Search for a command to run...
10 Dec 1979
પુણ્ય આત્માઓનાંં લક્ષણ
10 December 1979 · ગુજરાતી
આજે બાપદાદા પોતાનાં સર્વશ્રેષ્ઠ મહાન પુણ્ય-આત્માઓને જોઈ રહ્યાં છે - ૧. પુણ્યાત્મા અર્થાત્ દરેક સંકલ્પ અને દરેક સેકન્ડ પોતાનાં અને અન્ય આત્માઓનાંં પ્રતિ પુણ્યનું ખાતું જમા કરવા અને કરાવવા વાળા. ૨. પુણ્ય આત્મા અર્થાત્ સદા કોઈ-ને-કોઈ ખજાના નું મહાદાન કરીને પુણ્ય કમાવવા વાળા. ૩. પુણ્ય આત્મા અર્થાત્ સદા એમનાં નયનો માં બાપદાદા ની મૂરત અને સૂરત માં બાપદાદા ની સીરત (સ્વરુપ), સ્મૃતિ માં બાપ સમાન સમર્થ, મુખ માં સદા જ્ઞાન રત્ન અર્થાત્ સદા અમૂલ્ય બોલ, દરેક કર્મ માં બાપ સમાન ચરિત્ર, સદા બાપ સમાન વિશ્વ-કલ્યાણકારી વૃત્તિ, દરેક સેકન્ડ દરેક સંકલ્પ થી કલ્યાણકારી, રહેમદિલ કિરણો દ્વારા ચારે બાજુ નાંં દુઃખ અશાંતિ નાંં અંધકાર ને દૂર કરવા વાળા. ૪. પુણ્ય આત્મા પોતાની પુણ્ય ની પૂંજી થી અનેક ગરીબોને સાહૂકાર બનાવવા વાળા. જ્ઞાન-સ્વરુપ પુણ્ય આત્મા નાંં એક પુણ્ય માં પણ ખુબ તાકાત છે કારણ કે ડાયરેક્ટ (સીધાં) પરમાત્મ-પાવર (શક્તિ) નાંં આધારે પુણ્ય આત્મા છે.
જેવી રીતે દ્વાપર માં ઇનડાયરેક્ટ (પરોક્ષ) દાન-પુણ્ય કરવા વાળા સકામી (નિષ્ફળ) અલ્પકાળ નાંં રાજાઓ ને જોયાં કે સાંભળ્યાં હશે, એ રાજાઓમાં પણ રાજ્ય સત્તાની ફુલ પાવર (પૂરી શક્તિ) હતી. જે ઓર્ડર (હુકમ) કરે, કોઈ એને બદલી ન શકે. ભલે કોઈને કાંઈ પણ બનાવી દે. કોઈને માલામાલ બનાવી દે, કોઈને ફાંસી પર ચઢાવી દે, બંને ઓથોરિટી (સત્તા) હતી. આ છે ઇનડાયરેક્ટ દાન-પુણ્ય ની સત્તા જે દ્વાપર નાંં આદિ માં યથાર્થ રુપ માં વાપરતા હતાં. પછી ધીરે-ધીરે તે જ રાજ્ય-સત્તા અયથાર્થ રુપ માં થઈ ગઈ. એનાં કારણે આખરે અંત માં સમાપ્ત થઈ ગઈ. પરંતુ જેમ ઇનડાયરેક્ટ રાજ્ય-સત્તા માં પણ એટલી શક્તિ હતી જે પોતાની પ્રજાને, પરિવાર ને અલ્પકાળ માટે સુખી અને શાંત બનાવી દેતાં હતાં. એવી જ રીતે આપ પુણ્ય આત્માઓ અને મહાદાનીઓને પણ ડાયરેક્ટ બાપ દ્વારા પ્રકૃતિ-જીત, માયા-જીત ની વિશેષ સત્તા મળેલી છે તો તમે ઓલમાઈટી સત્તા વાળા છો. પોતાની ઓલમાઈટી (સર્વશક્તિવાન) સત્તાનાંં આધાર પર અર્થાત્ પુણ્યની પૂંજી નાંં આધાર પર, શુદ્ધ સંકલ્પનાંં આધાર થી, કોઈ પણ આત્માનાંં પ્રતિ જે ઇચ્છો, તે તેમને બનાવી શકો છો. તમારાં એક સંકલ્પ માં એટલી શક્તિ છે કે જે બાપ થી સંબંધ જોડી માલામાલ બનાવી શકો છો. એમનો હુકમ અને તમારો સંકલ્પ. તેઓ પોતાનાં હુકમ નાંં આધાર થી જે ઈચ્છે તે કરી શકે છે - એવી રીતે તમે એક સંકલ્પ નાંં આધાર થી આત્માઓને જેટલાં ઈચ્છો તેટલા ઊંચા ઉઠાવી શકો છો કારણ કે ડાયરેક્ટ પરમાત્મ-અધિકાર પ્રાપ્ત થયો છે - એવી શ્રેષ્ઠ આત્માઓ છો. પણ હવે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં કેમ નથી થતું? અધિકાર છે, ઓલમાઈટી સત્તા પણ છે પછી એનો ઉપયોગ કેમ નથી કરી શકતાં? કારણ શું છે? આ શ્રેષ્ઠ સેવા હજું સુધી શરું કેમ નથી થઈ?
