Search for a command to run...
18 Jan 1970
સંપૂર્ણ વિલ કરવાથી વિલ-પાવર ની પ્રાપ્તિ
18 January 1970 · ગુજરાતી
આજે શા માટે બોલાવ્યાં છે? આજે બાપદાદા શું જોઈ રહ્યાં છે? એક-એક તારાને કયા રુપમાં જોઇ રહ્યાં છે? તારાઓમાં પણ શું વિશેષતા જુએ છે? દરેક તારાની સંપૂર્ણતાની સમીપતા જોઈ રહ્યાં છે. આપ સર્વ પોતાને જાણો છો કે કેટલાં સંપૂર્ણતાનાં સમીપ પહોંચ્યા છો? સંપૂર્ણતાનાં સમીપ પહોંચવાની પરખ શું હોય છે? સંપૂર્ણતાની પરખ એ જ છે કે તેઓ બધી વાતોને, બધી રીતે થી બધાં રુપોથી પારખી શકે છે. આજે આખાં દિવસમાં કઈ-કઈ સ્મૃતિ આવી? ચિત્ર સ્મૃતિ માં આવ્યું કે ચરિત્ર સ્મૃતિ માં આવ્યું? ચિત્રની સાથે બીજું કંઈ યાદ આવ્યું? (શિક્ષા યાદ આવી, ડ્રામા યાદ આવ્યો) ચિત્રની સાથે વિચિત્ર પણ યાદ આવ્યાં? કેટલો સમય ચિત્ર ની યાદમાં હતાં, કેટલો સમય વિચિત્ર ની યાદમાં હતાં કે બંનેની યાદ મળેલી હતી? વિચિત્ર ની સાથે ચિત્રને યાદ કરવાથી પોતે પણ ચરિત્રવાન બની જશો. જો ફક્ત ચિત્ર અને ચરિત્રને યાદ કરશો તો ચરિત્ર ની જ યાદ રહેશે. એટલે વિચિત્ર ની સાથે ચિત્ર અને ચરિત્ર યાદ આવે. આજ નાં દિવસે બીજું પણ કોઈ વિશેષ કાર્ય કર્યુ? ફક્ત યાદમાં જ મગન હતાં કે યાદ ની સાથે બીજું પણ કાંઈ કર્યુ? (વિકર્મ વિનાશ) - આ તો યાદનું પરિણામ છે. બીજું વિશેષ શું કર્તવ્ય કર્યુ? પૂરો એક વર્ષનો તમારો ચાર્ટ જુઓ? આ અવ્યક્ત ભણતર, આ અવ્યક્ત સ્નેહ અને સહયોગ નું રીઝલ્ટ (પરિણામ) તપાસ કર્યુ. આ અવ્યક્ત સ્નેહ અને સહયોગ નું ૧૨ મહિનાનું પેપર શું છે, તપાસ કર્યુ? તપાસ કર્યા બાદ જ પોતાની ઉપર વધુ એટેન્શન (ધ્યાન) રાખી શકાય છે. તો આજ નાં દિવસે સ્વયં જ પોતાનું પેપર તપાસ કરવાનું છે. વ્યક્ત ભાવ થી અવ્યક્ત ભાવમાં ક્યાં સુધી આગળ વધ્યાં - આ તપાસ કરવાની છે. જો અવ્યક્ત સ્થિતિ વધી છે તો પોતાની ચલનમાં પણ અલૌકિક હશો. અવ્યક્ત સ્થિતિ ની પ્રેક્ટિકલ પરખ શું છે? અલૌકિક ચલન. આ લોકમાં રહેતાં અલૌકિક ક્યાં સુધી બન્યાં છો? આ તપાસ કરવાનું છે. આ વર્ષમાં પહેલી પરીક્ષા કઈ થઈ? આ નિશ્ચય ની પરીક્ષા માં દરેકે કેટલાં-કેટલાં માર્ક્સ (ટકા) લીધાં. તે પોતે પોતાને જાણે છે. નિશ્ચય ની પરીક્ષા તો થઈ ગઈ. હવે કઈ પરીક્ષા થવાની છે? પરીક્ષા ની ખબર હોવા છતાં પણ ફેલ (નપાસ) થઈ જાય છે. કોઈ-કોઈનાં માટે આ મોટું પેપર છે પરંતુ કોઈ-કોઈનું હવે મોટું