Search for a command to run...
10 Jan 1977
જેવું લક્ષ એવાં લક્ષણ
10 January 1977 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળકનાં મસ્તક અને નયનો દ્વારા એક વિશેષ વાત જોઈ રહ્યાં છે. હમણાં સુધી લક્ષ અને લક્ષણ કેટલાં સમીપ છે. લક્ષ નાં પ્રમાણે લક્ષણ પ્રેક્ટિકલ (વ્યવહારિક) રુપ માં ક્યાં સુધી જોવામાં આવે છે? લક્ષ બધાનું બહુ ઊંચું છે પરંતુ લક્ષણ ધારણ કરવામાં ત્રણ પ્રકારનાં પુરુષાર્થી છે. તે કયાં છે?
(૧) એક છે - જેને સાંભળીને સારું લાગે છે, કરવું જોઈએ, પરંતુ સાંભળતાં આવડે છે પણ કરતાં નથી આવડતું.
(૨) બીજાં છે - જે વિચારે છે, સમજે પણ છે, કરે પણ છે. પરંતુ શક્તિ-સ્વરુપ ન હોવાનાં કારણે ડબલ પાર્ટ ભજવે છે. હમણાં-હમણાં બ્રાહ્મણ, તીવ્ર પુરુષાર્થી, હમણાં-હમણાં હિંમતહીન. કારણ? પાંચ વિકાર અને પ્રકૃતિનાં તત્વ, બંનેમાંથી કોઈ-ને-કોઈનાં વશીભૂત થઈ જાય છે. એટલે લક્ષ અને લક્ષણ માં અંતર થઇ જાય છે. ઈચ્છા છે પરંતુ ઈચ્છા માત્રમ્ અવિદ્યા બનવાની શક્તિ નથી, આ કારણે પોતાનાં લક્ષ ની ઈચ્છા સુધી પહોંચી નથી શકતાં.
(૩) ત્રીજા છે - જે સાંભળવું, વિચારવું અને કરવું, ત્રણેય ને સમાન કરીને ચાલે છે. એવી આત્માઓનું લક્ષ અને લક્ષણ ૯૯% સમાન દેખાય છે. આવાં ત્રણ પ્રકારનાં પુરુષાર્થી જોઈ રહ્યાં છે.
વર્તમાન સમયે દરેક બ્રાહ્મણ આત્માનાં સંકલ્પ અને બોલ ને લક્ષ ની કસોટી પર ચેક (તપાસ) કરવા જોઈએ કે લક્ષ પ્રમાણે સંકલ્પ અને બોલ છે? લક્ષ છે - ફરિશ્તા સો દેવતા. જેમ લૌકિક પરિવાર અને ઓક્યુપેશન (વ્યવસાય) પ્રમાણે પોતાનાં સંકલ્પ, બોલ અને કર્મ ચેક કરે છે તેમ બ્રાહ્મણ આત્માઓ પોતાનાં ઉંચામાં ઉંચા પરિવાર અને ઓક્યુપેશન ને સામે રાખીને ચાલે છે? વર્તમાન મરજીવા બ્રાહ્મણ જન્મ નેચરલ (સ્વાભાવિક) સ્મૃતિ માં રહે છે કે પાસ્ટ (ભૂતકાળ) શૂદ્રપણા નાં લક્ષણ નેચરલ રુપ માં પાર્ટ માં આવી જાય છે? જેવો જન્મ હોય છે એવાં કર્મ હોય છે. શ્રેષ્ઠ જન્મનાં કર્મ પણ સ્વતઃ જ શ્રેષ્ઠ હોવાં જોઈએ. જો મહેનત લાગે છે તો બ્રાહ્મણ જન્મ ની સ્મૃતિ ઓછી છે. હકીકત માં શ્રેષ્ઠ કર્મ અને શ્રેષ્ઠ લક્ષ, શ્રેષ્ઠ જન્મ નો બર્થ રાઈટ (જન્મસિદ્ધ અધિકાર) છે. જેમ લૌકિક જન્મ માં સ્થૂળ સંપત્તિ બર્થ-રાઇટ હોય છે. એ રીતે બ્રાહ્મણ જન્મ ની દિવ્ય ગુણ રુપી સંપત્તિ, ઈશ્વરીય સુખ, શક્તિ બર્થ-રાઈટ છે. બર્થ-રાઈટ નો નશો નેચરલ રુપમાં રહે જ છે, મહેનત કરવાની આવશ્યકતા જ નથી. જો મહેનત કરવી પડે છે તો અવશ્ય સંબંધ અને કનેક્શન (જોડાણ) માં કોઈ કમી છે. સ્વયં પોતાને પૂછો બર્થ-રાઈટ નો નશો રહે છે? આ નશામાં રહેવાથી જ લક્ષ અને લક્ષણ સમાન થઈ જશે, એનાં માટે સહજ યુક્તિ કે જેનાથી મહેનત થી મુક્તિ મળી જાય એ કઈ છે? સ્વયં ને જે છું, જેવો છું, જે