Search for a command to run...
29 Oct 1970
દીપમાળા નું સાચું રહસ્ય
29 October 1970 · ગુજરાતી
આજે બાપદાદા દીપમાળા ને જોઈ રહ્યાં છે. આ દીપકો ની માળા છે ને. લોકો દીપમાળા મનાવે છે, બાપદાદા દીપમાળા જોઈ રહ્યાં છે. દીપક કયા સારાં લાગે છે? જે દીપ અખંડ અને અટલ હોય છે, જેમનું ધૃત (ઘી) ક્યારેય ખૂટતું નથી, તે જ અખંડ પ્રગટે છે. પોતાને એવાં દીપક સમજો છો? આવાં દીપકોની યાદગાર માળા છે. પોતાને માળા ની વચ્ચે ચમકતાં દીપક સમજો છો? એવું સમજો છો કે અમારું યાદગાર આજે મનાવી રહ્યાં છે. દીપમાળાનાં દિવસે બે વાતો વિશેષ ધ્યાન પર રાખવાની હોય છે. દીપમાળા પર કઇ વાતોનું ધ્યાન રાખે છે? (સફાઈ રાખે છે, નવાં ચોપડાં બનાવે છે) પરંતુ લક્ષ્ય શું રાખે છે? કમાણી નું. તે લક્ષ્યને રાખીને સફાઇ પણ કરે છે. તો સફાઈ પણ બધાં પ્રકાર થી કરવાની છે અને કમાણી નું લક્ષ્ય પણ બુદ્ધિમાં રાખવાનું છે. આ સફાઈ અને કમાણી નાં બંને કાર્ય તમે બધાંએ કર્યાં છે? પોતે પોતાનાથી સંતુષ્ટ છો? જ્યારે કમાણી છે તો સફાઈ તો જરુર હશે ને. આ બંને વાતોમાં સંતુષ્ટતા હોવી આવશ્યક છે. પરંતુ આ સંતુષ્ટતા એમને આવશે જે સદૈવ દિવ્યગુણો નું આહવાન કરતાં રહેશે. જેટલું જે આહવાન કરશે એટલાં આ બંને વાતોમાં સદા સંતુષ્ટ રહેશે. જેટલાં-જેટલાં દિવ્યગુણો નું આહવાન કરતાં જશે એટલાં અવગુણ આહુતિ રુપમાં ખતમ થતાં જશે. પછી શું થશે? નવાં સંસ્કારોનાં નવાં વસ્ત્ર ધારણ કરશે. હમણાં આત્માઓએ નવાં સંસ્કાર રુપી નવાં વસ્ત્ર ધારણ કર્યાં છે કે ક્યારેક-ક્યારેક જુનાં વસ્ત્ર થી પ્રીત હોવાનાં કારણે તે પણ ધારણ કરો છો? જ્યારે મરજીવાં બન્યાં, નવો જન્મ, નવાં સંસ્કારો ને પણ ધારણ કર્યાં, પછી જૂનાં સંસ્કારો રુપી વસ્ત્ર ને ક્યારેક કેમ ધારણ કરી લો છો? શું જૂનાં વસ્ત્ર અતિ પ્રિય લાગે છે? જે ચીજ બાપને પ્રિય નથી તે બાળકોને પ્રિય કેમ? આજ સુધી જે કમજોરી, ખામીઓ, નિર્બળતા, કોમળતા રહેલી છે તે બધાં જૂનાં ખાતા આજ થી સમાપ્ત કરવાં, આ જ છે દીપમાળા મનાવવી. અલ્પકાળ માટે નહીં, પરંતુ સદાકાળ માટે અને સર્વ રુપો થી સમાપ્ત કરવું, આ છે દિવાળી મનાવવી. દિવાળી ને તાજપોશી (રાજ્યાભિષેક) નો દિવસ કહે છે. આજે તમે બધાંએ કઈ તાજપોશી મનાવી છે? તાજપોશી નાં દિવસે શું કરાય છે? રાજ સિંહાસન નો સમારોહ ક્યારેય જોયો છે? સ્મૃતિ આવે છે. કેટલી વાર જોયો હશે? અનેકવાર. દિન પ્રતિદિન એવો અનુભવ કરશો, જેમ આ જન્મમાં પ્રત્યક્ષ જોયેલી વાતો સ્પષ્ટ રુપમાં ઇમર્જ (જાગૃત) હોય છે, તેમ ભવિષ્ય