Search for a command to run...
14 Jan 1980
રુહાની સેનાનીઓ ની સાથે - રુહાની કમાન્ડર ની મુલાકાત
14 January 1980 · ગુજરાતી
આજે વિશેષ કયું સંગઠન છે? આ સંગઠન ને, પોતાનાં ડબલ સેવાધારી બાળકો ને, જે દરેક ડબલ સેવાધારી કે ડબલ નોલેજફુલ છે, એવાં ગ્રુપ ને જોઈ આજે વતન માં એક વિશેષ સંવાદ ચાલ્યો -
બ્રહ્મા બાપ બોલ્યાં - ‘આ વિશેષ મારી ભુજાઓ છે.’ શિવ બાપ બોલ્યાં - ‘આ મારી રુદ્ર માળા છે.’ રુદ્ર માળા નાં વિશેષ મણકા છે. એવી ચિટચેટ (વાતચીત) ચાલતાં શિવબાબાએ બ્રહ્મા બાપ ને પૂછ્યું કે તમારી આ બધી ભુજાઓ રાઈટ હેન્ડ છે કે લેફ્ટ હેન્ડ પણ છે. રાઈટ હેન્ડ અર્થાત્ સદા સમાન, સ્વચ્છ અને સત્યવાદી. તો બધાં રાઈટ હેન્ડ છે? તો બ્રહ્મા બાબાએ સ્મિત કર્યું, અને બોલ્યાં કે દરેકનો પોતામેલ તો તમારી પાસે છે જ. જ્યારે પોતામેલ જોવાની વાત આવી, દરેક બાળક નો પોતામેલ સામે ઇમર્જ (પ્રત્યક્ષ) થયો. કેવી રીતે ઇમર્જ થયો? એક ઘડિયાળ નાં રુપ માં. જેમાં દરેક નાં ચાર વિષય નાં ચાર ભાગ હતાં. જેમ અહીંયા સૃષ્ટિ ચક્ર નું ચિત્ર બનાવો છો. દરેક ભાગ માં અલગ-અલગ કાંટા લાગેલાં હતાં જે દરેક નાં ચારેય (સબ્જેક્ટ) વિષય ની પર્સન્ટેજ બતાવી રહ્યાં હતાં. બધાનાં પોતામેલ સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. પોતામેલ જોતાં બાપદાદા આપસ માં બોલ્યાં - સમય ની ઘડિયાળ અને બાળકો નાં પુરુષાર્થ ની ઘડિયાળ બંને ને જોતા શું દેખાઈ આવ્યું. સમયની ઘડિયાળ ફાસ્ટ છે અને બાળકો નાં પુરુષાર્થ ની ઘડિયાળ મેજોરીટી (અધિકાંશ) નાં બે ભાગ અર્થાત્ બે વિષય નું રીઝલ્ટ ૭૫% તો પણ ઠીક હતું. પરંતુ બે વિષય નાં પર્સન્ટેજ નું રીઝલ્ટ બહુજ ઓછું હતું. તો બાપદાદા બોલ્યાં - આ રીઝલ્ટ નાં પ્રમાણે એવરરેડી ગ્રુપ કહેવાશે? જેમ વિનાશ નું બટન દબાવવાની જ વાર છે, સેકન્ડ ની બાજી પર વાત બનેલી છે, એમ સ્થાપના નાં નિમિત્ત બનેલાં બાળકો એક સેકન્ડ માં તૈયાર થઈ જાય એવું સ્મૃતિ નું સમર્થ બટન તૈયાર છે? જે સંકલ્પ કર્યો અને અશરીરી થયાં. સંકલ્પ કર્યો અને સર્વ નાં વિશ્વ કલ્યાણકારી ઉંચી સ્ટેજ પર સ્થિત થઈ ગયાં અને એ જ સ્ટેજ પર સ્થિત થઈ સાક્ષી દૃષ્ટા થઈ વિનાશ લીલા જોઈ શકે. દેહ નાં સર્વ આકર્ષણ અર્થાત્ સંબંધ, પદાર્થ, સંસ્કાર આ બધાનાં આકર્ષણ થી પરે, પ્રકૃતિની હલચલ ની આકર્ષણ થી પરે, ફરિશ્તા બની ઉપર ની સ્ટેજ પર સ્થિત થઈ શાંતિ અને શક્તિ ની કિરણો બધી આત્માઓનાં પ્રતિ આપી શકે - એવું સ્મૃતિ નું સમર્થ બટન તૈયાર છે? જ્યારે બંને બટન તૈયાર હોય ત્યારે તો સમાપ્તિ થાય.
