Search for a command to run...
12 Jan 1977
સંગમયુગ પર ‘બાલક સો માલિક’ બનવા વાળાઓનાં ત્રણેય કાળો નાં સાક્ષાત્કાર
12 January 1977 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળકનાં ત્રણેય કાળો ને જોઈ રહ્યાં છે. પાસ્ટ (ભૂતકાળ) માં આદિકાળ નાં ભક્ત છે કે મધ્યકાળ નાં? શું ભક્તિ કાળ સમાપ્ત થઈ ગયો છે? ભક્તિનું ફળ - જ્ઞાન સાગર અને જ્ઞાન ની પ્રાપ્તિ પ્રાપ્ત કરતા જ્ઞાની-તૂ આત્મા બન્યાં છે કે બની રહ્યાં છે? ભક્તિનાં સંસ્કાર અધીનતા અર્થાત્ કોઈનાં અધીન રહેવું, માંગવું, પોકારવું, સ્વયં ને સદા સંપન્નતા થી દૂર સમજવું, આ પ્રકારનાં સંસ્કાર હજી સુધી અંશ માત્ર માં રહેલા છે કે વંશ રુપમાં પણ છે? વર્તમાન સમયે બાપ સમાન ગુણ, કર્તવ્ય અને સેવા માં ક્યાં સુધી સંપન્ન બન્યાં છે? વર્તમાન નાં આધારે ભવિષ્ય પ્રાલબ્ધ કેટલી શ્રેષ્ઠ બનાવી રહ્યાં છે? એમ દરેકનાં ત્રણેય કાળો ને જોતાં, ‘બાલક સો માલિક’ બનવા વાળાઓને જોતાં ગુણ પણ ગાએ છે, પરંતુ સાથે-સાથે ક્યાંક-ક્યાંક આશ્ચર્ય પણ લાગે છે. સ્વયં પોતાને પૂછો અને સ્વયં પોતાને જુઓ કે હજી સુધી ભક્ત-પણા નાં સંસ્કાર અંશ રુપમાં પણ રહી તો નથી ગયાં? જો અંશ માત્ર પણ કોઈ સ્વભાવ, સંસ્કાર નાં અધીન છો, નામ, માન, શાન નાં માગવા વાળા છો; ‘શું’ અને ‘કેવી રીતે’ નાં પ્રશ્ન માં બૂમો પાડવા વાળા, પોકારવા વાળા, ભક્ત સમાન ‘અંદર એક બહાર બીજા’, એવાં દગો કરવાનાં બગલા ભક્ત નાં સંસ્કાર છે, તો જ્યાં ભક્તિ નો અંશ છે ત્યાં જ્ઞાની તૂ આત્મા હોઈ ન શકે, કારણ કે ભક્તિ છે રાત અને જ્ઞાન છે દિવસ. રાત અને દિવસ સાથે ન હોઈ શકે.
જ્ઞાની તૂ આત્મા, સદા ભક્તિ નાં ફળ-સ્વરુપ, જ્ઞાન સાગર અને જ્ઞાનમાં સમાયેલી રહે છે, ઈચ્છા માત્રમ્ અવિદ્યા, સર્વ પ્રાપ્તિ સ્વરુપ હોય છે. એવી જ્ઞાની તૂ આત્મા નું ચિત્ર પોતાની બુદ્ધિ દ્વારા ખેંચી શકો છો? જેમ તમારા ભવિષ્ય શ્રીકૃષ્ણનાં ચિત્ર ને જન્મ થી જ તાજધારી દેખાડે છે, મુખ માં ગોલ્ડન સ્પૂન (સોનાની ચમચી) અર્થાત્ જન્મતા જ સર્વ પ્રાપ્તિ સ્વરુપ દેખાડે છે. હેલ્થ (સ્વાસ્થ્ય), વેલ્થ (સંપત્તિ), હેપ્પીનેસ (ખુશી) બધામાં સંપન્ન સ્વરુપ છે. પ્રકૃતિ પણ દાસી છે. આ બધી વાતો, જે ભવિષ્ય માં પ્રાપ્ત થવાની છે, એનો અનુભવ હમણાં સંગમયુગ માં પણ થવાનો છે, કે ફક્ત ભવિષ્યનું જ ગાયન છે? સંસ્કાર અહીંયાથી લઈ જવાનાં છે કે ત્યાં બનવાનાં છે? ત્રિકાળદર્શી ની સ્ટેજ (અવસ્થા) હમણાં છે કે ભવિષ્ય માં? સન્મુખ બાપ અને વારસા ની પ્રાપ્તિ હમણાં છે કે ભવિષ્ય માં? શ્રેષ્ઠ સ્ટેજ હમણાં છે કે ભવિષ્ય માં? હમણાં શ્રેષ્ઠ છે ને?
