Search for a command to run...
7 Dec 1979
સર્વ સંબંધોને સમાપ્ત કરી ફરિશ્તા બનો
7 December 1979 · ગુજરાતી
પાર્ટીઓની સાથે - (મહારાષ્ટ્ર ઝોન)
સંગમયુગ છે વરદાની યુગ - આ સમયે પોતાને વરદાનો થી સંપન્ન કરો:- બધાં સંગમયુગ નાં વિશેષ વરદાનો થી પોતાને સંપન્ન બનાવી રહ્યાં છો? સંગમયુગ ને કહેવાય જ છે વરદાની યુગ. સંગમયુગ પર જ અસંભવ, સંભવ થાય છે. સર્વ પરિવર્તન નો યુગ સંગમયુગ છે. તો આવાં યુગ પર શ્રેષ્ઠ પાર્ટ ભજવવા વાળા હીરો અને હિરોઈન એક્ટર (કલાકાર) છો - એટલો નશો સદા રહે છે? સંગમયુગ પર જ સદા સંપન્ન નું વરદાન મળે છે. દ્વાપર થી ક્યારેક-ક્યારેક અલ્પકાળ નું મળે છે, સંગમયુગ ને સદાકાળ નું વરદાન છે. જો હમણાં પણ ક્યારેક-ક્યારેક નું હશે તો સદાકાળ નું ક્યારે થશે? સંગમયુગ પર નામ જ છે શિવ-શક્તિ. જેવી રીતે નામ ક્મ્બાઈન્ડ (સંયુક્ત) છે એવી રીતે સદા ક્મ્બાઈન્ડ રહો, તો માયાજીત બની જશો. હમણાં પણ કમ્બાઇન્ડ શિવ-શક્તિ, ભવિષ્ય લક્ષ પણ ક્મ્બાઈન્ડ વિષ્ણુ રુપ નું. તો ડબલ ક્મ્બાઈન્ડ રુપ થઈ ગયું ને. પાંડવ તો સદા યાદ માં રહે છે ને. પાંડવ અને શક્તિઓનું હમણાં પણ ગાયન ચાલી રહ્યું છે. જેમનું હમણાં સુધી ગાયન ચાલી રહ્યું છે એમનું પ્રેક્ટિકલ (વ્યવહારિક) સ્વરુપ શું હશે? સદા શ્રેષ્ઠ સ્વરુપ. નીચે આવો છો જ કેમ?
જ્યારે કોઈને ઉંચી સીટ મળે છે તો કોઈ છોડે છે શું? આજકાલ જુઓ કાંટાઓની ખુરશી ને પણ કોઈ છોડતું નથી. તમને તો બાપદાદા સદા સુખદાઈ સ્થિતિ ની સીટ આપી રહ્યાં છે. પોજીશન (સ્થિતિ) પર બેસાડે છે પછી નીચે કેમ આવો છો? તે લોકો ખુરશી ની પાછળ જુઓ કેટલો પ્રયત્ન કરે છે. ખબર પણ છે દુઃખદાયી છે, તો પણ નથી છોડતાં. તો તમે શ્રેષ્ઠ સ્થિતિ ની ખુરશીને ક્યારેય પણ ન છોડો. સદા પોતાની ફરિશ્તા-પણા ની સીટ પર સેટ (સ્થિત) રહો તો સદા અતીન્દ્રિય સુખનાં ઝૂલામાં ઝૂલતાં રહેશો. બાપ દ્વારા આટલો સહજ વારસો પ્રાપ્ત થાય તો બીજું શું જોઈએ. અવિનાશી વારસા ને છોડી કેમ દો છો? ફક્ત એક જ સહજ વાત તો યાદ કરવાની છે કે અમે બાપ નાં અને બાપ અમારાં. આ એક જ વાત માં બધું સમાયેલું છે. આ છે બીજ. બીજ ને પકડવું તો સહજ હોય છે ને. વૃક્ષ નાં વિસ્તાર ને પકડવું મુશ્કેલ હોય છે. તો એક વાત યાદ રાખો. હવે અભૂલ બનો. દ્વાપર, કળયુગ થી ભૂલવા વાળા બન્યાં અને આ સમયે અભૂલ બનો છો. આ વરદાન ભૂમિ થી વિશેષ અભૂલ બનવાનું અર્થાત્ સ્મૃતિ-સ્વરુપ બનવાનું જ વરદાન લઈને જજો. વિસ્મૃતિ ને અહીંયા જ છોડીને જજો. વિસ્મૃતિ નાં સંસ્કાર સમાપ્ત. ક્યારેય કોઈ વાત હોય તો આ વરદાન યાદ કરજો.
