Search for a command to run...
5 Nov 1970
ડિલે ઇસ ડેન્જર (વિલંબ એ જ ખતરો)
5 November 1970 · ગુજરાતી
દરેક પોતાની લાઈટ (પ્રકાશ) અને માઇટ (શક્તિ) ને જોઈ પારખી શકો છો? સ્વયં સ્વયંને પરખવાની શક્તિ પોતાનામાં અનુભવ કરો છો? પોતાને હજું સુધી પુરુષાર્થી મૂર્ત સમજો છો કે સાક્ષાત્ અને સાક્ષાત્કાર મૂર્ત પણ સમજો અથવા અનુભવ કરો છો? અથવા સમજો છો કે આ અંતિમ સ્થિતિ છે? હમણાં-હમણાં આપનાં ભક્ત આપની સન્મુખ આવે તો આપનાં ચહેરા થી એમને કયા મૂર્તનો સાક્ષાત્કાર થશે. કયો સાક્ષાત્કાર થશે? સાક્ષાત્કાર મૂર્ત સદૈવ સંપૂર્ણ સ્થિતિ નો સાક્ષાત્કાર કરાવશે, પરંતુ હમણાં જો કોઈ આપની સામે આવે તો એમને આવો સાક્ષાત્કાર કરાવી શકશો? એવું તો નહીં કે તમારાં પુરુષાર્થનાં ઉતાર અને ચઢાવ નો એમને સાક્ષાત્કાર થતો રહેશે? ફોટો પાડતાં સમયે જો કોઈ હલચલ થાય છે તો ફોટો ઠીક આવશે? એમ જ સદૈવ દર સેકન્ડ એમ જ સમજો કે અમારો ફોટો નીકળી રહ્યો છે. ફોટો પાડતાં સમયે દરેક પ્રકારનું ધ્યાન દેવામાં આવે છે એવી રીતે પોતાની ઉપર સદૈવ ધ્યાન રાખવાનું છે. એક-એક સેકન્ડ આ સર્વોત્તમ કે પુરુષોત્તમ સંગમયુગ નાં આ ડ્રામા રુપી કેમેરામાં આપ સર્વ નાં ફોટા પડાતાં જાય છે. જે આ જ ચિત્ર પછી ચરિત્ર નાં રુપમાં ગાયન થતું આવશે. અને હમણાની ભિન્ન-ભિન્ન સ્થિતિનાં ચિત્ર, ભિન્ન-ભિન્ન રુપમાં પૂજાશે. દરેક સમયે આ સ્મૃતિ રાખો કે પોતાનું ચિત્ર ડ્રામા રુપી કેમેરાની સામે પાડી રહ્યો છું. હમણાનાં એક-એક ચિત્ર એક-એક ચરિત્ર, ગાયન અને પૂજન યોગ્ય બનવાનાં છે. જેમ અહીં પણ જયારે તમે લોકો સ્ટેજ ઉપર કોઈ ડ્રામા કરો છો અને સાક્ષાત્કાર કરો છો તો કેટલું ધ્યાન રાખો છો. એમ જ સમજો બેહદનાં સ્ટેજની વચ્ચે પાર્ટ ભજવી રહી છું કે ભજવી રહ્યો છું. આખાં વિશ્વની આત્માઓની નજર મારી તરફ છે. આમ સમજવાથી સંપૂર્ણતા ને જલદી ધારણ કરી શકશો. સમજ્યાં. એક સુવિચાર સદા યાદ રાખો જેનાથી સહજ જ જલ્દી સંપૂર્ણ બની શકશો. એ કયું સુવિચાર યાદ રાખશો? (જવાનું છે અને આવવાનું છે) આ તો ઠીક છે. પરંતુ જવાનું કેવી રીતે છે, સંપૂર્ણ થઈને જવાનું છે કે આમ જ? એનાં માટે શું યાદ રાખવાનું? ડીલે ઇઝ ડેન્જર (વિલંબ એ ખતરો છે). જો કોઈ પણ વાતમાં મોડું કર્યું તો રાજ્ય ભાગ્ય નાં અધિકારમાં પણ એટલું