Search for a command to run...
25 Dec 1969
અનાસક્ત બનવાનાં માટે તન અને મન ને અમાનત સમજો
25 December 1969 · ગુજરાતી
બાપદાદા ને ક્યાં બોલાવ્યાં છે અને શેનાં માટે? હમણાં ક્યાં બેઠાં છો? મધુબન માં તો છો પરંતુ મધુવન માં પણ બાપ ક્યાં આવ્યાં છે? ફૂલવાડી માં બેઠાં છો કે મહેફિલ માં? બાપદાદા રુહાની રુહો ને જોઈ રહ્યાં છે અને સાથે-સાથે દરેક ફૂલ થી નીકળેલી રુહાની સુગંધ પણ લઇ રહ્યાં છે. જેમ તે લોકો ફૂલોમાંથી એસન્સ (અત્તર) નીકાળે છે, તેને રુહ કહે છે. તેની સુગંધ ખુબ સરસ અને મીઠી હોય છે. તો અહીંયા મધુબન માં રહેતાં પણ આજે રુહાની દુનિયાનું ભ્રમણ કરી રહ્યાં છે. આપ સર્વે પણ રુહાની રુપમાં રહીને દરેક કર્મ કરવાનું છે ત્યારે સર્વિસ (સેવા) માં કે કર્મ માં રોનક આવશે. હમણાં નવીનતા ઈચ્છો છો ને. કે જેમ ચાલી રહ્યું છે તેમાં સંતુષ્ટ છો? નવી રોનક ત્યારે આવશે જ્યારે દરેક કર્મ માં, દરેક સંકલ્પ માં, વાણી માં રુહાનિયત હશે. રુહાનિયત કેવી રીતે આવશે? એનાં માટે શું કરવાનું છે જે રુહાનિયત સદા કાયમ રહે? શું બદલવાનું છે? (દરેકે ભિન્ન-ભિન્ન વાતો સંભળાવી) આ તો છે મુખ્ય વાતો જે બધાંને પાક્કી થઇ છે. પરંતુ રુહાનિયત ન રહેવાનું કારણ શું છે? વફાદાર, ફરમાનવરદાર કેમ નથી બની શકતાં? (સંબંધની ખોટ) સંબંધ માં ખોટ પણ કેમ પડે છે? નિશ્ચયબુદ્ધિ નું તિલક તો બધાને લાગેલું છે. પ્રશ્ન આ છે કે રુહાનિયત સદા કાયમ કેમ નથી રહેતી? રુહાનિયત કાયમ ન રહેવાનું કારણ આ છે કે પોતાને અને બીજાઓને, જેમની સર્વિસ નાં માટે હું નિમિત્ત છું, તેમને બાપદાદા ની અમાનત સમજી ને ચાલવું. જેટલું પોતાને અને બીજાઓને અમાનત સમજશો તો રુહાનિયત આવશે. અમાનત ન સમજવાથી કાંઈક ખોટ પડી જાય છે. મનનાં સંકલ્પ જે કરો છો તે પણ એવું સમજીને કરો કે આ મન પણ એક અમાનત છે. આ અમાનત માં ખયાનાત (વિશ્વાસ ઘાત) નથી રાખવાની. બીજા શબ્દોમાં તમે બીજાઓને ટ્રસ્ટી કહી ને સમજાવો છો ને. તેમને ટ્રસ્ટી કહો છો, પરંતુ પોતાનાં મન અને તન ને અને જે કંઈ પણ નિમિત્ત રુપ માં મળ્યું છે - ભલે જિજ્ઞાસુ છે, સેવાકેન્દ્ર છે, કે સ્થૂળ કોઈ પણ વસ્તુ છે, પરંતુ માત્ર અમાનત છે. અમાનત સમજવાથી એટલાં જ અનાસક્ત રહેશો, બુદ્ધિ નહીં જશે. અનાસક્ત થવાથી જ રુહાનિયત આવશે. આટલાં સુધી પોતાને શમા (દીપક) પર અર્પણ થવાનું છે. અર્પણ થવાનું તો છે પરંતુ ક્યાં સુધી? આ મારા સંસ્કાર છે, આ “મારા સંસ્કાર” શબ્દ પણ મટી જાય. મારા સંસ્કાર પછી ક્યાંથી આવ્યાં, મારા