સંગમયુગ નાં જ અંતિમ સંપૂર્ણ સ્ટેજ નું ચિત્ર ભવિષ્ય ચિત્રમાં દેખાડે છે. ભવિષ્યની સાથે પહેલાં સર્વ પ્રાપ્તિનો અનુભવ સંગમયુગી બ્રાહ્મણોનો છે. અંતિમ સ્ટેજ પર તાજ, તખ્ત, તિલકધારી, સર્વ અધિકારી મૂર્ત બનો છો, માયાજીત, પ્રકૃતિજીત બનો છો. સદા સાક્ષીપણા નાં તખ્ત-નશીન, બાપદાદા નાં દિલ તખ્ત-નશીન, વિશ્વ-કલ્યાણકારી ની જવાબદારી નાં તાજધારી, આત્મ-સ્વરુપ ની સ્મૃતિ નાં તિલકધારી, બાપ દ્વારા મળેલી અલૌકિક સંપત્તિ - જ્ઞાન, ગુણ અને શક્તિઓ, આ સંપત્તિમાં સંપન્ન બનો છો. સિંગલ (એક) તાજ પણ નહીં, ડબલ (બે-બે) તાજધારી બનો છો. જેમ ડબલ તખ્ત - દિલ તખ્ત અને સાક્ષીપણા ની સ્ટેજ નો તખ્ત છે, એમ જવાબદારી અર્થાત્ સેવા નો તાજ અને સાથે-સાથે સંપૂર્ણ પ્યોરિટી લાઈટ નો ક્રાઉન (પવિત્રતા નાં પ્રકાશ નો તાજ) પણ હોય છે. તો ડબલ તાજ, ડબલ તખ્ત અને સર્વ પ્રાપ્તિ સંપન્ન સ્વરુપ ગોલ્ડન સ્પૂન (સોના તુલ્ય) તો શું પરંતુ હીરા-તુલ્ય બની જાઓ છો. હીરા ની આગળ તો સોનું કંઈ પણ નથી. જીવન જ હીરા-તુલ્ય બની જાય છે. જ્ઞાન નાં ઘરેણાં, ગુણો નાં ઘરેણાં થી સજેલાં રહો છો. ભવિષ્ય નો શૃંગાર આ સંગમયુગી શૃંગાર ની આગળ કોઈ મોટી વાત નહીં લાગે. ત્યાં તો દાસીઓ શૃંગારશે અને અહીંયા સ્વયં જ્ઞાન-દાતા બાપ શૃંગારે છે. ત્યાં સોના કે હીરાનાં ઝૂલામાં ઝૂલશો, અહીંયા બાપદાદા ની ગોદ માં ઝૂલો છો, અતીન્દ્રિય સુખનાં ઝૂલા માં ઝૂલો છો. તો શ્રેષ્ઠ ચિત્ર કયું થયું? વર્તમાન નું કે ભવિષ્ય નું? સદૈવ પોતાના આવાં શ્રેષ્ઠ ચિત્ર ને સામે રાખો. આને કહેવાય છે - ‘જ્ઞાની તૂ આત્મા’ નું ચિત્ર.
તો બાપદાદા બધાનાં ત્રણેય કાળો ને જોઈ રહ્યાં છે કે દરેકનું પ્રેક્ટિકલ ચિત્ર ક્યાં સુધી તૈયાર થયું છે? બધાનું ચિત્ર તૈયાર થયું છે? જ્યારે ચિત્ર તૈયાર થઈ જાય છે ત્યારે દર્શન કરવા વાળાઓ માટે ખોલવામાં આવે છે. એવાં ચૈતન્ય ચિત્ર તૈયાર છો જે સમય નો પડદો ખુલે? દર્શન સદૈવ સંપૂર્ણ મૂર્તિનાં કરવામાં આવે છે, ખંડિત મૂર્તિનાં દર્શન નથી થતાં. કોઈ પણ પ્રકારની કમી અર્થાત્ ખંડિત મૂર્તિ. દર્શન કરાવવા યોગ્ય બન્યાં છો? સ્વયં નું વિચારો છો કે સમય નું વિચારો છો? સ્વયં ની પાછળ સમય તો પડછાયો છે. સ્વયં ને પણ ભૂલી જાઓ છો; એટલે માસ્ટર ત્રિકાળદર્શી બની પોતાના ત્રણેય કાળો ને જાણતા સ્વયં ને સંપન્ન-મૂર્ત અર્થાત્ દર્શનીય મૂર્તિ બનાવો. સમજ્યાં?
સમય ની ગણતરી નહીં કરો. બાપ નાં ગુણો કે સ્વયં નાં ગુણો ની ગણતરી કરો. સ્મૃતિ દિવસ તો મનાવતા રહો છો, પરંતુ હવે સ્મૃતિ-સ્વરુપ દિવસ મનાવો. આ જ સ્મૃતિ દિવસ નું યાદગાર શાંતિ સ્તંભ, પવિત્રતા સ્તંભ, શક્તિ સ્તંભ બનાવ્યો છે, એમ જ સ્વયં ને બધી વાતો નો સ્તંભ બનાવો જેથી કોઈ હલાવી ન શકે. બાપ નાં સ્નેહ નાં ફક્ત ગીત નહીં ગાઓ, પરંતુ સ્વયં બાપ સમાન અવ્યક્ત સ્થિતિ સ્વરુપ બનો, જેથી બધાં તમારા ગીત ગાએ. ગીત ભલે ગાઓ - પરંતુ જેમનાં ગીત ગાઓ છો તે સ્વયં તમારા ગીત ગાએ, એવાં પોતાને બનાવો.
આ સ્મૃતિ દિવસ પર બાપ સ્નેહ નું પ્રેક્ટિકલ રુપ જોવા ઈચ્છે છે. સ્નેહ ની નિશાની છે - કુર્બાની (બલિદાન). બાપ બાળકો થી જે કુર્બાની ઈચ્છે છે, તે બધાં જાણો પણ છો. પ્રેક્ટિકલ સ્વરુપ સ્વયં ની કમજોરીઓની કુર્બાની. આ કુર્બાની નાં મન થી ગીત ગાઓ કે બાપ નાં સ્નેહ માં કુર્બાની કરી. સ્નેહ ની પાછળ કુર્બાની કરવામાં કોઈ મુશ્કેલ કે અસંભવ વાત પણ સંભવ અને સહજ અનુભવ થાય છે. હવે નો સ્મૃતિ દિવસ સમર્થી દિવસનાં રુપમાં મનાવો. સ્મૃતિ સ્વરુપ સમર્થ સ્વરુપ. સમજ્યાં? બાપ એ દિવસે વિશેષ જોશે કે કોણે-કોણે કઈ-કઈ કુર્બાની અને કેટલાં પરસેન્ટ (ટકા) અને કયાં રુપમાં ચઢાવી છે. મજબૂરી થી કે મહોબ્બત (સ્નેહ) થી, નિયમ પ્રમાણે નહીં કરતાં. નિયમ છે એટલે કરવાનું છે - એમ મજબૂરી થી નહીં કરતાં. દિલનાં સ્નેહ નો જ સ્વીકાર થાય છે. જો સ્વીકાર ન થયો તો બેકાર ગયું. એટલે સંભળાવ્યું કે ‘બગલા ભગત’ નહીં બનતાં સ્વયં સાથે દગો નહીં કરતાં. સત્ય બાપ ની પાસે સત્ય જ સ્વીકાર થાય છે. બાકી બધું પાપ નાં ખાતામાં જમા થાય છે, ન કે બાપ નાં ખાતામાં. પાપ નું ખાતું સમાપ્ત કરી બાપ નાં ખાતા માં ભરો; કદમ (પગલાં) માં પદમો ની કમાણી કરી પદમપતિ બનો. અચ્છા.
આવી ઈશારા થી સમજવા વાળી, સમય નું નહીં પરંતુ સ્વયં નું વિચારવા વાળી, બાપ નાં સ્નેહ માં એક સેકન્ડ નાં દૃઢ સંકલ્પ માં કુર્બાની કરવા વાળી, ડબલ તાજ, ડબલ તખ્ત-નશીન, જ્ઞાની-તૂ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ટીચર્સ ની સાથે:-
ટીચર્સ અર્થાત્ સેવાધારી. સેવામાં સફળતા નું મુખ્ય સાધન છે - ત્યાગ અને તપસ્યા. બંનેમાંથી જો એકની પણ કમી છે તો સેવાની સફળતા માં પણ એટલાં પરસેન્ટ (ટકા) ઓછા થઈ થાય છે. ત્યાગ અર્થાત્ મન્સા સંકલ્પ થી પણ ત્યાગ, સરકમસ્ટાન્સ (પરિસ્થિતિ) નાં કારણે કે મર્યાદા નાં કારણે મજબૂરી થી ત્યાગ બહાર થી કરી પણ લેશો તો સંકલ્પ થી ત્યાગ નહીં થશે. ત્યાગ અર્થાત્ જ્ઞાન-સ્વરુપ થી સંકલ્પ થી પણ ત્યાગ, મજબૂરી થી નહીં. એવાં ત્યાગી અને તપસ્વી અર્થાત્ સદા બાપ ની લગન માં લવલીન, પ્રેમનાં સાગરમાં સમાયેલાં, જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનાં સાગરમાં સમાયેલા ને જ કહેશે - તપસ્વી. એવાં ત્યાગ તપસ્યા વાળા જ સેવાધારી કહેવાય છે. એવાં સેવાધારી છો ને? ત્યાગ જ ભાગ્ય છે. ત્યાગ વગર ભાગ્ય ન બની શકે. આને કહેવાય છે ટીચર. તો નામ અને કામ બંને ટીચર નાં છે. ફક્ત નામ ટીચર નું નહીં. ટીચર અર્થાત્ પોજીશન (પદ) નહીં, પરંતુ સેવાધારી. ટીચર્સ અર્થાત્ બધાને પોજીશન અપાવવા વાળી, ન કે પોજીશન સમજી એમાં પોતાને નામધારી ટીચર સમજવા વાળી. જેમ કહેવાય છે આપવું, આપવું નહીં પરંતુ લેવું છે - એમ જ ટીચર પોતાની પોજીશન નો ત્યાગ કરે છે તો આ જ ભાગ્ય લેવું છે. અચ્છા.