Search for a command to run...
16 Jan 1977
સંતુષ્ટ આત્મા જ અનેક આત્માઓનાં ઇષ્ટ બની શકે છે
16 January 1977 · ગુજરાતી
વરદાતા બાપ દ્વારા સર્વ વરદાનો ને પ્રાપ્ત કરતાં બાપ સમાન વરદાની મૂર્ત બન્યાં છો? એક છે જ્ઞાન રતનો નું મહાદાન. બીજું છે કમજોર આત્માઓ પ્રતિ પોતાનાં શુદ્ધ સંકલ્પ અને શુદ્ધ ભાવના દ્વારા સર્વ-શક્તિમાન થી, પ્રાપ્ત થયેલી શક્તિઓનું વરદાન. જ્ઞાન-ધન દાન કરવાથી આત્મા સ્વયં પણ જ્ઞાન-સ્વરુપ બની જાય છે. પરંતુ જે કમજોર આત્માઓ જ્ઞાન ને ધારણ નથી કરી શકતી, જ્ઞાની-તૂ આત્મા નથી બની શકતી, સ્વયં નાં પુરુષાર્થ દ્વારા શ્રેષ્ઠ પ્રાલબ્ધ નથી બનાવી શકતી - એવી ફક્ત સ્નેહ, સહયોગ, સંપર્ક, ભાવના માં રહેવાવાળી આત્માઓ આપ વરદાની મૂર્તો દ્વારા વરદાન નાં રુપમાં કોઇ ને કોઇ વિશેષ શક્તિ પ્રાપ્ત કરી થોડીક પ્રાપ્તિમાં પણ પોતાને ભાગ્યશાળી અનુભવ કરશે, જેને પ્રજા પદની પ્રાપ્તિ કરવા વાળી આત્માઓ કહીશું. એવી આત્માઓ ડાયરેક્ટ (પ્રત્યક્ષ) યોગ દ્વારા કે સ્વયંની સર્વ ધારણાઓ દ્વારા, બાપદાદા દ્વારા સર્વ શક્તિઓને પ્રાપ્ત નથી કરી શકતી. પરંતુ પ્રાપ્ત કરી ચૂકેલી આત્માઓ દ્વારા, આત્માઓનાં સહયોગ થી કોઈ ને કોઈ વરદાન પ્રાપ્ત કરી લે છે.
શક્તિઓને વિશેષ રુપમાં વરદાની કહીને પોકારે છે. તો હમણાં અંત નાં સમય માં મહાદાની થી પણ વધારે, વરદાની રુપ ની સેવા થશે. સ્વયંની અંતિમ સ્ટેજ (અવસ્થા) પાવરફુલ (શક્તિશાળી) હોવાનાં કારણે, સંપન્ન હોવાનાં કારણે એવી પ્રજા આત્માઓ થોડા સમય માં, થોડીક પ્રાપ્તિમાં પણ ખુબ ખુશ થઇ જાય છે. સ્વયં ની સંતુષ્ટ સ્થિતિ હોવાનાં કારણે તે આત્માઓ પણ જલ્દી સંતુષ્ટ થઈ જાય છે અને ખુશ થઈને વારંવાર મહાન આત્માઓનાં ગુણ ગાશે. ‘કમાલ છે’ આ જ અવાજ ચારે બાજુ અનેક આત્માઓનાં મુખ થી નીકળશે. બાપ નો આભાર અને નિમિત્ત બનેલી આત્માઓ નો આભાર, આ જ ગીતનાં રુપમાં ચારે બાજુ ગુંજશે. પ્રાપ્તિનાં આધાર પર દરેક આત્મા પોતાનાં દિલ થી મહિમા નાં ફૂલોની વર્ષા કરશે. હવે આવાં વરદાની મૂર્ત બનવા માટે વિશેષ અટેન્શન (ધ્યાન) એક વાતનું રાખવાનું છે - સદા સ્વયં થી અને સર્વ થી સંતુષ્ટ. સંતુષ્ટ આત્મા જ અનેક આત્માઓનાં ઈષ્ટ બની શકે છે કે અષ્ટ દેવતા બની શકે છે. સૌથી મોટામાં મોટો ગુણ કહો કે દાન કહો કે વિશેષતા કહો કે શ્રેષ્ઠતા કહો, તે સંતુષ્ટતા જ છે. સંતુષ્ટ આત્મા જ પ્રભુ પ્રિય, લોક પ્રિય અને સ્વયં પ્રિય હોય છે. સંતુષ્ટ આત્માની પરખ આ ત્રણેય વાતો થી થાય છે. આવી સંતુષ્ટ આત્મા જ વરદાની રુપ માં પ્રસિદ્ધ થશે. તો પોતાને ચેક (તપાસ) કરો કે ક્યાં સુધી સંતુષ્ટ આત્મા સો વરદાની આત્મા બન્યાં છીએ? સમજ્યાં? અચ્છા.
આવી વિશ્વ-કલ્યાણકારી, મહાવરદાની, એક સેકન્ડનાં સંકલ્પ દ્વારા અનુભવ કરાવવાવાળી, સર્વ શક્તિઓનો પ્રસાદ તડપતી આત્માઓને આપી પ્રસન્ન કરવાવાળી, એવી સાક્ષાત્કાર મૂર્ત, દર્શનીય મૂર્ત, સંપન્ન અને સમાન મૂર્ત, સર્વની શ્રેષ્ઠ ભાવનાઓ, શ્રેષ્ઠ કામનાઓ પૂર્ણ કરવાવાળી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ટીચર્સ ની સાથે:-
બધી ટીચર્સ પોતાને જેમ બાપ વિશ્વ શિક્ષક છે એમ સ્વયં ને પણ વિશ્વનાં નિમિત્ત શિક્ષક સમજે છે કે હદ નાં? ટીચર્સ નાં પ્રતિ વિશેષ પુરુષાર્થ નું સ્લોગન કયું છે? દરેક સેકન્ડ મન, વાણી અને કર્મ ત્રણેય દ્વારા સાથે-સાથે સર્વિસ (સેવા) કરશે અર્થાત્ એક સેકન્ડ માં કે દરેક સેકન્ડ માં ત્રણેય રુપો ની સેવા માં ઉપસ્થિત રહેશે. જ્યારે ટીચર્સ આ સ્લોગન ને સદા પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવે ત્યારે જ વિશ્વ-કલ્યાણ કરી શકશે. આટલાં મોટાં વિશ્વનું કલ્યાણ કરવા માટે એક જ સમય પર જ્યારે ત્રણેય રુપો થી સેવા થાય ત્યારે આ સેવાનું કાર્ય સમાપ્ત થઈ શકશે. વાણી દ્વારા કે મન્સા દ્વારા અલગ-અલગ સમયે નહીં. એક જ સમયે ત્રણેય રુપો થી સેવા કરવા વાળા વિશ્વ-કલ્યાણકારી બની શકશે. તો આ જ ચેક કરો કે દરેક સમયે ત્રણેય રુપો થી સેવા થાય છે. બાપ ની સાથે ત્રણ સંબંધ છે બાપ, શિક્ષક અને સદ્દગુરુ નાં સ્વરુપ થી સેવા કરે છે તો નિમિત્ત ટીચર્સે એક જ સમયે ત્રણેય રુપો થી સેવા કરવાની છે. તો માસ્ટર ત્રિમૂર્તિ થઈ જશો. સમજ્યાં? જેટલા-જેટલા ટીચર્સ શક્તિ સંપન્ન બનશે એટલા જ સર્વ આત્માઓનાં પ્રતિ નિમિત્ત બની શકશે. નિમિત્ત બનવા વાળાઓની ઉપર ખુબ જવાબદારી હોય છે. નિમિત્ત બનવા વાળાની એક સેકન્ડ માં એક નું પદમગુણા બને પણ છે, પ્રાપ્તિનો પણ ચાન્સ (તક) છે અને પછી જો નિમિત્ત બનેલાં કોઈ એવું કર્મ કરે જેને જોઈ બીજા બધાં વિચલિત થાય, એની પદમગુણા ઉલ્ટી પ્રાપ્તિ પણ થાય છે. સંકલ્પ થી વૃત્તિ બનશે અને વૃત્તિ થી વાતાવરણ બનશે. તો એવો કોઈ સંકલ્પ કે વૃત્તિ ન હોય જેનાથી વાતાવરણ અશુદ્ધ બને. એવો કોઈ બોલ ન હોય જેને સાંભળીને કોઈ વિચલિત થાય કારણ કે બધાનું અટેન્શન (ધ્યાન) નિમિત્ત બનેલી ટીચર્સ નાં પ્રતિ રહે છે તો ટીચર્સ ને ડબલ અટેન્શન (બમણું ધ્યાન) રાખવું પડે. બધાં આમ જ ડબલ અટેન્શન રાખીને ચાલી રહ્યાં છો ને? પહેલાં વિચારો પછી કરો. પહેલાં કરો પછી વિચારો નહીં. નહીં તો ટાઈમ અને એનર્જી (શક્તિ) વેસ્ટ (વ્યર્થ) જતી રહે છે.
ટીચર્સ ને તો વિશેષ ખુશી હોવી જોઈએ કારણ કે ટીચર્સ ને લિફ્ટ (મદદ) મળેલી છે - એક બાપ અને સેવામાં રહેવાની, બીજું કોઈ વાતાવરણ નથી. તો આ લિફ્ટ નો લાભ ઉઠાવવો જોઈએ ને? તો સદા હર્ષિત છો ને? સદા હર્ષિત કોણ રહે છે? જે ક્યાંય પણ આકર્ષિત ન થાય. જો કોઈ પણ તરફ ભલે પ્રકૃતિ, ભલે આત્માઓ, ભલે આત્માઓનાં ગુણોની તરફ આકર્ષિત થાઓ છો તો હર્ષિત નહીં રહી શકો. સર્વ આકર્ષણ થી પરે (ઉપરામ), સિવાય એક બાપ નાં, એવી આત્મા જ સદા હર્ષિત રહી શકે છે. અચ્છા.