કોઈ પણ સત્તા ને આખી હિસ્ટ્રી (ઇતિહાસ) માં જો યુઝ (ઉપયોગ) નથી કરી એનું વિશેષ કારણ છે પોતાની સત્તા ને મિસયુઝ (દુરુપયોગ) કરવી. રાજાઓએ રાજાઈ ગુમાવી, નેતાઓએ પોતાની ખુરશી ગુમાવી, ડિકટેટર્સ (સરમુખત્યાર) પોતાની સત્તા ખોઈ બેઠાં - કારણ? પોતાનાં નિજી કાર્ય ને છોડીને એશો-આરામ માં વ્યસ્ત થઈ જાય છે. કોઈ-ને-કોઈ વાત તરફ સ્વયં અધીન થઈ જાય છે, એટલે અધિકાર છૂટી જાય છે. વશીભૂત થાય છે, એટલે પોતાનો અધિકાર મિસયુઝ કરી લે છે. એવી રીતે બાપ દ્વારા આપ પુણ્ય આત્માઓને જે દરેક સેકન્ડ અને દરેક સંકલ્પમાં સત્તા મળેલી છે, ઓથોરિટી મળેલી છે, સર્વ અધિકાર મળેલાં છે તેને યથાર્થ રીત થી સત્તાની વેલ્યુ ને જાણીને એ જ પ્રમાણે યુઝ નથી કરતાં. નાની-નાની વાતોમાં પોતાનાં અલબેલાપણા નાંં એશો-આરામ માં કે વ્યર્થ વિચારવામાં અને બોલવામાં મિસયુઝ કરવાથી જમા કરેલી પુણ્યની પૂંજી કે પ્રાપ્ત થયેલી ઈશ્વરીય સત્તા ને જેવી રીતે યુઝ કરવી જોઈએ એવી રીતે નથી કરી શકતાં. નહીં તો તમારો એક સંકલ્પ જ ખુબ શક્તિશાળી છે. શ્રેષ્ઠ બ્રાહ્મણોનાંં સંકલ્પ આત્માની તકદીર ની લકીર (રેખા) ખેંચવાનું સાધન છે. તમારો એક સંકલ્પ એક સ્વીચ છે જેને ઓન (ચાલું) કરી સેકન્ડ માં અંધકાર દૂર કરી શકો છો.
૫. પુણ્ય આત્માઓનો સંકલ્પ એક રુહાની (આત્મિક) ચુંબક છે જે આત્મા ને રુહાનિયત ની તરફ આકર્ષિત કરવા વાળો છે.
૬. પુણ્ય આત્માનો સંકલ્પ લાઈટ હાઉસ છે જે ભટકેલા ને સાચી મંઝિલ દેખાડવા વાળો છે.
૭. પુણ્ય આત્માનો સંકલ્પ ખુબ શીતળ સ્વરુપ છે, જે વિકારોની આગમાં સળગેલી આત્માઓને શીતળ બનાવવા વાળો છે.
૮. પુણ્ય આત્માનો સંકલ્પ એવું શ્રેષ્ઠ શસ્ત્ર છે જે અનેક બંધનો ની પરતંત્ર આત્મા ને સ્વતંત્ર બનાવવા વાળો છે.
