Search for a command to run...
16 Jan 1980
ઓલમાઈટી ઓથોરિટી (સર્વશક્તિમાન સત્તા) રાજયોગી સભા કે લોક પસંદ સભા
16 January 1980 · ગુજરાતી
આજે આખાં કલ્પની અંદર સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણોની અથવા રાજયોગી સભા જોઈ રહ્યાં છે. એક તરફ છે આજકાલ નાં અલ્પ કાળ નાં રાજ્યની સભા અને લોકસભા. બીજી તરફ છે ઓલમાઈટી ઓથોરિટી દ્વારા બનેલી રાજયોગી સભા, લોક પસંદ સભા. બંનેય સભાઓ પોત-પોતાનું કાર્ય કરી રહી છે. હદ ની લોકસભા હદ નાં લો એન્ડ ઓર્ડર (નિયમો અને હુકમ) બનાવે છે અને લોક પસંદ બ્રાહ્મણ સભા અવિનાશી લો એન્ડ ઓર્ડરનું રાજ્ય બનાવી રહ્યાં છે. જેમ એ લોકસભા કે રાજ્યસભા નાં નેતાઓ પોત-પોતાની અલ્પ બુદ્ધિ અને અલ્પકાલ નાં ભિન્ન ભિન્ન વિચારો નીકાળે છે તેમ બ્રાહ્મણોની રાજ્યસભા કે રાજયોગી સભા વિશ્વ-કલ્યાણ માટે ભિન્ન ભિન્ન વિચારો કાઢતી રહે છે. તે છે સ્વાર્થ અર્થ અને આ છે વિશ્વકલ્યાણ અર્થ. એટલે જ લોક-પસંદ બને છે. સ્વાર્થ છે તો મનપસંદ કહેશે અને વિશ્વ કલ્યાણ વિચારે છે તો લોક-પસંદ કે પ્રભુ પસંદ થઇ જાય છે. કોઈ પણ સંકલ્પ કે વિચાર કરો છો તો પહેલાં એ ચેક કરો કે આ વિચાર કે સંકલ્પ બાપ પસંદ છે કે પ્રભુ-પસંદ છે? જેનાથી અતિ સ્નેહ હોય છે તો એમની પસંદગી એ આપણી પસંદગી થઈ જાય છે. જે બાપની પસંદગી તે આપણી પસંદગી અને જે બાપ પસંદ થઈ ગયાં હોય તે લોક પસંદ સ્વતઃ જ બની જાય છે. કારણ કે આખા વિશ્વ કે લોક ને, જાણતાં હોઈએ કે ન જાણતાં હોઇએ, જોતાં હોય કે ન જોતાં હોય સૌથી વધુ પસંદ કોણ છે? ધર્મ પિતાઓ પોતાના ધર્મની આત્માઓને પ્રિય છે પરંતુ ધર્મ પિતાઓ નાં પ્રિય એક જ બાપ પરમપિતા છે. એટલે સૌના મુખથી સમય પ્રતિ સમય વિવિધ ભાષામાં એક બાપની જ પુકાર નીકળે છે. તો જે બાપ લોક પસંદ છે એને જે પસંદ હશે તે સ્વતઃ જ લોક પસંદ થઈ ગયાં. જે બાપ ને પસંદ તે લોક પસંદ સ્વતઃ થઈ ગયાં. સ્વયં પોતાને પૂછો કે મને લોક પસંદ સભા ની ટિકિટ મળી છે? બાપે પસંદ કરી લીધા છે. જે બાપ નાં બન્યાં છે, બાપે તો સ્વીકાર કરી લીધા તો પણ બાપ દરરોજ નંબર વાર કહે છે. ક્યાં ૮ ની માળાનો પહેલો નંબર અને ક્યાં ૧૬ હજાર ની માળાનો છેલ્લો નંબર. બાળકો તો બંને બન્યાં પરંતુ અંતર કેટલું થયું! આટલું અંતર કેમ થયું? એનું મૂળ કારણ?
એક બાપ નાં બાળકો હોવા છતાં પણ આટલું અંતર કેમ?
