Search for a command to run...
2 Aug 1972
દરેક કર્મ વિધિપૂર્વક કરવાથી સિદ્ધિ ની પ્રાપ્તિ
2 August 1972 · ગુજરાતી
સ્વયં ને વિધિ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત સમજો છો? કારણ કે જે પણ પુરુષાર્થ કરો છો, પુરુષાર્થ નું લક્ષ્ય જ છે સિદ્ધિ ને પામવી. જેમ દુનિયા વાળાઓની પાસે આજકાલ રિદ્ધિ-સિદ્ધિ બહુજ છે. એ તરફ છે રિદ્ધિ-સિદ્ધિ અને અહીંયા છે વિધિ થી સિદ્ધિ. યથાર્થ છે વિધિ અને સિદ્ધિ, આને જ બીજા રુપ માં લેવાનાં કારણે રિદ્ધિ-સિદ્ધિ માં ચાલ્યાં ગયાં છે. તો સ્વયં ને સિદ્ધિ સ્વરુપ સમજો છો? જે પણ સંકલ્પ કરો છો જો યથાર્થ વિધિપૂર્વક છે તો એનું રિઝલ્ટ (પરિણામ) શું આવશે? સિદ્ધિ. તો દરેક સંકલ્પ અથવા કર્મ જો વિધિપૂર્વક છે તો સિદ્ધિ જરુર થાય છે. જો સિદ્ધિ નથી તો વિધિપૂર્વક પણ નથી. એટલાં માટે ભક્તિ માં પણ જે કાર્ય કરે છે અથવા કરાવે છે, એની વેલ્યુ (મૂલ્ય) વિધિ પર હોય છે. વિધિપૂર્વક હોવાનાં કારણે એ સિદ્ધિ નો અનુભવ કરે છે. બધું શરું તો અહીંયા થયું છે ને. એટલાં માટે પૂછી રહ્યાં છે સ્વયં ને સિદ્ધિ સ્વરુપ સમજો છો કે હજું બનવાનું છે? સમય નાં પ્રમાણે બંને ક્ષેત્ર માં રિઝલ્ટ હમણાં સુધી ૯૫% જરુર હોવું જોઈએ. કારણ કે જેમ સમય ની ગતિ જોઈ રહ્યાં છો; અને ચેલેન્જ (પડકાર) પણ કરો છો તો જે ચેલેન્જ કરી છે એ સંપન્ન ત્યારે થશે જ્યારે તમારાં લોકો ની સ્થિતિ સંપન્ન થશે. આ જે ચેલેન્જ કરો છો એ પરિવર્તન કયા આધાર પર થશે? એનું ફાઉન્ડેશન (પાયો) શું છે? તમે લોકો જ ફાઉન્ડેશન છો ને. જો ફાઉન્ડેશન તૈયાર થઈ જાય ત્યારે એનાં પછી નંબરવાર રાજધાની પણ તૈયાર થાય. તો જેમણે રાજ્ય કરવાનાં અધિકારી બનવું છે એ પોતાનો અધિકાર નહીં લે તો પછી બીજા ને નંબરવાર અધિકાર કેવી રીતે પ્રાપ્ત થશે? અને ૪ વર્ષ ની જે ચેલેન્જ આપો છો એનાં હિસાબ થી જે વિશ્વ-પરિવર્તન નું કાર્ય થવાનું છે, એ, જ્યાં સુધી તમારાં લોકો ની સ્થિતિ વિધિ દ્વારા સિદ્ધિ ને પ્રાપ્ત નહીં થયેલી હોય, તો આ વિશ્વ-કલ્યાણનાં કર્તવ્ય માં પણ સિદ્ધ કેવી રીતે થશે? પહેલાં સ્વયં ની સિદ્ધિ થશે. આટલું મોટું કર્તવ્ય આટલાં થોડા સમય માં સંપન્ન કરવાનું છે તો કેટલી તીવ્ર ગતિ હોવી જોઈએ? જ્યારે ૩૫ વર્ષ ની સ્થાપનાં નાં કાર્ય માં ૫૦% સુધી પહોંચ્યાં છો તો હવે વર્ષ માં ૧૦૦% સુધી લાવવાનું છે, તો એનાં માટે શું કરવું પડશે? એનાં માટે કોઈ પ્લાન (યોજના) બનાવો છો? સ્પીડ (ગતિ) ને કેવી રીતે પૂરી કરશો? સિદ્ધિ-સ્વરુપ બન્યાં અર્થાત્ સંકલ્પ કર્યો અને સિદ્ધિ પ્રાપ્ત થાય. આ છે ૧૦૦% સિદ્ધિ-સ્વરુપ ની નિશાની. કર્મ કર્યું અને સિદ્ધિ પ્રાપ્ત. જ્યારે સાધારણ નોલેજ (જ્ઞાન) નાં આધાર થી રિદ્ધિ-સિદ્ધિ ને પ્રાપ્ત કરી શકે છે, તો આ શ્રેષ્ઠ નોલેજ નાં આધાર થી વિધિ થી સિદ્ધિ ને પ્રાપ્ત નથી કરી શકતાં? આ ચેકિંગ (તપાસ) જોઈએ - કઈ વિધિ માં ખામી રહી જાય છે જે પછી સિદ્ધિ પણ સંપૂર્ણ નથી થતી? વિધિ ને ચેક કરવાથી સિદ્ધિ ઓટોમેટિકલી (આપોઆપ) ઠીક થઈ જશે. એમાં પણ સિદ્ધિ પ્રાપ્ત ન થવાનું મુખ્ય કારણ એ છે જે એક જ સમયે ત્રણેય રુપ થી સર્વિસ (સેવા) નથી કરતાં. ત્રણેય રુપો અને ત્રણેય રીતે થી એક સમયે કરવાની છે. નોલેજફુલ (જ્ઞાનમૂર્ત), પાવરફુલ (શક્તિમૂર્ત) અને લવફુલ (સ્નેહમૂર્ત). લવ (સ્નેહ) અને લૉ (કાયદો) - બંને સાથે-સાથે આવી જાય છે. આ ત્રણેય રુપો થી તો સર્વિસ કરવાની જ છે પણ ત્રણેય રીતે થી પણ કરવાની છે. અર્થાત્ મનસા, વાચા, કર્મણા - ત્રણેય રીતે થી અને એક જ સમયે ત્રણેય રુપ થી કરવાની છે. જ્યારે વાણી દ્વારા સેવા કરો છો તો મન્સા પણ પાવરફુલ હોય. પાવરફુલ સ્ટેજ થી તેમની મન્સા ને પણ પરિવર્તન કરી દેશો અને વાણી દ્વારા તેમને નોલેજફુલ બનાવી દેશો અને પછી કર્મણા સર્વિસ અર્થાત્ જે તેમનાં સંપર્ક માં આવે છે, તે સંપર્ક એવો ફુલ (સંપન્ન) હોય જે ઓટોમેટિકલી તે અનુભવ કરે કે આ કોઈ પોતાનાં ઈશ્વરીય પરિવાર માં પહોંચી ગયો છું. એ ચલન જ એવી હોય જેનાંથી તે અનુભવ કરે કે આ મારી અસલી (વાસ્તવિક) ફેમિલી (પરિવાર) છે. જો આ ત્રણેય રીત થી તેમની મન્સા ને પણ કંટ્રોલ કરી લો અને વાણી થી જ્ઞાન આપી લાઈટ-માઇટ (જ્ઞાન-શક્તિ) નું વરદાન આપો અને કર્મણા અર્થાત્ સંપર્ક દ્વારા, પોતાની સ્થૂળ એક્ટિવિટી (પ્રવૃત્તિ) દ્વારા ઈશ્વરીય પરિવાર નો અનુભવ કરાવો - તો આ વિધિપૂર્વક સર્વિસ કરો તો સિદ્ધિ નહીં થશે? એક જ સમયે ત્રણેય રીત અને ત્રણેય રુપ થી સેવા નથી કરતાં. જ્યારે વાચા માં આવો છો તો મન્સા જે પાવરફુલ હોવી જોઈએ એ ઓછી થઈ જાય છે. જ્યારે રમણીક એક્ટિવિટી થી કોઈ ને સંપર્ક માં લાવો છો તો પણ મન્સા જે પાવરફુલ હોવી જોઈએ એ નથી રહેતી. તો એક જ સમયે ત્રણેય જો સાથે હોય તો સિદ્ધિ જરુર મળશે. આ રીત થી સર્વિસ કરવાનો અભ્યાસ અને અટેન્શન (ધ્યાન) હોવું જોઈએ. સંબંધ માં નથી આવતાં, ડીપ (ગાઢ) સંપર્ક માં નહીં, ઉપર-ઉપર નાં સંપર્ક માં આવો છો. એ ઉપર નો સંપર્ક અલ્પકાળ નો હોય છે. ભલે લવ (સ્નેહ) માં લાવો પણ છો પરંતુ લવફુલ ની સાથે પાવરફુલ થઇ, એ આત્માઓ માં પણ પાવર (શક્તિ) ભરો જેનાથી તે સમસ્યાઓ, વાયુમંડળ, વાયબ્રેશન નો સામનો કરી સદાકાળ સંબંધમાં રહે, એ નથી થતું. ક્યાંક તો નોલેજ પર આકર્ષિત થાય છે અથવા સ્નેહ પર થાય છે. વધારે સ્નેહ પર થાય છે, બીજો નંબર નોલેજ. પરંતુ પાવરફુલ એવાં હોય જે કોઇ પણ વાત સામે આવે તો હલે (ડગમગે) નહીં, આ ખામી હજું છે. જે સર્વિસેબલ (સેવાધારી) નિમિત્ત બને છે એમનામાં પણ નોલેજ વધારે છે, સ્નેહ પણ છે પણ શક્તિ ઓછી છે. પાવરફુલ સ્થિતિ ની નિશાની શું હશે? એક સેકન્ડ માં કોઈ પણ વાયુમંડળ અથવા વાતાવરણ ને, માયા ની કોઈ પણ સમસ્યા ને ખતમ કરી દેશે. ક્યારેય હાર નહીં ખાશે. જે પણ આત્માઓ સમસ્યા નું રુપ બની ને આવે છે તે એમની ઉપર બલિહાર જશે, જેને બીજા શબ્દો માં પ્રકૃતિ દાસી કહેશું. જ્યારે ૫ તત્વ દાસી બની શકે છે તો મનુષ્ય આત્માઓ બલિહાર નહીં જશે? તો પાવરફુલ સ્ટેજ (શક્તિશાળી સ્થિતિ) નું આ પ્રેક્ટિકલ (પ્રત્યક્ષ) રુપ આ છે. એટલાં માટે કહ્યું કે એક જ સમયે ત્રણે રુપો થી સર્વિસ કરવાની જયારે રુપરેખા બની જશે ત્યારે દરેક કર્તવ્ય માં સિદ્ધિ દેખાશે. વિધિ નાં કારણે સિદ્ધિ થઈ ને. વિધિ માં ખામી હોવાનાં કારણે સિદ્ધિ માં ખામી છે. હવે સિદ્ધિ-સ્વરુપ બનવા માટે આ વિધિ ને પહેલાં ઠીક કરો. ભક્તિમાર્ગ માં કરો છો સાધના, અહીંયા છે સાધન. સાધન કયું? બાપદાદા ની દરેક વિશેષતા ને પોતાનામાં ધારણ કરતાં-કરતાં વિશેષ આત્મા બની જશો. જેમ પરીક્ષા નાં દિવસો જ્યારે નજીક હોય છે તો જે કંઈ અભ્યાસ કરેલો હોય છે થિયરી (સૈદ્ધાંતિક) અથવા પ્રેક્ટિકલ (પ્રાયોગિક), બંને ને રિવાઇઝ (પુનરાવર્તન) કરી અને ચેક (તપાસ) કરે છે કે કયાં વિષય માં શું-શું ખામી રહેલી છે? એમ જ હવે જયારે સમય નજીક આવી રહ્યો છે, તો દરેક વિષય માં સ્વયં પોતાને જુઓ કે કઈ કમી અને કેટલાં ટકા ખામી રહેલી છે? થિયરી માં પણ અને પ્રેક્ટિકલ માં - બંને માં ચેક કરવાનું છે. દરેક વિષય ની ખામી ને જોતા સ્વયં ને કમ્પ્લીટ (સંપૂર્ણ) કરતાં જાઓ, પરંતુ કમ્પ્લીટ ત્યારે થશો જ્યારે પહેલાં રિવાઇઝ કરવાથી પોતાની ખામી ની ખબર પડશે. વિષયો ને તો જાણો છો. વિષય ને બુદ્ધિ માં ધારણ કર્યાં છે કે નહીં, એની પરખ શું છે? જેમ-જેમ સિદ્ધિ ની પર્સન્ટેજ (ટકાવારી) વધતી જશે તો ટાઈમ (સમય) પણ વેસ્ટ (વ્યર્થ) નહીં જશે. થોડા ટાઈમ માં સફળતા વધારે મળશે. આને કહેવાય છે સિદ્ધિ. જો સમય વધારે, મહેનત પણ વધારે કરો છો, પછી સફળતા મળે છે તો એને પણ ઓછા પર્સન્ટેજ કહેશું. બધી રીત થી બચત થવી જોઈએ. તન થી પણ બચત, મન નાં સંકલ્પ પણ ઓછા હોય. નહીં તો સંકલ્પ કરો છો, પ્લાન (યોજના) બનાવતાં-બનાવતાં મહિનો દોઢ મહિનો લાગી જાય છે. તો સમય અને સંકલ્પ અથવા સ્વયં ની જે પણ સર્વ શક્તિઓ છે, એ સર્વ શક્તિઓનાં ખજાના ને વધારે કામ માં નથી લગાવવાનાં. કમ ખર્ચ બાલા નશીન. સંકલ્પ એ જ ઉત્પન્ન થશે જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ જ જશે. સમય પણ એ જ નિશ્ચિત થશે જેમાં સફળતા થયેલી જ છે. આને જ કહેવાય છે સિદ્ધિ-સ્વરુપ. તો બધાં વિષયો માં અમે ક્યાં સુધી પાસ થયાં છીએ, એની પરખ શું છે? જે જેટલાં જે વિષય માં પાસ થશે, એટલું જ એ વિષય નાં આધાર પર ઓબજેક્ટ (લક્ષ્ય) અને રિસ્પેક્ટ (માન) મળશે. એક તો પ્રાપ્તિ નો અનુભવ થશે. જેમ જ્ઞાન નો વિષય છે તો એનાથી જે ઓબજેક્ટ પ્રાપ્ત થાય છે લાઈટ અને માઇટ, તે પ્રાપ્તિ નો અનુભવ કરશે. તે નોલેજનાં વિષય નાં આધાર પર રિસ્પેક્ટ પણ એટલી મળશે ભલે દૈવી પરિવાર થી, ભલે અન્ય આત્માઓ થી. જેમ જુઓ, આજકાલ નાં મહાત્માઓ છે, એમને આટલી રિસ્પેક્ટ કેમ મળે છે? કારણ કે જે સાધના કરી છે, જે પણ વિષય અધ્યયન કરે છે એની ઓબજેક્ટ ની ‘રિસ્પેક્ટ’ એમને મળે છે, પ્રકૃતિ દાસી હોય છે. તો આ એક જ્ઞાનની વાત સંભળાવી. એમ યોગ નો પણ વિષય છે. એનાથી શું ઓબજેક્ટ હોવી જોઈએ? યોગ અર્થાત્ યાદ ની શક્તિ દ્વારા ઓબજેક્ટ પ્રાપ્ત થવી જોઈએ - તે જે પણ સંકલ્પ કરશે એ સમર્થ હશે અને જે કોઈ પણ સમસ્યા આવવા વાળી હશે, એમને પહેલાથી જ યોગની શક્તિ થી અનુભવ થશે કે આ થવાનું છે, તો પહેલાથી જ ખબર હોવાનાં કારણે ક્યારેય પણ હાર નહીં ખાશે. એમ જ યોગ ની શક્તિ દ્વારાં પોતાનાં જૂનાં સંસ્કારો નાં