Search for a command to run...
8 Jan 1979
સંગમયુગ માં સમાનતા માં સમીપ અને ભવિષ્ય સંબંધ માં સમીપ આત્માઓ
8 January 1979 · ગુજરાતી
આજે બાપદાદા ચારે તરફનાં વિદેશી અને દેશવાસી બાળકોને દૂર હોવા છતાં સન્મુખ જોઈ સર્વ બાળકો ને, એમાં પણ વિશેષ રુપમાં વિદેશી બાળકોને એક વાત માટે વિશેષ શાબાશી આપી રહ્યાં છે. કારણ કે ખૂણે-ખૂણામાં બાપનાં છુપાયેલાં બાળકોએ બાપને ઓળખીને નિશ્ચય થી ખુબ સરસ છલાંગ લગાડી છે. ભિન્ન ધર્મનાં પડદાની અંદર હોવાં છતાં સેકન્ડમાં પડદાને હટાવી બાપની સાથે સહયોગી આત્માઓ બની ગયાં, લગન માં આવેલા વિઘ્નો ને પણ સહજ જ પાર કરી રહ્યાં છે. એટલે બાપદાદા વિશેષ શાબાશી આપે છે. આવાં હિંમત રાખવાવાળા બાળકોની સાથે બાપદાદા નો સદા સહયોગ છે, દરેક બાળકની સાથે-સાથે દરેક કર્મ માં બાપ નો સાથ છે. બધાં બાળકોને બાપદાદા દ્વારા બુદ્ધિ રુપી લિફ્ટ ની ગિફ્ટ (ભેટ) મળેલી છે. ગિફ્ટ તો બધાંને મળેલી છે પરંતુ એને કાર્ય માં લાવવું દરેકની ઉપર છે. ખૂબજ શક્તિશાળી અને ખૂબજ સહજ લિફ્ટ ની ગિફ્ટ છે. સેકન્ડમાં જ્યાં ઈચ્છો ત્યાં પહોંચી શકો છો. આ અદ્દભુત લિફ્ટ ત્રણેય લોકો (ધામ) સુધી જવાવાળી છે. જેવી સ્મૃતિની સ્વીચ ચાલું કરી તો એક સેકન્ડ માં ત્યાં પહોંચી જશો. લિફ્ટ દ્વારા જેટલો સમય જે લોક નો અનુભવ કરવા ઈચ્છો એટલો સમય ત્યાં સ્થિત રહી શકો છો. આ લિફ્ટ ને વિશેષ વાપરવાની વિધિ છે અમૃતવેલાએ કાળજીપૂર્વક સ્મૃતિ ની સ્વીચ ને યથાર્થ રીતે સેટ (સ્થિત) કરો તો આખો દિવસ આપમેળે ચાલતી રહેશે. સેટ કરતાં તો આવડે છે ને. સારી રીતે અભ્યાસી છો ને? દિવ્ય બુદ્ધિ રુપી લિફ્ટ આખાં દિવસ માં ક્યાંય અટકતી તો નથી? ઓથોરિટી (સત્તાધારી) બની આ લિફ્ટ ને કાર્યમાં લગાડવાથી ક્યારેય પણ આ લિફ્ટ દગો નહીં આપે. વર્તમાન સંગમયુગ ની લિફ્ટ આ દિવ્ય બુદ્ધિની લિફ્ટ છે. સાથે-સાથે ભવિષ્ય સ્વર્ગનાં રાજ્ય ની ગિફ્ટ પણ બાપદાદા હમણાં આપે છે - સ્વર્ગનાં દ્વાર ની ચાવી બાપદાદા બાળકોને જ આપે છે. ચાવી છે અધિકારીપણું અર્થાત્ અધિકારી બનવું. અધિકારની ચાવી થી દ્વાર ખુલેલો છે. તો નંબરવન અધિકારી કોણ બને છે અર્થાત્ અધિકાર દ્વારા દ્વાર પહેલાં કોણ ખોલે છે, એને પણ સારી રીતે જાણો છો પરંતુ એકલા નથી ખોલતાં. ઉદ્દઘાટન સમયે તમે બધાં પણ હશો ને. જોવાવાળા હશો કે કરવાવાળા હશો! કોણ હશો! સાથી હશો ને! ઓછા માં ઓછું તાળી વગાડવાનાં સાથી તો હશો ને. ખુશીઓની પુષ્પ વર્ષા કરશો ને. બાપદાદા સમયની સમીપતા ને જોઈ, દરેક બાળકનો બાપદાદા સાથે શું સંબંધ છે, જોઈ રહ્યાં છે. અતિ સમીપ કોણ છે અને સમીપ કોણ છે, અને થોડાં દૂર થી જોવાવાળા કોણ છે. બાળકોનું ડબલ (બમણું) ભવિષ્ય બાપદાદા ની સામે આવે છે. એક સંગમયુગ નું ભવિષ્ય અર્થાત્ બાપ સમાન બનવાનું ભવિષ્ય અને બીજું પહેલાં જન્મનું ભવિષ્ય અર્થાત્ સ્વર્ગનું ભવિષ્ય. અહીંયા સમાનતા માં સમીપ હશો અને ત્યાં સંબંધ માં સમીપ હશો. જેટલો અહીંયા સમીપતા દ્વારા સદા સાથ છે એટલી જ મૂળવતન માં પણ આવી આત્માઓ સાથે-સાથે છે. અને સ્વર્ગમાં પણ દરેક દિનચર્યા માં સંબંધ નો સાથ છે જેમ અહીંયા તમારી સાથે જ બોલું, તમારી સાથે જ રમું, તમારી સાથે જ સાથ નિભાવીશ એમ ભવિષ્યમાં પણ સવાર થી સાથે બગીચા માં રમશો, રાસ કરશો, પાઠશાળા માં ભણશો, સદા મળતાં રહેશો અને પછી સાથે-સાથે રાજ્ય કરશો. જેમ બ્રહ્મા બાપ સદા સ્વરાજ્ય કરવાવાળા અર્થાત્ સ્વ અધીન નહીં પણ સ્વ અધિકારી હતાં. એવાં બ્રહ્મા બાપને ફોલો (અનુસરણ) કરવાવાળા, જેમનો સદા સાકાર માં સંકલ્પ છે કે સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે, એવાં સ્વરાજ્ય કરવાવાળા ત્યાં પણ સાથે રાજ્ય કરશે. અહીંયાનાં નંબરવન રેગ્યુલર (નિયમિત) અને પન્ક્ચુઅલ (સમય નિષ્ટ) ઈશ્વરીય વિદ્યાર્થી ત્યાં પણ સાથે-સાથે ભણશે કારણ કે બ્રહ્મા બાપ નંબરવન ઈશ્વરીય વિદ્યાર્થી છે, જે અહીંયા અતીન્દ્રિય સુખનાં ઝૂલામાં બાપની સાથે-સાથે સદા ઝૂલે છે તેઓ ત્યાં પણ ઝૂલામાં સાથે ઝૂલશે. જે અહીંયા અનેક પ્રાપ્તિઓની ખુશીમાં નાચે છે તેઓ ત્યાં પણ સાથે-સાથે રાસ કરશે. જે અહીંયા બાપનાં ગુણ અને સંસ્કારની સમીપ સર્વ સંબંધ થી બાપ નો સાથ અનુભવ કરે છે તેઓ જ ત્યાં રોયલ કુળ નાં સમીપ સંબંધ માં આવશે. તો બાપદાદા દરેકનાં નયનો થી બંને ભવિષ્ય જુએ છે - પહેલાં જન્મ માં આવવું જ પહેલાં નંબર ની પ્રાલબ્ધ છે. તો વિદેશી બાળકો બધાં પહેલાં જન્મ માં આવશે ને. આટલાં બધાં પહેલામાં આવશો! પહેલામાં કોણ આવશે એની ઓળખ વિશેષ એક વાત થી કરો, તે કઈ? આદિ થી હમણાં સુધી અવ્યભિચારી અને નિર્વિઘ્ન હશે, વિઘ્ન આવ્યાં પણ હોય તો વિઘ્નો ને છલાંગ મારી પાર કર્યા છે કે વિઘ્નો નાં વશ થયાં - નિર્વિઘ્ન નો અર્થ એ નથી કે વિઘ્ન આવ્યાં જ ન હોય પરંતુ વિઘ્ન વિનાશક અથવા વિઘ્નો ઉપર સદા વિજયી રહ્યાં. આ બંને વાતો જો આદિ થી અંત સુધી બરાબર છે તો પહેલા જન્મ માં સાથી બની શકે છે, સહજ માર્ગ છે ને. અચ્છા -
કર્ણાટક નાં બાળકો પણ આવ્યાં છે. આ પણ ભારતનું વિદેશ જ છે. લન્ડન થી સહજ આવી શકાય છે પરંતુ આ ખુબ મહેનત થી આવે છે. એટલે મહેનતનું ફળ પ્રત્યક્ષ બાપનું મિલન થયું છે. લગન વાળા સારાં છે - બાળકોની લગન જોઈ બાપ પણ હર્ષિત થાય છે. સદા આ લગન નાં દીપક ને વારંવાર એટેન્શન નાં ઘૃત થી અવિનાશી રાખજો. કર્ણાટક તરફ પણ દીપક બહુ પ્રગટાવે છે. જેમ સ્થૂળ દીપક પ્રગટાવતાં રહ્યાં એમ હવે લગન નો દીપક સદા પ્રગટતો રહે. બધાં પોતાને બાપનાં ખુશનસીબ બાળક સમજો છો ને. અચ્છા, આજે તો મળવાનો દિવસ છે.
