Search for a command to run...
5 Dec 1979
વિજય નો ઝંડો લહેરાવવા માટે રિયલાઈઝેશન (અનુભૂતિ) કોર્સ શરું કરો
5 December 1979 · ગુજરાતી
આજે બાપદાદા પોતાની રુહાની સેના ને જોઈ રહ્યાં હતાં. સેના માં બધાં પ્રકારનાં નંબરવાર સ્થિતિ અનુસાર મહારથી, ઘોડે-સવાર અને પ્યાદા જોયાં. મહારથીઓનાં મસ્તક માં અર્થાત્ સ્મૃતિ માં સદા વિજય નો ઝંડો લહેરાઈ રહ્યો હતો. ઘોડે-સવાર અર્થાત્ બીજો નંબર - એમનાં મસ્તક અર્થાત્ સ્મૃતિ માં વિજય નો ઝંડો તો હતો જ પરંતુ સદા લહેરાતો નહોતો. ક્યારેક ખુશીની ઝલક થી કે નિશ્ચય ની ફલક થી ઝંડો લહેરાતો હતો અને ક્યારેક ઝલક અને ફલક ની હવા ઓછી હોવાનાં કારણે ઝંડો લહેરાવાનાં બદલે એક જ જગ્યા પર ઉભો રહી જતો હતો. ત્રીજા, પ્યાદાઓ ખુબ પ્રયત્ન થી નિશ્ચય ની દોરી થી, ખુશી ની ઝલક થી ઝંડાને લહેરાવવાનાં પ્રયત્ન માં ખુબ લાગેલા હતાં. પણ ક્યાંક-ક્યાંક કમજોરી ની ગાંઠ ને કારણે અટકાઈ જતો હતો, લહેરાતો નહોતો. છતાં પણ ખુબ પુરુષાર્થ માં લાગેલા હતાં. કોઈ-કોઈ નો પુરુષાર્થ પછી લહેરાતો પણ હતો પણ થોડા સમય પછી, થોડી મહેનત પછી. એટલે એ ઝલક અને ફલક નહોતી. બાપદાદા બાળકોની મહેનત જોઈ દૂર થી સકાશ પણ આપી રહ્યાં હતાં અર્થાત્ ઈશારા આપી રહ્યાં હતાં કે આમ કરો. કોઈ-કોઈ બાળક ઇશારા ને જોઈને સફળ પણ થઈ રહ્યાં હતાં પરંતુ કોઈ-કોઈ એટલી મહેનત માં બીઝી (વ્યસ્ત) હતાં જે ઈશારા ને કેચ કરવાની (પકડવાની) ફુરસદ જ નહોતી. એવી સેના માં ત્રણેય પ્રકારનાં યોદ્ધા જોયાં. જ્યારે મહેનત થી કે સહજ જ બધાનાં ઝંડા સારી રીતે લહેરાવા લાગ્યો તો ઝંડો લહેરાવાથી જ વિજય નાં પુષ્પોની અર્થાત્ બાપ અને બાળકોની પ્રત્યક્ષતા નાં પુષ્પોની વર્ષા-સમાન રોનક થઈ ગઈ. બાળકો જે મહેનત કરી રહ્યાં છે એનું બાપદાદા સહજ સાધન સંભળાવે છે.
