Search for a command to run...
21 May 1970
ભિન્નતા ને મટાડવાની યુક્તિ
21 May 1970 · ગુજરાતી
આજે દરેક બાળકની બે વાતો જોઈ રહ્યાં છે. તે બે વાતો કઈ જોઈ રહ્યાં છે? બાપદાદાનાં જોવાને પણ જોઈ રહ્યાં છો? એવી અવસ્થા હવે આવવાની છે, જે કોઈનાં સંકલ્પ ને એમ જ સ્પષ્ટ જાણી લેશો જેમ વાણી દ્વારા સંભળાવ્યાં પછી જાણી શકાય છે. માસ્ટર જાની-જાનનહાર, આ ડિગ્રી પણ યથાયોગ્ય યથાશક્તિશાળી ને જરુર પ્રાપ્ત થાય છે. તો આજે શું જોઈ રહ્યાં છે? દરેક પુરુષાર્થી નાં પુરુષાર્થમાં હમણાં સુધી માર્જિન (અંતર) શું રહેલી છે - એક તો તે માર્જિન ને જોઈ રહ્યાં છે, બીજું દરેક ની માઈટ (શક્તિ) ને જોઈ રહ્યાં છે. માર્જિન કેટલી છે અને માઈટ કેટલી છે. બન્નેનો એકબીજા થી સંબંધ છે. જેટલી માઈટ એટલી માર્જિન છે. તો માઈટ અને માર્જિન બંનેવ દરેક પુરુષાર્થી ની જોઈ રહ્યાં છે. કોઈ ખુબ નજીક સુધી પહોંચી ગયાં છે. કોઈ ખુબ દૂર સુધી મંઝિલને જોઈ રહ્યાં છે. તો ભિન્ન-ભિન્ન પુરુષાર્થીઓની ભિન્ન-ભિન્ન સ્થિતિ જોઈને શું વિચારતાં હશે? ભિન્નતા ને જોઈ શું વિચારતાં હશે?
બાપદાદા બધાને માસ્ટર નોલેજફુલ બનાવવાનું ભણતર ભણાવે છે. પ્રેક્ટિકલ (વ્યવહાર) માં જેટલાં સાકાર સંબંધમાં ભગવાન ની નજીક આવશો એટલાં પુરુષાર્થ માં પણ નજીક આવશો. પોતાનાં પુરુષાર્થ ને અને બીજાનાં પુરુષાર્થ ને જોઈ શું વિચારો છો? બીજ તો અવિનાશી છે. અવિનાશી બીજ ને સંગ નું જળ આપવાનું છે. તો પછી ફળ નીકળી આવશે. તો હવે ફળસ્વરુપ દેખાડવાનું છે. વૃક્ષ થી મહેનત ફળનાં માટે કરે છે ને. તો જે જ્ઞાનની પરવરીશ લીધેલી છે તેનું રિઝલ્ટ (પરિણામ) ફળસ્વરુપ બનાવવાનું છે. તો આ જે ભિન્નતા છે તે કેવી રીતે મટશે? ભિન્નતાને મટાડવા નો સહજ ઉપાય કયો છે? જે હમણાની ભિન્નતા છે, તે અંત સુધી રહેશે કે ફરક પડશે? સંપૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ પછી હમણાં નાં પુરુષાર્થી જીવનની ભિન્નતા રહેશે? આજકાલની જે ભિન્નતા છે તે એકતા માં લાવવાની છે. એકતા માટે વર્તમાનની ભિન્નતાને મટાડવી જ પડશે. બાપદાદા આ ભિન્નતા ને જોવા છતાં પણ એકતા જ જુએ છે. એકતા થવાનું સાધન છે - બે વાતો લાવવી પડે. એક તો એકનામી બની સદૈવ દરેક વાતમાં એકનું જ નામ લો, એકનામી અને ઇકોનોમી (કરકસર) વાળા બનવાનું છે. ઇકોનોમી કઈ? સંકલ્પોની પણ ઇકોનોમી જોઈએ અને સમયની પણ, અને જ્ઞાનનાં ખજાનાની પણ ઇકોનોમી જોઈએ. સર્વ પ્રકારની ઈકોનોમી જ્યારે શીખી જશો પછી શું થઈ જશે? પછી “હું” (મારાપણું) સમાઇને એક બાપમાં બઘી ભિન્નતા સમાઈ જશે. એક માં સમાવવાની શક્તિ જોઈએ. સમજ્યાં. આ પુરૂષાર્થ જો ઓછો છે તો એટલો જ તેને વધારવાનો છે. કોઈપણ કાર્ય હોય છે તેમાં કાંઈ પણ પોતાપણું ન હોય. એક જ નામ હોય. તો પછી શું થશે? બાબા-બાબા કહેવાથી માયા ભાગી જાય છે. “મેં-મેં” કહેવાથી માયા મારી દે છે. એટલે પહેલાં પણ સંભળાવ્યું હતું કે દરેક વાતમાં ભાષા ને બદલી કરો. બાબા-બાબા ની ઢાલ સદૈવ પોતાની સાથે રાખો. આ ઢાલ થી પછી જે પણ વિઘ્ન છે તે ખતમ થઇ જશે. સાથે-સાથે ઇકોનોમી કરવાથી વ્યર્થ સંકલ્પ નહીં ચાલે. અને ન વ્યર્થ સંકલ્પોની ટક્કર થશે. આ છે સ્પષ્ટીકરણ. અચ્છા. જે પણ જવાવાળા છે તે શું કરીને જશે? જે કોઈ જયાંથી જાય છે, તો જ્યાંથી જવાનાં હોય છે ત્યાં પોતાનું યાદગાર આપીને જવાનું હોય છે. તો જે પણ જાય છે તેમણે પોતાની કોઇ ને કોઇ વિશેષ યાદગાર આપીને જવાનું છે.
સરળ યાદ કોને રહે છે. ખબર છે? જેટલાં જે સ્વયં સરળ હશે એટલી યાદ પણ સરળ રહે છે. પોતાનામાં સરળતાની કમી નાં કારણે યાદ પણ સરળ નથી રહેતી. સરળચિત્ત કોણ રહી શકશે? જેટલાં દરેક વાતમાં જે સ્પષ્ટ હશે અર્થાત્ સાફ હશે એટલાં સરળ હશે. જેટલાં સરળ હશે એટલી સરળ યાદ પણ હશે. અને બીજાઓને પણ સરળ પુરુષાર્થી બનાવી શકશે. જે જેવાં સ્વયં હોય છે તેવાં જ તેમની રચનામાં પણ તે સંસ્કાર હોય છે, તો દરેકે પોતાની વિશેષ યાદગાર આપીને જવાનું છે. અચ્છા.