એક છે વિશ્વ-કલ્યાણનું કાર્ય કરવા વાળા અને બીજા છે કાર્ય કરવા વાળા ની અને કાર્યની મહિમા કરવા વાળા, પહેલાં છે મહિમા યોગ્ય બનવા વાળા. એક છે કરવું છે, બીજા છે કરવું જોઈએ, હોવું જોઈએ, બનવું જોઈએ. એટલે એક બાપ નાં બાળકો બનીને પણ કેટલું અંતર રહી જાય છે . ‘જોઈએ’ ને ‘છે’ માં બદલવાનું છે. જે સદા ‘છે, છે’ કરે છે તે હાય-હાય થી છૂટી જાય. ‘જોઈએ’ વાળા ક્યારેક બહુ ઉમંગ માં નાચતા રહેશે, ક્યારેક વિઘ્ન માં હાય-હાય કરતા રહેશે. તે લોક પસંદ સભા નાં મેમ્બર નથી. જેમ ત્યાં પાર્ટી નાં મેમ્બર બહુ જ હોય છે પરતું સભા નાં મેમ્બર થોડા હોય છે. અહીંયા પણ બ્રાહ્મણ પરિવાર નાં મેમ્બર જરુર છે પરંતુ લોક પસંદ સભા નાં મેમ્બર અર્થાત લો એન્ડ ઓર્ડર નાં રાજ્ય અધિકાર લેવા વાળા અધિકારી આત્માઓ, એ લિસ્ટ માં નહીં આવશે. એ છે રાજ્ય ગાદીનાં અધિકારી અને તે છે રાજ્યમાં આવવાં નાં અધિકારી. ૧૬ હજાર ની માળામાં, રાજ્યમાં આવવાનાં અધિકારી, પરંતુ રાજ્ય સિંહાસન નાં અધિકારી નથી. તો લોક પસંદ સભા ની ટિકિટ બુક કરી લો તો રાજ્ય સિંહાસન સ્વતઃ જ પ્રાપ્ત થઈ જશે.
આજે બાપ-દાદા પોતાના સર્વ મહાન તીર્થો નાં ચક્કર પર નીકળ્યા. હમણાં નાં સેવા કેન્દ્ર ભક્તિમાં તીર્થસ્થાન નાં રુપ માં પૂજન જશે. તો બધાં તીર્થ સ્થાનો ની સફર કરતાં ગંગા-જમુના-સરસ્વતી-ગોદાવરી બધાં ને જોયાં, બધી જ્ઞાન નદીઓ પોત-પોતાની સેવામાં લાગી ગઈ હતી. ક્યાંક થોડા-ઘણાં વારીસ જોયાં અને ક્યાંક કઈક થોડા હોવનહાર વારિસ પણ જોયા. ક્યાંક રોયલ પરિવાર નાં અતિ સમીપ રાજ્ય કારોબાર ચલાવવાં વાળા ને જોયા. તે રાજ્યને હુકમ આપવા વાળા, તે રાજ્ય કારોબાર ચલાવવા વાળા. આ મેજોરીટી (બહુમતી) જોઈ. કારણ કે આજકાલ બાપદાદા ચારે તરફ નાં બાળકોની અલગ-અલગ પ્રકારની ચેકિંગ અને રિઝલ્ટ જોઈ રહ્યાં છે. અંતમાં રીઝલ્ટ જાહેર તો થશે જ ને. તો આજકાલ બધાં નાં પેપર ચેક કરી રહ્યાં છે. આજે બાપ-દાદા દરેક બાળકોનાં વિશેષ પવિત્રતા નાં વિષયનું પેપર ચેક કરી રહ્યાં હતાં એટલે વિશેષ ચક્ર લગાવવા પણ ગયાં કે દરેક બ્રાહ્મણ બાળકોની પવિત્રતાનો પ્રકાશ ક્યાં સુધી વિસ્તાર માં જઈ રહ્યો છે અર્થાત સેવા સ્થાન પર દરેક આત્મા ની પ્યુરીટી (પવિત્રતા) ના વાઈબ્રેશન ક્યાં સુધી પડે છે. પ્યુરીટી ની પર્સન્ટેજ (ટકા વારી) નાના બલ્બ નાં સમાન છે કે મોટા બલ્બ નાં સમાન છે કે સર્ચ લાઈટ નાં સમાન