે ઉલટા નું પોતાનામાં જ મર્જ (માંદગી) લગાવી દો છો. આ મોહ નું મર્જ છે. અને એ મર્જ અનેક આત્માઓ માં પણ સ્વતઃ જ લાગી જાય છે. તો જેને ફરજ સમજી રહ્યાં છો એ ફરજ બદલી ને મર્જ નું રુપ થઈ જાય છે. એટલે સદા પોતાની આ સ્મૃતિ ને પરિવર્તન કરવાનો પુરુષાર્થ કરો. હું ગૃહસ્થી છું, ફલાણા બંધન વાળી છું અથવા હું ફલાણી જવાબદારી વાળી છું - એનાં બદલે પોતાનાં મુખ્ય ૫ સ્વરુપ ને સ્મૃતિ માં લાવો. જેમ ૫ મુખી બ્રહ્મા દેખાડે છે ને. ૩ મુખ પણ દેખાડે છે, ૫ મુખ પણ દેખાડે છે. તો આપ બ્રાહ્મણો ને પણ ૫ મુખ્ય સ્વરુપ સ્મૃતિ માં રહે તો મર્જ નીકળી ને વિશ્વ નાં કલ્યાણકારી ની ફરજ માં ચાલ્યાં જશો. એ સ્વરુપ કયાં છે જે સ્મૃતિ-સ્વરુપ માં રહેવાથી આ બધાં રુપ ભૂલી જવાય? સ્મૃતિ માં રાખવાના ૫ સ્વરુપ બતાવો. જેમ બાપનાં ૩ રુપ બતાવો છો એમ તમારાં ૫ રુપ છે - (૧) હું બાળક છું (૨) ગોડલી સ્ટુડન્ટ છું (૩) રુહાની યાત્રી છું (૪) યોદ્ધા છું અને (૫) ઈશ્વરીય અથવા ખુદાઈ-ખિદમતગાર છું. આ ૫ સ્વરુપ સ્મૃતિ માં રહે. સવારે ઉઠતાં જ બાપ ની સાથે રુહ-રુહાન કરો છો ને. બાળક રુપ થી બાપ ની સાથે મિલન મનાવો છો ને. તો સવારે ઊઠતાં જ પોતાનું આ સ્વરુપ યાદ રહે કે હું બાળક છું. તો પછી ગૃહસ્થી ક્યાંથી આવશે? અને આત્મા બાપ થી મિલન મનાવે તો મિલન થી સર્વ પ્રાપ્તિ નો અનુભવ થઈ જાય. તો પછી બુદ્ધિ અહિયાં-ત્યાં કેમ જશે? આનાથી સિદ્ધ છે કે અમૃતવેલા ની આ પહેલાં સ્વરુપ ની સ્મૃતિની જ કમજોરી છે. એટલે પોતાની ઉતરતી કળાનું રુપ સ્મૃતિ માં આવે છે. એમ જ આખાં દિવસ માં જો આ પાંચેય રુપ સમય-પ્રતિ-સમય ભિન્ન કર્મ નાં પ્રમાણે સ્મૃતિ માં રાખો તો શું સ્મૃતિ-સ્વરુપ થવાથી નષ્ટમોહા નહીં બની જશો? એટલા માટે બતાવ્યું - મુશ્કેલી નું કારણ એ છે જે ચહેરા ને નથી જોતાં. તો સદૈવ કર્મ કરતાં પોતાનાં દર્પણ માં આ સ્વરુપો ને જુઓ કે આ સ્વરુપો નાં બદલે બીજું સ્વરુપ તો નથી થઈ ગયું. રુપ બગડી તો નથી ગયું. જોવાથી બગડેલાં રુપ ને સુધારી લેશો અને સહજ જ સદાકાળ માટે નષ્ટમોહા બની જશો. સમજ્યાં? હવે એમ તો નહીં કહશો ને કે નષ્ટમોહા કેવી રીતે બનીએ? નહીં. નષ્ટમોહા આવી રીતે બનીએ. ‘કેવી રીતે’ શબ્દ ને ‘આવી રીતે’ શબ્દ માં બદલી દેવાનો છે. જેમ આ સ્મૃતિ માં લાવો છો કે અમે જ આવાં હતાં, હવે ફરીથી આવાં બની રહ્યાં છીએ. તો ‘કેવી રીતે’ શબ્દ ને ‘આવી રીતે’ માં બદલી દેવાનો છે. ‘કેવી રીતે બનીએ’ એનાં બદલે ‘આવી રીતે બનીએ’, આમાં પરિવર્તન કરી લો તો જેવાં હતાં એવાં બની જશો. ‘કેવી રીતે’ શબ્દ ખતમ થઈને આવી રીતેબની જ જઈશું. અચ્છા!
આવાં સેકન્ડમાં પોતાને વિસ્મૃતિ થી સ્મૃતિ-સ્વરુપ માં લાવવા વાળી નષ્ટમોહા સદા સ્મૃતિ-સ્વરુપ બનવા વાળી સમર્થ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.