સંસ્કારો નાં કારણે જ આ વાતો થાય છે. એટલાં સુધી અર્પણ થવાનું છે કે નેચર (સ્વભાવ) પણ બદલાઇ જાય. જ્યારે દરેક નો નેચર બદલાય ત્યારે આપ લોકો નાં અવ્યક્ત પિક્ચર (ચિત્ર) બનશે. સંગમયુગ ની સંપૂર્ણ સ્ટેજ (સ્થિતિ) નું પિક્ચર (દૃશ્ય) કયું છે? ફરિશ્તા માં શું વિશેષતા હોય છે? એક તો બિલકુલ હલકાપણું હોય છે. હલકાપણું હોવાનાં કારણે જેવી પણ પરિસ્થિતિ હોય તેવી પોતાની સ્થિતિ બનાવી શકશે. જે ભારે હોય છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને સેટ (સ્થિત) નથી કરી શકતાં. તો ફરિશ્તાપણા ની મુખ્ય વિશેષતા થઈ કે તે બધી વાતોમાં હલકા હશે - સંકલ્પોમાં પણ હલકાં, વાણીમાં પણ હલકાં અને કર્મ કરવામાં પણ હલકાં અને સંબંધમાં પણ હલકાં રહેશે. આ ચાર વાતો માં હલકાપણું છે તો ફરિશ્તા ની અવસ્થા છે. હવે જોવાનું છે - ક્યાં સુધી આ ૪ વાતોમાં હલકાપણું છે? જે હલકાં હશે તે એક સેકન્ડમાં કોઈ પણ આત્માનાં સંસ્કારોને પારખી શકશે અને જે પણ પરિસ્થિતિ સામે આવશે તેનો એક સેકન્ડ માં નિર્ણય કરી શકશે. આ છે ફરિશ્તાપણા ની પરખ. જ્યારે આ બધાં ગુણ દરેક કર્મમાં પ્રત્યક્ષ જોવામાં આવે તો સમજવું હવે સંપૂર્ણ સ્થિતિ નજીક છે. સાકાર રુપ ની સંપૂર્ણ સ્થિતિ કઈ વાતોમાં નજર આવતી હતી? મુખ્ય વાત તો, પોતાની સંપૂર્ણ સ્થિતિ ની પરખ પોતે જ કરવાની છે - આ વાતો થી. આ ગ્રુપ નો મુખ્ય ગુણ કયો છે? તે ગ્રુપ હતું યજ્ઞ-સ્નેહી અને આ ગ્રુપ છે યજ્ઞ-સહયોગી.
યજ્ઞ-સહયોગી માં તો બધાં પાસ છે. બાકી શું કરવાનું છે? એવી પણ સ્થિતિ હશે જે કોઈના મનમાં જે સંકલ્પ ઉઠશે તે તમારી પાસે પહેલાં જ પહોંચી જશે, બોલવા-સાંભળવાની આવશ્યકતા નથી. પરંતુ આ ત્યારે થશે જ્યારે બીજાઓનાં સંકલ્પોને રીડ કરવા (વાંચવા) માટે પોતાના સંકલ્પો ની ઉપર ફુલ બ્રેક (સંપૂર્ણ નિયંત્રણ) હશે. બ્રેક પાવરફુલ (શક્તિશાળી) હોય. જો પોતાનાં સંકલ્પો ને સમેટી નહીં શકો તો બીજાઓનાં સંકલ્પોને સમજી નહીં શકો. એટલે કહ્યું હતું કે સંકલ્પોનો વિસ્તાર બંધ કરતાં જાઓ. જેટલી-જેટ લી સંકલ્પોને સમેટવાની શક્તિ હશે એટલી-એટલી બીજાઓનાં સંકલ્પોને સમજવાની પણ શક્તિ હશે. પોતાનાં સંકલ્પોનાં વિસ્તારમાં જવાનાં કારણે પોતાને જ નથી સમજી શકતાં, તો બીજાઓ ને શું સમજશો. એટલે આ સ્થિતિ પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર આવતી જશે, આ પણ સંપૂર્ણ સ્થિતિ ની પરખ છે. ક્યાં સુધી સંપૂર્ણ સ્થિતિ ની નજીક આવ્યાં છો, તેની પરખ આ વાતો થી સ્વયં પોતે જ કરવાની છે.