છે, કે લાઈટ હાઉસ નાં સમાન છે. પ્યુરીટી ની શક્તિ ક્યાં સુધી વાયુમંડળ ને પરિવર્તન કરી શકે છે - આ રીઝલ્ટ ને જોવા માટે સર્વ તીર્થ સ્થાનો ની સફર કરી. તીર્થ સ્થાનનું મહત્વ નિમિત્ત બનેલા સેવાધારી સત્ય તીર્થ પર છે. જેટલો નિમિત્ત સેવાધારી નો પ્રભાવ હશે એટલો જ ચારે તરફ નાં વાયબ્રેશન અને વાયુમંડળ હશે. ૧૮ જાન્યુઆરીએ બધાનાં પેપર્સ નું રીઝલ્ટ સંભળાવશું. બાપદાદાની આજની દિનચર્યાં આ હતી - પ્યુરીટી નું પેપર ચેક કરજો. એમ દરેક સ્થાન ની રીઝલ્ટ જોઈ. આદિથી લઇને હમણાં સુધી પ્યુરીટી ની પોતામેલ શું રહી, સંકલ્પ થી લઈને સ્વપ્ન સુધી બધું ચેકિંગ કર્યું. બાપદાદા પોતાનાં સહયોગીઓ ને જ્યારે ઈચ્છે ત્યારે ઈમર્જ કરી લે છે. ટ્રીબ્યુનલ પણ ગાયેલી તો છે. છેવટ માં હશે સહયોગીની ટ્રિબ્યુનલ. હમણાં તો મુરબ્બી બાળકો કે સહયોગી બાળકો નાં રુપમાં ઈમર્જ કરે છે. કેમ કરે છે? બાપદાદા પણ નાની-નાની સભાઓ કરે છે ને. જેમ તમે લોકો ક્યારેક ઝોન હેડસ ની મીટીંગ કરો છો ને. ક્યારેક સર્વિસએબુલ ની મીટીંગ કરો છો, ક્યારેક સેવાધારીઓની મિટિંગ કરો છો. બાપદાદા પણ ત્યાં ગ્રુપ બોલાવે છે. યાદ છે શરુ માં સુહેજો નાં પણ ગ્રુપ બનાવ્યાં હતાં. બધાં ગ્રુપ ને અલગ-અલગ ભોજન ખવડાવ્યું હતું. હવે ભાગવત પર આવી ગયા. ભાગવત તો બહુ લાંબુ પહોળું છે. ભક્તિમાં પણ ગીતાથી ભાગવત મોટુ બનાવ્યું છે. ગીતા જ્ઞાન સાંભળવામાં કોઇ રુચિ રાખે ન રાખે પરંતુ ભાગવત બધાં સાંભળે. તો જેમ સાકારમાં બાળકોથી સ્વિજ મનાવી એમ હમણાં પણ વતનમાં બાળકોને ઈમર્જ કરતા રહે છે. પેપર્સ ને વેરીફાઈ તો પછી પણ બાળકોથી જ કરાવશે કારણ કે બાપ સદા બાળક સો માલિક નાં રુપમાં જુએ છે. એટલે નિમિત્ત બનેલા બાળકોને દરેક કાર્યમાં મોટા ભાઈના સંબંધથી જુએ છે. તો ભાઈ-ભાઈ નું મિલન કેવું હોય છે. ભાઈ, ભાઈથી વેરીફાય તો કરાવશે ને. એટલે બાપ-દાદા ક્યારેય પણ એકલા નથી. સદા બાળકોની સાથે છે. એકલા ક્યારે પણ રહી નથી શકતાં. એટલે યાદગાર માં પણ જુઓ પુરુષાર્થી, દિલવાલા મંદિરમાં એકલા છે? બાળકોની સાથે જ છે ને. અને છેવટની રીઝલ્ટ વિજય માલા - એમાં પણ એકલા નથી. ક્યારેક કોઈ ને ક્યારેક કોઈને સદા સાથે રાખે છે. બાપ તમારા સંપૂર્ણ ફરિશ્તા રુપ ને ઈમર્જ કરે છે. તે ટચિંગ તમને પણ આવે છે. રોજ આવે છે કે ક્યારેક-ક્યારેક આવે છે? તમે સૂક્ષ્મવતન ને અહીંયા લાવો છો અને બાપ તમને સૂક્ષ્મ વતનમાં લાવે છે. ક્યારેક બાપ તમારી પાસે આવે છે ક્યારેક તમને એમની પાસે બોલાવે છે. આ જ આખો દિવસ ધંધો કરે છે. ક્યારેક ખેલ કરે અને કરાવે છે, ક્યારેક પોતાની સાથે સેવામાં લગાવે છે. ક્યારેક પોતાની સાથે સાક્ષાત્કાર કરાવવા લઈ જાય છે અને ક્યારેક સાક્ષાત્કાર કરાવવા મોકલે છે. કારણ કોઈ-કોઈ ભકત એવા જિદ્દી હોય છે કે જે પોતાના ઇષ્ટ દેવ નાં સાક્ષાત્કાર વગર સંતુષ્ટ થતા નથી. ભલે બાપ પણ એમની આગળ પ્રત્યક્ષ થઈ જાય પરતું તે પોતાના ઇષ્ટ દેવને જ પસંદ કરે છે. એટલે ભિન્ન-ભિન્ન ઇષ્ટ દેવ અને દેવીઓને ભક્તો ની પાસે મોકલવા જ પડે છે, બીજું શું કરે છે? ક્યારેક-ક્યારેક વિશેષ સ્નેહી કે સહયોગી બાળકો ને વિશેષ કાનમાં શક્તિ નો મંત્ર પણ આપે છે. કેમ આપે છે? કારણ કે કોઈ-કોઈ કાર્ય એવા આવે છે જેમાં વિશેષ આત્માઓ કે મુરબ્બી બાળકો નિમિત્ત હોવા નાં કારણે હિંમત, ઉલ્લાસ અને પોતાને પ્રાપ્ત થયેલી શક્તિઓથી કાર્ય કરવા માટે આવી જ જાય છે. તો પણ ક્યાંક-ક્યાંક જેમ રોકેટને બહુ ઉંચે જવું હોય તો વિશેષ ફોર્સથી ઉપર ચાલ્યું જાય છે. પછી નિરાધાર થઈ જાય છે. તો ક્યાંક-ક્યાંક કોઈ એવું કાર્ય આવે છે જ્યાં ફકત સેકન્ડ નાં ઈશારાની આવશ્યકતા હોય છે. તે ટચિંગ થવું અર્થાત કાન માં શક્તિ નો મંત્ર આપવો. સારું - વર્ગીકરણ આવ્યું છે તો બાપે પણ પોતાના વર્ગીકરણનુ કાર્ય બતાવ્યું કે વતનમાં શું શું થાય છે. આ એટલે સંભળાવ્યું કારણ કે હમણાં પણ ૧૮ સુધી પોતાના એડિશન (વધારા) નાં પેપર તૈયાર કરી શકો છો, ક્યારે-ક્યારે બીજી વાર પણ પેપર લેવાય છે ને. તો પવિત્રતા નાં પેપરમાં હમણાં પણ એડિશન કરી શકો છો તો માર્ક્સ જમા થઈ જશે. કારણ કે મુખ્ય આધાર અને રિયલ જ્ઞાન ની પરખ પવિત્રતા છે. પવિત્રતા નાં આધાર પર સહજયોગ, સહજ જ્ઞાન, અને સહજ ધારણાં કે સેવા કરી શકો છો. ચારેય વિષય નું ફાઉન્ડેશન પવિત્રતા છે. એટલે પહેલાં આ પેપર ચેક થઈ રહ્યું છે.
એમ દરેક સંકલ્પ માં પ્રભુ પસંદ અને લોક પસંદ, દરેક કાર્યમાં અધિકારી બની કર્મેન્દ્રિય થી કર્મ કરાવવા વાળા, અર્થાત રાજ્ય સભા નાં અધિકારી, સદા બાપની સાથે મન અને કર્મમાં વિશ્વ સેવા નાં સાથી, સદા સંકલ્પ દ્વારા વાયુમંડળ ને શ્રેષ્ઠ બનાવવા વાળા, પોતાની મહા વરદાની વૃત્તિથી વાયબ્રેશન ફેલાવવા વાળા- એવા સમીપ અને સહયોગી બાળકોને બાપ-દાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.