આ ગ્રુપ ને જોઈને વતન માં પોતામેલ ઈમર્જ થયો. જેમ બાહુબલ વાળી સેના માં પણ વેરાઈટી (વિભિન્ન) પ્રકાર નાં સૈનિક હોય છે. કોઈ બોર્ડર પર જવા વાળા, યુદ્ધ નાં મેદાન પર જવા વાળા અર્થાત્ ડાયરેક્ટ વાર કરવા વાળા અને બીજા એમની પાલના કરવા વાળા પાછળ હોય છે. ડાયરેક્ટર તો બેકબોન (પીઠબળ) હોય છે. એમ જ આ જે ગ્રુપ છે તે મેદાન પર સેવા કરવા વાળું ગ્રુપ છે. મેદાન માં આવવા વાળી સેના નાં આધાર પર જ વિજય અથવા હાર ની વાત થાય છે. જો મેદાન માં આવવા વાળા કમજોર, શસ્ત્રહીન, ડરપોક હોય તો ક્યારેય પણ ડાયરેક્ટર ની વિજય નથી થઈ શકતી. વિશ્વ કલ્યાણ નાં મેદાન પર આ સેવાધારી ગ્રુપ છે. આ ગ્રુપ બહાદુર છે. સામનો કરવાની શક્તિ અર્થાત્ અનુભવ કરાવવાની શક્તિ, બધાને શ્રેષ્ઠ ચરિત્ર દ્વારા બાપદાદા નું ચિત્ર દેખાડવાની શક્તિ - એવાં શસ્ત્રધારી છો? શું સમજો છો - એવું શક્તિ સ્વરુપ ગ્રુપ છે? ચારેય વિષય માં ચારેય અલંકારધારી છો? બે ભુજાવાળા શક્તિ સ્વરુપ છો કે ચાર ભુજાવાળા છો? આ ચાર અલંકાર ચાર વિષય ની નિશાની છે. તો બધાં અલંકાર ધારણ કર્યાં છે? કે કોઈકે બે ધારણ કર્યાં છે, કોઈકે ત્રણ કર્યાં છે કે એક ધારણ કરો છો તો બીજું છૂટી જાય છે? તો આ ગ્રુપ નું મહત્વ સમજ્યાં.
સેવા નાં મેદાન પર આવવા વાળું ગ્રુપ છે અર્થાત્ વિજય નું આધારમૂર્ત ગ્રુપ છે. આધાર મૂર્ત, મજબૂત છો ને? આધાર હલવા વાળા તો નથી ને. જેમ જ્ઞાન અને સેવા આ બંને વિષયો ઉપર રીઝલ્ટ ૭૫ % જોયું. એમ યાદ અને ધારણા આ બંને વિષય પર પણ વધું અટેન્શન (ધ્યાન) આપી ચારેય અલંકારધારી બનો, નહીં તો સૃષ્ટિની આત્માઓને સંપૂર્ણ સાક્ષાત્કાર કરાવી નહીં શકશો. એટલે આ બંને અલંકારો ને ધારણ કરવા માટે વિશેષ શું અટેન્શન રાખશો? ડબલ સેવાધારી છો - લૌકિક અને ઇશ્વરીય. શરીર નિર્વાહ અર્થ અને આત્મા નિર્વાહ અર્થ ડબલ સેવા મળેલી છે. અને બંનેય સેવા બાપદાદા નાં ડાયરેક્શન પ્રમાણે મળેલી છે, પરંતુ બંનેય સેવાઓ માં સમય નું, શક્તિઓ નું સમાન અટેન્શન આપો છો? ત્રાજવાં ને બંને તરફ સમાન રાખો છો? કાંટો ઠીક રાખો છો કે વગર કાંટાનું ત્રાજવું રાખો છો? કાંટો છે - શ્રીમત. જો શ્રીમત નો કાંટો ઠીક છે તો બંને તરફ સમાન હશે. અર્થાત્ ત્રાજવાનું બેલેન્સ (સંતુલન) ઠીક હશે. જો કાંટો જ ઠીક નહીં હોય તો બેલેન્સ રહી નહીં શકે. કોઈ-કોઈ બાળકો એક તરફ નું વજન વધારે રાખે છે. કેવી રીતે? લૌકિક જવાબદારી નિભાવવાની જ છે, એમ સમજે છે અને ઇશ્વરીય જવાબદારી નિભાવવી તો છે, એમ કહે છે. આ નિભાવવાની જ છે અને આ નિભાવવી તો છે. એટલે એક તરફ નું વજન વધારે થઈ જાય છે અને રીઝલ્ટ શું થાય છે? બોજ એમને જ નીચે લઈ આવે છે. ઉપર નથી ઉઠી શકતાં. બોજ વાળી સાઈડ સદા નીચે ધરતી પર આવી જાય છે અને હલ્કું ઉપર ઉઠી જાય છે. અને સમાન વાળા પણ ઉપર ઉઠશે, નીચે ધરતી પર નહીં આવે. ધરતી પર લાગવાના કારણે ધરતી નાં આકર્ષણ વશ થઈ જાય છે. બોજ નાં કારણે ઈશ્વરીય સેવા નાં મેદાન પર હલ્કા થઈને સદા સફળતા મૂર્ત નથી બની શકતાં. કર્મબંધન નાં, લોકલાજ નાં બોજ નીચે લઈ આવે છે. જે લોક ને છોડી ચૂક્યાં એ લોક ની લાજ રાખે છે અને જે સંગમયુગ કે સંગમલોક નાં બની ચૂક્યાં, એ લોકની લાજ રાખવાનું ભૂલી જાય છે. જે લોક ભસ્મ થવા વાળું છે એ લોક ની લાજ સદા સ્મૃતિ માં રાખે અને જે લોક અવિનાશી છે અને આ લોક થી ભવિષ્ય લોક બનવાનું છે એ લોક ની સ્મૃતિ અપાવતાં પણ ક્યારેક-ક્યારેક સ્મૃતિ સ્વરુપ બને છે. ગૃહસ્થ વ્યવહાર અને ઈશ્વરીય વ્યવહાર બંને માં સમાનતા રાખવી અર્થાત્ સદા બંને માં હલ્કા અને સફળ રહેવું.
હકીકત માં ગૃહસ્થ વ્યવહાર શબ્દ ચેન્જ (પરિવર્તન) કરો. ગૃહસ્થ શબ્દ બોલતાં જ ગૃહસ્થી બની જાઓ છો. એટલે ગૃહસ્થી નહીં, ટ્રસ્ટી છો. ગૃહસ્થ વ્યવહાર નહીં, ટ્રસ્ટ વ્યવહાર છે. ગૃહસ્થી બનો છો તો શું કરો છો? ગૃહસ્થીઓનો કયો ખેલ છે? ગૃહસ્થી બનો છો તો બહાનાબાજી ખુબ કરો છો. એવાં અને તેવાં ની ભાષા બહુ જ બોલો છો. આવું છે ને, તેવું છે ને. વાત ને પણ વધારવા લાગી જાઓ છો. આ તો તમે જાણો છો કરવું જ પડશે, આ તો એવું જ છે, તેવું જ છે - આ પાઠ બાપ ને પણ શીખવાડવા લાગી જાઓ છો. ટ્રસ્ટી બની જાઓ તો બહાનાબાજી ખતમ થઈ ચઢતીકળા ની બાજી શરું થઈ જશે. તો આજ થી પોતાને ગૃહસ્થ વ્યવહાર વાળા નહીં સમજતાં. ટ્રસ્ટ વ્યવહાર છે. જવાબદાર બીજું છે, નિમિત્ત તમે છો. જ્યારે આવું સંકલ્પ માં પરિવર્તન કરશો તો બોલ અને કર્મ માં પરિવર્તન થઈ જ જશે. તો આ જ ગ્રુપ એક-એક બહુજ કમાલ કરી શકે છે. કર્મયોગી, સહજયોગી નું દરેક સેમ્પલ (ઉદાહરણ) અનેક આત્માઓ ને શ્રેષ્ઠ સોદા કરવાનાં નિમિત્ત બનાવી શકે છે. અને જે પણ હદ નાં ગુરુ હોય છે એમનો એક ગાદી નશીન શિષ્ય પોતાનાં ગુરુ નું નામ બાલા (રોશન) કરે છે અને અહીંયા સદ્દગુરુ નાં આટલા બધાં તખ્ત નશીન બાળકો છો - એક-એક બાળક કેટલાં શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે!