સમય પર અને નિરંતર વિજય નો ઝંડો કેમ નથી લહેરાતો, એનું કારણ શું છે? તમે લોકો પણ ફંકશન (સમારોહ) માં ઝંડો લહેરાવો છો તો સમય પર કેમ નથી લહેરાતો. કારણ? પહેલે થી રિહર્સલ (પૂર્વ-અભ્યાસ) નથી કરતાં. એમ વિજય નો ઝંડો લહેરાવવા માટે મુખ્ય વાત રિયલાઈઝેશન નથી. અમૃતવેળા થી રિયલાઈઝેશન કોર્સ શરું કરો. વર્ણન તો બધાં કરો છો પણ વર્ણન કરવું અને રિયલાઈઝેશન કરવું અર્થાત્ અનુભૂતિ કરવી, તેમાં અંતર થઈ જાય છે. એક છે સાંભળવું અને સંભળાવવું કે બાપ થી સર્વ સંબંધ છે. પણ દરેક સંબંધોની અનુભૂતિ અને પ્રાપ્તિ પોત-પોતાની છે. તો સર્વ સંબંધોની અનુભૂતિ કે પ્રાપ્તિ માં મગ્ન રહો તો જૂની દુનિયાનાં વાતાવરણ થી સહજ જ ઉપરામ રહી શકો છો. દરેક કાર્યનાં સમયે ભિન્ન-ભિન્ન સંબંધનો અનુભવ કરી શકો છો. અને એ જ સંબંધ નાં સહયોગ થી નિરંતર યોગ નો અનુભવ કરી શકો છો. દરેક સમયે બાપ નાં ભિન્ન-ભિન્ન સંબંધો નો સહયોગ લેવો અર્થાત્ અનુભવ કરવો જ યોગ છે. એવાં સહજ યોગી કે નિરંતર યોગી કેમ નથી બનતાં? બાપ કેવાં પણ સમય પર સંબંધ નિભાવવા માટે બંધાયેલાં છે. જ્યારે બાપ સાથ આપી રહ્યાં છે તો લેવા વાળા કેમ નથી લેતાં. સહયોગ લેવો જ યોગ કેવી રીતે થાય છે, તેનો અનુભવ કરો. માતા નો સંબંધ શું છે? બાપ નો સંબંધ શું છે? મિત્ર અને ભાઈ નો સંબંધ શું છે, સદા સાજન નાં સંગ નો અનુભવ શું છે... આ અલગ-અલગ સંબંધ નું રહસ્ય અનુભવ માં આવ્યું છે? જો એક પણ સંબંધની અનુભૂતિ થી વંચિત રહી ગયાં તો આખો કલ્પ જ વંચિત રહી જશો. કારણ કે કલ્પમાં હમણાં જ સર્વ અનુભવોની ખાણ પ્રાપ્ત થાય છે. હમણાં નહીં તો ક્યારેય નહીં. તો સ્વયં પોતાને ચેક (તપાસ) કરો કે કયાં સંબંધની અનુભૂતિ હજી સુધી નથી કરી શક્યાં. આ જ પ્રમાણે જ્ઞાન નાં સબ્જેક્ટ (વિષય) માં જે પણ પોઈન્ટ્સ વર્ણન કરો છો એ દરેક પોઈન્ટ્સ નો અનુભવ કર્યો છે? જેમ વર્ણન કરો છો અમે સ્વદર્શન ચક્રધારી છીએ તો સ્વ નાં દર્શન નો અનુભવ, કયાં આધાર થી કહો છો? દર્શન અર્થાત્ જાણવું. જાણવા વાળો તે જાણવાની ઓથોરિટી માં (સત્તા) રહે છે. જેવી રીતે આજકાલ નાં શાસ્ત્રવાદી ફક્ત શાસ્ત્ર વાંચે છે, રટણ કરે છે છતાં પણ સ્વયં પોતાને શાસ્ત્રોની ઓથોરિટી સમજે છે. તમે બધાં રટણ નથી કરતાં પણ એમાં રમણ કરો છો. રમણ કરવા વાળા અર્થાત્ મનન દ્વારા સ્વરુપ માં લાવવા વાળા, એવાં સદા જ્ઞાન ની ઓથોરિટી અર્થાત્ સદા જ્ઞાન નાં દરેક પોઈન્ટ્સ નાં નશા માં રહેવા વાળા હશે. એમ દરેક જ્ઞાન નાં પોઈન્ટ્સ ની ઓથોરિટી અર્થાત્ અનુભવ નાં નશામાં રહો છો? આ જ પ્રમાણે જે ધારણા નાં સબ્જેક્ટ માં ભિન્ન-ભિન્ન ગુણો નું વર્ણન કરો છો એ દરેક ગુણ નાં અનુભવની ઓથોરિટી છો? સ્પીકર (વક્તા) છો, શ્રોતા છો, કે ઓથોરિટી છો? આમાં નંબર થઈ જાય છે.