બીજ ખતમ થાય છે. કોઈ પણ સંસ્કાર પોતાનાં પુરુષાર્થ માં વિઘ્ન નહીં બને, જેને નેચર (સ્વભાવ) કહો છો એ પણ પુરુષાર્થ માં વિઘ્નરુપ નહીં બને. તો જે વિષય ની જે ઓબ્જેક્ટ છે એનો અનુભવ થવો જોઈએ. ઓબજેક્ટ છે તો એનું પરિણામ રિસ્પેક્ટ જરુર મળશે. તમે મુખ થી જે પણ શબ્દ રીપીટ (રટણ) કરશો કે જે પણ પ્લાન બનાવશો એ સમર્થ હોવાનાં કારણે બધાં રિસ્પેક્ટ આપશે અર્થાત્ જે પણ એકબીજા ને સલાહ આપો છો એ સલાહ ને બધાં રિસ્પેક્ટ આપશે કેમ કે સમર્થ છે. આ પ્રમાણે દરેક વિષય નું જુઓ. દિવ્ય ગુણો નો કે સર્વિસ નો વિષય છે એની પ્રાપ્તિ એ છે જે નજીક સંપર્ક માં અને સંબંધ માં આવવાં જોઈએ. નજીક સંપર્ક-સંબંધ માં આવવાથી ઓટોમેટિકલી રિસ્પેક્ટ જરુર મળશે. એમ દરેક વિષય નાં ઓબ્જેક્ટ ને ચેક કરો અને ઓબ્જેક્ટ ને ચેક કરવાનું સાધન છે રિસ્પેક્ટ. જો હું નોલેજફુલ છું તો જેને પણ નોલેજ આપું છું એ આ નોલેજ ને એટલી રિસ્પેક્ટ આપે છે? નોલેજ ને રિસ્પેક્ટ આપવી અર્થાત્ નોલેજફુલ ને રિસ્પેક્ટ આપવી છે. જો નોલેજ નાં વિષય માં ઓબ્જેક્ટ છે તો કોઈ નાં સંકલ્પ ને હજું વધુ પરિવર્તન માં લાવી સમર્થ બનાવી શકો છો, તો જરુર રિસ્પેક્ટ આપશે. તો આવી રીતે દરેક વિષય માં ચેકિંગ કરવાની છે. દરેક સંકલ્પ માં ઓબજેક્ટ અને રિસ્પેક્ટ બંને ની પ્રાપ્તિ નો અનુભવ કરો છો તો પરફેક્ટ (સંપૂર્ણ) કહેશું. પરફેક્ટ અર્થાત્ કોઈ પણ ઇફેક્ટ (પ્રભાવ) થી દૂર પરફેક્ટ. ઇફેક્ટ થી પરે છો તો પરફેક્ટ છો. ભલે શરીર નાં, ભલે સંકલ્પો નાં, ભલે કોઈ નાં પણ સંપર્ક માં આવવાથી કોઈનાં પણ વાયબ્રેશન (પ્રકમ્પન) અથવા વાયુમંડળ - બધાં પ્રકારની ઇફેક્ટ થી પરે થઈ જશો. તો સમજો સબ્જેક્ટ (વિષય) માં પાસ અર્થાત્ પરફેક્ટ છો. આવાં બની રહ્યાં છો ને. લક્ષ્ય તો આ જ છે ને. હવે પોતાની ચેકિંગ વધારે થવી જોઈએ. જેમ બીજા ને કહો છો કે સમય ની સાથે સ્વયં ને પણ પરિવર્તન માં લાવો, એમ જ સદૈવ સ્વયં ને પણ આ સ્મૃતિ રહે કે સમય ની સાથે-સાથે સ્વયં ને પણ પરિવર્તન માં લાવવાનું છે. સ્વયં ને પરિવર્તન માં લાવતાં-લાવતાં સૃષ્ટિ પરિવર્તન થઈ જશે. સ્વયં નાં પરિવર્તન નાં આધાર થી સૃષ્ટિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરી શકશો. આ જ શ્રેષ્ઠતા છે જે બીજા લોકો માં નથી. એ ફક્ત બીજા ને પરિવર્તન કરવામાં