૯. પુણ્ય આત્માનાંં સંકલ્પ માં એવી વિશેષ શક્તિ છે જેવી રીતે જંત્ર-મંત્ર દ્વારા અસંભવ વાત ને પણ સંભવ કરી લે છે, તેવી રીતે સંકલ્પની શક્તિ દ્વારા અસંભવ ને પણ સંભવ કરી શકો છો. વશીકરણ મહામંત્ર દ્વારા વશીભૂત આત્માને ફાયર-ફ્લાય ની માફક ઉડાવી શકો છો.
૧૦. જેવી રીતે આજકાલ નાંં યંત્રો દ્વારા રેગિસ્તાન (રણ) ને પણ હર્યુંભર્યું કરી દે છે, પહાડો પર પણ ફૂલ ઉગાડી દે છે. શું આપ પુણ્ય આત્માઓનાંં શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા ના-ઉમ્મીદવાર થી ઉમ્મીદવાર ન બની શકે? એમ દરેક સેકન્ડ પુણ્ય ની પુંજી જમા કરો. દરેક સેકન્ડ દરેક સંકલ્પની વેલ્યુ ને જાણી, સંકલ્પ અને સેકન્ડ ને યુઝ કરો. જે કાર્ય આજ નાંં અનેક પદમપતિ નથી કરી શકતાં તે તમારો એક સંકલ્પ આત્મા ને પદ્માપદમપતિ બનાવી શકે છે. તો તમારાં સંકલ્પ ની શક્તિ કેટલી શ્રેષ્ઠ છે. ભલે જમા કરો અને કરાવો, ભલે વ્યર્થ ગુમાવો, તે તમારી ઉપર છે. ગુમાવવા વાળા ને પશ્ચાતાપ કરવો પડશે. જમા કરવા વાળા સર્વ પ્રાપ્તિઓનાંં ઝૂલામાં ઝૂલશે. ક્યારેક સુખનાંં ઝૂલામાં, ક્યારેક શાંતિનાંં ઝૂલામાં, ક્યારેક આનંદનાંં ઝૂલામાં. અને ગુમાવવા વાળા ઝૂલામાં ઝૂલવા વાળાઓને જોઈ પોતાની ઝોલી ને જોતા રહેશે. તમે બધાં તો ઝૂલવા વાળા છો ને.
રાજસ્થાન અને યુ.પી. વાળા આવ્યાં છે. રાજસ્થાન વાળા તો રાજ્ય-સત્તા અર્થાત્ અધિકાર ની સત્તા, ઈશ્વરીય સત્તા દ્વારા પોતાનાં રાજસ્થાન ને રેગિસ્તાન થી ફળદ્રુપ બનાવવામાં, રેગિસ્તાન ને ગુલિસ્તાન બનાવવામાં, જંગલ ને ફૂલો નો બગીચો બનાવવામાં હોશિયાર છે. રાજસ્થાન માં મુખ્ય સ્થાન મુખ્ય કેન્દ્ર છે. તો જ્યાં મુખ્ય કેન્દ્ર છે તે બધામાં મુખ્ય છે ને. રાજસ્થાન ને તો ગર્વ હોવો જોઈએ, નશો હોવો જોઈએ. રાજસ્થાન થી નવાં-નવાં સેવાનાંં પ્લાન્સ (યોજનાઓ) નીકળવાં જોઈએ. રાજસ્થાને કોઈ નવી ઇન્વેન્શન (શોધ) કરવી જોઈએ. હજી કરી નથી. રાજસ્થાન ની ધરતી ને પરિવર્તન કરવી પડશે. એનાં માટે વારંવાર મહેનત નું જળ નાખવું પડશે. નિરંતર નું ખાતર નાખવું પડશે. હમણાં હલકું ખાતર નાખ્યું છે. સારું, બીજા દિવસે પછી યુ.પી. ની મહાનતા સંભળાવશે. ફોરેન (વિદેશ) તો હમણાં પણ ફૌરન (તરત) કરવા વાળા છે. વિચાર્યું અને કર્યું. યુ.પી. ની મહાનતા ની માળા પણ વર્ણન કરશે. હમણાં તૈયાર કરજો પછી બીજા દિવસે માળા પહેરાવશે.