રાજાઈનાં સંસ્કાર જે આત્મામાં સમાયેલાં છે તે જેમ કાલની જોયેલી વાત છે. એવો અનુભવ કરતાં રહેશો. એવો પ્રત્યક્ષ રુપમાં અનુભવ કરશો. એનાથી સમજજો, હવે અમે પોતાની સંપૂર્ણ સ્થિતિ અને પોતાનાં રાજ્યની સમીપ પહોંચી ગયાં છીએ. સતયુગી સંસ્કાર વિચારવાથી કે સ્મૃતિમાં લાવવાથી નહીં, પરંતુ સ્વતઃ જ અને સ્પષ્ટ રીતે જીવનમાં આવતાં રહેશે. આ દુનિયામાં રહેવાં છતાં પણ નયનોમાં સતયુગી દૃશ્યો દેખાશે, ન ફક્ત આટલું પરંતુ પોતાનું ભવિષ્ય સ્વરુપ જે ધારણ કરવાનું છે તે પણ આંખો ની સામે વારંવાર સ્પષ્ટ દેખાશે. બસ હમણાં-હમણાં આ છોડી, તે સજી-સજેલું (શણગારેલું) વસ્ત્ર ધારણ કરવાનું છે એવો અનુભવ કરતાં રહેશો. આ સંગમયુગ પર જ સતયુગી સ્વરુપનો અનુભવ કરશો. પુરુષાર્થ અને પ્રાલબ્ધ, બંન્ને રુપો થી દરેક ને પ્રત્યક્ષ જોશો. તો આજે દિવાળીનાં દિવસે દિવ્યગુણોનું આહવાન કરવાનું છે. હમણાં તો પણ મુખથી નીકળે છે કે હાં કલ્પ પહેલાં આ કર્યું હશે. પરંતુ પછી આ શબ્દો બદલાઈ જશે. આ કલ્પની વાત થઇ જશે. ૫૦૦૦ વર્ષ ની વાત એટલી સ્પષ્ટ સ્મૃતિમાં આવશે જેમ કે કાલની. જેમ સાયન્સ (વિજ્ઞાન) નાં સાધનો થી દૂર ની ચીજ પણ સમીપ અને સ્પષ્ટ દેખાય આવે છે. જેને દૂરબીન કહે છે. તો તમારું ત્રીજું નેત્ર કલ્પ પહેલાની વાતો સમીપ અને સ્પષ્ટ જોશે અને અનુભવ કરશે. તો જૂનાં સંસકારો ની ચોપડીઓ ને ફરીથી ભૂલથી પણ નહીં જોતાં. જૂનાં સંસ્કારોનાં વસ્ત્ર ફરી-ફરી ધારણ નહીં કરતાં, નવીનતા ને ધારણ કરજો. આ જ આજનાં દિવસનો મંત્ર છે. રત્નજડિત વસ્ત્ર છોડી જડ જડીભૂત વસ્ત્રો થી પ્રીત નહીં લગાડતાં. સદૈવ બુદ્ધિમાં બાપદાદાની સ્મૃતિ અને નિશાન (લક્ષ્ય) અને આવવાવાળા રાજ્યનાં દૃશ્યો, નયનો માં અને મુખ માં સદૈવ બાપદાદા નું નામ હોય. આને કહેવાય છે બાપદાદા નાં અતિ સ્નેહી અને સમીપ રત્ન. બધાંએ શ્રેષ્ઠ અને સમીપ રત્ન બનવાનો દાવ લગાવ્યો છે, કે જે પણ મળે તે સારું? જો આ વાતમાં સંતુષ્ટ રહ્યાં તો સંપૂર્ણ નહીં બની શકો. એટલે સદૈવ આ દાવ લગાવો કે અમે વિજયી અને સંપૂર્ણ બનીને જ દેખાડીશું. કમજોરી નાં શબ્દ સમાપ્ત. કરશું, થઈ જ જશે, પુરુષાર્થ કરી રહ્યાં છીએ, આ શબ્દ પણ ન નીકળે. કરી ને જ દેખાડીશું, બની ને જ દેખાડીશું. આ છે નિશ્ચયબુદ્ધિ વિજયી રત્નોનાં બોલ અને તે છે કમાનધારી બાળકોનાં બોલ. બનવાનું છે સ્વદર્શન ચક્રધારી પરંતુ બની જાય છે કમાનધારી. ઘણાં વિચારે છે કોઈક તો તે પણ બનશે ને. આ વાતમાં દયાળુ ન બનો. કોઈક તો બનશે એટલે અમે જ બની જઈએ. એવાં બનવાવાળા બહુજ છે. અચ્છા.