Search for a command to run...
14 Apr 1977
શ્રેષ્ઠ તકદીર ની તસ્વીર
14 April 1977 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળક ની તકદીર ની તસ્વીર જોઈ રહ્યાં હતાં. દરેકે યથાશક્તિ પોત-પોતાની તસ્વીર (છબી) તૈયાર કરી છે. તસ્વીર ની અંદર રુહાનિયત ની વિશેષતા જોઈએ. રુહાનિયત થી ભરેલી તસ્વીર દરેક આત્માને રુહાની બાપ નો માર્ગ બતાવી દે છે. જેમ લૌકિક માં ખુબ જ સુંદર બનેલી તસ્વીર પોતાનાં રચયિતા ની સ્મૃતિ અપાવે છે કે આને બનાવવા વાળા કોણ? એમ જ રુહાની તસ્વીર અર્થાત્ શ્રેષ્ઠ તકદીર વાળી તસ્વીર બનાવવા વાળા બાપ ની તરફ સ્વત: જ આકર્ષિત કરે છે. તમારું ભાગ્ય, ભાગ્ય બનાવવા વાળા ભગવાન ની સ્વત: યાદ અપાવે છે. એવી શ્રેષ્ઠ તકદીર ની તસ્વીર બનાવી છે? રુહાની તકદીર અર્થાત્ હરતાં-ફરતાં લાઈટ હાઉસ. લાઈટ હાઉસ નું કર્તવ્ય છે - દરેક ને સાચો રસ્તો દેખાડવો. હરતાં-ફરતાં આટલાં લાઈટ હાઉસ શું કમાલ કરશે? એવાં બન્યાં છો કે હજું સુધી બનવાના પ્લાન (યોજના) બનાવી રહ્યાં છો?
આ વખતે બાપદાદા રીઝલ્ટ (પરિણામ) લેવા માટે આવ્યાં છે. જ્યારે પેપર અર્થાત્ પરીક્ષા નાં દિવસો હોય છે તો તે સમયે ભણાવવામાં નથી આવતું, પરંતુ જે ભણ્યાં છે તેની પરીક્ષા થાય છે. તો બાપદાદાએ પણ સંકલ્પ દ્વારા, વાણી દ્વારા, કર્મ દ્વારા ભણતર ખુબ ભણાવ્યું છે, હવે એનું રીઝલ્ટ જોશે. દરેક પોતાનાં રીઝલ્ટ થી સંતુષ્ટ છે? ચેક (તપાસ) કર્યું છે કે સમય પ્રમાણે અથવા બાપ નાં ભણતર પ્રમાણે, વિશ્વની આગળ સ્વયં ને પ્રત્યક્ષ પ્રમાણ બનાવ્યાં છે? કોઈ પણ વાત ને સ્પષ્ટ કરવા માટે અનેક પ્રકારનાં પ્રમાણ આપવામાં આવે છે. પરંતુ બધાં પ્રમાણ માં શ્રેષ્ઠ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ જ છે. તો એવાં બન્યાં છો? જો કોઈ પણ જુએ તો અનુભવ કરે કે આમને ભણાવવા વાળા કે બનાવવા વાળા સર્વશક્તિવાન બાપ છે. પ્રત્યક્ષ પ્રમાણ જ બાપ ને પ્રત્યક્ષ કરવાનું સહજ અને શ્રેષ્ઠ સાધન છે. આ સાધન ને અપનાવ્યું છે? પ્રત્યક્ષતા વર્ષ તો મનાવ્યું પરંતુ સ્વયં ને પ્રત્યક્ષ પ્રમાણ બનાવ્યાં? સહજ છે કે મુશ્કેલ છે? કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ અર્થાત્ જે છો, જેમનાં છો એ જ સ્મૃતિ માં રહેવું. આ મુશ્કેલ હોય છે? સ્વયં પોતાને યાદ કરવું કોને મુશ્કેલ લાગે છે? ટેમ્પરરી (અસ્થાયી) પાર્ટ ભજવતી વખતે પોતાનાં ટેમ્પરરી સમય નો પાર્ટ સ્મૃતિ માં રાખવો મુશ્કેલ હોય છે. જેમ કોઇ ફીમેલ (સ્ત્રી) થી મેલ (પુરુષ) બનશે તો પછી પણ પાર્ટ ભજવતા-ભજવતા ફીમેલ નું રુપ ક્યારેક સ્મૃતિ માં આવી જશે. પરંતુ નિજી (મૂળ) સ્વરુપ ક્યારેય ભૂલાતું નથી. તો તમે જે છો, જેનાં છો અને જ્યાંનાં છો તે અનાદિ નિજી સ્વરુપ, અનાદિ બાપ, અનાદિ સ્થાન છે, ન કે ટેમ્પરરી. અનાદિ ની સ્મૃતિ સહજ હોય છે કે મુશ્કેલ? પ્રત્યક્ષ પ્રમાણ અર્થાત્ અનાદિ રુપ માં સ્થિત રહેવું. તેમ છતાં પણ ભૂલી જાઓ છો. હકીકત માં ભૂલવું મુશ્કેલ હોવું જોઈએ. કારણ કે ભૂલીને જે સ્વરુપ સ્મૃતિ માં લાવો છો તે અનાદિ નહીં, મધ્યકાળ નું છે. મધ્યકાળ અર્થાત્ દ્વાપર નો સમય, તો મધ્યકાળ નું સ્વરુપ મુશ્કેલ થી યાદ આવે છે. આ યથાર્થ નહીં પરંતુ અયથાર્થ છે.
