Search for a command to run...
1 Nov 1970
બાપ સમાન બનવાની યુક્તિઓ
1 November 1970 · ગુજરાતી
આજે હિંમતે બાળકો, મદદે બાપનું પ્રત્યક્ષ સબૂત જોઈ રહ્યાંં છે. જે ગાયન છે તેનું સાકાર રુપ જોઇ રહ્યાંં છે. એક પગલું બાળકો આગળ આવે છે તો હજાર ગુણા દુરથી બાપ પણ કેટલાંં સમ્મુખ આવે છે. તમે કેટલાંં માઈલ થી આવ્યાંં છો? બાપદાદા કેટલાં દુરથી આવ્યાં છે? વધારે સ્નેહી કોણ? બાળકો કે બાપ? આમાં પણ બાપ બાળકોને આગળ વધારે છે. હજું પણ આ જૂની દુનિયામાં બાપ થી વધારે આકર્ષણ કરવાવાળી વસ્તુ કઈ છે? જ્યારે ખબર પડી ગઈ કે આ જૂની દુનિયા છે, સર્વ સંબંધ, સર્વ સંપત્તિ, સર્વ પદાર્થ અલ્પકાળ અને દેખાવ-માત્ર છે. છતાં પણ કેમ છેતરાઓ છો? લિપ્ત કેમ થાઓ છો? પોતાનાં ગુપ્ત સ્વરુપ અને બાપનાં ગુપ્ત સ્વરુપ ને પ્રત્યક્ષ કરો ત્યારે બાપનાં ગુપ્ત કર્તવ્ય ને પ્રત્યક્ષ કરી શકશો. તમારું શક્તિસ્વરુપ પ્રખ્યાત થઇ જશે. હમણાં ગુપ્ત છે. ફક્ત એક શબ્દ યાદ રાખો તો પોતાનાં ગુપ્ત રુપને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવી શકો છો. તે કયો શબ્દ છે? ફક્ત અંતર શબ્દ. અંતર માં બંને રહસ્ય આવી જાય છે. અંતર કોન્ટ્રાસ્ટ (તફાવત) ને પણ કહેવાય છે અને અંતર અંદર ને પણ કહેવાય છે. જેમ કહે છે અંતર્મુખ કે અંતરયામી. તો અંતર શબ્દ થી બે અર્થ સિદ્ધ થઈ જાય છે. અંતર શબ્દ યાદ આવવાથી એક તો દરેક વાતમાં કોન્ટ્રાસ્ટ (તફાવત) કરશો કે આ શ્રેષ્ઠ છે કે નહીં. બીજું અંતર ની સ્થિતિ માં રહેવાથી અથવા અંતર સ્વરુપમાં સ્થિત થવાથી તમારું ગુપ્ત સ્વરુપ પ્રત્યક્ષ થઇ જશે. એક શબ્દ ને યાદ રાખવાથી જીવન ને બદલી શકો છો. હમણાં જેવી સમયની ગતિ ચાલી રહી છે તે પ્રમાણે હવે આ પગ પૃથ્વી પર ન રહેવાં જોઈએ. કયો પગ? જેનાથી યાદ ની યાત્રા કરો છો. કહેવત છે ને કે ફરિશ્તાઓનાં પગ પૃથ્વી પર નથી હોતાં. તો હવે આ બુદ્ધિ પૃથ્વી અર્થાત્ પ્રકૃતિનાં આકર્ષણ થી પરે થઇ જશે પછી કોઈ પણ ચીજ નીચે નથી લાવી શકતી. પછી પ્રકૃતિ ને અધીન કરવાવાળા થઈ જશો. નહીં કે પ્રકૃતિ ને અધીન થવાવાળા. જેમ સાયન્સ (વિજ્ઞાન) વાળા આજે પ્રયત્ન કરી રહ્યાં છે, પૃથ્વી થી પરે જવા માટે. તેમ જ સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ થી આ પ્રકૃતિનાં આકર્ષણ થી પરે, જ્યારે ઈચ્છો ત્યારે આધાર લો, નહીં કે પ્રકૃતિ જ્યારે ઈચ્છે ત્યારે અધીન કરી દે. તો એવી સ્થિતિ ક્યાં સુધી બની છે? હમણાં તો બાપદાદા સાથે ચાલવા માટે સૂક્ષ્મવતન માં પોતાનું કર્તવ્ય કરી રહ્યાં છે પરંતુ આ પણ ક્યાં સુધી? જવાનું તો પોતાનાં જ ઘરમાં છે ને. એટલે હવે જલ્દી-જલ્દી પોતાને ઉપર ની સ્થિતિ માં સ્થિત કરવાનો પ્રયત્ન કરો. સાથે ચાલવાનું, સાથે રહેવાનું અને પછી સાથે રાજ્ય કરવાનું છે ને. સાથ કેવી રીતે થશે? સમાન બનવાથી. સમાન નહીં બનશો તો સાથ કેવી રીતે થશે. હવે સાથે ઉડવાનું છે, સાથે રહેવાનું છે. આ સ્મૃતિમાં રાખો ત્યારે પોતાને જલ્દી સમાન બનાવી શકશો. નહીં તો થોડાં દૂર થઈ જશો. વાયદો પણ છે ને કે સાથે રહીશું, સાથે ચાલશું અને સાથે જ રાજ્ય કરીશું. ફક્ત રાજ્ય કરવાનાં સમયે બાપ ગુપ્ત થઈ જાય છે. તો સાથે કેવી રીતે રહેશો? સમાન બનવાથી. સમાનતા કેવી રીતે લાવશો? સાકાર બાપનાં સમાન બનવાથી. હમણાં બાપદાદા કહો છો ને. તેમનામાં સમાનતા કેવી રીતે આવી? સમર્પણતા થી સમાનતા સેકન્ડ માં આવી. એવી સમર્પણ કરવાની શક્તિ જોઇએ. જ્યારે સમર્પણ કરી દીધું તો પછી પોતાનો કે અન્ય નો અધિકાર સમાપ્ત થઈ જાય છે. જેમ કોઈ ને કોઈ ચીજ અપાય છે તો પછી પોતાનો અધિકાર અને અન્ય નો અધિકાર સમાપ્ત થઈ જાય છે. જો અન્ય કોઈ અધિકાર રાખે પણ તો તેને શું કહેશો? આ તો મેં સમર્પણ કરી દીધું. એવી રીતે દરેક વસ્તુ સર્વ સમર્પણ કર્યા પછી પોતાનો કે બીજાનો અધિકાર રહી કેવી રીતે શકે છે. જ્યાં સુધી પોતાનો કે બીજાનો અધિકાર રહે છે તો એનાથી સિદ્ધ છે કે સર્વ સમર્પણ માં કમી છે. એટલે સમાનતા નથી આવતી. જે વિચારી-વિચારી ને સમર્પણ થાય છે તેમનું રિઝલ્ટ (પરિણામ) હમણાં પણ પુરુષાર્થ માં તે જ વિચાર અર્થાત્ વ્યર્થ સંકલ્પ વિઘ્નરુપ બને છે. સમજ્યાં. અચ્છા.