બાપ બાળકોને મળવા ક્યાંથી આવે છે? જો બાળકોને આવવું પડે છે તો બાપ ને પણ આવવું પડે છે. તમે તો આ જ સાકારી લોક થી આવો છો, બાપ તો આ લોક થી પણ પરે થી આવે છે. બાપ નો સ્નેહ બાળકોની સાથે સદા છે. સદા બાળકોની યાદ જ બાપને રહે છે બીજું કોઈ કામ છે શું બાપ ને? બાળકોને યાદ કરવાં, આ જ કામ છે ને. ભલે જાણે કે ન જાણે પણ બાપ તો યાદ કરે છે. જેવી રીતે બાપ નું કામ છે બાળકોને યાદ કરવાનું એવી જ રીતે બાળકોનું કામ છે બાપ ને યાદ કરવાનું. સદા લવલીન રહો.
સદા સેફ્ટી (સુરક્ષા) નું સાધન છે - યાદ ની ભઠ્ઠી:-
ડ્રામા અનુસાર કળયુગી દુનિયાનું દુઃખ અને અશાંતિ નાં દૃશ્યો જોઈ બેહદ નાં વૈરાગી બનતાં જશો. કાંઈ પણ હોય, પોતાની સદા ચઢતી કળા હોય. દુનિયા માટે હાહાકાર છે અને તમારા માટે જય-જયકાર છે. તમે જાણો છો આ દુનિયામાં હાહાકાર થવા વાળી છે. હાહાકાર થવું અર્થાત્ જવું. કોઈ પણ પરિસ્થિતિ માં ગભરાવું નહીં. આપણા માટે તૈયારી થઈ રહી છે. સાક્ષી થઈને બધાં પ્રકારનાં ખેલ (રમત) જુઓ. કોઈ રડે છે, ચીસો પાડે છે, સાક્ષી થઈને જોવામાં મજા આવે છે. ‘શું થશે?’ આ પ્રશ્ન પણ નથી ઉઠતો. આ થવાનું જ છે. એવાં અટલ છો ને? અનેકવાર આ બધી હલચલ જોઈ છે અને હમણાં પણ જોઈ રહ્યાં છો. દુનિયામાં કાંઈ પણ હોય, પરંતુ યાદની ભઠ્ઠીમાં રહેવા વાળા સદા સેફ (સુરક્ષિત) રહે છે.
બધાં સદા ફરિશ્તાઓનાં સમાન ડબલ લાઈટ સ્થિતિ માં સ્થિત રહો છો. ફરિશ્તાઓનું ગાયન છે, તે આપણું ગાયન છે એવો અનુભવ કરો છો? આ જૂનાં દેહમાં રહેવા છતાં દેહનાં ભાન થી ન્યારા, આને કહેવાય છે - ફરિશ્તા જીવન. આ ફરિશ્તા જીવન સદા હલકું હોવાનાં કારણે ઉંચી સ્થિતિ પર જ રહેશો. કારણ કે હલકી વસ્તુ ક્યારેય નીચે નથી આવતી. જો નીચે ની સ્થિતિ પર આવો છો તો જરુર બોજો (ભાર) છે. ફરિશ્તા અર્થાત્ નિર્બન્ધન, કોઈ પણ સંબંધ નહીં, દેહ થી સંબંધ નહીં. નિમિત્ત માત્ર કાર્ય માટે આધાર લીધો પછી ઉપરામ.