સફળતાનો આધાર - નિર્ણય શક્તિ, કંટ્રોલીંગ પાવર
ઓફિસર્સ ની વિશેષતા જેનાથી પોતાના કાર્યમાં સદા સફળ થઈ શકે - એ છે નિર્ણય શક્તિ અને કંટ્રોલીંગ પાવર. ઓફિસર્સ માં જો આ બે શક્તિઓ હશે તો સદા નીચેના વર્ગ (કર્મચારી) ને ચલાવવામાં સફળ રહેશે અથવા કાર્યમાં સફળ રહેશે. તો જેમ એ ગવર્મેન્ટ નાં ઓફિસર છે તેમ પાંડવ ગવર્મેન્ટ નાં ઈશ્વરીય કાર્યમાં પણ અનેક આત્માઓ નાં કાર્ય નાં કાર્યાલય નાં ઓફિસર છે. તે છે હદનું કાર્યાલય અને આ છે બેહદ નું. જેમ એ ગવર્મેન્ટ નાં ભિન્ન-ભિન્ન ડિપાર્ટમેન્ટ નાં (વિભાગ) ઓફિસરો હોય તેમ પાંડવ ગવર્મેન્ટમાં વિશ્વ કલ્યાણ નાં કાર્ય નાં ઓફિસર હોય. ઓફિસર નું કવોલીફીકેશન (લાયકાત) સંભળાવ્યું - કંટ્રોલીંગ પાવર અને જજમેન્ટ પાવર. તો આ ઈશ્વરીય કાર્યમાં પણ એ જ સફળતા મૂર્ત બને છે જેનામાં આ બે વિશેષ શક્તિઓ છે. પહેલાં જ્યારે કોઈ આત્મા સંપર્કમાં આવે છે તો જજ કરી શકે કે આમને કઈ વસ્તુની જરુરત છે, એની નાડ દ્વારા પારખી શકાય કે એમને શું જોઈએ. અને એ ઈચ્છા નાં પ્રમાણે એમને તૃપ્ત બનાવી શકાય. સેવામાં સ્વયંના કંટ્રોલીંગ પાવરથી બીજાની સેવાના નિમિત્ત બનો. જ્યારે બીજાની સેવા કરો છો તો સ્વયંને કંટ્રોલ કરવાની કંટ્રોલીંગ પાવર નાં કારણે બીજા ઉપર એ અચલ સ્થિતિનો પ્રભાવ પડે છે. જેમ એ ઓફિસર્સની કવોલીફીકેશન છે તેમ જ અહીંયા પણ આ કવોલીફીકેશન જોઈએ. ત્યાં નાના થી મોટા, મોટા થી વધારે મોટા બનવા ઈચ્છે છે. જો ગવર્મેન્ટ રાજી થઈ જાય તો ગવર્નર બનાવી દેશે પરંતુ અહીંયા વિશ્વ-કલ્યાણ ની સેવામાં સેવાધારી બનવાથી વિશ્વ નાં રાજા બની જશો. તો આ બે શક્તિઓ વિશેષ પોતાના માં સદા રહેવી જોઈએ તો સદા સફળતા છે.
પાંડવ ગવર્મેન્ટ નાં પણ એવા સારા ઓફિસર છો ને? વિશ્વ કલ્યાણ ની ઓફિસ ને એમ સારી રીતે ચલાવી રહ્યાં છો ને? ઓફિસર્સને પણ સેવાનો બહુ જ સરસ ચાન્સ (તક) છે કારણ સંપર્ક માં અનેક આત્માઓ આવતી રહે છે. સંપર્ક માં આવવાં વાળી આત્માઓને ઈશ્વરીય સંપર્કમાં લાવવા એ પણ તો સારો ચાન્સ છે ને. તો પાંડવ ગવર્મેન્ટ નાં સંપર્ક માં કેટલાને લાવો છો? સંપર્કમાં લાવવાથી એક વાર પણ જો શાંતિનો અનુભવ કર્યો તો વારંવાર આપના ગુણ ગાશે. હવે પ્રજા વધારવાની ઓફિસ ખોલો. જેમ તે ઓફિસ સંભાળો છો એમ આ ઓફિસ સંભાળો. તમારા લોકો નાં અનુભવ માં પણ વિશેષ શક્તિ છે. જે અનુભવ સાંભળીને પણ અનેકોને ઘણાં અનુભવ થશે. આજકાલ સાંભળવું સંભળાવવું છે પરંતુ અનુભવ નથી. અનુભવ નાં ઈચ્છુક છે. તમે જેટલા અનુભવી હશો એટલા જ અનુભવ કરાવી શકશો. બધાં ઓફિસરો સહજ યોગી છો ને? કે ક્યારેક સહજયોગી, ક્યારેક મુશ્કેલ નાં યોગી. જે સદા સહજ યોગી હશે તે જ નિરંતર નાં યોગી હશે. તો એવા સહજ યોગી છો ને ?
