Search for a command to run...
9 Dec 1970
પુરુષાર્થ નો મુખ્ય આધાર કેચિંગ પાવર (ગ્રહણ શક્તિ)
9 December 1970 · ગુજરાતી
આજે દરેકની બે વાતો જોઈ રહ્યાં છે કે દરેક કેટલાં નોલેજફુલ (જ્ઞાનવાન) અને કેટલાં પાવરફુલ (શક્તિશાળી) બન્યાં છે. એમાં પણ મુખ્ય કેચિંગ પાવર દરેકની કેટલી પાવરફુલ છે એ જોઈ રહ્યાં છે. પુરુષાર્થ નો મુખ્ય આધાર કેચિંગ પાવર પર છે. જેમ આજકાલ વિજ્ઞાન વાળા અવાજ ને કેચ કરવાનો પણ પ્રયત્ન કરે છે. પરંતુ શાંતિ ની શક્તિથી આપ સૌ શું કેચ કરો છો? જેમ એ લોકો ખૂબ જ પહેલાનાં અવાજ ને કેચ કરે છે, એમ તમે શું કેચ કરો છો? પોતાનાં ૫૦૦૦ વર્ષ પહેલાનાં દૈવી સંસ્કાર કેચ કરી શકો છો? કેચિંગ પાવર એટલી આવી છે. તેઓ તો બીજાનાં અવાજ ને કેચ કરી શકે છે. તમે પોતાનાં મૂળ સંસ્કારો ને ફક્ત કેચ નથી કરતાં, પરંતુ પોતાનું પ્રેક્ટિકલ (પ્રત્યક્ષ) સ્વરુપ બનાવો છો. સદૈવ આ જ સ્મૃતિમાં રાખો કે હું આ જ હતો અને ફરી બની રહ્યો છું. જેટલાં-જેટલાં એ સંસ્કારોને કેચ કરી શકશો એટલાં સ્વરુપ બની શકશો. પોતાની સ્મૃતિ ને શક્તિશાળી બનાવો અર્થાત્ શ્રેષ્ઠ અને સ્પષ્ટ બનાવો. જેમ પોતાનાં વર્તમાન સ્વરુપ નો, વર્તમાન સંસ્કારો નો સ્પષ્ટ અનુભવ થાય છે એમ પોતાનાં આદિ સ્વરુપો અને સંસ્કારો નો પણ એટલો જ સ્પષ્ટ અનુભવ થાય. સમજ્યાં. એટલી કેચિંગ પાવર જોઈએ. જેમ વર્તમાન સમય માં પોતાની ચલન અને કર્તવ્ય સ્પષ્ટ અને સરળ સ્મૃતિ માં રહે છે. એમ પોતાની વાસ્તવિક ચલન સરળ અને સ્પષ્ટ સ્મૃતિ માં રહે. સદૈવ એ જ દૃઢ સંકલ્પ રહે કે આ હું જ તો હતો. ૫૦૦૦ વર્ષની વાત એટલી સ્પષ્ટ અનુભવ માં આવે જાણે કાલ ની વાત. આને કહેવાય છે કેચિંગ પાવર. પોતાની સ્મૃતિ ને એટલી શ્રેષ્ઠ અને સ્પષ્ટ બનાવીને જજો. ભઠ્ઠીમાં આવ્યાં છો ને. સદૈવ પોતાનું આદિ સ્વરુપ અને આદિ સંસ્કાર સામે દેખાય. પોતાની સ્મૃતિને પાવરફુલ બનાવવાથી વૃત્તિ અને દૃષ્ટિ જાતે જ પાવરફુલ બની જશે. પછી આ કુમાર ગ્રુપ શું બની જશે? અનુકુમાર અર્થાત્ અનોખા. દરેક નાં બે નયનો થી બે સ્વરુપ નાં સાક્ષાત્કાર થશે. કયા બે સ્વરુપ? સંભળાવ્યું હતું ને કે નિરાકારી અને દિવ્યગુણધારી. ફરિશ્તા રુપ અને દૈવી રુપ. દરેક એવો અનુભવ કરશે અથવા દરેક થી એવો અનુભવ થશે જેમ કે હરતાં-ફરતાં લાઈટ હાઉસ (પ્રકાશ સ્તંભ) અને માઈટ હાઉસ (શક્તિ સ્તંભ) છે. એવો પોતાનાં સ્વરુપ નો સાક્ષાત્કાર થાય છે? જ્યારે ૫૦૦૦ વર્ષની વાત ને કેચ કરી શકો છો, અનુભવ કરી શકો છો તો