Search for a command to run...
18 Sept 1969
ત્રિનેત્રી, ત્રિકાળદર્શી અને ત્રિલોકીનાથ બનવાની યુક્તિઓ
18 September 1969 · ગુજરાતી
કોને જુઓ છો? આકાર ને જુઓ છો કે અવ્યક્ત ને જુઓ છો? જો પોતાની કે બીજાઓની આકૃતિને ન જોઈ અવ્યક્ત ને જોશો તો આકર્ષણ-મૂર્ત બનશો. જો આકૃતિને જોશો તો આકર્ષણ-મૂર્ત નથી બનતાં. આકર્ષણ-મૂર્ત બનવું હોય તો આકૃતિને નહીં જુઓ. આકૃતિ ની અંદર જે આકર્ષણ રુપ છે, એને જોવાથી પોતાનાથી બીજાઓને આકર્ષણ થશે. તો હવે આ જ અવ્યક્ત સર્વિસ (સેવા) રહેલી છે. વ્યક્ત માં કેમ આવી જાઓ છો, એનું કારણ શું છે? અવ્યક્ત બનવું સારું પણ લાગે, તો પણ વ્યક્ત માં કેમ આવો છો? વ્યક્ત માં આવવાથી જ વ્યર્થ સંકલ્પ આવે છે અને વ્યર્થ કર્મ થાય છે. તો વ્યક્ત થી અવ્યક્ત બનવું મુશ્કેલ કેમ લાગે છે? વ્યક્ત માં જલ્દી આવી જાઓ છો, અવ્યક્ત માં મુશ્કેલ થી ટકો છો. તેનું કારણ શું છે? (ભૂલી જઈએ છીએ). ભૂલો પણ કેમ છો? દેહ અભિમાન કેમ આવી જાય છે? ખબર પણ છે, જાણો પણ છો, અનુભવ પણ કર્યો છે, કે વ્યક્ત માં અને અવ્યક્ત માં અંતર શું છે, નુકસાન અને ફાયદો શું છે. આ પણ બધું ખબર છે. જ્યારે તમે યાદ માં બેસો છો, તો દેહ-અભિમાન થી દેહી-અભિમાન માં કેવી રીતે સ્થિત થાઓ છો? શું કરો છો? વાત તો બહુ સહજ છે. જો આપ સર્વે બતાવ્યું તે પણ પુરુષાર્થ નું જ છે.
પરંતુ જાણતાં અને માનતાં હોવા છતાં પણ દેહ-અભિમાનમાં આવવાનું કારણ આ જ છે કે દેહ નું આકર્ષણ રહે છે. આ આકર્ષણ થી દૂર હટવાનાં માટે કોશિશ કરવાની છે. જેમ કોઇ ખેંચવા વાળી વસ્તુ હોય છે, તો એના ખેંચાણ થી દુર રાખવા માટે શું કરવામાં આવે છે? ચુંબક હોય છે તો ન ઈચ્છતાં પણ એ તરફ ખેંચાઈ આવે છે. જો તમને એ આકર્ષણ થી કોઈને દૂર કરવા છે તો શું કરશો? કોઈ વસ્તુ ન ઈચ્છતાં પણ તેમને ખેંચે છે અને તમારે એ વસ્તુથી તેમને દૂર કરવા છે તો શું કરશો? કાં તો એને દૂર લઈ જશો, કાં તો વચમાં એવી વસ્તુ રાખશો જે તેમને આકર્ષણ ન કરી શકે. આ બે રીત થી થાય છે - કાં તો દૂર કરી દેવાનું છે, અથવા બંન્નેની વચમાં એવી વસ્તુ મૂકી દેશો તો તે દૂર થઈ જાય. એ જ પ્રકારે આ દેહ-અભિમાન કે આ વ્યક્ત ભાવ જે છે એ પણ ચુંબક માફક છે, ન ઈચ્છતાં પણ પછી એમાં આવી જવાય છે. વચમાં શું રાખશો? સ્વયંને જાણવા માટે શું આવશ્યક છે જેનાથી સ્વયંને અને સર્વશક્તિમાન બાપ ને પૂર્ણ રીતે જાણી શકો છો? એક જ શબ્દ છે. સ્વયં ને અને સર્વશક્તિમાન બાપને પૂર્ણ રીતે જાણવા માટે ‘સંયમ’ જોઇએ. જ્યારે સંયમને ભૂલો છો ત્યારે