પેપર થવાનું છે. જેમ આ પેપર માં નિશ્ચયની પરીક્ષા થઇ તેમ જ હવે કયું એવું પેપર આવવાનું છે? વ્યક્તમાં પણ હજું પણ સહારો (આધાર) છે. જેમ પહેલાં પણ નિમિત્ત બનેલ સાકાર તનનો સહારો હતો તેમ જ હમણાં પણ ડ્રામા માં નિમિત્ત બનેલાં, સાકાર માં આધાર છે. પહેલાં પણ નિમિત્ત જ હતાં. હમણાં પણ નિમિત્ત છે. આ આખાં પરિવારનો સાકાર સહારો ખૂબ શ્રેષ્ઠ છે. અવ્યક્ત માં તો સાથ છે જ. જેટલો સ્નેહ હોય છે એટલો સહયોગ પણ મળે છે. સ્નેહની કમી (ખોટ) નાં કારણે સહયોગ પણ ઓછો મળે છે. સાકાર થી સ્નેહ અર્થાત્ આખાં સિજરા (પરિવાર) થી સ્નેહ. સાકાર એકલા નથી. પ્રજાપિતા બ્રહ્મા તો તેમની સાથે પરિવાર છે. માળાનાં મણકા છો ને. માળામાં એક મણકો નથી હોતો. માળામાં એક જ યાદ નાં સૂત્રમાં, સ્નેહમાં પરિવાર સમાયેલો છે. તો આ જેમ કે માળામાં સ્નેહનાં સૂત્રમાં પરોવાયેલાં છે. દૈવી કુળ તો ભવિષ્યમાં છે, આ બ્રાહ્મણ કુળનું ખુબ મહત્વ છે. જેટલો-જેટલો બ્રાહ્મણ કુળ થી સ્નેહ અને સમીપતા હશે એટલી જ દૈવીરાજ્ય માં સમીપતા હશે. સાકારમાં શું સબૂત (પ્રમાણ) જોયું? બાપદાદા કોને આગળ રાખે છે? બાળકોને. કારણ કે બાળકો વગર મા-બાપનું નામ પ્રખ્યાત નથી થઈ શકતું. તો જેમ સાકાર માં કર્મ કરીને દેખાડ્યું તે જ ફોલો (અનુસરણ)કરવાનું છે. અહીંયા પેપર પહેલાં જ સંભળાવાય છે. નિશ્ચયનું પેપર તો થયું. પરંતુ હવે પેપર થવાનું છે દરેક નાં સ્નેહ, સહયોગ અને શક્તિનું. હવે તે સમય નજીક આવી રહ્યો છે જેમાં તમારું પણ કલ્પ પહેલાવાળું ચિત્ર પ્રત્યક્ષ થવાનું છે. અનેક પ્રકારની સમસ્યાઓનાં પરિવર્તન માટે આંગળી આપવાની છે. કળયુગી પહાડ તો પાર થવાનો જ છે. પરંતુ આ વર્ષમાં મનની સમસ્યાઓ, તનની સમસ્યાઓ, વાયુમંડળની સમસ્યાઓ સર્વ સમસ્યાઓનાં પહાડ ને સ્નેહ અને સહયોગ ની આંગળી આપવાની છે. તનની સમસ્યા પણ આવવાની છે. લૌકિક સંબંધમાં તો પાસ થઈ ગયાં. પરંતુ આ, જે અલૌકિક સંબંધ છે, તે સબંધ દ્વારા પણ નાની-મોટી સમસ્યાઓ આવશે. પરંતુ આ સમસ્યાઓ બધી પેપર સમજવાની, આ પ્રેક્ટિકલ વાતો નથી સમજવાની. આ પેપર સમજજો. જો પેપર સમજીને તેને પાસ કરશો તો પાસ થઈ જશો. હવે જોવાનું છે પેપર આઉટ (બતાવ્યા) થયાં પછી પણ કેટલાં પાસ થાય છે. પછી આ પેપરનું રિઝલ્ટ સંભળાવશે. આ સમયે પોતાનામાં વિલપાવર (આત્મવિશ્વાસ) ધારણ કરવાનો છે. હમણાં વિલપાવર નથી આવ્યો. યથા યોગ્ય, યથા શક્તિ પાવર છે.