બાપદાદા બધાં બાળકો ને એવાં સર્વિસએબલ, વિશ્વ માં નામ રોશન કરવા વાળા વિશ્વ કલ્યાણી બાળક સમજે છે. જ્યારે એક દીપક દીપમાળા બનાવી દે છે તો આપ એક-એક દીપક આખાં વિશ્વમાં દિવાળી કરી દેશે. સમજ્યાં, આ ગ્રુપે શું કરવાનું છે. વેરાઈટી ગ્રુપ નાં વેરાઈટી વર્ગ વાળી આત્માઓનાં સેવાધારી બની સર્વની સદ્દગતિ કે શ્રેષ્ઠ જીવન બનાવવાનાં આધાર મૂર્ત બનવાનું છે. જેમ ડબલ વિદેશી છે તેમ આ ડબલ નોલેજફુલ છે, ડબલ સર્વિસએબલ છે. રીઝલ્ટ પણ ડબલ કાઢવાનું છે.
એવાં સદા સર્વ બંધનમુક્ત, સદા જીવનમુક્ત, વિશ્વ શો-કેસ નાં વિશેષ શો-પીસ, વિશ્વ-પરિવર્તન કરવાનાં આધારમૂર્ત, સદા શ્રીમત નાં આધાર પર સ્વ-ઉદ્ધાર અને વિશ્વ ઉદ્ધાર કરવાવાળા, એવાં સદા વિશ્વ સેવાધારીઓ ને, બેહદ નાં સેવાધારીઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
ડોક્ટર્સ નાં પ્રતિ અવ્યક્ત બાપદાદા નાં મધુર મહાવાક્ય:-
ડબલ ડોક્ટર્સ નું ગ્રુપ છે ને. જેમ બધાં ડોક્ટર્સ પોતાનાં હદની ડોક્ટરી નાં સ્પેશિયાલિસ્ટ (વિશષજ્ઞ) હોય છે તેમ રુહાની ડોક્ટરી માં વિશેષ કઈ સેવા નાં નિમિત્ત બનેલાં છો? જેમ હદની ડોક્ટરી માં કોઈ આંખો નાં, કોઈ વિશેષ ગળા નાં, કોઈ સર્જન, કોઈ ફક્ત દવા આપવા વાળા હોય છે. તો આ રુહાની ડોક્ટરી માં શું વિશેષતા છે? એક સેકન્ડ માં કોઈક નાં જૂનાં સંસ્કાર રુપી બીમારી ને નયનો ની દૃષ્ટિ દ્વારા સમાપ્ત કરી દો અર્થાત્ એ સમયે એ બીમારી એમને ભુલાઈ જાય, એવી વિશેષતા વાળા ડોક્ટર્સ છો? જેમ તેઓ આંખ ઠીક કરી દે છે, એમ પોતાની દૃષ્ટિ દ્વારા કોઈ નાં જૂનાં સંસ્કાર ને પહેલાં દવા આપી પછી સમાપ્ત કરાવી દો, એ સમયે શાંત કરી દો, એવી વિશેષતા વાળા ડોક્ટર્સ થાઓ. આ થયાં આંખો નાં ડોક્ટર જે દૃષ્ટિ થી પરિવર્તન કરી દે. જેમ ડોક્ટર ગોળી આપીને થોડા સમય નાં માટે દર્દ ને દબાવી દે છે એમ આંખો નાં ડોક્ટર છો જે દૃષ્ટિ થી એમને સંતુષ્ટ કરી દો. હદ નાં નહીં, રુહાની. રુહાની આંખો નાં ડોક્ટર અર્થાત્ રુહાની દૃષ્ટિ થી શફા (શાંતિ) આપવા વાળા.
૨. ઓપરેશન વાળા ડૉકટર, જેમ તેઓ ઓજારો થી ઓપરેશન કરે છે તેમ પોતાનામાં જે શક્તિઓ છે, આ શક્તિઓ જ યંત્ર થઈ જાય, જે યંત્રો દ્વારા એમની કમજોરીઓ સમાપ્ત થઈ જશે. જેમ પોતાનાં જ થિયેટર નાં યંત્રો દ્વારા ઓપરેશન કરો છો, પેશન્ટ નાં યંત્ર તો નથી યુઝ કરતાં ને, એમ તમારી શક્તિઓનાં યંત્ર દ્વારા બીમારી ને ઠીક કરી દો, કામી ને નિષ્કામી અને ક્રોધી ને નિક્રોધી બનાવી દો. એનાં માટે સહનશક્તિ નું યંત્ર યુઝ કરવું પડે. તો એવાં ઓપરેશન વાળા ડોક્ટર છો? જેમ એમાં આંખ, નાક બધાનાં અલગ-અલગ સ્પેશિયાલિસ્ટ હોય છે એમ અહીંયા પણ અલગ-અલગ વિશેષતાઓ છે. અહીંયા પણ જેટલી કોઈ ડિગ્રી લેવા ઈચ્છે તો લઈ શકે છે. જે સર્વ વિશેષતાઓમાં ઓલરાઉન્ડર થઈ જાય છે એ નામીગ્રામી થઈ જાય છે.
ડોક્ટર્સ તો ખુબ સેવા કરી શકે છે - કેમ? કારણ કે પેશન્ટ એ સમયે બિલકુલ ભિખારી નાં રુપમાં આવે છે. જો એ સમયે ડોક્ટર એમને ખોટી દવા પણ આપી દે, પાણી પણ આપી દે તો પણ ભાવના નાં કારણે તે ઠીક થઈ જાય છે. એમને ખુશીનો ખોરાક મળી જાય, જેનાથી તે ઠીક થઈ જાય, દવા થી ઠીક નથી થતાં, ખુશી થી ઠીક થઈ જાય છે. તો ડોક્ટર્સ ની પાસે ભિખારી નાં રુપ માં આવે છે, બે ઘડી માટે પણ દર્દ મટાડો, એમને તમે એ સમયે કંઈ પણ સંભળાવો તો સાંભળવા માટે તૈયાર થઈ જાય છે. તો જેમ ઇન્જેક્શન લગાવીને સેકન્ડ માં એમના દર્દ ની સુધબુધ ભૂલાવી દે છે, એમ જ્ઞાન નું ઇન્જેક્શન પણ લગાવો જે જૂનાં સંસ્કારો ની સુધબુધ ભૂલી જાય. એવું ઇન્જેક્શન તમારા બધાની પાસે છે ને? જે પહેલાં પોતાને ઇન્જેક્શન લગાવીને સંસ્કારો ને ભુલાવી શકે છે, તે અનુભવ નાં આધાર થી બીજાને પણ લગાવી શકશે. તો ડબલ ડોક્ટર્સ ની કોઈ તો વિશેષતા હોવી જોઈએ ને! હવે કોઈ પણ આવશે તો તમારી પાસે મોકલશે, એવું નહીં કેસ પાછો ચાલ્યો જાય. બહુજ સારો ચાન્સ (તક) છે સેવામાં આગળ વધવાનો. ડોક્ટર્સ તો એક દિવસ માં ઘણી પ્રજા બનાવી શકે છે, રોજ પ્રજા બની-બનાવેલી તમારી પાસે આવે છે, શોધવા નથી જવું પડતું. આમ તો મેળા પ્રદર્શની માં કેટલાં ખર્ચા કરીને બોલાવો છો, તમને તો બહુજ સહજ છે. જેટલાને સંપર્ક માં લાવશો એટલી પ્રજા બનતી જશે. જો સંબંધમાં લાવશો તો બાળક પણ બની શકે છે. કોઈ-કોઈ સારું-સારું કહીને ચાલ્યાં પણ જશે પરંતુ તે અંત માં હલચલ નાં સમયે ઇચ્છુક થઈને મહેસૂસતા શક્તિ ની સાથે-સાથે આવશે. એટલે સેવા કરતાં રહેવી જોઈએ. તો પણ તમને ઇષ્ટ માનશે જરુર. બીજું કાંઇ નહીં તો ઓછામાં ઓછું તમારા ભક્ત તો બની જશે. જો અંત માં એમ પણ કહેશે કે આમણે સંદેશ સારો આપ્યો હતો, સંદેશી હતાં, પેગંબર હતાં, આ પણ વિચાર્યું તો ભક્ત બની જશે. અંતિમ સ્ટેજ ભક્ત છે, તે પણ તો જોઇએ.