મહારથી અર્થાત્ દરેક શબ્દ નાં અનુભવ ની ઓથોરિટી. ઘોડે-સવાર અર્થાત્ સાંભળવા-સંભળાવવા વાળા વધારે, અનુભવની ઓથોરિટી માં ઓછા. તો સહજ સાધન શું થયું? રિયલાઈઝેશન ની કમી અર્થાત્ અનુભવી-મૂર્ત બનવાની કમી. ભક્તિ અને જ્ઞાન નું વિશેષ અંતર જ આ છે. તે વર્ણન છે અને આ અનુભવ થાય છે. નિરંતર યોગી બનવાનો આધાર - સદા સર્વ સંબંધો નો સહયોગ લો. અનુભવી બનો. સમજ્યાં? અનુભવની ખાણ ને સારી રીતે પ્રાપ્ત કરો. થોડી નહીં પણ સર્વ પ્રાપ્તિ કરો. બે-ત્રણ સંબંધ નો, બે-ત્રણ પોઈન્ટ્સ નો અનુભવ નહીં પણ સર્વ અનુભવી-મૂર્ત. માસ્ટર ઓલમાઈટી ઓથોરિટી (સર્વશક્તિમાન સત્તા) બનો તો સદા વિજય નો ઝંડો લહેરાતો રહેશે.
બાપ નો સર્વ પર સ્નેહ છે. મહારાષ્ટ્ર વાળાઓથી પણ સ્નેહ છે. મહારાષ્ટ્ર વાળા, બધાં અનુભવી મૂર્ત બનજો. તો મહારાષ્ટ્ર ની વિશેષતા બધાં વિજયી થઈ જાય. ક્ષત્રિય નહીં જે સદા મહેનત માં જ લાગ્યા રહે. પરંતુ સદા વિજયી. હવે ક્ષત્રિય-પણા નાં સમય ની સમાપ્તિ થઈ ગઈ. જો આ સમય સુધી પણ ક્ષત્રિય રહેશો તો ચંદ્રવંશી બની જશો. હવે સમય છે બ્રાહ્મણ અર્થાત્ વિજયી બનવાનો. લાંબાકાળ નાં વિજયી સંસ્કાર જોઈએ. હવે તો સમય જ ઓછો છે. તો હમણાંથી જ વિજય-પણાનાં સંસ્કાર નહીં ભરો તો ચંદ્રવંશી બની જશો. એટલે પોતાનાં ભાગ્યની લકીર (રેખા) ને હજી પણ પરિવર્તન કરી શકો છો.
એવાં સદા વિજયી, સર્વ સંબંધોનાં અનુભવો ની ઓથોરિટી, જ્ઞાન ની દરેક પોઈન્ટ્સ નાં ઓથોરિટી, દરેક ગુણ નાં અનુભવની ઓથોરિટી, સેવાનાં વિષય માં ઓલરાઉન્ડર (સર્વાધીશ) અને એવરરેડી (સદા તૈયાર) - આ વિશેષતાની ઓથોરિટી, એવી બાપ-સમાન શ્રેષ્ઠ આત્માઓ ને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
(મહારાષ્ટ્ર ઝોન ની પાર્ટીઓ સાથે)
૧. નિશ્ચય બુદ્ધિનાં મન ની ખુશી નો અવાજ - પાના થા જો પા લિયા (પામવું હતું એ પામી લીધું) :- સદા સર્વ ખજાનાઓથી સંપન્ન અર્થાત્ પોતાને માલામાલ સમજો છો? જેમ બાપ સદા સંપન્ન છે, એમ બાપ સમાન ખજાનાઓથી સંપન્ન છો? કોઈ ખજાનાની કમી નહીં. એવી રીતે મન થી ખુશી નો અવાજ નીકળે છે કે પાના થા વો પા લિયા? મુખ નો અવાજ નિરંતર ન હોઈ શકે, પણ મન નો અવાજ નિરંતર અવિનાશી છે. તો આ મન થી અવાજ નીકળે છે કે પામી લીધું છે? અંદર થી આવે છે કે હજી સમજો છો કે પામીશું, પામી