આ ઓલરાઉન્ડર (સર્વાંગી) ગ્રુપ છે. ઓલરાઉન્ડર નું લક્ષ્ય શું હોય છે? લક્ષણ છે પરંતુ જે લક્ષ્ય રાખ્યું છે તે થોડું વધારે આગળ નું રાખવું જોઈએ. હમણાં સુધી જે પ્રેક્ટિકલમાં (વ્યવહારમાં) છે તે હિસાબ થી કયા રાજા ગણાશો? હમણાંની સર્વિસ નાં સાક્ષાત્કાર પ્રમાણે કયા રાજા બનશો? પુરુષાર્થ થી પદ તો સ્પષ્ટ થઈ જ જાય છે. ભલે સૂર્યવંશી તો છો પરંતુ એક હોય છે વિશ્વનાં રાજા, તો વિશ્વ મહારાજન ની સાથે પોતાનાં રાજ્યનાં રાજા પણ હોય છે. હવે બતાવો તમે કયા રાજા છો? શરું માં કોણ આવશે? વિશ્વનાં મહારાજન બનવું અને વિશ્વ-મહારાજન નાં નજીકનાં સંબંધી બનવું - આનાં માટે કયું સાધન હોય છે? વિશ્વનું કલ્યાણ તો થઈ જ જશે. પરંતુ વિશ્વનાં મહારાજન જે બનવા વાળા છે, તેમની હમણાં શું નિશાની હશે? આ પણ બ્રાહ્મણોનું વિશ્વ છે અર્થાત્ નાનોકડો સંસાર છે. તો જે વિશ્વ મહારાજન બનવાનાં છે તેમનો આ વિશ્વ અર્થાત્ બ્રાહ્મણ કુળ ની દરેક આત્મા ની સાથે સંબંધ હશે. જે અહીંયા આ નાનાં પરિવાર, સર્વનાં સંબંધમાં આવશે તે ત્યાં વિશ્વનાં મહારાજન બનશે. હવે બતાવો કયા રાજા બનશો? એક હોય છે જે સ્વયં તખ્ત પર બેસશે અને પછી એક એવાં પણ છે જે તખ્ત-નશીન બનવાવાળા ની નજીકનાં સહયોગી હશે. નજીકનાં સહયોગી પણ થવું છે તો તેનાં માટે પણ હમણાં શું કરવું પડશે? જે પૂરો દૈવી પરિવાર છે, તે સર્વ આત્માઓનાં કોઈ ને કોઈ પ્રકાર થી સહયોગી બનવું પડશે. એક હોય છે આખાં કુળ ની સર્વિસનાં નિમિત્ત બનવું. અને બીજું હોય છે ફક્ત નિમિત્ત બનવું, પરંતુ કોઈ ને કોઈ પ્રકાર થી સર્વનાં સહયોગી બનવું. એમ જ પછી ત્યાં તેમનાં નજીકનાં સહયોગી થશે. તો હવે પોતે પોતાને જુઓ. વિશ્વ-મહારાજન બનશો ને? નંબરવાર વિશ્વ-મહારાજન કયા બને છે, તે પણ દિન-પ્રતિદિન પ્રત્યક્ષ જોતા જશો. એવું નથી કે હવે નથી બની શકાતું. હમણાં પણ જમ્પ આપી (છલાંગ મારી) શકો છો. મેકપ (ભરપાઈ) કરવાનો હમણાં સમય છે, પરંતુ થોડો સમય છે. સમય થોડો છે, મહેનત વિશેષ કરવી પડશે. પરંતુ મેકપ કરી શકો છો. વિશ્વ નાં મહારાજન નાં સંસ્કાર શું હશે? આજે બાપદાદા વિશ્વનાં મહારાજન બનાવવાનું ભણતર ભણાવે છે. તેનાં સંસ્કાર શું હશે? જેમ બાપ સર્વ નાં સ્નેહી સર્વ એમનાં સ્નેહી. આ તો પ્રેક્ટીકલ (વ્યવહાર) માં જોયું ને. એમ એક-એક ની અંદર થી તેમનાં પ્રતિ સ્નેહનાં ફૂલ વરસશે. જ્યારે સ્નેહ નાં ફૂલ અહીંયા વરસશે ત્યારે આટલાં જડ ચિત્રો ઉપર પણ ફૂલ વરસશે. તો અહીંયા પણ પોતાને જુઓ કે - મુજ આત્માની ઉપર કેટલાં સ્નેહનાં પુષ્પો ની વર્ષા થઈ રહી છે? તે છુપાઈ ન શકે. જેટલાં સ્નેહ નાં પુષ્પ એટલાં દ્વાપર માં પૂજા નાં પુષ્પ ચઢશે. ક્યાંક-ક્યાંક, કોઈ પુષ્પ ચઢાવવા માટે ક્યારેક-ક્યારેક જાય છે અને ક્યાંક તો દરરોજ ખુબ પુષ્પોની વર્ષા થાય છે. ખબર છે? આનું કારણ શું? તો આ જ લક્ષ્ય રાખો કે સર્વ નાં સ્નેહનાં પુષ્પ પાત્ર બનીએ. સ્નેહ કેવી રીતે મળે છે? એક-એક ને પોતાનો સહયોગ આપશો તો સહયોગ મળશે. અને જેટલાં નાં અહીંયાં સહયોગી બનશો તેટલાં નાં સ્નેહ નાં પાત્ર બનશો. અને આમ જ પછી વિશ્વનાં મહારાજન બનશો. એટલે લક્ષ્ય મોટું રાખો.
આજે એક ભક્તિમાર્ગનું ચિત્ર યાદ આવી રહ્યું છે. આજે જોઈ પણ રહ્યાં હતાં તો હર્ષાઇ પણ રહ્યાં હતાં. જોઈ રહ્યાં હતાં - આંગળી આપવાવાળા તો છે ને. આંગળી આપી પણ છે કે આપવાની છે? ક્યાં સુધી આંગળી પહોંચી છે? જો આંગળી આપવી છે તો તેનો અર્થ છે જ્યાં સુધી આંગળી પહોંચી છે ત્યાં સુધી નથી આપી. પહાડ ઉપડ્યો નથી. કેમ? એટલો ભારે છે કે શું? આટલાંઓ ની આંગળી પણ મળી ગઈ છે, પછી પણ પહાડ કેમ નથી ઉપડતો? કલ્પ પહેલાં નું જે યાદગાર છે તે સફળ ત્યારે થયું છે જ્યારે બધાનું સંગઠિત રુપમાં બળ મળ્યું છે. એટલે થોડો ઉપડે છે પછી બેસી જાય છે. દરેક પોતે-પોતાની આંગળી લગાવી રહ્યાં છે પરંતુ હવે આવશ્યકતા છે સંગઠિત રુપ માં. સ્વયંની આંગળી આપી છે પરંતુ હવે સંગઠન માં શક્તિ ત્યારે ભરાશે જ્યારે તે બળ આવશે. હવે શક્તિ દળની પ્રત્યક્ષતા થવાની છે. બધાં ફૂલ તો બન્યાં છે પરંતુ હવે ગુલદસ્તા માં સંગઠિત રુપમાં આવવાનું છે. હમણાં કોઈ પુષ્પ ક્યાંક-ક્યાંક પોતાની રંગત દેખાડી રહ્યાં છે, કોઈ પોતાની સુગંધ આપી રહ્યાં છે, કોઈ પોતાનું રુપ દેખાડી રહ્યાં છે. પરંતુ રુપ, રંગ, સુગંધ જ્યારે બધાં પ્રકારનાં ગુલદસ્તા નાં રુપ માં આવી જશે ત્યારે દુનિયાની આગળ પ્રત્યક્ષ થશે. હવે એવો પ્લાન (યોજના) બનાવો જે સંગઠિત રુપમાં કોઈ નવીનતા દુનિયાની આગળ દેખાડો. એક-એક અલગ હોવાનાં કારણે મહેનત પણ વધારે કરવી પડે છે. પરંતુ સંગઠન માં મહેનત ઓછી, સફળતા વધારે હશે. જ્યારે સંગમયુગ નાં સંગઠન ને સફળ બનાવશો ત્યારે સર્વિસની સફળતા થશે. યોગ્યતાઓ બધી છે પરંતુ યોજના સુધી રહી જાય છે. હવે પોતાની યોગ્યતાઓ થી બીજાઓને પણ બાપ નાં સમીપ લાવવા યોગ્ય બનાવો.
આ જે ગ્રુપ છે, આ છે આત્માઓનાં સંબંધ જોડાવવાનો પાયો નાખવા વાળું. જેવો પાયો નાખશો તેવું જ તેમનું આગળ નું જીવન બનશે. બધી વાતોમાં જેટલાં સ્વયં મજબૂત હશો એટલો અનેકોનો પાયો મજબૂત નાખી શકશો. જેટલી પોતાનામાં સર્વ ક્વોલીફીકેશન (લાયકાત) હશે, એવી જ ક્વોલિટી (ગુણવતા) આવશે. જો પોતાનામાં ક્વોલીફીકેશન ઓછું છે તો ક્વોલિટી પણ ઓછી આવશે. એટલે એવું સમજો કે અમે બધાં પાયો નાખવા વાળા છીએ. પોતાનાં ક્વોલીફીકેશન થી જ ક્વોલીટી આવશે. આપ સમાન ત્યારે બનાવી શકશો, જ્યારે બાપદાદાનાં ગુણોની સમાનતા પોતાનામાં લાવશો. અચ્છા!