Search for a command to run...
15 September 1969 · ગુજરાતી
અવાજ થી પરે જવાનું છે કે બાપને પણ અવાજ માં લાવવાનાં છે? આપ સર્વ અવાજ થી પરે જઇ રહ્યાં છો. અને બાપદાદા ને પછી અવાજ માં લાવી રહ્યાં છો. અવાજ માં આવતાં પણ અતીન્દ્રિય સુખ માં રહી શકો છો તો પછી અવાજ થી પરે રહેવાની કોશિશ કેમ? જો અવાજથી પરે નિરાકાર રુપ માં સ્થિત થયાં પછી સાકાર માં આવશો તો પછી બીજાઓને પણ તે અવસ્થામાં લાવી શકશો. એક સેકન્ડમાં નિરાકાર, એક સેકન્ડમાં સાકાર. એવી ડ્રીલ શીખવાની છે. હમણાં-હમણાં નિરાકારી, હમણાં-હમણાં સાકારી. જ્યારે એવી અવસ્થા થઇ જશે ત્યારે સાકાર રુપમાં દરેક ને નિરાકાર રુપનો તમારા થી સાક્ષાત્કાર થશે. સ્વયં પોતાનો સાક્ષાત્કાર કર્યો છે? બ્રાહ્મણ રુપમાં તો છો જ છો. જો પોતાનો સાક્ષાત્કાર કર્યો છે તો શું પોતાનાં નંબરનો સાક્ષાત્કાર કર્યો છે? બીજું પણ કોઈ તમારું રુપ છે જેનો સાક્ષાત્કાર કર્યો છે? પોતાના અસલી રુપ ને ભૂલી ગયાં? વર્તમાન સમય તમે કયા રુપ થી યુક્તિયુક્ત સેવા કરી શકો છો? જગત માતા.
આજે તો વિશેષ માતાઓ નો જ પ્રોગ્રામ છે ને. રહેવાનું માતા રુપમાં જ છે, ફક્ત જગતમાતા બનવાનું છે. માતા બન્યાં વગર પાલના ન કરી શકો. આજે માતાઓને શેના માટે બોલાવ્યાં છે? વારસા નાં અધિકારી બની ચૂક્યાં છો કે બનવાનું છે? વારસદાર બની ચૂક્યાં છો કે બનવા આવ્યાં છો? વારસદાર ને વારસો તો છે જ કે વારસદાર બન્યાં છો પરંતુ વારસો નથી મળ્યો? વારસા નાં હકદાર તો બની જ ચુક્યાં છો. હવે કયા કાર્ય નાં માટે આવ્યાં છો? બાપદાદાએ જરુર કોઈ વિશેષ કાર્ય નાં માટે બોલાવ્યાં હશે? સ્ટડી (અભ્યાસ) તો પોતાનાં સેવાકેન્દ્ર પર પણ કરતાં રહો છો. કોર્સ (અભ્યાસક્રમ) પણ પૂરો કરી ચૂક્યાં છો. જ્ઞાન નાં મુખ્ય ભણતર ની પણ ખબર પડી ગઈ છે. બાકી શું રહી ગયું છે? હવે નષ્ટમોહા બનવાનું છે. નષ્ટમોહા ત્યારે બનશો જ્યારે સાચાં સ્નેહી હશો. જેમ કોઇ પણ વસ્તુને આગ માં નાખ્યાં પછી એનું રુપ-રંગ બધું બદલાઈ જાય છે. તો જે પણ થોડાં આસુરી ગુણ, લોક મર્યાદાઓ છે, કર્મબંધન નાં દોરડાંઓ, મમતા ની દોરી જે બાંધેલી છે, તે બધાને બાળવાનાં છે. આ સ્નેહ ની અગ્નિમાં પડવાથી આ બધું છૂટી જશે. તો પોતાનો રંગ-રુપ બધું બદલવાનું છે. આ લગન ની અગ્નિ માં પડી ને પરિવર્તન લાવવા માટે તૈયાર છો? જે વસ્તુ બળી જાય છે તે પછી ખતમ થઇ જાય છે. જોવામાં નથી આવતી. પોતાને આવાં પરિવર્તન માં લાવવાની હિંમત છે? આપ સર્વ નાં યાદગાર હમણાં સુધી પણ કાયમ છે. તમારાં યાદગાર નો આધાર કઈ વાત પર છે? જેટલી-જેટલી યાદ છે એટલી- એટલી બધાની યાદગાર બનેલી છે. હજું સુધી પણ કાયમ છે. તમારી યાદ નાં આધાર પર બધાનાં યાદગાર બનેલાં છે. જો યાદ ઓછી છે તો યાદગાર પણ એવાં જ હશે. જો યાદગાર કાયમ રાખવાનો પ્રયત્ન કરવો હોય તો પહેલાં યાદ કાયમ રાખો. પછી તે આધાર પર યાદગાર બનવાનું છે. દરેકનાં વિશેષ ગુણ તરફ દરેકનું ધ્યાન જવું જોઈએ. એક-એક નો જે વિશેષ ગુણ છે તે દરેક પોતાનામાં ધારણ કરે તો શું બની જશે? સર્વગુણ સંપન્ન. જેમ આત્મા નાં રુપ ને જુઓ છો ને. તો પછી જ્યારે કર્મમાં આવો છો તો દરેક નાં વિશેષ ગુણ તરફ જુઓ. તો પછી બીજી વાતો ભુલાઈ જશે. ગુણોને જ પોતાનામાં ભરવાનો પ્રયત્ન કરવાનો છે.
આજે માતાઓને ચંદ્રમા નો ચાંદલો લગાવ્યો છે. ચંદ્રમા નાં જે ગુણ છે તે પોતાનામાં ધારણ તો કરવાનાં જ છે પરંતુ ચંદ્રમાનો સૂર્ય ની સાથે પણ ગાઢ સંબંધ હોય છે. તો ચંદ્રમા જેવો સંબંધ અને ગુણ ધારણ કરવાનાં છે. અને ચંદ્રમા નું કર્તવ્ય શું છે? શીતળતા ની સાથે-સાથે અજવાળું પણ આપે છે. અચ્છા હવે વિદાય.