તો રહ્યાં છીએ! અટલ નિશ્ચય બુદ્ધિ બાળકો બની ગયાં છો? બાળક બનવું અર્થાત્ અધિકારી બનવું. ક્યારેય પણ પોતાનામાં પણ સંશય ન હોય. સંપૂર્ણ બનીશું કે નહીં? સૂર્યવંશી બનીશું કે ચંદ્રવંશી? સદા નિશ્ચય-બુદ્ધિ! જેવી રીતે બાપ માં નિશ્ચય છે એવી રીતે સ્વયં માં પણ નિશ્ચય. સ્વયં માં જો કમજોરી નો સંકલ્પ ઉત્પન્ન થાય છે તો કમજોરી નાં સંસ્કાર બની જશે. જેમ કોઇ એક વાર પણ શરીર થી કમજોર થઇ જાય છે, થોડા સમયમાં તંદુરસ્ત ન બની શક્યો તો કમજોરીનાં જર્મ્સ (જંતુઓ) મજબૂત થઈ જાય છે. એમ વ્યર્થ સંકલ્પ રુપી કમજોરી નાં જર્મ્સ પોતાની અંદર પ્રવેશ ન થવા દેતાં. નહીં તો તેને ખત્મ કરવા મુશ્કેલ થઈ જશે.
જે પણ ડ્રામાનાં સીન (દૃશ્ય) જુઓ છો, ભલે તે હલચલ નાં સીન હોય કે અચળ નાં, પણ બંને માં નિશ્ચય. હલચલ નાં સીન માં પણ કલ્યાણ નો અનુભવ થાય. એવાં નિશ્ચય-બુદ્ધિ. વાતાવરણ હલાવવા વાળું હોય, સમસ્યા વિકરાળ હોય પરંતુ સદા નિશ્ચય-બુદ્ધિ - એને કહેવાય છે વિજયી. તો નિશ્ચય નાં આધાર થી વિકરાળ સમસ્યા પણ શીતળ થઈ જશે.
ભિન્ન-ભિન્ન ભાષા હોવા છતાં પણ એક મત, એક બાપ, એક જ નિશ્ચય અને એક જ મંઝિલ. ફક્ત સેવાર્થ ભિન્ન-ભિન્ન સ્થાનો પર રહેલાં છો. જો બધાં એક સ્થાન પર બેસી જાય તો ચારેબાજુ ની સેવા કેવી રીતે થશે? જ્યારે સેવા સમાપ્ત થઈ જશે ત્યારે બધાં મધુબન આવી જશો. પરંતુ એ પણ કોણ આવશે? જે નષ્ટમોહા હશે. જેમની બુદ્ધિ ની લાઇન ક્લિયર (સાફ) હશે. એ સમય ટેલિફોન કે ટેલિગ્રામ થી સંદેશ નહીં આવે, પણ બુદ્ધિ ની લાઈન ક્લિયર હોવાથી સંદેશ પહોંચી જશે. એવાં હાલત બનશે જે ટ્રેન થી તમારે પહોંચવાનું હશે એ જ ચાલશે, એનાં પછી નહીં . જો લાઈન ક્લિયર હશે તો સાધન પણ મળી જશે. નહીં તો ક્યાંક-ને-ક્યાંક અટકી જશો. એટલે લાંબાકાળ નો નિરન્તર યોગ જોઈએ. યોગ જ કવચ છે, કવચ વાળા સદા સેફ (સુરક્ષિત) રહે છે. સેફ્ટી નો ડ્રેસ છે જ - યાદનું કવચ.
માતાઓ તીવ્ર પુરુષાર્થી છો ને? હવે ઘરમાં નહીં બેસી જતાં, હવે ગ્રુપ બનાવીને ચારેબાજુ સેવા માટે ફેલાઈ જાઓ. સેવાકેન્દ્ર ખોલો. આવતા વર્ષે જોશે કેટલાં સેવાકેન્દ્ર ખોલ્યાં. સમસ્યાઓનાં પહેલાં બધાંને સંદેશ આપી દો. તો બધાં તમારા ખુબ ગુણગાન કરશે. હવે સેવાકેન્દ્ર ખોલતાં જાઓ. સંદેશ આપવા માટે કોઈ સાધન અપનાવો.
