Search for a command to run...
28 May 1970
હાઈ-જમ્પ (ઊંચી છલાંગ) મારવા માટે હલકા બનો
28 May 1970 · ગુજરાતી
કયું સમર્પણ છે? સમર્પણ સમારોહ તો નથી ને. આ સમારોહનું નામ શું છે? આ છે એમનો પોતાનાં જીવનનો ફેંસલો કરવાનો સમારોહ. ફેંસલો કર્યો નથી, કરવાનો છે. હમણાં એગ્રીમેન્ટ (કરાર) કરવો પડશે પછી થશે એંગેજમેન્ટ (સગાઈ). તેનાં પછી સંપૂર્ણ થવાનો સમારોહ થશે. હમણાં અહીંયા પહેલા સ્ટેજ (તબક્કા) પર આવ્યાં છો. હાલમાં એગ્રીમેન્ટ કરવાનો છે એટલે બધાં આવ્યાં છો ને. જીવન નો ફેંસલો કરવા આવી છો કે નહીં? બાપદાદા પણ દરેક નું સાહસ જોઈ રહ્યાં છે. હવે કોઈ વાતનું સાહસ રખાય છે તો સાહસ ની સાથે બીજું પણ કંઈ કરવું પડે છે, અનેક વાતો સામનો કરવાને માટે આવે છે. સાહસ રાખ્યું અને માયા નો સામનો કરવાનું શરું થઈ જાય છે. એટલે સામનો કરવા માટે હિંમત પણ પહેલેથી જ પોતાનામાં રાખવાની છે. આ બધાં સામનો કરવા માટે તૈયાર છે? કોઇપણ પરીક્ષા કોઈપણ રુપમાં આવે, પરીક્ષાને પાસ કરવા માટે જો હાઈ જમ્પ (ઊંચી છલાંગ) દેવાનો અભ્યાસ હશે તો કોઈપણ પરીક્ષાને પાસ કરી લેશો. તો આ હાઈ જમ્પ લગાવવા વાળા નું ગ્રુપ (સંગઠન) છે. જે સાંજે છે અમે હાઈ જમ્પ દેવા વાળા છીએ તે હાથ ઉઠાવે. આ તો બધાં સાહસ રાખવામાં નંબરવન છે. આમને બતાવજો હાઈ જમ્પ કોને કહેવાય છે, તેનું પહેલું લક્ષણ કયું છે? તેમનાં અંદર-બહાર હલકાપણું લાગશે. એક છે અંદર પોતાની અવસ્થાનું હલકાપણું. બીજું છે બહારનું હલકાપણું. બહાર તો બધાનાં કનેક્શનમાં (સંપર્કમાં) આવવું પડે છે. એકબીજાનાં સંબંધ સંપર્કમાં આવવાનું થાય છે તો અંદર પણ હલકાપણું, બહાર પણ હલકાપણું. હલકાપણું હશે તો હાઈ જમ્પ દઈ શકશો. આ ગ્રુપ ને એવું હલકું બનાવજો, જે ક્યાંય પણ જાય તો હળી મળી જાય. એટલું સાહસ છે? જો આટલી બધી કુમારીઓ સમર્પણ થઈ જાય તો શું થઈ જશે?
આ ભઠ્ઠી થી એવાં થઈને નીકળવાનું છે જે કેવાં પણ કોઈ હોય, જ્યાં પણ હોય, જેવી પણ પરિસ્થિતિ હોય તે બધાનો સામનો કરી શકે. કારણ કે સમસ્યાઓને ખતમ કરવા વાળા બનીને નીકળવાનું છે. ન કે પોતે સમસ્યા બની જવાનું છે. કોઈ તો સમસ્યાઓને ખતમ કરવા વાળા હોય છે, કોઈ પોતે જ સમસ્યા બની જાય છે. તો પોતે સમસ્યા નથી બનવાનું પરંતુ સમસ્યાઓને ખતમ કરવા વાળા બનવાનું છે. પછી બાપદાદા આ ગ્રુપનું નામ શું રાખશે? કર્મ કરવાનાં પહેલાં નામ રાખે છે એટલા માટે કે જેવું નામ તેવું કામ કરી દેખાડશે. એટલાં ઉમ્મીદવાર છો ને. કહેવાય છે ને મોટાં તો મોટાં, નાનાં બાપ સમાન…..આ ગ્રુપ પણ ખૂબ લાડલું છે. ઉમ્મીદવાર છે. સાહસ નાં કારણે જ બાપદાદા આ ગ્રુપનું નામ રાખે છે - શૂર-વીર ગ્રુપ. જેવું નામ છે તેવું જ સદૈવ દરેક કાર્ય શુરવીર સમાન કરજો. ક્યારેય કાયર નહીં બનતાં. કમજોરી નહીં દેખાડતાં. કાળી નું પૂજન જોયું છે? જેમ તે કાળી દળ છે ને. તેમ આ પુરા ગ્રુપે કાળી દળ બનવાનું છે. એક-એક જ્યારે કાળી રુપ બનશે ત્યારે સમસ્યાઓનો સામનો કરી શકશે. વિશેષ કુમારીઓએ શીતળા નથી બનવાનું, કાળી બનવાનું છે. શીતળા પણ કયા રુપમાં બનવાનું છે તે અર્થ પણ તો સમજો છો. પરંતુ જ્યારે સર્વિસ (સેવા) પર છો, કર્તવ્ય પર છો તો કાળી રુપ જોઈએ. કાળી રુપ હશે તો