એવી શ્રેષ્ઠ સંકલ્પ ની વિધિ દ્વારા આત્માઓની સદ્દગતિ કરવા વાળી, ઈશ્વરીય સત્તા દ્વારા આત્માઓ ને દરેક વિપદા થી છોડાવવા વાળી, સદા પુણ્ય ની પૂંજી જમા કરવા અને કરાવવા વાળી, સદા વિશ્વ-કલ્યાણ નો દૃઢ સંકલ્પ ધારણ કરવા વાળી, એવી સર્વશ્રેષ્ઠ પુણ્ય આત્માઓ ને બાપદાદા નાંં યાદ-પ્યાર અને નમસ્તે.
ટીચર્સ ની સાથે :- ટીચર્સ તો સદા ચઢતી કળા નો અનુભવ કરતાં ચાલી રહી છો ને? ટીચર્સ ની વિશેષતા - અનુભવી મૂર્ત બનવું. ટીચર્સ અર્થાત્ સંભળાવવા વાળી નહીં પરંતુ ટીચર અર્થાત્ કહેવાની સાથે અનુભવ કરાવવા વાળી. તો સંભળાવવું અને સ્વરુપ માં અનુભવ કરાવવું - આ છે ટીચર્સ ની વિશેષતા. સંભળાવવા વાળા કે ભાષણ કરવા વાળા, ક્લાસિસ કરાવવા વાળા તો દ્વાપર થી ખુબ મોટાં-મોટાં નામીગ્રામી બન્યાં પરંતુ અહીયાં જ્ઞાનમાર્ગ માં નામીગ્રામી કોણ બને છે? ભાષણ વાળા? જે સંભળાવવાની સાથે-સાથે અનુભવ કરાવે. ટીચર્સનાં વિશેષ અટેન્શન (ધ્યાન) માં એ જ સેવા હોય કે મારે, સદા જ્યાં પણ છું, ત્યાનું અને તેની સાથે બેહદ નું વાયુમંડળ કે વાયબ્રેશન્સ (પ્રકંપન)) સદા શુદ્ધ બનાવવાનું છે. જેમ કોઇ હદ ની સુગંધ વાતાવરણ ને કેટલું બદલી દે છે, એવી રીતે ટીચર્સ નાંં ગુણો ની ધારણા ની સુગંધ, શક્તિ ની સુગંધ, વાયુમંડળ અને વાયબ્રેશન્સ ને સદા શક્તિશાળી બનાવે. ટીચર ક્યારેય પણ એવું ન કહી શકે કે વાયુમંડળ એવું છે, એમનાંં વાયબ્રેશન્સ નાંં કારણે મારો પુરુષાર્થ પણ એવો થઈ ગયો. ટીચર્સ અર્થાત્ પરિવર્તન કરવા વાળી, ન કે સ્વયં પરિવર્તન થવા વાળી. જે પરિવર્તન કરવા વાળા હોય છે તે ક્યારેય કોઈ નાંં પ્રભાવ માં સ્વયં પરિવર્તિત નથી થતાં. તો ટીચર્સ ની વિશેષતા વાયુમંડળ ને પાવરફુલ (શક્તિશાળી) બનાવવું, કમજોરો ને સ્વયં શક્તિશાળી બનીને શક્તિનો સહયોગ આપવા વાળી. દિલશિકસ્ત નો ઉમંગ-ઉત્સાહ વધારવા વાળી. તો એવી ટીચર્સ છો ને? આ છે ટીચર્સ નું કર્તવ્ય કે ડ્યૂટી (ફરજ). એવાં સ્વયં સંપન્ન હોય જે બીજાને પણ સંપન્ન બનાવી શકે. જો કોઈ પણ શક્તિની કમી હશે તો બીજા પણ એ જ વાત માં કમજોર થશે કારણ કે નિમિત્ત છો ને. ટીચર્સે સદા એલર્ટ (સતર્ક) એવરરેડી (સદા તૈયાર) રહેવું જોઈએ. સ્થૂળ કે સૂક્ષ્મ આળસ નું નામ માત્ર પણ ન હોય. પુરુષાર્થ ની પણ આળસ હોય છે અને સ્થૂળ કર્મ માં પણ આળસ હોય છે. પુરુષાર્થ માં દિલશિકસ્ત હોય છે તો આળસ આવી જાય છે. શું કરીએ, આટલું જ થઈ શકે છે, વધારે નથી થઈ શકતું. હિંમત નથી, ચાલી તો રહ્યાં છીએ, કરી તો રહ્યાં છીએ. પુરુષાર્થ નો થાક પણ આળસ ની નિશાની છે. આળસ વાળા જલ્દી થાકી જાય છે, ઉમંગ વાળા અથક હોય છે. તો ટીચર્સ અર્થાત્ ન સ્વયં પુરુષાર્થ માં થાકવા વાળી, ન બીજાને પુરુષાર્થ માં થાકવા દે. તો ઓલરાઉન્ડર (સર્વાધીશ) પણ છો અને એલર્ટ પણ છો.