શ્રેષ્ઠ બાપ અને પરિવાર નો છું એવાં જાણો છો; પરંતુ દરેક સમયે માનતાં નથી. પોતાનાં તકદીર ની તસ્વીર (ભાગ્ય ની છબી) નથી જોતાં. જો સદૈવ પોતાનાં તકદીર ની તસ્વીર ને જોતા રહો તો જેમ સાકાર શરીર ને જોતા હોવા છતાં નેચરલ દેહ નાં સ્મૃતિ-સ્વરુપ રહો છો એમ જ નેચરલ તકદીર ની તસ્વીર ની સ્મૃતિ માં રહેશો. હરતાં-ફરતાં વાહ બાબા! અને વાહ મારી તકદીર ની તસ્વીર! આ અજપાજાપ અર્થાત્ મન થી આ અવાજ નીકળતો રહે. જે ભક્ત લોકો અનહદ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરે છે, એ તમારી જ સ્થિતિ નું ગાયન ભક્તિ માં ચાલતું રહે છે. પોતાનું કલ્પ પહેલાની ખુશીમાં સદા નાચવાનું ચિત્ર જેને રાસ-લીલા નું ચિત્ર કહે છે - દરેક ગોપી કે ગોપ સદા ગોપી-વલ્લભ ની સાથે રાસ કરતાં દેખાડે છે, આ ખુશીમાં નાચવાનું યાદગાર ચિત્ર છે. તમારા પ્રેક્ટિકલ ચરિત્રનું ચિત્ર બન્યું છે. એવું પ્રેક્ટિકલ ચરિત્રવાન ચિત્ર સદા જોવામાં આવે છે? એવો અનુભવ કરો છો કે આ મારું જ ચિત્ર છે? આને કહેવાય છે ‘તકદીર કી તસ્વીર’ (ભાગ્ય ની છબી). રોજ પોતાનાં તકદીર ની તસ્વીર ને જોતા દરેક કર્મ કરશો તો મહેનત થી મુક્ત થઈ બર્થ-રાઈટ ની ખુશી નો અનુભવ કરશો.
હવે મહેનત કરવાનો સમય નથી રહ્યો, હવે તો આ સ્મૃતિ-સ્વરુપ બનો - જે જાણવાનું હતું તે જાણી લીધું, પામવાનું હતું તે પામી લીધું એવો અનુભવ કરો છો? બાપદાદા તો દરેકનાં તકદીર ની તસ્વીર જોઈને હર્ષિત થાય છે. એમ જ તતત્વમ્. બાપદાદા ને વિશેષ આશ્ચર્ય એક વાતનું લાગે છે - માસ્ટર સર્વશક્તિમાન્ શ્રેષ્ઠ તકદીરવાન નાની-નાની મૂંઝવણો માં કેવી રીતે મુંજાઈ જાય છે, જેમ કે સિંહ કીડી થી ગભરાઈ જાય છે. જો સિંહ કહે, હું કીડી ને કેવી રીતે મારું, શું કરું, તો શું વિચારશો? સંભવ વાત લાગશે કે અસંભવ લાગશે? એમ માસ્ટર સર્વશક્તિમાન્ થોડી એવી મૂંઝવણ માં મુંજાઈ જાય તો શું બાપ ને સંભવ વાત લાગશે કે આશ્ચર્ય ની વાત લાગશે? એટલે હવે નાની-નાની મૂંઝવણો થી ગભરાવાનો સમય નથી, હવે તો બધી મુંઝાયેલી આત્માઓને બહાર કાઢવાનો સમય છે. સમજ્યાં, આ બાળપણની વાતો છે, માસ્ટર રચયિતા માટે આ બાળપણ ની વાતો શોભતી નથી એટલે કહેવાય છે કે સદૈવ ઉમંગ, ઉલ્લાસ ની રાસ માં નાચતાં રહો. સદા વાહ મારું ભાગ્ય! અને વાહ ભાગ્ય વિધાતા! આ સૂક્ષ્મ મન નાં અવાજ ને સાંભળતાં રહો. નાચવાની સાથે જેમ સુર જોઈએ છે ને, તો આ અનાદિ મન નો અવાજ સાંભળતા રહો અને ખુશી માં નાચતાં રહો.
આમ સદા બર્થ-રાઈટ નાં નશામાં રહેવા વાળા, ઈશ્વરીય મસ્તી માં સદા રહેવા વાળા, મહેનત થી મુક્ત થવા વાળા, લક્ષ અને લક્ષણ સમાન કરવા વાળા, સર્વ મૂંઝવણો થી બહાર કાઢવા વાળા, એવાં શ્રેષ્ઠ ભાગ્ય વાળા, પદમાપદમ ભાગ્યશાળી બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે.