Search for a command to run...
16 Apr 1977
બ્રાહ્મણ જન્મ ની દિવ્યતા અને અલૌકિકતા
16 April 1977 · ગુજરાતી
સાંભળવું અને સમાવવું. સાંભળવું સહજ લાગે છે, રુચિ થાય છે સાંભળતાં જ રહીએ. આ ઈચ્છા સદૈવ રહે છે. એમ જ સમાવવું પણ એટલું જ સહજ અનુભવ થાય છે. સદા ઈચ્છા રહે છે કે સમાવી ને બાપ સમાન બનવાનું છે. સમાવવાનું સ્વરુપ છે બાપ સમાન બનવું. તો હમણાં સુધી ફર્સ્ટ સ્ટેજ (પહેલી અવસ્થા) પર છો કે સેકન્ડ સ્ટેજ (બીજી અવસ્થા) પર છો કે લાસ્ટ સ્ટેજ (અંતિમ અવસ્થા) સુધી છો? લાસ્ટ સ્ટેજ છે સાંભળવું અને બનવું. સાંભળી રહ્યાં છો, બની જ જશો, બનવાનું જ છે. કલ્પ પહેલાં પણ બન્યાં હતાં, હવે પણ અવશ્ય બનશો, આ બોલ લાસ્ટ સ્ટેજ માં સમાપ્ત થઈ જાય છે. એક-એક બોલ જેમ-જેમ સાંભળતા જાઓ છો, તેમ-તેમ બનતાં જાઓ છો. લાસ્ટ સ્ટેજ વાળાઓનું લક્ષ અને બોલ, સ્વરુપ દ્વારા સ્પષ્ટ દેખાશે. જેમ પહેલો પાઠ આત્માનો સાંભળો છો અને સંભળાવો છો. લાસ્ટ સ્ટેજ વાળી આત્મા ફક્ત શબ્દ સાંભળશે, સંભળાવશે નહીં પરંતુ સાથે-સાથે સ્વરુપ માં સ્થિત થશે. આને કહેવાય છે બાપ સમાન બનવું. સ્વયં નું કે બાપ નું સ્વરુપ અને ગુણ કે કર્તવ્ય ફક્ત સંભળાવશે નહીં, પરંતુ દરેક ગુણ અને કર્તવ્ય પોતાનાં સ્વરુપ દ્વારા અનુભવ કરાવશે. જેમ બાપ અનુભવી મૂર્ત છે, ફક્ત સંભળાવવા વાળા નથી. તો એ રીતે ફોલો ફાધર કરવાનું (બાપ ને અનુસરવાનું) છે. જેમ સાકાર માં બાપ ને જોયાં, સંભળાવવાની સાથે કર્મ માં, સ્વરુપ માં કરીને દેખાડ્યું. સાંભળવું, સંભળાવવું અને સ્વરુપ બનીને દેખાડવું - ત્રણેય સાથે-સાથે ચાલ્યું. એમ સાંભળવું અને સંભળાવવું અને દેખાડવું સાથે-સાથે છે? હમણાં સુધી જેટલું સાંભળ્યું છે એટલું જ સમાવ્યું છે? વિશ્વ ની આગળ કરી દેખાડ્યું છે! મહાન અંતર છે કે થોડુંક જ અંતર છે? રીઝલ્ટ શું છે? સાંભળવું અને સંભળાવવું તો કૉમન (સાધારણ) વાત છે. બ્રાહ્મણો ની અલૌકિકતા ક્યાં સુધી દેખાય છે? જેમ બાપ નાં મહાવાક્ય છે કે ‘મારો જન્મ અને કર્મ પ્રાકૃત મનુષ્યોં સદૃશ્ય (સમાન) નહીં, પરંતુ દિવ્ય અને અલૌકિક છે.’ બાપદાદા ની સાથે-સાથે આપ બ્રાહ્મણો નો જન્મ પણ સાધારણ નથી, દિવ્ય અને અલૌકિક છે. જેવો જન્મ, જેવું દિવ્ય નામ એવું જ દિવ્ય અલૌકિક કામ છે.
જેમ દરેક લૌકિક કુળ ની મર્યાદાની પણ રેખા હોય છે. એમ બ્રાહ્મણ કુળ ની મર્યાદાઓની રેખા ની અંદર રહો છો? મર્યાદાઓની રેખા, સંકલ્પ માં પણ કોઈ આકર્ષણ વશ ઉલ્લંઘન તો નથી કરતાં. અર્થાત્ રેખા ની બહાર તો નથી જતાં. શુદ્રપણા નાં સ્વભાવ કે સંસ્કાર ની સ્મૃતિ આવવી અર્થાત્ અછૂત બનવું. અર્થાત્ બ્રાહ્મણ પરિવાર થી સ્વયં પોતે જ પોતાને દૂર કરવાં. તો આ ચેક (તપાસ) કરો કે આખાં દિવસ માં બાપ ની મદદ કેટલો સમય રહી અને સ્વયં પોતે કિનારો કેટલો સમય કર્યો? વારંવાર કિનારો કરવા વાળા બાપ ની મદદ નો અનુભવ, બાપ ની સાથે-સાથે રહેવાનો અનુભવ, બાપ દ્વારા પ્રાપ્ત થયેલાં સર્વ ખજાનાઓ નો અનુભવ, ઈચ્છવા છતાં પણ નથી કરી શકતાં. સાગર નાં કિનારા પર રહેતાં ફક્ત જોતાં જ રહી જાય છે, પામી નથી શકતાં. પામવું છે, આ ઈચ્છા બની રહે છે પરંતુ પામી લીધું છે, આ અનુભવ નથી કરી શકતાં. જિજ્ઞાસુ જ રહી જાય છે. અધિકારી નથી બની શકતાં. તો આખાં દિવસ માં જિજ્ઞાસુ ની સ્ટેજ (સ્થિતિ) કેટલો સમય રહે છે અને અધિકારી ની સ્ટેજ કેટલો સમય રહે છે? તમારા લોકો પાસે પણ જ્યારે કોઈ નવાં લોકો આવે છે તો એમને પહેલાં જિજ્ઞાસુ બનાવો છો. જિજ્ઞાસુ અર્થાત્ જિજ્ઞાસા રહે કે પામવું છે. તમે લોકો પણ જિજ્ઞાસુ ને કિનારે રાખો છો. સંગઠન માં કે રેગ્યુલર (નિયમિત) ક્લાસ માં આવવા નથી દેતાં. જ્યારે તે કહે છે કે હવે અનુભવ થયો, નિશ્ચય થયો કે માની લીધું, જાણી લીધું, ત્યારે સંગઠન માં આવવાની પરમીશન (અનુમતિ) આપો છો. તો સ્વયં પોતાને પૂછો કે જ્યારે જિજ્ઞાસુ ની સ્ટેજ રહે છે તો બાપ ની મદદ કે કુળ ની મદદ અર્થાત્ સંગઠન ની મદદ સ્વત: જ સમીપ નાં બદલે, પોતાને દૂર-દૂર વાળા અનુભવ નથી કરતાં? મદદ નાં બદલે સ્વતઃ બુદ્ધિ દ્વારા કિનારો નથી થઈ જતો? બાળક નાં બદલે માંગવા વાળા ભક્ત નથી બની જતાં? શક્તિ આપો, મદદ કરો, માયા ને ભગાવો, યુક્તિ આપો, માયા થી છોડાવો, આ બ્રાહ્મણપણાં નાં સંસ્કાર નથી. બ્રાહ્મણ ક્યારેય પોકારતાં નથી. બ્રાહ્મણો ને સ્વયં બાપ ભિન્ન-ભિન્ન શ્રેષ્ઠ ટાઇટલ (શીર્ષક) થી પોકારે છે. જાણો છો ને? તમારાં કેટલાં ટાઇટલ છે? બ્રાહ્મણ અર્થાત્ પોકારવાનું બંધ, બ્રાહ્મણ અર્થાત્ સિરતાજ. ક્યારેય પણ પ્રકૃતિ નાં કે માયા નાં મોહતાજ નહીં. તો એવાં સિરતાજ બન્યાં છો? માયા આવી જાય છે અર્થાત્ મોહતાજ બનવું. જૂનાં સંસ્કારો ને વશીભૂત થઈ જાય છે, સ્વભાવ ને વશીભૂત થઈ જાય છે, આ છે મોહતાજ પણું. એવાં મોહતાજ બાપ નાં સિરતાજ નથી બની શકતાં. વિશ્વ નાં રાજ્ય નાં તાજધારી નથી બની શકતાં, બાપ નાં સિરતાજ બનવા વાળા સ્વપન માં પણ મોહતાજ નથી બની શકતાં. સમજ્યાં, રિયલાઇઝ (અનુભવ) કરો. હવે સેલ્ફ રીયલાઇઝેશન (સ્વ-અનુભૂતિ) કોર્સ ચાલી રહ્યો છે ને. અચ્છા.
સદા પોતાનાં બ્રાહ્મણ કુળની મર્યાદા ની રેખા ની અંદર રહેવા વાળી મર્યાદા પુરષોત્તમ, સાંભળવા, સંભળાવવા અને સમાન બનવા વાળી, હમણાં-હમણાં સ્વરુપ થી દેખાડવા વાળી, સદા સિરતાજ, સદા બાપ ની સર્વ પ્રાપ્તિઓ ની મદદ માં રહેવા વાળી શ્રેષ્ઠ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદી જી સાથે :-
જવું અને આવવું કહેશો? જવું અને આવવું ત્યારે કહેશો જ્યારે સાથ છોડીને જાય? ક્યાંય થી પણ જવાનું હોય છે, જવું અર્થાત્ કંઈક છોડીને જવું. પરંતુ અહીંયા જવું અને આવવું શબ્દ કહી શકાય છે? અહીંયા છે તો પણ સાથે છે, ત્યાં છે તો પણ સાથે છે. જે સદા સાથે રહે, સ્થાન માં પણ અને સ્થિતિ માં પણ, તો એનાં માટે જવું નહીં કહેવાશે. જેમ મધુબન માં પણ એક કમરા થી બીજા કમરા માં જાઓ તો એમ નહીં કહો કે અમે જઈ રહ્યાં છીએ, રજા લઈએ, નહીં. નેચરલ (સ્વાભાવિક) આવવું-જવું ચાલતું રહે છે, કારણ કે સાથે-સાથે છે ને. આ પણ એક કમરા થી બીજા કમરા માં ચક્કર લગાવે છે. છે મધુબન વાસી. એટલે વિદાય શબ્દ પણ નથી કહેતાં. સદા સેવાની મુબારક આપે છે. સદા સાથે રહેતાં, સદા સાથે ચાલતાં, અંગ-સંગ છે. એમ જ અનુભવ થાય છે ને. મહારથી અર્થાત્ બાપ સમાન. મહારથીઓનાં દરેક કદમ માં પદમો ની કમાણી તો કૉમન (સામાન્ય) વાત છે, પરંતુ દરેક કદમ માં અનેક આત્માઓ ને પદમાપતિ બનાવવાનું વરદાન ભરેલું છે. મહારથી કહેશે અમે જઈએ છીએ? નહીં, પરંતુ સાથે જઈએ છીએ. મહારથીઓ ની સેવા, નયનો દ્વારા બાપ થી પ્રાપ્ત થયેલાં વરદાન અનેકો ને પ્રાપ્ત કરાવવા અર્થાત્ પોતાનાં દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરવાં. તમને જોતાં-જોતાં બાપ ની સ્મૃતિ સ્વત: આવી જાય, દરેક નાં દિલ થી નીકળે કે કમાલ છે બનાવવા વાળા ની. તો બાપ પ્રત્યક્ષ થઇ જશે. બાપ, તમારા દ્વારા પ્રત્યક્ષ દેખાશે અને તમે ગુપ્ત થઈ જશો. હમણાં તમે પ્રત્યક્ષ છો, બાપ ગુપ્ત છે, પછી દરેક નાં દિલ થી બાપ ની પ્રત્યક્ષતા નાં ગુણગાન કરતા સાંભળશો. તમે દેખાશો નહીં, પરંતુ જ્યાં પણ જોશે ત્યાં બાપ દેખાશે. આ જ કારણ થી જ્યાં પણ જુએ ત્યાં બાપ જ બાપ છે. આ સંસ્કાર લાસ્ટ (અંત) માં સમાઈ જાય છે જે પછી ભક્તિ માં જ્યાં જુએ ત્યાં તૂ હી તૂ કહીને પોકારે છે. લાસ્ટ માં તમારા બધાનાં ચહેરા દર્પણ નું કાર્ય કરશે. જેમ આજકાલ મંદિરો માં એવાં દર્પણ રાખે છે જેમાં એક જ સૂરત (ચહેરો), અનેક રુપો માં દેખાય છે. એમ તમારા બધાનાં ચહેરા ચારે તરફ બાપ ને પ્રત્યક્ષ દેખાડવાનાં નિમિત્ત બનશે. અને ભક્ત કહેશે જ્યાં જોઈએ તૂ જ તૂ. આખાં કલ્પ નાં સંસ્કાર તો અહીંયાં જ ભરાય છે. તો ભક્ત આ સંસ્કાર થી મુક્તિ ને પ્રાપ્ત કરશે. એટલે દ્વાપર ની આત્માઓમાં મુક્તિ પામવાનાં સંસ્કાર અથવા તૂ હી તૂ નાં સંસ્કાર વધારે ઇમર્જ (જાગૃત) રહે છે તો પોતાનાં કે બાપ નાં ભક્ત પણ હમણાં જ નિશ્ચિત થાય છે. રાજધાની પણ હમણાં બને તો ભક્ત પણ હમણાં બને. તો ભક્તો ને જગાડવાં જાઓ છો કે બાળકો ને મળવા માટે જાઓ છો? ચેક (તપાસ) કરજો કે આ ચક્કર માં મારા ભક્ત કેટલાં બન્યાં અને બાપ નાં બાળકો કેટલાં બન્યાં. બંનેનો વિશેષ પાર્ટ છે. ભક્તો નો પણ અડધા કલ્પનો પાર્ટ છે અને બાળકોનો પણ અડધા કલ્પનો અધિકાર છે. ભક્ત પણ હમણાં દેખાશે કે અંતમાં? જે નૌધા ભક્તિ કરવા વાળા નંબરવન ભક્ત માળાનાં મણકા હશે, તે પણ પ્રત્યક્ષ અહીં જ થવાનાં છે. વિજય માળા પણ અને ભક્ત માળા પણ કારણ કે સંસ્કાર ભરવાનો સમય સંગમયુગ જ છે. ભક્ત અંત માં પોકારતા રહી જશે, હેં ભગવાન અમને પણ કંઈક આપી દો. આ સંસ્કાર પણ અહીં થી જ ભરાશે અને બાળકો સાથ નો અનુભવ કરશે. અચ્છા.
યોગ્ય શિક્ષક નાં દરેક કર્મ રુપી બીજ ફળદાયક હશે, નિષ્ફળ નહીં
ટીચર્સ અર્થાત્ શિક્ષક. શિક્ષકનો અર્થ શું છે? શિક્ષક નો અહીં અર્થ છે, શિક્ષા સ્વરુપ. મોટામાં મોટું શિક્ષણ આપવાનું સહજ સાધન કયું છે? અનેક પ્રકાર નાં શિક્ષણ આપવાનાં સાધન હોય છે ને. તો શિક્ષણ આપવાનું સૌથી સહજ સાધન કયું છે? સ્વરુપ દ્વારા શિક્ષણ આપવું, મુખ દ્વારા નહીં. સાકાર બાપે સૌથી સહજ સાધન સ્વરુપ દ્વારા જ શિક્ષણ આપ્યું ને? ફક્ત બોલ થી નહીં, કર્મ થી. કહેશો તે શિખશે, નહીં. પરંતુ જે કરશો તે જોઈ બીજા પણ કરશે, આ મંત્ર છે. તો સૌથી સહજ રીત, સ્વરુપ દ્વારા શિક્ષણ આપવું. કોઈને કેટલું પણ સમજાવો તમે આત્મા છો, તમે શાંત સ્વરુપ, જ્ઞાન સ્વરુપ છો પરંતુ તેઓ ત્યાં સુધી સમજશે નહીં, જ્યાં સુધી સ્વયં એ સ્વરુપ માં સ્થિત નહીં થાઓ. એવાં અનુભવ નું ભણતર ભણવા વાળાઓને કોઈ પણ હરાવી નહીં શકે, ભણતર એટલું અવિનાશી થઈ જાય છે. તો કેવી રીતે શિક્ષણ આપો છો - વાણી થી કે સ્વરુપ થી?
દરેક કદમ દ્વારા અનેક આત્માઓને શિક્ષણ આપવું - આ છે યોગ્ય ટીચર, ભાષણ દ્વારા કે સાપ્તાહિક કોર્સ દ્વારા કોઈને શિક્ષણ-સ્વરુપ બનાવવાં. એવાં શિક્ષક નાં દરેક બોલ - વાક્ય નહીં, પરંતુ મહાવાક્ય કહેવાય છે. કારણ કે દરેક બોલ મહાન બનાવવા વાળા છે તો મહાવાક્ય કહેવાશે. દરેક કર્મ અનેકો ને શ્રેષ્ઠ બનાવવાનું ફળ આપવા વાળું હોય. કર્મ ને બીજ કહેવાય છે, અને રીઝલ્ટ (પરિણામ) ને કર્મ નું ફળ કહેવાય છે. એવાં શિક્ષક નું કર્મ રુપી બીજ ફળદાયક હશે. બીજ જો પાવરફુલ (શક્તિશાળી) હોય છે તો ફળ પણ એટલું સારું નીકળે છે. દરેક કર્મ રુપી બીજ ફળદાયક હશે, નિષ્ફળ નહીં. આને કહેવાય છે યોગ્ય શિક્ષક. એમનો દરેક સંકલ્પ, જેમ બ્રહ્મા નાં સંકલ્પ માટે ગાયન છે કે બ્રહ્મા નાં એક સંકલ્પે નવી સૃષ્ટિ રચી દીધી, એમ એવાં શિક્ષક નાં સંકલ્પ, નવી સૃષ્ટિ નાં અધિકારી બનાવવા વાળા છે. સમજ્યાં? શિક્ષક ની પરિભાષા આ છે.
ટીચર્સ ને એક લિફ્ટ ની ગિફ્ટ પણ છે. કંઈ? ટીચર્સ બનવું અર્થાત્ જૂનાં સંબંધ નો ત્યાગ કરવો. આ ત્યાગ નાં ભાગ્ય ની લિફ્ટ ની ગિફ્ટ ટીચર ને છે, પહેલાં ત્યાગ તો કરી દીધો ને. પહેલો ત્યાગ છે સંબંધ નો. તે તો કરી લીધો. આગળ પણ ત્યાગ નું લિસ્ટ (સૂચિ) લાંબુ છે. પરંતુ આ ત્યાગ નો, હિમ્મત રાખવાનો, સહયોગી બનવાનો સંકલ્પ કર્યો, આ લિફ્ટ જ ગિફ્ટ બની જાય છે. પરંતુ સંપૂર્ણ ત્યાગ કરી દો તો બાપ માટે ગિફ્ટ, દુનિયા માટે લિફ્ટ બની જાઓ. એવી લિફ્ટ બની જાઓ જે બેઠાં અને પહોંચ્યાં. મહેનત ન કરવી પડે. ટીચર્સ ને ચાન્સ (તક) બહુ જ છે, પરંતુ લેવા વાળા લે. ટીચર્સ બનવાનાં ભાગ્ય નું તો બધાં ગાયન કરતાં પણ ઈચ્છા રાખે છે. ઈચ્છા રાખે છે અર્થાત્ શ્રેષ્ઠ ભાગ્ય છે ને. એને સદા શ્રેષ્ઠ રાખવું એ છે દરેક નું નંબરવાર. ટીચર્સ જેટલું ઈચ્છે એટલું પોતાનું ભવિષ્ય સહજ ઉજ્જવળ બનાવી શકે છે, પરંતુ એ ટીચર જે યોગ્ય ટીચર હોય. થોડામાં ખુશ થવાવાળી ટીચર તો નથી ને? બાપદાદા તો ટીચર્સ ને કઈ નજર થી જુએ છે? હમજીન્સ (સાથી) ની નજર થી. કારણ કે બાપ પણ ટીચર છે ને. ટીચર, ટીચર ને જોશે તો હમજીન્સ ની નજર થી જોશે. હમજીન્સ ને જોઈને ખુશ થશે. ટીચર્સ તો સદા સંતુષ્ટ હશે. પૂછવું અર્થાત્ હમજીન્સ નું ઇન્સલ્ટ (અપમાન) કરવું. અચ્છા.