સ્વયં ને પણ ભૂલો છો અને સર્વશક્તિમાન ને પણ ભૂલો છો. અલબેલાપણા નાં સંસ્કાર પણ કેમ આવે છે? કોઈ ને કોઈ સંયમ ને ભૂલો છો. તો સંયમ જે છે એ સ્વયંને અને સર્વશક્તિમાન બાપને સમીપ લાવે છે. જો સંયમ માં ખોટ છે તો સ્વયં અને સર્વશક્તિમાન થી મિલનમાં ખોટ છે. તો વચમાં ની જે વાત છે તે સંયમ છે. કોઈ ને કોઈ સંયમ જ્યારે છોડો છો ત્યારે આ યાદ પણ છૂટે છે. જો સંયમ ઠીક છે તો સ્વયં ની સ્થિતિ ઠીક છે. અને સ્વયં ની સ્થિતિ ઠીક છે તો બધી વાતો ઠીક છે. તો આ દેહનું જે આકર્ષણ છે તે વારંવાર પોતાની તરફ આકર્ષિત કરે છે. જો વચમાં આ સંયમ (નિયમ) રાખી દો તો આ દેહનું આકર્ષણ આકર્ષિત નહીં કરે. એનાં માટે ત્રણ વાતો ધ્યાનમાં રાખો - સ્વયં ની યાદ, સંયમ અને સમય. આ ત્રણેય વાતો યાદ રાખશો તો શું બની જશો? ત્રિનેત્રી, ત્રિકાળદર્શી, ત્રિલોકીનાથ. સંગમયુગ નું જે આપ બધા નું ટાઈટલ છે તે પ્રાપ્ત થઇ જશે. સ્વયં ને જાણવાથી સર્વશક્તિમાન વચમાં આવી જ જાય છે. તો આ ત્રણેય વાતો તરફ ધ્યાન આપો.
કોઈ પણ ચિત્રને જુઓ છો (ચિત્ર અર્થાત્ શરીર) તો ચિત્રને ન જુઓ. પરંતુ ચિત્ર ની અંદર જે ચેતન છે એને જુઓ. અને આ ચિત્રનું જે ચરિત્ર છે તે ચરિત્રો ને જુઓ. ચેતન અને ચરિત્રને જોશો તો ચરિત્ર તરફ ધ્યાન જવાથી ચિત્ર અર્થાત્ દેહ નાં ભાન થી દૂર થઈ જશો. એક-એક માં કોઈ ને કોઈ ચરિત્ર જરુર છે. કારણ કે બ્રાહ્મણ કુળ ભૂષણ જ ચરિત્રવાન છે. ફક્ત એક બાપ નું જ ચરિત્ર નથી. પરંતુ બાપની સાથે જે પણ મદદગાર છે, એમની પણ દરેક ચલન ચરિત્ર છે. તો ચરિત્ર ને જુઓ અને ચેતન અથવા વિચિત્ર ને. તો આ કહેવાય - વિચિત્ર અને ચરિત્ર. જો આ બે વાતો જુઓ તો દેહનું આકર્ષણ, જે ન ઈચ્છતાં પણ ખેંચી લે છે તે દૂર થઈ જશે. વર્તમાન સમય આ જ મુખ્ય પુરુષાર્થ હોવો જોઈએ. જ્યારે આપ લોકો કહો જ છો કે અમે બદલાઈ ચૂક્યાં છીએ, તો પછી આ બધી વાતો પણ બદલાઈ જવી જોઈએ. પછી જૂનાં સંસ્કાર અને આ જૂની વાતો કેમ? પોતાને બદલવા માટે પહેલા આ જે ભાવ છે, એ ભાવ ને બદલવાથી બધી વાતો બદલાઈ જશે. આસક્તિ માં આવી જાઓ છો ને. તો આસક્તિ નાં બદલે જો પોતાને શક્તિ સમજો તો આસક્તિ સમાપ્ત થઈ જશે. શક્તિ ન સમજવાથી અનેક પ્રકારની આસક્તિઓ આવે છે. કોઈ પણ આસક્તિ ભલે દેહની, ભલે દેહ નાં પદાર્થોની - કોઈ પણ આસક્તિ ઉત્પન્ન થાય તો એ સમયે આ જ યાદ રાખો કે હું શક્તિ છું. શક્તિ માં પછી આસક્તિ ક્યાં! આસક્તિ ને કારણે એ સ્થિતિમાં આવી નથી શકતાં. તો આસક્તિ ને ખતમ કરી દો. તેને માટે આ જ વિચારો કે હું શક્તિ છું.
