Search for a command to run...
22 Jan 1970
અંતિમ કોર્સ (અભ્યાસ) - મન નાં ભાવો ને જાણવાં
22 January 1970 · ગુજરાતી
બધાં ક્યાં બેઠાં છો અને શું જોઈ રહ્યાં છો? અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈ અવ્યક્ત રુપને જોઇ રહ્યાં છો કે વ્યક્ત માં અવ્યક્ત ને જોવાનો પ્રયત્ન કરો છો? આ દુનિયામાં અવાજ છે. અવ્યક્ત દુનિયામાં અવાજ નથી. એટલે બાપ બધાં બાળકોને અવાજ થી પરે (પાર) લઈ જવાની ડ્રિલ (કસરત) શીખવાડી રહ્યાં છે. એક સેકન્ડ માં અવાજ માં આવવું, એક સેકન્ડ માં અવાજ થી પરે થઈ જવું એવો અભ્યાસ આ વર્તમાન સમય માં ખુબ આવશ્યક છે. તે સમય પણ આવશે. જેમ-જેમ અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થતાં જશો એમ-એમ નયનોનાં ઇશારા થી કોઈનાં મનનાં ભાવ ને જાણી જશો. કોઈ થી બોલવા અથવા સાંભળવાની આવશ્યકતા નહીં રહે. એવો સમય હવે આવવાનો છે. જેમ બાપદાદાની સામે જ્યારે આવો છો તો કહ્યાં વગર પણ તમારાં બધાનાં મનનાં સંકલ્પ, મનનાં ભાવોને જાણી લે છે. તેમ આપ બાળકોએ પણ આ જ અંતિમ કોર્સ ભણવાનો છે. જેમ મુખની ભાષા કહેવાય છે એમ જ પછી રુહો ની રુહાન હોય છે. જેને રુહ-રુહાન કહે છે. તો રુહ (આત્મા) પણ રુહ થી વાતો કરે છે. પરંતુ કેવી રીતે? શું રુહો ની વાતો મુખ થી થાય છે? જેમ-જેમ રુહાની સ્થિતિ માં સ્થિત થતાં જશો તેમ-તેમ રુહ, રુહ ની વાત ને એવી જ સહજ અને સ્પષ્ટ જાણી લેશો, જેમ આ દુનિયામાં મુખ દ્વારા વર્ણન કરવાથી એકબીજાનાં ભાવને જાણો છો. તો આનાં માટે કઈ વાતની ધારણા ની આવશ્યકતા છે? વિશેષ એ વાતની આવશ્યકતા છે જે સદૈવ બુદ્ધિની લાઈન ક્લિયર (સ્પષ્ટ) હોય. પોતાની બુદ્ધિમાં અથવા મનમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ (અશાંતિ) હશે અથવા લાઈન ક્લિયર નહીં હશે તો એકબીજાનાં સંકલ્પ અને ભાવને જાણી નહીં શકો. લાઈન ક્લિયર ન હોવાનાં કારણે પોતાનાં સંકલ્પો ની મિક્સચેરીટી (મિલાવટ) થઈ શકે છે. એટલે દરેકે જોવું જોઈએ કે અમારી બુદ્ધિની લાઈન ક્લિયર છે. બુદ્ધિમાં કોઈ પણ પ્રકાર નાં વિઘ્ન તો નથી સતાવતાં? અટૂટ, અટલ, અથક આ ત્રણેય વાતો જીવન માં છે. જો આ ત્રણેય માંથી એક વાત માં પણ ખોટ છે તો સમજવું જોઈએ કે બુદ્ધિની લાઈન ક્લિયર નથી. જ્યારે બુદ્ધિની લાઈન ક્લિયર થઈ જશે તો તેમની સ્થિતિ, સ્મૃતિ શું હશે? જેટલી-જેટલી બુદ્ધિની લાઈન અર્થાત્ પુરુષાર્થ ની લાઈન ક્લિયર હશે, એટલુ-એટલું સ્મૃતિ માં શું રહેશે? કોઈ પણ વાત માં તેમની સામે ભવિષ્ય એવું જ સ્પષ્ટ હશે જેમ વર્તમાન સ્પષ્ટ હોય છે. તેમનાં માટે વર્તમાન અને ભવિષ્ય એક સમાન થઈ જશે. જેમ આજકાલ સાયન્સદાનોએ (વિજ્ઞાનીઓએ) ક્યાં-ક્યાં ની વાતોને એટલી સ્પષ્ટ દેખાડી છે, જે દૂર ની વસ્તુ પણ નજીક નજર આવે છે. એવી જ રીતે જેમનો પુરુષાર્થ ક્લિયર હશે તેમને ભવિષ્ય ની દરેક વાત દૂર હોવા છતાં પણ નજીક દેખાશે. જેમ આજકાલ ટેલિવિઝન (ટી.