૨. ડ્રામાનાં નોલેજ (જ્ઞાન) થી શું, કેમ નાં પ્રશ્ન ને સમાપ્ત કરવા વાળા જ પ્રકૃતિજીત આને માયાજીત બને છે:- બધાં પ્રકૃતિજીત અને માયાજીત બન્યાં છો? આ પાંચ તત્વ પણ પોતાની તરફ આકર્ષિત ન કરે અને પાંચ વિકાર પણ વાર ન કરે. એવાં માયજીત અને પ્રકૃતિજીત બંને પેપર માં પાસ છો! જો કોઈ પ્રકૃતિ દ્વારા પેપર આવે તો પાસ થવાની શક્તિ ધારણ થઈ ગઈ છે? હલચલ માં તો નથી આવતાં? જરા પણ હલચલ માં આવવું અર્થાત્ ફેલ (નપાસ). આ શું, આ કેમ, આ પ્રશ્ન પણ ઉઠ્યો તો શું રિઝલ્ટ (પરિણામ) હશે. જો જરા પણ કોઈ પ્રકૃતિની સમસ્યા વાર કરવા વાળી બની ગઈ તો ફેલ થઈ જશો. કાંઈ પણ હોય, પણ અંદર થી સદા આ અવાજ નીકળે - વાહ મીઠો ડ્રામા. એટલું ડ્રામા નું જ્ઞાન પાક્કું કર્યુ છે! કે જયારે સારી વાતો છે તો ડ્રામા છે, હલચલ વાળી વાતો છે તો હાય-હાય. ‘હાય શું થયું’ આ સંકલ્પ માં પણ ન આવે, એવાં મજબૂત છો? કારણ કે આગળ જઈને હવે એવી સમસ્યાઓ પ્રકૃતિ દ્વારા પણ આવવાની છે. પ્રાકૃતિક આપદાઓ તો દિન-પ્રતિદિન વધવા વાળી છે ને. તો એવી સ્થિતિ હોય જે કોઈ પણ સંકલ્પ માં પણ હલચલ ન હોય. એવાં અચળ અને અડોલ બન્યાં છો? જો લાંબા સમય નો માયાજીત અને પ્રકૃતિજીત નો અભ્યાસ નહીં હશે તો રિઝલ્ટ શું હશે? એક સેકન્ડ નું પેપર આવવાનું છે. એ સમયે જો તૈયારી કરવામાં લાગી ગયાં તો રિઝલ્ટ નીકળી જશે. એક સેકન્ડ માં પાસ થઈ જાઓ, એનો અભ્યાસ જોઈએ. જો એ પણ વિચાર્યુ કે યોગ લગાવીએ યાદ માં બેસીએ તો પણ સેકન્ડ તો વીતી જશે. યુદ્ધ માં જ શરીર છોડી દેશો. પુરુષાર્થી જીવનમાં યુદ્ધ કરતાં-કરતાં જ શરીર છૂટ્યું તો રિઝલ્ટ શું હશે? ચંદ્રવંશી બની જશો. એટલે દરેક સદા ૧૦૮ ની માળામાં આવવાનું લક્ષ રાખો. લક્ષ શ્રેષ્ઠ હશે તો લક્ષણ ઓટોમેટિકલી (આપમેળે) આવી જશે. ૧૬ હજાર નું લક્ષ ક્યારેય નહીં રાખતાં. નંબરવન આવવાનો પુરુષાર્થ અને લક્ષ રાખો.