માતાઓને વિશેષ કયું વિઘ્ન આવે છે? (મોહ) મોહ કયા કારણથી આવે છે? મોહ ‘મારું’ થી થાય છે. પરંતુ આપ બધાનો વાયદો શું છે? શરુ-શરુ માં આપ સર્વ જ્યારે આવ્યાં તો આપનો વાયદો શું હતો? હું તારી તો બધું જ તારું. પહેલો વાયદો જ આ છે. હું પણ તમારી અને મારું બધું પણ તમારું. તો પછી મારું ક્યાંથી આવ્યું? ‘તારા’ ને ‘મારા’થી મળાવી દો છો. એનાથી શું સિદ્ધ થયું કે પહેલો વાયદો જ ભૂલી જાઓ છો. પહેલો-પહેલો વાયદો જ બધાં આ કરે છે - જે કહેશો એ કરીશું, જે ખવડાવશો, જ્યાં બેસાડશો…. આ જે વાયદો છે, તે વાયદો યાદ છે? બાપ તમને અવ્યક્ત વતનમાં બેસાડે છે, તો આપ પછી વ્યક્ત વતનમાં શું કામ આવી જાઓ છો? વાયદો તો ઠીક નથી નિભાવ્યો? વાયદો છે - જ્યાં બેસાડશો ત્યાં બેસીશું. બાપે તો કહ્યું નથી કે વ્યક્ત વતનમાં બેસો. વ્યક્ત માં રહેતાં અવ્યક્ત માં રહો. પહેલો-પહેલો પાઠ જ ભૂલી જશો તો પછી ટ્રેનિંગ શું કરશો. ટ્રેનિંગમાં પહેલો પાઠ તો પાક્કો કરાવો. આ યાદ રાખો કે - જે વાયદો કર્યો છે તેને નિભાવીને બતાવીશું. (જે માતાઓ ટ્રેનિંગમાં આવેલી છે), આપ સર્વ સરેન્ડર (સમર્પિત) છો? જ્યારે સરેન્ડર થઇ ચૂક્યાં છો તો પછી મોહ ક્યાંથી આવ્યો. જ્યારે કોઈ બળીને ખતમ થઇ જાય છે તો પછી તેમાં કાંઈ રહે છે? કાંઈ પણ નહીં. જો કાંઈ છે તો તેનો અર્થ છે કે તીર લાગ્યું છે પરંતુ પૂરું બળ્યું નથી. મર્યા છે, બળ્યાં નથી. રાવણને પણ પહેલાં મારે છે, પછી બાળે છે. તો મરજીવા બન્યા છો પરંતુ બળીને એકદમ રાખ બની જાઓ, તે નથી બન્યાં. સરેન્ડર નો અર્થ તો મોટો છે. મારું કંઈ રહ્યું જ નથી. સરેન્ડર થયાં તો તન-મન-ધન બધું અર્પણ. જ્યારે મન અર્પણ કરી દીધું તો તે મનમાં પોતાનાં અનુસાર સંકલ્પ ઉઠાવી જ કેવી રીતે શકો, તન થી વિકર્મ કરી જ કેવી રીતે શકો, અને ધનને પણ વિકલ્પ અથવા વ્યર્થ કાર્યોમાં લગાવી જ કેવી રીતે શકો છો? એનાથી સિદ્ધ થાય છે કે આપીને પછી પાછું લઈ લો છો. જ્યારે તન, મન, ધન આપી દીધું છે - તો મનમાં શું ચલાવવાનું છે તે પણ શ્રીમત મળે છે, તન થી શું કરવાનું છે, તે પણ મત મળે છે, ધન થી શું કરવાનું છે તે પણ ખબર છે. જેમને આપ્યું એમની મત પર જ તો ચાલવાનું હોય. જેમણે મન આપી દીધું એમની અવસ્થા શું હશે? મનમનાભવ. એમનું મન ત્યાં જ લાગેલું રહેશે. આ મંત્રને ક્યારેય ભૂલશે નહીં. જે મનમનાભવ હશે એમનામાં મોહ હોઈ શકે? તો મોહજીત બનવા માટે પોતાના વાયદા ને યાદ કરો. અહીંયા ટ્રેનિંગમાંથી જ્યારે નીકળશો તો તમે કયો ઠપ્પો લગાવી ને નીકળશો? (મોહજીત નો) જો મોહજીત નો ઠપ્પો લાગી જાય તો પોસ્ટ સીધી ઠેકાણા પર પહોંચશે. અને ઠપ્પો નહીં હોય તો પોસ્ટ ઠેકાણા પર નહીં પહોંચશે. એટલે ઠપ્પો જરુર લગાવવાનો છે. એ માતાઓનો જ પછી સમર્પિત સમારોહ કરીશું. એમાં બોલાવીશું પણ તેઓને જેમણે ઠપ્પો લગાડ્યો હશે. મોહજીત વાળાનું જ સમ્મેલન કરીશું. એટલાં માટે જલ્દી-જલ્દી તૈયાર થઇ જાઓ.