બધાં સિકીલધા બાળકોને, શ્રેષ્ઠ ભાગ્ય બનાવવાવાળા બાળકોને, સદા સ્વરાજ્ય અધિકારી બાળકો ને, તિલક અને તખ્તનશીન બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
૧. બ્રાહ્મણ જન્મની મુખ્ય પર્સનાલિટી (વ્યક્તિત્વ) છે પ્યોરિટી (પવિત્રતા):- સદા પોતાને મન-વાણી અને કર્મ માં સંપૂર્ણ પ્યોરિટી ની પર્સનાલિટીવાળા અનુભવ કરો છો? કારણ કે બ્રાહ્મણોની પર્સનાલિટી છે જ પ્યોરીટી. તો જે બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે તે પોતાનાં જીવનમાં અનુભવ કરો છો? જેટલી પર્સનાલિટી હશે એટલી જ વિશેષ આત્માઓ ગવાશે. મુખ્ય પર્સનાલિટી પ્યોરિટી છે. બ્રહ્મા બાપ પણ આદિ દેવ અને પહેલાં રાજકુમાર કેવી રીતે બન્યાં? આ પ્યોરિટી ની પર્સનાલિટીનાં આધાર પર પહેલાં નંબરની પર્સનાલિટી ની યાદી માં આવ્યાં. તો ફોલો ફાધર છો ને. સંસ્કાર જ પવિત્રતા નાં છે. બ્રાહ્મણ જન્મ નાં સંસ્કાર જ પવિત્ર છે. એટલે આજકાલ નાં બ્રાહ્મણો દ્વારા જ કોઈ પણ પ્રકાર ની શુદ્ધિ અથવા શ્રેષ્ઠ કાર્ય કરાવાય છે કારણ કે તેઓને મહાન સમજે છે, શ્રેષ્ઠતા જ પવિત્રતા છે. તો આવાં બ્રાહ્મણ જીવન નાં નિજી જન્મ સંસ્કાર પોતાનામાં અનુભવ કરો છો? પવિત્રતા જન્મ સંસ્કાર બની છે? જેમ કોઈનાં ક્રોધ નાં સંસ્કાર જન્મ થી હોય તો કહે છે ઇચ્છતા નથી, મારા જન્મ નાં સંસ્કાર છે, એમ આ જન્મ નાં સંસ્કાર સ્વતઃ જ કાર્ય કરે છે. ક્યારેય સ્વપન માં પણ અપવિત્રતા નાં સંકલ્પ ન આવે એને કહેવાય પ્યોરિટી ની પર્સનાલિટીવાળા. આ પર્સનાલિટી નાં કારણે જ વિશ્વની આત્માઓ આજ સુધી નમસ્કાર (નમન) કરી રહી છે. મહાન આત્માઓને ન જાણતાં પણ નમસ્કાર કરે છે, સાધારણ ને નહીં, તો એવાં મહાન છો ને.