મોડું થઈ જશે. એટલે આ સદૈવ યાદ રાખો કે વર્તમાન સમયનાં પ્રમાણે એક સેકન્ડ પણ ડીલે (વિલંબ) નથી કરવાનું. આજકાલ કમ્પ્લીટ અર્થાત્ સંપૂર્ણ કર્માતીત બનવા માટે પુરુષાર્થ કરતાં-કરતાં મુખ્ય એક કમ્પ્લેન (ફરિયાદ) સમય પ્રતિ સમય બધાની નીકળે છે. ઈચ્છે છે કમ્પ્લીટ થવું પરંતુ એ કમ્પ્લીટ થવા નથી દેતી. એ કંઈ ફરિયાદ છે? વ્યર્થ સંકલ્પો ની. સંપૂર્ણ બનવામાં વ્યર્થ સંકલ્પોનાં તોફાન વિઘ્ન નાખે છે. આ મેજોરીટી (અધિકાંશ) ની ફરિયાદ છે. હવે આને મટાડવાં માટે યુક્તિ બતાવે છે. મનનાં વ્યર્થ સંકલ્પોની ફરિયાદ કેવી રીતે પૂરી થશે? યાદની યાત્રા તો મુખ્ય વાત છે પરંતુ એનાં માટે ભિન્ન-ભિન્ન યુક્તિઓ છે. એ કઈ છે? જે મોટાં વ્યક્તિ હોય છે તેઓની પાસે પોતાનાં દરેક સમયની અપોઈન્ટમેન્ટ (નિયુક્તિ) ની ડાયરી બનાવેલી હોય છે. એક-એક કલાક એમનો ફિક્સ (નિશ્ચિત) હોય છે. એમ તમે પણ મોટાં થી મોટાં છો ને. તો રોજ અમૃતવેલાએ આખાં દિવસની પોતાની અપોઈન્ટમેન્ટ ની ડાયરી બનાવો. જો પોતાનાં મન ને દરેક સમયે અપોઈન્ટમેન્ટ માં બીઝી (વ્યસ્ત) રાખશો તો વ્યર્થ સંકલ્પ સમય નહીં લઇ શકે. અપોઈન્ટમેન્ટ થી ફ્રી રહો છો ત્યારે વ્યર્થ સંકલ્પ સમય લઇ લે છે. તો સમયનું બુકિંગ કરવાની રીત શીખો. પોતાની અપોઈન્ટમેન્ટ પોતે જ બનાવો કે આજે આખાં દિવસમાં શું-શું કરવાનું છે. પછી સમય સફળ થઇ જશે. મન ને શેમાં એપોઈંટ (મુકરર) કરવાનું છે. એનાં માટે ચાર વાત બતાવી છે. ૧. મિલન, ૨. વર્ણન, ૩. મગન, ૪. લગન. લગન લગાવવામાં પણ સમય બહુ જ જાય છે ને. તો મગન ની અવસ્થામાં ઓછા રહો છો. એટલે લગન, મગન, મિલન અને વર્ણન. વર્ણન છે સર્વિસ (સેવા), મિલન છે રુહ-રુહાન કરવું. બાપદાદા ને મળો છો ને. તો આ ચાર વાતો માં પોતાનાં સમયને ફિક્સ (નિશ્ચિત) કરો. જો રોજ ની પોતાની દિનચર્યા ફિક્સ કરવા માટે પૂરા સમયની અપોઈન્ટમેન્ટ ફિક્સ હશે તો વચમાં વ્યર્થ સંકલ્પો ને ડિસ્ટર્બ (ખલેલ) કરવાનો સમય જ નહીં મળશે. જેમ કોઈ મોટાં વ્યક્તિ હોય છે તો વ્યસ્ત હોવાનાં કારણે બીજી વ્યર્થ વાતો તરફ ધ્યાન અને સમય નથી આપી શકતાં. એમ પોતાની દિનચર્યામાં સમયને ફિક્સ કરો. આટલો સમય આ વાતમાં, આ સમય આ વાતમાં લગાડવાનો છે. એવી પોતાની અપોઈન્ટમેન્ટ નિશ્ચિત કરો ત્યારે આ ફરિયાદ ખતમ થશે અને સંપૂર્ણ બની જશો.