બાપદાદા રીઝલ્ટ જાણવા આવ્યાં છે, ખાસ જૂનાઓનું. જેમણે વિશેષ ફરિયાદો દ્વારા આવાહન કર્યું છે. જૂનાઓનું આવાહન કરવું અર્થાત્ રીઝલ્ટ આપવા માટે તૈયાર રહેવું કારણ કે બાપદાદાએ પહેલેથી જ કહી દીધું હતું. જેમ નવાઓને સંભળાવો છો, બાપનું આવવું અર્થાત્ સ્વયં પોતાને જીવતે-જીવ મરવાનું સાહસ રાખવું. કારણ કે બાપનું આવવું અર્થાત્ પાછાં લઈ જવું કે જૂની દુનિયાનું પરિવર્તન કરવું. એમ જ તમારા દ્વારા બાપ ને બોલાવવા અર્થાત્ રીઝલ્ટ આપવા માટે તૈયાર રહેવું. તો પેપર માટે તૈયાર છો ને? વિશ્વને પરિવર્તન કરવાની હલચલ જોતાં અચળ છો? સ્વયં ને હલચલ કરાવવા વાળા નિમિત્ત સમજો છો કે હજું સુધી પોતાની જ હલચલ માં છો? બાપદાદા હલચલ નાં પેપર લે? અચળ રહેશો કે ડગમગ થશો? રેડી (તૈયાર) છો કે એવર-રેડી (સદા તૈયાર) છો? રીઝલ્ટ શું છે? સ્વયંના સંસ્કારો નાં પેપર, સ્વયંના વ્યર્થ સંકલ્પો નાં પેપર કે કોઈ-ને-કોઈ શક્તિ ની કમી નાં કારણે પેપર, સર્વ થી સંસ્કાર મિલન નાં પેપર, હજું સુધી આ નાનાં-નાનાં હદ નાં પેપર માં પણ હલચલ માં આવો છો કે અચળ છો? બેહદ નાં પેપર અર્થાત્ અનાદિ તત્વો દ્વારા પેપર, બેહદ નાં વિશ્વની હલચલ દ્વારા પેપર, બેહદ નાં વાતાવરણ દ્વારા પેપર, બેહદ સૃષ્ટિ નાં તમોપ્રધાન અશુદ્ધ વાયબ્રેશન (તરંગો) વાયુમંડળ દ્વારા પેપર. આવાં બેહદ નાં પેપર આપવા માટે તૈયાર છો? પહેલાં છે - સ્વયં દ્વારા સ્વયનું પેપર, નાના એવાં બ્રાહ્મણ સંસાર દ્વારા કે બ્રાહ્મણો નાં સંસ્કારો દ્વારા આવેલું પેપર, આ કાચી પરીક્ષા છે કે પાક્કી પરીક્ષા છે? જેમ છ માસની અને બાર માસની પાક્કી પરીક્ષા હોય છે ને! તો હદ નું પેપર આપીને પાસ થઈ ગયાં છો? હવે બેહદ નાં પેપર શરું થાય? આ જ રીતે સ્વયં પોતાને ચેક (તપાસ) કરો કે - કોઈ પણ સબ્જેક્ટ (વિષય) નાં પેપર માં પાસ માર્ક્સ લેવા યોગ્ય બન્યાં છો કે પાસ વિદ્ ઑનર (સમ્માન સહિત પાસ) બન્યાં છો? સમજ્યાં, શું કરવાનું છે? ગભરાઓ બહુ છો અને ગભરાઓ કોનાથી છો? નાનાં-નાનાં માયા નાં પરપોટા થી. જે હમણાં-હમણાં છે, હમણાં-હમણાં નહીં હોય. નાનાં બાળકો પણ પરપોટા થી નથી ડરતાં. રમે છે ન કે ડરે છે. માસ્ટર સર્વશક્તિવાન પરપોટા થી રમવા વાળા છે ન કે ડરવા વાળા. અચ્છા, પછી આગળ સંભળાવશે. અચ્છા.
એવાં હરતાં-ફરતાં લાઈટ હાઉસ, પોતાની તકદીર ની તસ્વીર દ્વારા તકદીર બનાવવા વાળા, બાપ ને દરેક સમયે પ્રત્યક્ષ કરવા વાળા, દરેક પરિસ્થિતિ નાં પેપરો માં એવરરેડી રહેવા વાળા, સદા પ્રત્યક્ષ પ્રમાણ બની અન્ય ને પ્રેરણા આપવા વાળા, એવાં સદા મહાવીર રહેવા વાળા બાળકો ને યાદ, પ્યાર અને નમસ્તે.
દીદી જી થી વાર્તાલાપ :-
તમે બધી વિશેષ આત્માઓ બાપદાદા નાં કાર્ય માં સહયોગી છો. સહયોગ નાં રિટર્ન (વળતર) માં વિશેષ સર્વ અને સહજ પ્રાપ્તિઓ થાય છે. જેટલો સમય જે સર્વ પ્રકારથી સહયોગી બને છે, એનું પ્રત્યક્ષ-ફળ સર્વ પ્રાપ્તિઓનો અનુભવ સહજ થાય છે. જેમ સમય પ્રતિ સમય બાપનાં સહયોગી બનો છો તો બાપ પણ રિટર્ન માં મદદ કરે છે. હિંમત નો એક સંકલ્પ બાળક નો અને હજાર શ્રેષ્ઠ સંકલ્પો નો સહયોગ બાપ નો. એવો સહયોગ સમય પર આપતા રહે છે. બાળકોએ વિચાર્યું અને બાપ નાં સહયોગ થી થયું. આ છે વિશેષ આત્માઓને સહયોગી બનવાનું પ્રત્યક્ષ ફળ. પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરવા વાળી આત્મા ક્યારેય મુશ્કેલી નો અનુભવ નહીં કરે - એટલું સહજ લાગશે જાણે હમણાં-હમણાં કરેલી વાતને રિપીટ (પુનરાવર્તન) કરી રહ્યાં છીએ. કલ્પ પહેલાં કરી છે - ના, હમણાં-હમણાં ની છે, હમણાં-હમણાં રિપીટ કરી રહ્યાં છીએ. કાલની વાત પણ વિચારવી પડશે, ખેંચવી પડશે - પરંતુ હમણાં-હમણાં ની છે. એમાં બુદ્ધિ પર ભાર નહીં આવે. કરવાનું છે, કેવી રીતે થશે આ ભાર પણ નહીં. હમણાં-હમણાં કર્યું છે અને હમણાં-હમણાં રિપીટ કરવાનું છે. એવું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થાય છે. તો પ્રત્યક્ષ ફળ ખાવા વાળા છો ને કે ભવિષ્ય નાં આધાર પર વિચારી રહ્યાં છો. ભવિષ્ય તો છે જ. પરંતુ ભવિષ્ય થી પણ શ્રેષ્ઠ પ્રત્યક્ષ ફળ છે. પ્રત્યક્ષ ને છોડી ભવિષ્ય ની રાહ જોતા નથી રહેવાનું. હમણાં-હમણાં બાપનાં બન્યાં અને હમણાં-હમણાં મળ્યું. બાપ થી દૂર રહેવા વાળી આત્માઓ ભવિષ્ય અર્થાત્ દૂર ની વાતો વિચારશે. સમીપ રહેવા વાળી આત્માઓ સદા પ્રત્યક્ષ ફળ નો અનુભવ કરશે. એકનાં લાખ ગણા નાં રુપમાં અનુભવ કરશે. એવું થાય છે ને.