શક્તિઓ સદા શસ્ત્રધારી શ્રુંગારમૂર્ત અને સંહાર કરવા વાળી - બન્ને સ્વરુપ માં સ્થિત રહો છો? ક્યારેક રડવા વાળી તો નથી ને? સદા હર્ષિત. મન થી પણ રડવા વાળી નહીં. જરા પણ માયા થી હાર થઈ તો મન થી રડવાનું થાય છે. માતાઓએ તો સદા ખુશીમાં નાચવું જોઈએ - કારણ કે નાઉમ્મીદ થી ઉમ્મીદવાર થઈ ગઈ, બાપે માથા નો તાજ બનાવી દીધાં તો કેટલી ખુશી હોવી જોઈએ. પાંડવ પણ માતાઓને જોઇને ખુશ થાય છે. કારણ કે શક્તિઓ છે જ પાંડવો માટે ઢાલ. ઢાલ મજબૂત હશે તો વાર નહીં થશે. એટલે માતાઓને આગળ રાખવામાં પાંડવોએ ખુશ થવું જોઈએ. જો સ્વયં આગળ રહેશો તો ડંડા ખાવા પડશે. શક્તિઓને આગળ રાખશો તો પાંડવોની પણ મહિમા છે. આગળ રાખવું પણ આગળ થવું જ છે.
૩. પોતાની વિશેષતાઓને જાણવા વાળા જ વિશેષ આત્મા બને છે:- જેમ બાળકો બાપ નાં સ્નેહમાં સદા મગન રહે છે એવી રીતે બાપ પણ બાળકોની સેવામાં જ સદા મગન રહે છે. બાળકોને બાપ નાં સિવાય કોઈ નથી અને બાપ ને બાળકો સિવાય કોઈ નથી. જેમ તમે બાપ નાં ગુણ ગાઓ છો તેવી રીતે બાપ પણ દરેક બાળકનાં ગુણ ગાએ છે. રોજ દરેક બાળકની વિશેષતા અને ગુણો ને સામે લાવે છે કારણ કે જે પણ બાપ નાં બાળકો બન્યાં છે તે છે જ વિશેષ આત્માઓ. તો વિશેષ આત્માઓની વિશેષતા બાપ પણ ગાએ છે. જેવી રીતે ઝવેરી દરેક રતન ની વેલ્યુ ને જાણે છે તેવી રીતે બાપ પણ દરેક બાળકની શ્રેષ્ઠતા ને જાણે છે. દરેક રતન એકબીજા થી શ્રેષ્ઠ છે. તો એવાં શ્રેષ્ઠ સમજીને ચાલો છો? સાધારણ નથી. લાસ્ટ (છેલ્લો) દાણો પણ સાધારણ નથી, બાપ ને જાણવાની વિશેષતા તો લાસ્ટ માં પણ છે. તમે લાસ્ટ નહીં પણ ફર્સ્ટ (પ્રથમ) જવા વાળા છો. હમણાં કોઈ પણ નંબર ફિક્સ (નક્કી) નથી. બધી સીટ (જગ્યા) ખાલી છે. સીટી નથી વાગી. સીટી વાગશે, સીટ લઈ લેશે. લાસ્ટ વાળા પણ ફાસ્ટ જઈને ફર્સ્ટ થઇ શકે છે. માતા-પિતા ને છોડીને બાકી બધી સીટો ખાલી છે. હવે તકદીર (ભાગ્ય) તમારા હાથમાં છે, ભાગ્ય-વિધાતા બાપે તકદીર તમારા હાથમાં આપી દીધી છે જે ઈચ્છો તે બનાવો. હમણાં આ સંગમ નાં સમય ને વરદાન મળ્યું છે જે ઈચ્છો, જેવું ઈચ્છો, જેટલું ઈચ્છો એટલું બનાવી શકો છો. તો એવાં ગોલ્ડન ચાન્સ (સ્વર્ણિમ તક) ને અપનાવ્યો છે?
સેવા નો કેટલો પણ વિસ્તાર હોય પણ સ્વયં ની સ્થિતિ સાર રુપમાં હોય. હમણાં-હમણાં ડાયરેક્શન (નિર્દેશન) મળે એક સેકન્ડ માં માસ્ટર બીજ થઈ જાઓ તો થઈ જાઓ. સમય ન લાગે. સેકન્ડ ની બાજી છે. એક સેકન્ડની બાજી થી આખા કલ્પની તકદીર બનાવી શકો છો. જેટલી ઈચ્છો એટલી બનાવો. અચ્છા.