દરેક કાર્ય માં સંપન્ન. ક્યારેક-ક્યારેક ટીચર્સ સમજે છે કે ક્લાસ કરાવવો, ઇન્ટર્નલ (આંતરિક) કાર્ય કરવું અમારું કામ છે અને સ્થૂળ સેવા, એ બીજા નું કામ છે, પરંતુ નહીં. સ્થૂળ કાર્ય પણ ઇન્ટર્નલ કાર્ય નો વિષય છે. આ પણ ભણવાનો વિષય છે, તો એને હલકી વાત ન સમજો. જો કર્મણા માં માર્ક્સ ઓછા હશે તો પાસ વિથ ઓનર (સન્માનનીય ઉત્તીર્ણ) નહીં બની શકો. બેલેન્સ (સંતુલન) હોવું જોઈએ. એને સેવા ન સમજવી એ પણ ખોટું છે. ઇન્ટર્નલ સેવા નો આ પણ એક ભાગ છે. જો પ્રેમ થી યોગયુક્ત રહીને ભોજન ન બનાવો તો અન્ન નો મન પર પ્રભાવ કેવી રીતે પડશે. સ્થૂળ કાર્ય નહીં કરો તો કર્મણા નાં માર્ક્સ કેવી રીતે જમા થશે. તો ટીચર્સ અર્થાત્ સ્પીકર (વક્તા) નહીં, ક્લાસ કરાવવા વાળી, કોર્સ કરવા વાળી નહીં, જેવો સમય, જેવો વિષય, એમાં એવી જ રીતે રુચી-પૂર્વક સેવા માં સફળતા પ્રાપ્ત કરે, એને કહેવાય છે - ઓલરાઉન્ડર. એવી છો ને કે ઇન્ટર્નલ વાળી બીજી છે, એક્સટર્નલ (બાહ્ય) વાળી બીજી છે. બંને નો એકબીજા સાથે સંબંધ છે.
ટીચર્સ ને ત્યાગ અને તપસ્યા તો સદા જ યાદ છે ને? કોઈ પણ વ્યક્તિ કે વૈભવ નાંં આકર્ષણ માં ન આવે. નહીં તો કર્માતીત બનવામાં આ પણ એક બંધન થઇ જાય છે. તો ટીચર્સ સ્વયં પોતાનાં પુરુષાર્થ થી સંતુષ્ટ છે? ચઢતી કળા નો અનુભવ થાય છે? સૌથી સંતુષ્ટ છો બધાં? પોતાનાં પુરુષાર્થ થી, સેવા થી પછી સાથીઓમાં, બધાંથી સંતુષ્ટ? બધાનાં સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) હોવાં જોઈએ ને? તો બધાં સર્ટિફિકેટ છે. શું સમજો છો? જો તમે સચ્ચાઈ થી અને સફાઈ થી સંતુષ્ટ છો તો બાપ પણ સંતુષ્ટ છે. એક હોય છે એમ જ કહેવું કે સંતુષ્ટ છીએ, એક હોય છે સચ્ચાઇ-સફાઈ થી કહેવું કે સંતુષ્ટ છીએ. સદા સંતુષ્ટ! અહીયાં આવી છો, પોતાનાં પ્રતિ કે સેવાનાંં પ્રતિ કોઈ પણ કમી હોય તો જે નિમિત્ત બનેલાં છે એમનાંથી લેણ-દેણ (આપ-લે) કરજો. આગળનાંં માટે ચઢતી કળા કરીને જ જજો. કમી ને ભરવા અને સ્વયં ને હલકા કરવા માટે જ તો આવો છો. કોઈ પણ નાનકડી વાત પણ હોય જે પુરુષાર્થ ની સ્પીડ (ગતિ) માં અડચણ નાખવાની નિમિત્ત હોય તો એને ખતમ કરીને જજો. અચ્છા.