વી) માં જુઓ છો તો બધું સ્પષ્ટ દેખાય છે ને. તો તેમની બુદ્ધિ અને તેમની દૃષ્ટિ ટેલિવિઝન ની જેમ બધી વાતો સ્પષ્ટ જોશે અને જાણશે. અને કોઈ પણ વાત માં પુરુષાર્થની મુશ્કેલી નહીં રહેશે. તો તે અનુભવ, તે અંતિમ સ્થિતિ ની પરખ પોતે પોતાનામાં જુવો કે ક્યાં સુધી અંતિમ સ્થિતિ ની નજીક છો. જેમ સૂર્ય જ્યારે પોતાનાં પૂરા પ્રકાશ માં આવી જાય છે તો દરેક વસ્તુ સ્પષ્ટ દેખાય છે. જે અંધકાર છે, ધૂંધળું છે તે બધું ખતમ થઇ જાય છે. એવી રીતે જ્યારે સર્વશક્તિવાન જ્ઞાન સૂર્ય ની સાથે અટૂટ સંબંધ છે તો પોતાનામાં પણ એવી જ રીતે દરેક વાત સ્પષ્ટ જોવામાં આવશે. અને ચાલતાં-ચાલતાં પુરુષાર્થ માં જે માયાનો અંધકાર અથવા ધૂંધ આવી જાય છે, જે સત્ય વાતને છુપાડવા વાળો છે, તે હટી જશે. એનાં માટે સદૈવ બે વાતો યાદ રાખજો. આજ નાં આ અલૌકિક મેળામાં જે બધાં બાળકો આવ્યાં છે, તે જેમ લૌકિક બાપ પોતાનાં બાળકોને મેળા માં લઇ જાય છે તો જે સ્નેહી બાળકો હોય છે, તેમને કોઈ ને કોઈ વસ્તુ લઈ આપે છે. તો બાપદાદા પણ આજ નાં આ અનોખા મેળા માં આપ સર્વ બાળકોને કઈ અનોખી વસ્તુ આપશે?
આજ નાં આ મધુર મિલન નાં મેળાની યાદગાર બાપદાદા શું આપી રહ્યાં છે, કે સદૈવ શુભચિંતક અને શુભચિંતન માં રહેજો. શુભચિંતન અને શુભચિંતક. આ બે વાતો સદૈવ યાદ રાખજો. શુભચિંતન થી પોતાની સ્થિતિ બનાવી શકશો અને શુભચિંતક બનવાથી અનેક આત્માઓની સેવા કરશો. તો આજે આ વતન થી, આવેલાં બધાં બાળકો પ્રતિ, આ અવિનાશી સૌગાત (ભેટ) છે. બાપદાદા નો સ્નેહ અધિક છે કે બાળકોનો અધિક છે? કોઈ-કોઈ બાળકો વિચારતાં હશે કે અમારા બધાંનો સ્નેહ બાપદાદા થી વધારે છે. કોઈ-કોઈ છે પણ, પરંતુ મેજોરીટી (અધિકાંશ) નથી. સ્નેહ છે પરંતુ અટૂટ અને એકરસ સ્નેહ નથી. બાળકોનું સ્નેહનું રુપ બદલાય છે ખુબ. બાપદાદા નો સ્નેહ અટૂટ અને એકરસ રહે છે. તો હવે કહો કે કોનો સ્નેહ વધારે છે? બાપદાદા બાળકોને જુએ છે તો ત્રિનેત્રી હોવાથી ત્રણેય રુપો થી જુએ છે. તે કયા ત્રણ રુપ? જેમ આપ બાળકો બાપ ને ત્રણ રુપ થી જુઓ છો ને, તે તો બધાં જાણે છે. પરંતુ બાપ બાળકો ને ત્રણ રુપ થી જુએ છે - એક તો પુરુષાર્થી રુપ, બીજું હમણાં સંગમ નું ભવિષ્ય, જે ફરિશ્તા રુપ છે અને ત્રીજું ભવિષ્ય દેવતા રુપ. ત્રણેય નો સાક્ષાત્કાર થતો રહે છે. ત્રણેય રુપ એક-એક એવાં જ સ્પષ્ટ જોવામાં આવે છે જેમ વર્તમાન માં આ દેહનું રુપ આ આંખોથી સ્પષ્ટ જોવામાં આવે છે. આ રીતે દિવ્ય નેત્ર દ્વારા આ ત્રણેય રુપ સ્પષ્ટ જોવામાં આવે છે. જેમ આ આંખોથી જોયેલી વસ્તુ નું વર્ણન કરવું સહજ હોય છે ને. સાંભળેલી વાતો નું વર્ણન કરવું થોડું મુશ્કેલ હોય છે પરંતુ જોયેલી વાતનું વર્ણન કરવું સહજ હોય છે અને સ્પષ્ટ હોય છે. તો આ દિવ્ય નેત્રો અથવા અવ્યક્ત નેત્રો દ્વારા દરેક નાં ત્રણેય રુપ નું વર્ણન કરવું પણ એટલું જ સહજ હોય છે. એમ જ તમને બધાં ને પણ એકબીજાનાં આ ત્રણે રુપો જોવામાં આવશે. હમણાં યથાયોગ્ય, યથાશક્તિ છે. પરંતુ થોડાંક સમય પછી આ યથાશક્તિ શબ્દ પણ ખતમ થઇ જશે. અને દરેક પોત-પોતાનાં નંબર પ્રમાણે સંપૂર્ણતા ને પ્રાપ્ત થઇ જશે. તો બાપદાદા આપ સર્વ નાં સંપૂર્ણ મુખડા જુએ છે. સંપૂર્ણતા નંબરવાર હશે. માળાનાં ૧૦૮ મણકા માં છે, તો નંબરવન મણકો અને ૧૦૮ નંબર નો મણકો, બંને ને સંપૂર્ણ કહેશું કે નહીં? વિજયી રત્ન કહેશું? વિજયી રત્ન અર્થાત્ પોતાનાં નંબર પ્રમાણે સંપૂર્ણતા ને પ્રાપ્ત કરે. તેમનાં માટે આખાં ડ્રામા ની અંદર તે જ સંપૂર્ણતા ની ફર્સ્ટ સ્ટેજ (પહેલી અવસ્થા) છે. જેમ સતયુગ માં વિશ્વ મહારાજન્ તો ૮ મો પણ કહેવાશે પરંતુ પ્રથમ વિશ્વ મહારાજન ને સૃષ્ટિ નું સંપૂર્ણ સુખ અને ૮ માં નાં સમ્પૂર્ણતા નાં સુખમાં અંતર હશે ને. તેમ જ અહિયાં પણ દરેક પોત-પોતાનાં નંબર પ્રમાણે સંપૂર્ણતા ને પ્રાપ્ત કરી રહ્યાં છે. એટલે બાપદાદા સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) ને જોતા રહે છે અને વર્તમાન સમય નાં પુરુષાર્થ ને જોતાં રહે છે. શું છે અને શું બનવાનાં છે.
તમે પૂછ્યું ને કે વતન માં બેસીને શું કરો છો? આ જ જોયા કરે છે અને અવ્યક્ત સહયોગ આપવાની સર્વિસ (સેવા) કરે છે. બધાં સમજે છે કે ખબર નહીં, બાપદાદા વતન માં બેસીને શું કરતાં હશે. પરંતુ સર્વિસ ની ગતિ સાકાર વતન થી ત્યાં ઝડપી છે. કારણ કે અહીંયા તો સાકાર તન નો પણ હિસાબ સાથે હતો, હવે તો આ બંધન થી પણ મુક્ત છે, પોતાનાં પ્રતિ નથી, સર્વ આત્માઓનાં પ્રતિ છે. જેમ આ શરીર ને છોડવું અને શરીર ને લેવું, આ અનુભવ બધાં ને છે. તેમ જ જ્યારે ઈચ્છો ત્યારે શરીર નું ભાન બિલકુલ છોડીને અશરીરી બની જવું અને જ્યારે ઈચ્છો ત્યારે શરીર નો આધાર લઈને કર્મ કરવું, આ અનુભવ છે? આ અનુભવ ને હવે વધારવાનો છે. બિલકુલ એવો જ અનુભવ થશે જેમ કે આ સ્થૂળ શરીર અલગ છે અને શરીર ને ધારણ કરવાવાળી આત્મા અલગ છે, આ અનુભવ હવે વધારે થવો જોઈએ. સદૈવ આ જ યાદ રાખો કે હવે ગયાં કે ગયાં. ફક્ત સર્વિસ નાં (સેવા) નિમિત્ત શરીર નો આધાર લીધેલો છે પરંતુ જેવી સર્વિસ સમાપ્ત થાય તરત જ પોતાને એકદમ હલકાં કરી શકો છો. જેમ તમે લોકો ક્યાંય પણ ડ્યુટી (નોકરી) પર જાઓ છો અને પછી પાછાં ઘરે આવો છો તો પોતાને હલકાં સમજો છો ને. ડ્યુટી નો ડ્રેસ બદલી ને ઘર નો ડ્રેસ પહેરી લો છો, તેમ જ સર્વિસ માટે આ શરીર રુપી વસ્ત્ર નો આધાર લીધો પછી સર્વિસ સમાપ્ત થઈ અને આ વસ્ત્રો નાં બોજ થી હલકાં અને ન્યારાં થઈ જવાનો પ્રયત્ન કરો. એક સેકન્ડ માં વસ્ત્ર (શરીર) થી અલગ કોણ થઈ શકશે? જો ટાઈટનેસ (શરીરભાન) હશે તો અલગ થઈ નહીં શકો. કોઈપણ વસ્તુ જો ચોટેલી હોય છે તો તેને ખોલવી મુશ્કેલ થાય છે. હલ્કી હોવાથી સહજ અલગ થઈ જાય છે. તેમ જ જો પોતાનાં સંસ્કારો માં કોઈ પણ ઇઝીપણું (સરળતા) નહીં હશે તો પછી અશરીરીપણા નો અનુભવ કરી નહીં શકો. સંભળાવ્યું હતું ને કે શું બનવાનું છે. ઇઝી (સરળ) અને એલર્ટ (સજાગ). એવું પણ નહીં કે એવાં સરળ રહો કે માયા પણ સરળતા થી આવી જાય. કોઈ સમયે સરળ રહેવું પડે છે, કોઈ સમયે સજાગ રહેવું પડે છે. તો ઇઝી અને એલર્ટ, એમ રહેવાવાળા જ આ અભ્યાસ માં રહી શકશે. બાપદાદા બાળકો ને કાંઈ નવાં નથી જોઈ રહ્યાં. કારણ કે જ્યારે ત્રણેય કાળોને જાણે જ છે તો નવાં કેવી રીતે કહેવાશે. એટલે બધાં અતિ જૂનાં છે. કેટલાં જૂનાં છે તે હિસાબ ન કાઢી શકાય. તો પોતાને નવાં નહીં સમજતાં, અતિ જૂનાં છે અને તે જ જૂનાં હવે ફરી થી પોતાનો હક લેવા માટે આવ્યાં છે. આ નશો સદૈવ કાયમ રહે. એવું પણ ક્યારેય નહીં બોલતાં કે પુરુષાર્થ કરીશું, જોઈશું. ના. જે લાસ્ટ (છેલ્લે) આવ્યાં છે, તેમણે એ જ વિચારવાનું છે કે અમે ફાસ્ટ (ઝડપ થી) જઈશું. જો ફાસ્ટ નું લક્ષ્ય રાખશો તો પુરુષાર્થ પણ એવો જ થશે. એટલે ક્યારેય પણ એવું નહીં વિચારતાં કે અમે લોકો તો પાછળ થી આવ્યાં છીએ તો પ્રજા બની જઈશું. ના. પાછળ આવવા વાળા ને પણ અધિકાર છે રાજ્ય પદ પામવાનો. અચ્છા.
અવ્યક્ત મુલાકાત પણ મિલન જ છે. એટલે બધાએ એ જ નિશ્ચય રાખવાનો છે કે અમે રાજ્ય પદ લઈને જ રહીશું. અમે નહીં બનશું તો કોણ બનશે. કોટો માં (કરોડો માં) કોઈ આત્માઓ ગણાય છે? એવાં કોટો માંથી કોઈ અમે આત્માઓ ડ્રામા માં છીએ. આ પોતાનો નિશ્ચય નહીં ભૂલતાં. બાપદાદા બધાં બાળકો નું ભવિષ્ય જોઈ હર્ષિત થાય છે. એક-એક થી મળવું, મન ની વાત તો આ છે. પરંતુ આપ સર્વ ની જેમ આ વ્યક્ત દુનિયામાં. બાપદાદા ને હવે આ વ્યક્ત દુનિયા નથી. તો તમારી દુનિયાનાં પ્રમાણે સમય ને પણ જોવો પડે છે. વતન માં સમય નથી હોતો. ઘડિયાળ નથી હોતી. પરંતુ આ વ્યક્ત દુનિયામાં આ બધી વાતો જોવી પડે છે. ત્યાં તો જયારે સૂર્ય-ચંદ્ર જ નથી તો રાત-દિવસ કયા હિસાબ થી હોય, એટલે સમયનું બંધન નથી.