પ્રયત્નશીલ છે. અહીંયા સ્વયં નાં આધાર થી સૃષ્ટિ નું પરિવર્તન કરો છો. તો જે આધાર છે એનાં માટે પોતાનાં ઉપર એટલું અટેન્શન આપવાનું છે - સદૈવ આ સ્મૃતિ રહે કે અમારાં દરેક સંકલ્પની પાછળ વિશ્વ-કલ્યાણ નો સંબંધ છે. જે આધારમૂર્ત છે એમનાં સંકલ્પ માં સમર્થી નથી તો સમય નાં પરિવર્તન માં પણ કમજોરી આવી જાય છે. આ કારણે જેટલો-જેટલો સમય ને સમર્થ બનાવશો એટલો જ સૃષ્ટિ નાં પરિવર્તન નો સમય નજીક લાવી શકશો. ડ્રામા અનુસાર ભલે નિશ્ચિત છે પરંતુ એ પણ કયાં આધારે બન્યો છે? આધાર તો હશે ને. તો આધારમૂર્ત તમે છો. હમણાં તો તમે બધાં ની નજર માં છો. ચેલેન્જ કરી છે ને ૪ વર્ષ ની! જ્યારે આ વાતો સાંભળો છો તો થોડો-ઘણો સંકલ્પ ચાલે છે કે - “જો સાચે જ નહીં થયું તો”, આ પણ થઈ શકે છે કે ૪ વર્ષ માં ન થાય - આ સંકલ્પ રુપ માં નથી ચાલતું? સામનો કરી લેશો, એ અલગ વાત છે. એનો મતલબ આ સંકલ્પ માં કંઈક છે ત્યારે તો આવે છે ને. બિલ્કુલ પાક્કું છે કે ચાર વર્ષ માં થશે? અચ્છા, સમજો તમને લોકો ને કોઈ પૂછે છે કે વિનાશ નહીં થશે તો શું થશે? તો તમે શું કહેશો? જે સમયે સમજાવો છો તો આ સ્પષ્ટ સમજાવવું જોઈએ - એવું નથી કે ૪ વર્ષ માં કમ્પ્લીટ વિનાશ થઇ જશે. ના, ૪ વર્ષ માં એવાં નઝારાં (દૃશ્યો) થઈ જશે જેનાંથી લોકો સમજશે કે બરાબર આ વિનાશ થઈ રહ્યો છે, વિનાશ શરું થઈ ગયો. એક વાત સહજ લાગી ગઈ તો બીજી વાતો પણ સહજ લાગશે જ. વિનાશ માં પણ સમય તો લાગશે. સ્વયં સંપૂર્ણ થઈ જશો તો કાર્ય પણ સંપૂર્ણ થશે કે ફક્ત સ્વયં સંપૂર્ણ થશો? એડવાન્સ પાર્ટી નું કાર્ય ચાલી રહ્યું છે. તમારાં લોકો માટે આખી ફિલ્ડ (ભૂમિ) તૈયાર કરશે. એમનાં પરિવાર માં જાઓ, ન જાઓ, પણ જે સ્થાપનાં નું કાર્ય થવાનું છે એનાં માટે એ નિમિત્ત બનશે. કોઈ પાવરફુલ સ્થિતિ લઈને નિમિત્ત બનશે. એવી પાવર્સ લેશે જેનાથી સ્થાપના નાં કાર્ય માં મદદગાર બનશે. આજકાલ તમે જોશો દિવસ-પ્રતિદિવસ નવાં લોહી (યુવાઓ) નો રિગાર્ડ (માન) વધારે છે. જેટલાં આગળ વધશે એટલાં નાનાં ની બુદ્ધિ જે કામ કરશે, એ વૃદ્ધો ની નહીં કરે, આ બદલાવ થશે. મોટા પણ બાળકો ની સલાહ ને રિગાર્ડ આપશે. હમણાં પણ જે મોટા છે એ સમજે છે - “અમે તો જૂનાં જમાનાં નાં છીએ, આ લોકો છે આજકાલ નાં. એમને રિગાર્ડ નહીં આપીશું, મોટા સમજીને નહીં ચલાવીશું તો કામ નહીં ચાલે.” પહેલાં બાળકો ને રુઆબ થી ચલાવતા હતાં, હવે એવું નથી. બાળકો ને પણ માલિક સમજીને ચલાવે છે. તો આ પણ ડ્રામા છે. નાનાં જ કમાલ કરીને બતાવશે. એડવાન્સ પાર્ટી નું તો પોતાનું કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ એ પણ તમારી સ્થિતિ એડવાન્સ માં જાણવા માટે રોકાયેલાં છે. એમનું કાર્ય જ તમારાં કનેક્શન (સંપર્ક) થી ચાલવાનું છે. આખાં કાર્ય નો આધાર વિશેષ આત્માઓની ઉપર છે. ચાલતાં-ચાલતાં ઠંડા થઈ જાય છે. આગ લાગે છે, પછી શીતળ થઈ જાય છે. પણ શીતળ તો ન થવું જોઈએ ને? બહાર નું જે રુપ હોય છે, મનુષ્ય તો એ જુએ છે. સમજે છે - “આ તો ચાલતું આવ્યું છે, મોટી વાત શું છે? પરંપરાં નો ખેલ ચાલતો આવ્યો છે.” પરંતુ આ ચાલતાં-ચાલતાં શીતળતા કેમ આવે છે? એનું કારણ શું છે? પર્સન્ટેજ (ટકાવારી) ખુબ ઓછી છે. લેક્ચર્સ (ભાષણો) તો કરો છો પણ લેક્ચર ની સાથે-સાથે ફિચર્સ (લક્ષણ) પણ અટ્રેક્ટ (આકર્ષિત) કરે ત્યારે લેક્ચર ની ઈફેક્ટ (અસર) થાય. તો પોતાને દરેક વિષય માં ચેક કરો. આજકાલ લેક્ચર માં તમારી કોમ્પિટિશન (હરીફાઈ) કરે તો એમાં કોઈ બીજા પણ જીતી લેશે. પરંતુ જે પ્રેક્ટિકલ માં છે એમાં બધાં તમારાં થી હારી જશે. મુખ્ય વિશેષતા પ્રેક્ટિકલ જીવન ની છે. પ્રેક્ટિકલ કોઇ પણ વાત તમે કહો તો એકદમ ચૂપ થઈ જશે. તો લેક્ચર્સ થી પછી પ્રેક્ટિકલ નો ભાવ પ્રકટ થઈ જશે. ત્યારે એ લેક્ચર આપવાથી ન્યારાં દેખાશે. જે શબ્દ બોલો છો એ નયનો થી દેખાઈ આવે. આ જે બોલે છે એ પ્રેક્ટિકલ છે, આ અનુભવીમૂર્ત છે. ત્યારે એનો પ્રભાવ પડી શકે છે. બાકી સાંભળી-સાંભળીને તો બધાં થાકી ગયાં છે. ઘણું સાંભળ્યું છે. અનેક સંભળાવવા વાળા હોવાનાં કારણે બધાં થાકેલાં છે. કહે છે - સાંભળ્યું તો ઘણું છે, હવે અનુભવ કરવા ઈચ્છીએ છીએ, કોઈ ‘પ્રાપ્તિ’ કરાવો. તો લેક્ચર માં એવો પાવર હોવી જોઈએ કે જે એક-એક શબ્દ અનુભવ કરાવવા વાળો હોય. જેમ તમે સમજાવો છો ને કે સ્વયં ને આત્મા સમજો, ન કે શરીર. તો આ શબ્દ બોલવામાં પણ એટલો પાવર હોવો જોઈએ જે સાંભળવા વાળા ને તમારાં શબ્દો નાં પાવર થી અનુભવ થાય. એક સેકન્ડ માટે પણ જો એમને અનુભવ થઈ જાય છે, તો અનુભવ ને એ ક્યારેય છોડી નથી શકતાં, આકર્ષિત થયેલાં તમારી પાસે પહોંચશે. જેમ વચ્ચે-વચ્ચે તમે ભાષણ કરતાં-કરતાં