પાર્ટીઓ સાથે મુલાકાત
રાજસ્થાન ઝોન:- બાપદાદા બધાં રાજસ્થાન નિવાસી બાળકોને કઈ નજર થી જુએ છે? રાજસ્થાન નાંં બધાં રાજા બાળકો છે અર્થાત્ સ્વ-રાજ્યધારી છે. હમણાં સ્વ-રાજ્યધારી અને ભવિષ્ય માં વિશ્વ-રાજ્યધારી. જેટલાં અહીયાં અધિકારી બને છે, એટલાં ત્યાં પણ બને છે. તો બધાં સ્વ-રાજ્યધારી છો? સ્વ પર રાજ્ય અધિકારી બનવા વાળા અન્ય આત્માઓ ને પણ સ્વરાજ્ય નાંં અધિકારી બનાવી શકે છે. તો પૂરો અધિકાર પ્રાપ્ત કર્યો છે કે કરી રહ્યાં છો? પોતાનાં પુરુષાર્થ થી પોતાની પ્રાલબ્ધ ને સમજી શકો છો. લાંબા સમય નો પુરુષાર્થ તો લાંબા સમય ની પ્રાલબ્ધ. બાપ વારસો તો બધાં ને એક જેવો આપે છે પણ વારસા ને સંભાળવા વાળા પોતાની યથા-શક્તિ અનુસાર જ સંભાળી શકે છે. લૌકિકમાં પણ બાપ સંપત્તિ એક જેવી વહેંચે છે પરંતુ એને કોઈ અલ્પકાળ ચલાવે, કોઈ બહુકાળ. કોઈ એક વંશ સુધી કોઈ અનેક વંશો સુધી. તો બાપ પણ અહીંયા વારસો તો એક જેવો આપે છે પણ સંભાળવા વાળા નંબરવાર છે. તો રાજસ્થાન વાળાઓ કયો નંબર છે? નંબરવન વાળા છો? કેવી રીતે કરીએ? શું કરીએ? એવું કહેવા વાળા તો નથી ને? કેવી રીતે મન ને લગાવીએ, કેવી રીતે આંખો ને એકાગ્ર કરીએ, એવી કમ્પ્લેઇન્ટ (ફરિયાદ) કરવા વાળા તો નથી ને? અધિકારી ક્યારેય “કેવી રીતે” નહીં કહે. અધિકારી તો ઓર્ડર થી ચલાવશે. અધિકારી ને ઓર્ડર થી જ ચલાવવાનો અધિકાર છે. આંખો દગો કરે છે એવું નહીં કહે, ઓર્ડર આપશે આવું જોવાનું છે. આ જ અંતર છે અધિકારી અને અધીન માં. શું કરું, થઈ ગયું, આ બોલ અધિકારી ક્યારેય નહીં બોલશે. તો એવાં અધિકારી છો કે ક્યારેક-ક્યારેક વાળા છો. જો ક્યારેક-ક્યારેક નાંં અધિકારી હશો તો ક્યારેક-ક્યારેક ઝૂલામાં ઝૂલશો. સદા બાપની સાથે અતીન્દ્રિય સુખ નાંં ઝૂલામાં ક્યારેક-ક્યારેક વાળા કેવી રીતે ઝૂલશે? સદા નું વરદાન છે, જ્ઞાન અર્થાત્ સદા. ભક્તિ માં ક્યારેક પ્રાપ્તિ ક્યારેક પોકાર. પરંતુ જ્ઞાન માં સદા પ્રાપ્તિ. આ જ તો અંતર છે. તો તમે બધાં કોણ છો - જ્ઞાની કે ભક્ત. જ્ઞાની ને અવિનાશી બાપ નો સદાકાળ નો વારસો છે. હજી સુધી કમી કેમ છે, એનું કારણ શું છે? (અલબેલા-પણું) સમજદાર તો ખુબ છો, સમજો પણ છો પછી કેમ નથી કરતાં? અલબેલા-પણા ને સમજવા છતાં પણ આવવાં કેમ દો છો?