આ અંતિમ સ્વરુપ નો અનુભવ નથી થતો? હવે જે કાંઈ કમી રહી ગઈ છે એ ભરી ને એવાં અનુભવી મૂર્ત બનીને જશો. તો જોજો ક્યાંય કોઈ કમી રહી ન જાય. ભઠ્ઠીથી એવું પરિવર્તન કરી ને જજો, જેમ ક્યારેક-ક્યારેક સતયુગી આત્માઓ જ્યારે પ્રવેશ કરે છે તો એમને આ પુરુષાર્થી જીવનનું બિલકુલ જ જ્ઞાન નથી હોતું. એમ આપ સૌને કમજોરીઓ અને કમીઓનું જ્ઞાન પણ મર્જ (વિસ્મૃત) થઈ જાય. એનાં માટે વિશેષ આ સંગઠને બે વાતો યાદ રાખવાની છે. બે વાતો બે શબ્દોમાં જ છે. એક ગેસ્ટ હાઉસ (મહેમાન ઘર), બીજું ગેટ આઉટ અર્થાત્ બહાર કાઢવાનું છે અને આગળ માટે અંદર આવવા નથી દેવાનું. બીજું આ જૂની દુનિયાને સદૈવ ગેસ્ટ હાઉસ સમજો. પછી ક્યારેય કમજોરી કે કમી નો અનુભવ નહીં કરશો. સહજ પુરુષાર્થ છે ને. આ સંગઠને કમાલ કરીને દેખાડવાની છે એટલે સદૈવ લક્ષ્ય રાખવાનું છે કે હવે ફરી ૨૧ જન્મ માટે રેસ્ટ (આરામ) કરવાનો છે. પરંતુ હમણાં એક સેકન્ડ માટે પણ મન્સા, વાચા, કર્મણા સેવા માં રેસ્ટ નહીં. ત્યારે જ બેસ્ટ (સર્વોત્તમ) બનશો. સમજ્યાં. કારણ કે આ છે હાર્ડ વર્કર ગ્રુપ(મહેનતું કામદાર). હાર્ડ વર્કર ગ્રુપ માં આરામ નથી. ક્યારેય આરામ નથી કરતાં અને વેસ્ટ (બગાડ) નથી કરતાં. એટલે આ હાર્ડ વર્કર્સ ગ્રુપ અથવા રુહાની સેવાધારી સંગઠન ને સેવા સિવાય બીજું કાઈ સૂઝે જ નહીં. આ છે નામ નું કામ. આ પણ યાદ રાખજો - સેવા પ્રતિ સ્વયં જ ઓફર (પ્રસ્તાવ) કરવાની છે ત્યારે બાપદાદા થી આફરીન (શાબાશી) મળશે. હાર્ડ વર્કર્સ અથવા રુહાની સેવાધારી સંગઠને સદૈવ આ સુવિચાર યાદ રાખવાનો છે. સમાવવું અને સામનો કરવો અમારો નિશાનો છે. આ છે આ સંગઠન નો સુવિચાર. સામનો માયા થી કરવાનો છે ન કે દૈવી પરિવાર થી. સમાવવાનું શું છે? પોતાનાં જૂનાં સંસ્કારો ને સમાવવાનાં છે. નોલેજફુલ ની સાથે-સાથે પાવરફુલ પણ બનવાનું છે ત્યારે જ સર્વીસેબલ (સેવાધારી) બનશો. અચ્છા. તિલક સમારોહ જોઈ રાજતિલક સમારોહ યાદ આવે છે? હવે આ તિલક સંપૂર્ણ સ્થિતિમાં રહેવાં માટે છે. પછી મળશે રાજતિલક. આ તિલક છે પ્રતિજ્ઞા અને પ્રત્યક્ષતા નું તિલક. એટલી શક્તિ છે? રુહાની સંગઠન માટે આ ખાસ શિક્ષા આપી રહ્યાં છે. પોતાને જેટલાં અધિકારી સમજો છો એટલાં જ સત્કારી બનો. પહેલાં સત્કાર આપવો પછી અધિકાર લેવો. સત્કાર અને અધિકાર બંને સાથે-સાથે હોય. જો સત્કાર ને છોડીને ફક્ત અધિકાર લેશો તો શું થઈ જશે? જે કંઈ કર્યું એ નકામું થઇ જશે. એટલે બન્ને વાતો ને સાથે-સાથે રાખવાની છે. અચ્છા.