૨. મોહ નું બીજ છે સંબંધ - એ બીજ ને કાપી નાખવાથી બધી ફરિયાદો સમાપ્ત:- માતાઓ બધી નષ્ટમોહા છો ને. જ્યારે બાપ સાથે સર્વ સંબંધ જોડી લીધાં તો બીજા કોઈમાં મોહ હોઈ શકે કે? વગર સંબંધે કોઈ માં મોહ હોઈ ન શકે. સદા એ યાદ રાખો જ્યારે સંબંધ નથી તો મોહ ક્યાંથી આવ્યો, મોહ નું બીજ છે સંબંધ. જ્યારે બીજ ને જ કાપી નાખ્યું તો બીજ વિના વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થશે. જો હજી સુધી થાય છે તો સિદ્ધ છે કે કંઈક તોડ્યું છે કંઈક જોડ્યું છે, બે તરફ છે. તો બે તરફવાળા ને ન મંઝિલ મળે, ન કિનારો થાય. તો એવાં તો નથી ને. બધાં નષ્ટમોહા છો ને. પછી ક્યારેય ફરીયાદ નહીં કરતાં કે શું કરીએ બંધન છે, કપાતું નથી…. જ્યાં મોહ નષ્ટ થઈ ગયો તો સ્મૃતિ સ્વરુપ સ્વતઃ થઈ જાય પછી કપાતું નથી, ભૂસાતું નથી એ ભાષા સમાપ્ત થઈ જાય. સર્વ પ્રાપ્તિ સ્વરુપ થઈ જવાય. સદા મનમનાભવ રહેવાવાળા મન નાં બંધન થી પણ મુક્ત રહે છે.
વિદેશી ભાઈ-બહેનો ની સાથે:- બધાં બાપનાં સદા નિયરેસ્ટ અને ડિયરેસ્ટ (સમીપ અને સ્નેહી) છો? શું સમજો છો પોતાને? પોતાની કલ્પ પહેલાંની પ્રાલબ્ધ સ્પષ્ટ સામે છે ને. ડબલ વિદેશી આત્માઓનો નંબરવાર આ સંગમયુગ માં વિશેષ પાર્ટો માં વિશેષ પાર્ટ જોડાયેલો છે. ડબલ વિદેશી બાળકોને બાપદાદા દ્વારા વિશેષ વરદાન છે, કયું? વિદેશી બાળકો જ્યાર થી જન્મ લે છે ત્યારે પહેલી ઘડીમાં જ બાપદાદા દ્વારા વિશેષ વરદાન સદા છત્રછાયા ની અંદર રહેવાનું મળી જાય છે. જેમ ભારતનાં શાસ્ત્રો માં દેખાડ્યું છે, જ્યારે શ્રી કૃષ્ણ નો જન્મ થયો તો જેલ માં જન્મ થયો હોવા છતાં પણ જ્યારે નદી પાર કરી તો સાપ જ સુરક્ષા નું સાધન બની ગયાં, તો વિદેશી બાળકોને વરદાન છે કે કેવું પણ વાતાવરણ અશુદ્ધ છે, કેવી પણ પરિસ્થિતિ છે તો પણ બાપની છત્રછાયા બાળકો ને સદા સુરક્ષિત રાખતી આવી છે અને અંત સુધી રાખશે. બીજી વાત - સાથે-સાથે વિદેશી બાળકોને સદા બાપનાં સાથ નાં અનુભવ ની વિશેષ મદદ છે. ત્રીજી વાત - વિદેશી બાળકોને વિશેષ રુપ થી જન્મતાં જ સેવા નાં સંસ્કાર નો સહયોગ છે. આ પણ વિશેષ ડ્રામા અનુસાર પાર્ટ મળેલો છે. ચોથી વાત - યાદની યાત્રામાં સહજ જ અનુભવો ની ખાણ પ્રાપ્ત થવાનું વરદાન પણ વિદેશીઓને પ્રાપ્ત છે. તો કહો કેટલાં લક્કીએસ્ટ (ભાગ્યશાળી) છો? બાપદાદા નાં સંગમયુગી વિશેષ અમૂલ્ય રતન છો, જે અમૂલ્ય રતનો ને બાપદાદા વિશ્વ માં સેમ્પલ નાં રુપમાં રાખશે. એટલે સદા બાપ અને સેવા સિવાય કોઈ પણ વાત યાદ ન રહે. સાથ નો અનુભવ કરો છો? શક્તિસેના શું સમજે છે? શિવ અને શક્તિ સદા સાથે છે ને, નામ જ છે શિવ-શક્તિ. જે શિવ શક્તિ છે, તેઓ યાદ સિવાય રહી નથી શકતી. ક્યારેય પણ કોઈ કાર્ય કરો તો સદા એ વિચારો કે વિશ્વ સેવા અર્થ નિમિત્ત માત્ર આ કાર્ય કરી રહ્યાં છીએ, એને જ કમળ પુષ્પ સમાન કહેવાય છે તો બધાં કમળ પુષ્પ ની સમાન કાર્ય કરતાં ન્યારાં અને બાપ નાં પ્યારા બનીને રહો છો? પાંડવ કમળ પુષ્પ સમાન છે ને. આ લૌકિક કાર્ય પણ અનેક આત્માઓને સંપર્કમાં લાવવાનું સાધન છે કારણ કે ઈશ્વરીય સેવા માટે સંપર્ક તો બનાવવો જ પડે છે ને. આ જ બન્યો-બનાવેલ સંપર્ક મળી જાય છે. એટલે ડબલ કાર્ય માટે માર્ગદર્શન આપવામાં આવે છે. અને જેમ સંપર્ક આગળ વધારતાં જશો, સંપર્ક ની આવશ્યકતા નહીં રહે પછી લૌકિક પૂરું થઈ જશે અલૌકિક કાર્ય નાં નિમિત્ત બની જશે. બધાંની આ સ્થિતિ આવે છે અને સદા છે. આ પણ સેવા ની તક સમજીને કાર્ય કરો.
ઓસ્ટ્રેલિયા પાર્ટી:- ઓસ્ટ્રેલિયા વાળાઓએ બાપને પ્રત્યક્ષ કરવાનો સંકલ્પ સાકાર માં ખુબ સરસ લાવ્યો છે. જે અનુભવ કર્યો એ અન્ય આત્માઓને પણ કરાવવાનું જે પ્રેક્ટિકલ (વ્યવહારિક) રુપ દેખાડ્યું એ ખુબ સરસ. આ વિશેષતા નાં કારણે ઓસ્ટ્રેલિયા નો નંબર બાપદાદા ની પાસે નંબરવન (પહેલાં નંબર) માં છે. જેમ ગાયન છે ભારત માટે ઘર-ઘર મંદિર, એમ ઓસ્ટ્રેલિયાવાળા નાં ઘર-ઘર માં અર્થાત્ જે પણ આવવાવાળા છે, એ સેવાનું પ્રમાણ આપવામાં ઘર-ઘર ને મંદિર બનાવવામાં પહેલાં નંબર આવી રહ્યાં છે. તો તમે બધાં કોણ થઈ ગયાં? મંદિર માં રહેવાવાળી ચૈતન્ય મૂર્તિઓ. તમે બધાં સમજો છો અમે નંબરવન છીએ? બાપ ને પણ ખુશી છે. આમ જ તમને જોઈને બધાં ફોલો (અનુસરણ) કરશે. ઓસ્ટ્રેલિયા માં કતાર સૌથી પહેલાં લાગશે. જેમ બાપ બાળકોમાં ઉમ્મીદ રાખે છે તો આપ સર્વ ઉમ્મીદનાં તારાઓ છો. ચારે બાજું એવો અવાજ ફેલાવો જે ઓસ્ટ્રેલિયા નો અવાજ, ભારતમાં પહેલાં પહોંચી જાય. અવાજ ત્યારે પહોંચશે જ્યારે બુલંદ હશે. બુલંદ અવાજ કરવા માટે ચારે બાજું થી એક અવાજ નીકળે કે આપણાં પિતા ગુપ્ત વેશમાં આવી ગયાં છે. જેમ બાપે આપ બાળકોને ગુપ્ત થી પ્રત્યક્ષ કર્યાં એમ તમારે બધાંએ પછી બાપ ને પ્રત્યક્ષ કરવાનાં છે. બધી શક્તિઓ મળીને આંગળી આપશે તો સહજ જ થઈ જશે. બહુ સારાં-સારાં રત્નો છે. એક-એક રતન ની પોત-પોતાની વિશેષતા છે. સદા પોતાને કલ્પ પહેલાંવાળા રતન સમજીને ચાલશો તો વિજય નો જન્મસિદ્ધ અધિકાર પ્રાપ્ત થઈ જશે, વિજયી રહેશો. અચ્છા, ઓમ્ શાંતિ.