અલબેલા-પણું ન આવે એની વિધિ શું છે? એની વિધિ છે સદા સ્વ-ચિંતન કરો અને શુભ-ચિંતક બનો. સ્વ-ચિંતન ની તરફ એટેન્શન (ધ્યાન) ઓછું છે, અમૃતવેળા થી લઈને સ્વ-ચિંતન શરું કરો અને વારંવાર સ્વ-ચિંતન ની સાથે-સાથે સ્વ ની ચેકિંગ (તપાસ) કરો. ચેકિંગ નથી કરતાં, ચિંતન નથી કરતાં, આને એક દૃઢ સંકલ્પની રીતે પોતાનાં જીવનનું નિજી કાર્ય નથી બનાવતાં, એટલે અલબેલા-પણું આવે છે. જેમ ભોજન ખાવું એક નિજી કાર્ય છે ને, તે ક્યારેય ભૂલો છો શું? આરામ કરવો, એ નિજી કાર્ય છે ને, જો એક દિવસ પણ બે-ચાર કલાક આરામ ઓછો કરશો તો ચિંતન ચાલશે નિંદર ઓછી કરી. જેમ તેને એટલું આવશ્યક સમજો છો તેવી રીતે સ્વ-ચિંતન અને સ્વ ની ચેકિંગ, એને આવશ્યક કાર્ય ન સમજવાનાં કારણે અલબેલા-પણું આવે છે. પહેલાં તે આવશ્યક સમજો છો, આ નહીં. અમૃતવેળાએ રોજ આ આવશ્યક કાર્ય ને રિફ્રેશ (તાજું) કરો ત્યારે આખો દિવસ એનું બળ મળશે. જો પછી પણ અલબેલા-પણું આવે છે તો સ્વયં પોતાને સજા આપો. જે સૌથી પ્રિય વસ્તુ કે કર્તવ્ય લાગે છે તેનાથી પોતાને કિનારો કરો. પશ્ચાતાપ કરવો જોઈએ. હમણાં પશ્ચાતાપ કરી લેશો તો પાછળ નહીં કરવો પડે. રોજ અમૃતવેળાએ પોતાની મહિમા, બાપ ની મહિમા, પોતાનું કર્તવ્ય, બાપ નું કર્તવ્ય રિવાઇઝ (પુનરાવર્તન) કરો. એક વ્યક્તિગત નિયમ બનાવો. અલબેલા-પણું ત્યારે આવે છે જ્યારે ફક્ત ડાયરેક્શન (માર્ગદર્શન) સમજો છો, નિયમ નથી બનાવતાં. જેવી રીતે ઓફિસ માં જવું જીવન નો નિયમ છે તો જાઓ છો ને? તેવી જ રીતે દરેક વસ્તુ માટે નિયમ બનાવો. અમૃતવેળા ઉઠીને પોતાનાં નિયમ ને યાદ કરો. મારા જીવન ની શું વિશેષતાઓ છે. બ્રાહ્મણ જીવન નાંં કયાં નિયમ છે. અને દરેક કલાકે ચેકીંગ કરો કે ક્યાં સુધી નિયમ ને અપનાવ્યાં છે. દરેક સમયે વારંવાર ચેકીંગ કરો, ફક્ત રાત્રે જ નહીં.
આ વરદાની ભૂમિ થી દૃઢ સંકલ્પ ની વિશેષ ભેટ લઈ જજો. જે પણ કરો, પહેલાં પણ દૃઢ સંકલ્પ - ‘કરવાનું જ છે’ આ ભેટ લઈ જાઓ તો સદા યાદ રહેશે. વારંવાર અટેન્શન નાંં ચોકીદાર રાખજો તો તે પહેરો લગાવતા રહેશે. અલબેલા-પણા ની નિવૃત્તિ નું સાધન છે - વારંવાર અટેન્શન. સહજ માર્ગ સમજો છો, એટલે અલબેલા થઈ જાઓ છો. કોઈ કડક નિયમ બનાવો. જેમ ભક્તિમાર્ગ માં કડક વ્રત ધારણ કરે છે, એવો કડક નિયમ બનાવશો તો અલબેલા-પણું સમાપ્ત થઈ જશે. જેવી રીતે સાકાર બાપ ને અથક જોયાં ને, એવી જ રીતે ફોલો ફાધર (બાપ નું અનુસરણ કરો). પહેલાં સ્વ ની ઉપર મહેનત પછી સેવા માં મહેનત. ત્યારે ધરતી ને બદલી શકશો. હમણાં ફક્ત ‘કરી લઈશું, થઈ જશે’ એવાં આરામ નાંં સંકલ્પો નાંં ડન્લપ (નરમ ગાદલું) ને છોડો. ‘કરવાનું જ છે’ આ મસ્તક માં સદા સ્લોગન (સુવિચાર) યાદ રહે તો પછી પરિવર્તન થઈ જશે.