હમણાં જે આવે છે એ સાત દિવસ નાં કોર્સ થી, પોતાની હિંમત થી ચાલવા વાળા ઓછા છે, અંતિમ પૂર છે ને. અંતિમ પૂર માં તાકાત નથી હોતી. એટલે હમણાં ની આત્માઓ ને સ્વયંની શક્તિઓનાં સહયોગ દ્વારા આગળ વધારવાનો સમય છે. તમારી તુલના માં હમણાની આત્માઓ ટૂ લેટ થઈ ગઈ, કારણ કે અંતિમ પૂર થઈ ગયું એટલે સ્વયંનો ઉલ્લાસ આપીને એમને ચલાવવાનાં છે. તમારે મહાદાની, વરદાની બનવું પડે. તેઓ પોતાનાં આધાર પર નહીં ચાલી શકે. તો એવાં પાવરફુલ યંત્ર નીકાળો જે એક સેકન્ડ માં અનુભવ કરાવવા વાળા હોય. હવે પોતાનાં હમજીન્સ ની સંખ્યાં ને વધારો. હવે એવાં ઇન્જેક્શન તૈયાર કરો જે લગાવો અને સુધબુધ ભૂલી જાય. એ દુનિયાથી બેહોશ થઈ આ દુનિયામાં આવી જાય. એવાં ઇન્જેક્શન તૈયાર કરવા પડે. હવે જોશે આ વર્ષ માં પોતાની સંખ્યાં કેટલી વધારો છો. ઓછામાં ઓછું તમારા હમજીન્સ ફરિયાદ તો ન કરે કે અમને કહ્યું જ નહીં, જો અમે નહોતાં જાગતાં તો જગાડવાની તો ફરજ હતી, આ પણ ફરિયાદ કરશે. એક વાર નિમંત્રણ આપી દીધું, પરચા મોકલી દીધાં તો કેવી રીતે જાગશે. જે કુંભકર્ણ ની નિંદ્રા માં સૂતેલાં હોય એમને એક વાર તો અવાજ આપો કે - ઓ, જાગી જાઓ, તો કેવી રીતે જાગશે? એટલે વારંવાર જગાડવા પડે.
એન્જિનિયર્સ:- એન્જિનિયર અર્થાત્ પ્લાનિંગ બુધ્ધિ. એન્જિનિયર સદા પ્લાન સેટ કરી કાર્ય ને આગળ વધારે છે. તો એન્જિનિયર ગ્રુપ અર્થાત્ રુહાની પ્લાનિંગ બુદ્ધિ ગ્રુપ, એવાં છો? આ રુહાની સેવામાં પણ પ્લાનિંગ બુદ્ધિ બની સેવા નો પ્લાન બનાવો છો? નવો પ્લાન બનાવો છો કે બનેલાં પ્લાન ને પ્રેક્ટિકલ માં લાવો છો? પ્લાનિંગ બુદ્ધિ તો પ્લાન બનાવ્યાં વગર રહી ન શકે. જેનું જે કામ હોય તે ન ઇચ્છતા પણ એ જ કાર્યમાં સદા બીઝી (વ્યસ્ત) રહે છે. તો સદા જેમ એ ડિપાર્ટમેન્ટ નું અટેન્શન (ધ્યાન) રહે છે ને - શું કરીએ, કેવી રીતે કરીએ, કેવી રીતે સફળ બનાવીએ, કઈ વિધિ થી વૃદ્ધિ કરીએ, આ જ એન્જિનિયર નું કામ છે ને. તો રુહાની એન્જિનિયર્સે ઈશ્વરીય સેવાની વિધિપૂર્વક વૃદ્ધિ કેમ થાય - એનો પ્લાન બનાવવો પડે. જો બધાં પોતાનો નવો પ્લાન તૈયાર કરે તો આટલા બધાં પ્લાન થી નવી દુનિયા તો જલ્દી જ આવી જશે. હવે એવો પ્લાન બનાવો જે ઓછો ખર્ચ અને વધુ સફળતા વાળો હોય. જેમ સેક્રિન નું એક ટીપું બહુજ કામ કરે છે એમ જ પ્લાન પાવરફુલ હોય પરંતુ ઇકોનોમી વાળા હોય. આજકાલ નાં સમય અનુસાર ઇકોનોમી પણ જોઈએ અને શક્તિશાળી પણ જોઈએ. રુહાની ગવર્મેન્ટ નાં એન્જિનિયર એવાં પ્લાન તૈયાર કરો. જેમ આજકાલ એક ઇન્ડસ્ટ્રી દ્વારા અનેકો ને કામ આપવાનો પ્લાન વિચારે છે તો અહીંયા પણ પ્લાન એકનામી નો હોય, સંદેશ અનેકો ને મળી જાય. જેમ ત્યાં વિચારે છે કે અનેકો ને રોજગાર મળી જાય તો અહીં પણ અનેકો ને સંદેશ મળી જાય. અહીં એન્જિનિયર્સ બહુજ જોઈએ, કારણ કે સતયુગ માં એન્જિનિયર ઓછા સમય માં અને સુંદર ચીજો તૈયાર કરશે તો અહીંથી જ સંસ્કાર જોઈએ ને. ત્યારે તો એવાં પ્લાન બનાવશે. તમે રાજા બનશો તો પણ બનડાવશો તો ને, આઇડિયા (યુક્તિ) આપશો. તો નવી દુનિયાનો પ્લાન બનાવવા માટે અને સેવાની સફળતા મેળવવા માટે પણ એન્જિનિયર્સ જોઈએ. તો તમારું કેટલું મહત્વ છે. એવું મહત્વ સમજીને ચાલો છો? દરેકે સમજવું જોઈએ કે મારે સફળતા નું સબુત (પ્રમાણ) આપવાનું છે. દરેક નવો પ્લાન બનાવીને પહેલાં પોત-પોતાનાં ઝોનમાં પ્રેક્ટિકલ માં લાવો પછી આખું વિશ્વ તમને કોપી કરશે. પ્લાન પાસ ન થવાનું કારણ હોય છે કે ઇકોનોમી નથી હોતી, જો ઇકોનોમી અને સફળતા નો પ્લાન હોય તો બધાં પાસ કરશે. તો ૬૦ એન્જિનિયર જો ૬૦ પ્લાન બનાવે તો ૮૦ માં જ સમાપ્તિ થઈ જાય. સમાપ્તિ પણ એક સેકન્ડ માં નહીં થશે, ધીરે ધીરે પરિવર્તન થશે. પરંતુ શરુંઆત થઈ જાય અને સૌનાં દિલ થી આ અવાજ નીકળે કે હવે નવી દુનિયા આવવાની છે. જેમ સાયન્સ વાળાઓએ ચંદ્ર માં પર જઈ થોડી ઝલક દેખાડી તો બધાંએ પ્લોટ ખરીદવાની તૈયારી શરું કરી દીધી, તો ઓછામાં ઓછું શાંતિ ની શક્તિવાળા નવી દુનિયામાં પ્લોટ ખરીદવાની તૈયારી તો કરાવી દો. બુકીંગ તો કરાવી લો. જેમ સાયન્સની કોઈ પણ ઇન્વેન્શન (શોધ) પહેલાં પ્રયોગશાળા માં લાવીને જાહેર કરે છે, એમ તમે લોકો પણ પહેલાં પોતાનાં એરિયા (ક્ષેત્ર) ની પ્રયોગશાળામાં પ્લાન નો પ્રયોગ કરો. પછી બધાં માનશે. પ્લાન ની પ્રેક્ટિકલ સફળતા નીકળે. જે પ્રદર્શની કે મેળા જોઈ ચૂક્યાં એમનાં માટે હવે નવો પ્લાન જોઈએ. નવું આકર્ષણ જોઈએ. તો પ્લાનિંગ બુદ્ધિ થી પ્લાન બનાવો. ડ્રામા અનુસાર જે વિશેષતા મળેલી છે, એ વિશેષતા ને કાર્યમાં લગાવવી અર્થાત્ વિશેષ લોટરી લેવી. નવા-નવા સાધનો બનાવવાનાં પ્લાન બનાવો, કોપી (પેપર) માં નહીં, પ્રેક્ટિકલ માં. ત્યાંના તો કાગળ પર જ રહી જાય છે, પરંતુ આ પ્રેક્ટિકલ માં પ્લાન હોય.