ચાલી નથી રહ્યાં પરંતુ કોઈ ચલાવી રહ્યું છે. પોતાની ગોદમાં બેસાડીને ચલાવી રહ્યાં છે, તો મુશ્કેલ થોડું હશે! જેમ બાળક જો બાપની ગોદમાં બેસીને ફરે છે તો એને ક્યારેય થાક નહીં લાગે, મજા આવશે. પોતાનાં પગ થી ચાલે તો થાકશે પણ, રડશે પણ, બૂમો પણ પાડશે. આ તો બાપ ચલાવવા વાળા ચલાવી રહ્યાં છે. બાપની ગોદમાં બેસીને ચાલી રહ્યાં છે. કેટલાં અતીન્દ્રિય સુખ અને આનંદ નો અનુભવ થાય છે. જરા પણ મહેનત કે મુશ્કેલી નો અનુભવ નથી થતો. પ્રાપ્તિ છે કે મહેનત છે? સંગમયુગી સદા સાથી બનવા વાળી આત્માઓને મહેનત શું હોય છે, તે અવિદ્યા માત્રમ્ હોય છે. એવાં બહુજ થોડા હશે જેમને મહેનત અવિદ્યા માત્રમ્ હશે. આ છે ફાઇનલ સ્ટેજ (સંપૂર્ણ સ્થિતિ) ની નિશાની. એની સમીપ આવી રહ્યાં છો. પુરુષાર્થ પણ એક નેચરલ (સ્વાભાવિક) કર્મ થઈ જાય. જેમ બીજાં કર્મ નેચરલ છે ને. ઉઠવું, બેસવું, ચાલવું, સુવું નેચરલ કર્મ છે, એમ સ્વયં ને સંપન્ન બનાવવાનો પુરુષાર્થ પણ નેચરલ કર્મ અનુભવ થાય ત્યારે આ નેચર (પ્રકૃતિ) ને પરિવર્તન કરી શકશો. હજું તો તે સેવા બાકી રહેલી છે. હવે તમે બધાં જઇ રહ્યાં છો, બધાને ફાઇનલ પેપર માટે તૈયાર કરવાં. કારણકે તમે બધાં નિમિત્ત છો ને. એવાં ઍવરરેડી બની જાઓ જે કોઈ પણ નાની કે મોટી પરીક્ષા માં અચળ રહો. હમણાં તો નાનાં પેપર માં હલચલ માં આવી જાઓ છો. સ્વયંના પેપર દ્વારા જ હલચલ માં છો. તો હવે એવી તૈયારી કરીને મોકલજો જે જૂનાં અહીં આવે તો ઍવરરેડી દેખાય. બાપદાદાએ રિએલાઈઝેશન (અનુભૂતિ) કોર્સ આપ્યો છે તો એનું રીઝલ્ટ પણ લેશે. અનુભવી બનાવતાં જાઓ. ઉચ્ચારણ કરવા વાળા બની જાય છે પરંતુ અનુભવી ઓછા બને છે. જો અનુભવી મૂર્ત બની જાય તો અનુભવી ક્યારેય દગો નથી ખાતાં. દગો ખાવો અર્થાત્ અનુભવી નથી. એવું જ લક્ષ રાખીને બધામાં એવાં લક્ષણ ભરતાં જાઓ. આ રીઝલ્ટ જોઈ લેશે. હમણાં તો આ જ ઉમંગ બધામાં હોવો જોઈએ કે સંપન્ન બની વિશ્વ-પરિવર્તન નું કાર્ય સંપન્ન કરીશું. નહીં તો વિશ્વ-પરિવર્તન નું કાર્ય પણ હલચલ માં આવશે. હમણાં-હમણાં વાદળ ભરે છે, થોડા વરસે છે - પછી વિખરાઈ જાય છે. કારણ? સ્થાપના કરવા વાળા વિશ્વ-પરિવર્તક જ હલચલ માં રહે છે. પોતાનાં નિશાના (લક્ષ) થી દૂર થઇ જાય છે તો પરિવર્તન નાં વાદળ પણ વિખરાઈ જાય છે. ગરજે છે પરંતુ વરસતા નથી. અચ્છા.