પરસ્પર પુરુષાર્થ નાંં, સ્વ-ઉન્નતિ નાંં પ્લાન્સ (યોજનાઓ) નાંં ગ્રુપ (જૂથ) બનાવો. ઉન્નતી ની વાતો પર રુહ-રુહાન કરો. આપ-લે કરતાં-કરતાં વારંવાર રિપીટ (પુનરાવર્તન) કરતાં-કરતાં રિવાઇઝ કરતાં-કરતાં રિયલાઈઝેશન (અનુભૂતિ) પણ થઈ જશે. રોજ કયાં વિષય પર અને શું-શું ડીપ (ઊંડાણ પૂર્વક) રુહ-રુહાન કરી, એનું દર અઠવાડિયે સમાચાર નો પત્ર આવવો જોઈએ. શું-શું રુહ-રુહાન કરી. શું ચાર્ટ રહ્યો. આ પણ ઉન્નતી નો ઝંડો છે. ધર્મરાજ ની પાસે બાપ નાં બાળક ડંડો ખાય - આ શોભશે? એટલે હવે ઉન્નતી નો ઝંડો ઠીક છે.
હમણાં તો ચારે-બાજુ ફેલાવો કરો - રાજસ્થાન નાંં હિસાબ થી મુખ્યાલય નાંં હિસાબે તો ઝંડો ઊંચો છે ને. હવે એવાં નંબરવન બનો જે તમને બધાં ફોલો (અનુસરણ) કરે. સ્વ-ઉન્નતિ ની એક ઇન્વેન્શન (શોધ) કરીને દેખાડો તો બધાં ફોલો કરશે.
આગરા ઝોન - દેહ નાંં બંધન થી ન્યારા રહેવા વાળા જ બાપ નાંં પ્યારા છે:- બધાં સદા પ્રવૃત્તિ માં રહેતાં પણ ન્યારા અને બાપ નાંં પ્યારા, એવી સ્થિતિ માં સ્થિત થઈને ચાલો છો? જેટલાં ન્યારા રહેશો તેટલાં જ બાપ નાંં પ્યારા રહેશો. તો હંમેશા ન્યારા રહેવાનું વિશેષ એટેન્શન છે? સદા દેહ થી ન્યારા આત્મિક સ્વરુપ માં સ્થિત રહો. જે દેહ થી ન્યારા રહે છે તે પ્રવૃત્તિ નાંં બંધન થી પણ ન્યારા રહે છે. નિમિત્ત માત્ર ડાયરેક્શન પ્રમાણે પ્રવૃત્તિ માં રહો છો, સંભાળી રહ્યાં છો પરંતુ હમણાં-હમણાં ઓર્ડર (આદેશ) મળે કે અહીયાં આવી જાઓ તો આવી જશો કે બંધન નડશે? બધાં સ્વતંત્ર છો? બિગુલ વાગે અને ભાગી આવો. એવાં નષ્ટમોહા છો? જરા પણ ૫% પણ જો મોહ થી બંધાયેલાં હશો તો ૫ મિનિટ મોડું કરશો અને ખતમ થઈ જશે. કારણ કે વિચારશો, નીકળીએ કે ન નીકળીએ. તો વિચાર માં જ સમય નીકળી જશે. એટલે સદા પોતાને ચેક કરો કે કોઈ પણ પ્રકાર નું દેહ નું, સંબંધ નું, વૈભવો નું બંધન તો નથી. જ્યાં બંધન હશે ત્યાં આકર્ષણ હશે. એટલે બિલકુલ સ્વતંત્ર. એને જ કહેવાય છે - બાપ સમાન કર્માતીત સ્થિતિ. બધાં એવાં છો ને?