વિલ પાવર કેવી રીતે આવશે? વિલ પાવર આવવાનું સાધન કયું છે? વિલ પાવર ની કમી કેમ છે? તેનું કારણ શું ખબર છે? યાદ ની કમી પણ કેમ છે? બાપે સાકાર માં કર્મ કરીને દેખાડ્યું છે, વિલ પાવર કેવી રીતે આવ્યો? પહેલું-પહેલું પગલું કયું ઉઠાવ્યું? બધુંજ વિલ કરી દીધું? વિલ કરવામાં વાર તો નથી કરી? જે પણ ખોટ છે અંદર અથવા બહાર. તે સંપૂર્ણ વિલ નથી કરી ત્યાં સુધી વિલ પાવર આવી નથી શકતો. સાકારે (બ્રહ્માએ) કઈ વિચાર્યું શું? કે કેવી રીતે થશે, શું થશે, આ ક્યારેય વિચાર્યુ? જો કોઈ વિચારી-વિચારી ને વિલ કરે છે તો તેનું એટલું ફળ નથી મળતું. જેમ ઝાટકૂં અને વગર ઝાટકૂં નો ફરક હોય છે. પહેલાં સ્વીકાર કોણ થાય છે? જે પહેલાં સ્વીકાર થાય છે તેને નંબરવન ની શક્તિ મળે છે. જે પહેલાં સ્વીકાર નથી થતાં તેમને શક્તિ પણ એટલી પ્રાપ્ત નથી થતી. આ વાત પર વિચારજો. બાપદાદા વર્તમાન ની સાથે ભવિષ્ય પણ જાણે છે. તો ભવિષ્ય કર્મબંધનની રસ્સીઓ (દોરી) જોઈને એટલી ઝડપ થી દોડ નથી કરાવતાં. કર્મબંધન ની દોરીઓને કાપવી પોતાનું કર્તવ્ય છે. જો કોઈપણ દોરી તૂટી નથી તો મનનું ખેચાણ થતું રહે છે. એટલે દોરીઓ કપાવવા માટે રાહ જુએ છે. દોરીઓ જો તૂટેલી છે તો પછી કોઈ અટકી શકે છે? છૂટેલાં ક્યારેય કોઈ પણ બંધનમાં અટકી નથી શકતાં.
આજ નાં દિવસે શું કરવાનું છે અને આવતાં વર્ષ માટે શું તૈયારી કરવાની છે - તે બધું યાદ રાખવાનું છે. વિદેહી ને યુગલ બનાવશો તો વિદેહી બનવામાં સહયોગ મળશે. વિદેહી બનવામાં સહયોગ ઓછો મળે છે, સફળતા ઓછી જોવામાં આવે છે તો સમજવું જોઈએ કે વિદેહી ને યુગલ નથી બનાવ્યાં. કમાલ એને કહેવાય છે જે મુશ્કિલ વાત ને સહજ કરે. સહજ વાતોને પાર કરવી કોઈ કમાલ નથી. મુશ્કેલીઓને પાર કરવી તે છે કમાલ. જો મુશ્કેલીઓમાં જરા પણ મૂંરઝાયા તો શું થશે?... એક સેકન્ડ માં સોદો કરવા વાળા ક્યાંય ફસાતાં નથી. ફાસ્ટ જવાવાળા ક્યાંય ફસાશે નહીં. ફસાવા વાળા ફાસ્ટ નહીં જઈ શકે. લાસ્ટ સ્થિતિ ને જોઈ ફાસ્ટ જવાનું છે. હજું પણ ફાસ્ટ જવાનો ચાન્સ (તક) છે. ફક્ત એક હાઈ જમ્પ (ઊંચી છલાંગ) લગાવવાની છે. લાસ્ટ (અંત) માં ફાસ્ટ નહીં જઈ શકશો. અચ્છા -