લૌકિક સેવા-સંપર્ક વધારવાની સેવા
જજ-વકીલ ગ્રુપ - સૌ સદા સ્વને સ્વતંત્ર કરીને અને અનેક આત્માઓને અનેક બંધનો થી સ્વતંત્ર કરવાની સર્વિસમાં સદા બીઝી રહો છો? બધાનું જેમ લૌકિક કાર્ય છે - ક્યાંય પણ ફસાયેલા ને છોડાવવા નું. આ આખું ગ્રુપ કોઈને પણ છોડાવવા વાળું છે. એમ જ જન્મો જન્મ નાં હિસાબ-કિતાબ થી પણ છોડાવવા વાળા છો? તેઓ તો એ ગવર્મેન્ટ નાં હિસાબમાં ફસાઈ જાય છે તો છોડાવો છે કે કોઈ વ્યક્તિ વિકારોને વશીભૂત ખરાબ કામ કરે છે તો છોડાવો છો કે ફસાવો છો? ક્યારેક સાચું ક્યારેક જૂઠું. અહીંયા રુહાની કાર્યમાં સદા હર આત્માને સ્વતંત્ર બનાવવાં વાળા છો, કેટલી આત્માઓને સ્વતંત્ર બનાવ્યાં છે? આજે તો રીઝલ્ટ લેવાનો દિવસ છે. તો કેટલાને સ્વતંત્ર બનાવ્યાં છે? એ સેવા નિમિત્ત માત્ર ઈશ્વરીય સેવા માટે કરો છો. નહીં તો પાંડવ એમની સેવા કરવા માટે સમય કેમ આપે. એ જ સેવાનો લાભ લેવા માટે ગુપ્ત સેવાધારી બનીને સેવામાં રહો છો. જેમ ગાયન છે કે પાંડવ ગુપ્ત રુપમાં સેવા કરવાં માટે ગયાં હતાં. તો પાણી ભરવા કે પગ દબાવવા નહોતા ગયાં, પરંતુ ગુપ્ત વેશમાં રાજ્ય પલટાવવા માટે સેવાધારી બનીને ગયા હતા. તેમ જ ગુપ્ત વેશમાં જાઓ છો? વિશ્વ નાં રાજ્યને પરિવર્તન કરવા માટે. તો સદા આ જ કાર્યમાં રહો છો? લૌકિક સેવા અર્થાત સંપર્ક વધારવાની સેવા. એમ જ લક્ષ્ય રાખતાં એ જ લક્ષણ થી સદા સેવા માં રહો છો ! હવે દરેક વર્ગે પોતાનાં હમજીન્સ (આપ સમાન) વધારવા જોઈએ કારણ દરેક વર્ગવાળા પોતાનાં વર્ગને ઉલ્હના (ઠપકો) જરુર આપશે કે ઓછા માં ઓછું પોતાનાં સાથીઓને તો કહેવું હતું.
ડબલ સેવાનો ચાન્સ લેતા રહો. જે પણ આત્માઓ સંપર્કમાં આવે છે એમને બાપ ના સંપર્કમાં લાવો. લૌકિક સેવા થી પણ સહયોગ આપો અને ઈશ્વરીય સેવાથી સુખ શાંતિ નો માર્ગ બતાવો. તો બધાં તમને મહાન પુણ્ય આત્માની નજરથી જોશે.