એમને સાઇલેન્સ (શાંતિ) માં લઈ જવાનો અનુભવ કરાવો છો, તો આ પ્રેક્ટિસ (અભ્યાસ) ને વધારતાં જાઓ. એમને અનુભવ માં લઈ જતાં જાઓ. આ જૂની દુનિયાથી બેહદ નો વૈરાગ્ય અપાવવા ઈચ્છો છો તો ભાષણ માં જે પોઇન્ટ્સ આપો છો એ આપતા વૈરાગ્ય વૃત્તિ નાં અનુભવ માં લઇ આવો. તેઓ ફીલ (અનુભવ) કરે કે ખરેખર આ સૃષ્ટિ જવાની છે, આનાથી તો દિલ લગાવવું વ્યર્થ છે. તો જરુર પ્રેક્ટિકલ કરશે. એ પંડિતો વગેરે નાં બોલવામાં પણ પાવર હોય છે. એક સેકન્ડ માં ખુશી અપાવી દે છે, એક સેકન્ડ માં રડાવી દે છે. ત્યારે કહે છે આમનું ભાષણ અસર કરવા વાળું છે. આખી સભા ને હસાવે પણ છે, બધાં ને સ્મશાની વૈરાગ્ય માં લાવે પણ છે ને. જ્યારે એમનાં ભાષણ માં આટલો પાવર હોય છે; તો શું તમારાં લોકો નાં ભાષણ માં એટલો પાવર ન હોઈ શકે? અશરીરી બનવા ઈચ્છે તો એ અનુભવ કરાવી શકો છો? એ લહેર છવાઇ જાય. આખી સભા ની વચ્ચે બાપનાં સ્નેહ ની લહેર છવાઇ જાય. એને કહેવાય છે પ્રેક્ટિકલ અનુભવ કરાવવો. હવે આવાં ભાષણ થવાં જોઈએ, ત્યારે કંઈક પરિવર્તન થશે. એ સમજે કે આમનાં ભાષણ તો દુનિયા થી ન્યારાં છે. એ ભલે ભાષણ માં સભા ને હસાવી દે, રડાવી દે, પણ અશરીરી-પણા નો અનુભવ નથી કરાવી શકતાં, બાપ થી સ્નેહ ઉત્પન્ન નથી કરાવી શકતાં. કૃષ્ણ થી સ્નેહ કરાવી શકે છે, પણ બાપ થી નથી કરાવી શકતાં. એમને ખબર નથી. તો નિરાળી વાત હોવી જોઈએ. સમજો, ગીતા નાં ભગવાન પર પોઇન્ટ્સ આપો છો, પણ જ્યાં સુધી એમને બાપ કોણ છે, અમે આત્મા છીએ એ પરમાત્મા છે - જ્યાં સુધી આ અનુભવ ન કરાવો ત્યાં સુધી આ વાત પણ સિદ્ધ કેવી રીતે થશે? એવું કોઈ ભાષણ કરવા વાળું હોય જે એમને અનુભવ કરાવે - આત્મા અને પરમાત્મા માં રાત-દિવસ નું અંતર છે. જ્યારે અંતર મહેસુસ (અનુભવ) કરશે તો ગીતા નાં ભગવાન સિદ્ધ થઈ જશે. ફક્ત પોઇન્ટસ થી એમની બુદ્ધિ માં નહીં બેસે, ઉલટા ની લહેરો (વિચારો) ઉત્પન્ન થશે. પરંતુ અનુભવ કરાવતાં જાઓ તો અનુભવ ની આગળ કોઈ વાત જીતી નથી શકતાં. ભાષણ માં હવે આ રીત પરિવર્તન કરો. અચ્છા!
\\
સુખ ને અતીન્દ્રિય સુખ માં લાવવાનું છે. એટલાં માટે અંતિમ સ્ટેજ (અવસ્થા) નું આ જ ગાયન છે કે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો. સુખ ની અતિ હોવાથી વિશશ અર્થાત્ દુઃખ ની લહેર નાં સંકલ્પ નો પણ અંત થઇ જશે.