ક્યારેય પણ કોઈ પર બલિ નહીં ચઢો. પરંતુ અનેકોને પોતાનાં ઉપર બલિ ચઢાવશો. કોઈ પર પણ સ્વયં બલિ નહીં ચઢતાં. પરંતુ તેને પોતાની ઉપર અર્થાત્ જેનાં ઉપર આપ સર્વ બલિ ચઢ્યાં છો તેનાં ઉપર જ બધાંને બલિ ચઢાવવાનાં છે. એવી કાળી જો બની ગઈ તો પછી અનેકોની સમસ્યાઓનું હલ કરી શકશો. ખુબ કઠોર રુપ જોઈએ. માયાનું કોઈ વિઘ્ન સામે આવવાનું સાહસ ન રાખી શકે. જ્યારે કુમારીઓ કાળી રુપ બની જાય ત્યારે સર્વિસ (સેવા) ની સફળતા થાય. તો આ બધાને કાળીપણા નાં લક્ષણ સંભળાવજો. સદૈવ એકરસ સ્થિતિ રહે અને વિઘ્નોને પણ હટાવી શકે. તેનાં માટે સદૈવ બે વાત પોતાની સામે રાખવાની છે. જેમ એક આંખમાં મુક્તિ બીજી આંખમાં જીવનમુક્તિ રાખે છો. તેમ એક તરફ વિનાશ નાં નગારા સામે રાખો અને બીજી તરફ પોતાનાં રાજ્યનાં નજારા (દૃશ્યો) સામે રાખો, બંનેવ સાથે બુદ્ધિમાં રાખો. વિનાશ પણ, સ્થાપના પણ. નગારા પણ, નજારા પણ. ત્યારે કોઇપણ વિઘ્ન ને સહજ પાર કરી શકશો.
જે કાર્ય કોઈ ગ્રુપે નથી કર્યુ તે કાર્ય આ ગ્રુપે કરીને દેખાડવાનું છે. કમાલ કરીને દેખાડવાની છે. સદૈવ એકબીજાનાં સ્નેહી અને સહયોગી પણ બનીને ચાલશો તો સફળતા નો તારો તમારાં બધાનાં મસ્તક પર ચમકતો દેખાશે. ક્યાંય પણ સ્નેહ અથવા સહયોગ આપવામાં કમી નહીં કરતાં. સ્નેહ અને સહયોગ બંને જ્યારે પરસ્પર મળે છે તો શક્તિની પ્રાપ્તિ થાય છે. જે શક્તિ થી પછી સફળતા પ્રાપ્ત થાય છે. એટલે આ બંને વાતોનું ધ્યાન રાખજો, જે તમારા જડ ચિત્રો નું ગાયન છે કે દેવીઓ એક નજર થી અસુરોનો સંહાર કરી દેતી. એમ એક સેકન્ડમાં કોઈ પણ આસુરી સંસ્કાર નો સંહાર કરવાવાળી સંહારકારી મૂર્ત બનવાનું છે. હવે આ વાત જોવાની કે જ્યાં સંહાર કરવાનો છે ત્યાં રચના નહીં રચી લેતાં, અને જ્યાં રચના રચવાની છે ત્યાં સંહાર નહીં કરી નાખતાં. જ્યાં માસ્ટર બ્રહ્મા બનવાનું છે ત્યાં માસ્ટર શંકર નહીં બનતાં. આ બુદ્ધિમાં જ્ઞાન જોઈએ. ક્યાં માસ્ટર બ્રહ્મા બનવાનું છે, ક્યાં માસ્ટર શંકર બનવાનું છે. જો રચના કરવાનાં બદલે વિનાશ કરી દો તો પણ રોંગ (ખોટું) અને જો વિનાશનાં બદલે રચના રચી લો તો પણ રોંગ. વાર્તા સાંભળી છે ને જ્યારે ઉલ્ટું કાર્ય કર્યુ તો બિચ્છુ ટિન્ડન પેદા થયાં. તો અહીં પણ જો સંહારનાં બદલે ઉલટી રચના રચી લીધી તો વ્યર્થ સંકલ્પ બિચ્છુ ટિન્ડન માફક બની જશે. તો એવી રચના નહીં રચતાં જે સ્વયં ને પણ કરડે અને બીજાઓને પણ કરડે. એવી રચના રચવાથી સાવધાન રહેજો. જે સમયે જે કર્તવ્ય ની આવશ્યકતા છે તે સમયે તે કર્તવ્ય કરવાનું છે. સમય ચાલ્યો ગયો તો પછી સંપૂર્ણ બની નહીં શકો. તો આ ગ્રુપે બહુ જલ્દી-જલ્દી એગ્રીમેન્ટ, પછી એંગેજમેન્ટ કરવાની છે. સેવાકેન્દ્રો પર સર્વિસમાં લાગી જવું, આ એંગેજમેન્ટ હોય છે, પછી સર્વિસમાં સફળતા પૂરી થઈ, તો ત્રીજો સમારોહ છે સંપૂર્ણ સંપન્ન બનવાનો. ત્રણેય સમારોહ જલ્દી કરી દેખાડવાનાં છે. નાનાં વધારે આગળ જઈ શકે છે. સિકીલધા, લાડલા પણ નાનાં હોય છે ને. એટલે આ ગ્રુપે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં દેખાડવાનું છે. હિંમત છે ને. હિંમતની સાથે ઉલ્લાસ પણ રાખવાનો છે. ક્યારેય હાર નહીં ખાતા. પરંતુ પોતાને હાર બનાવીને ગળામાં પરોવવાનું છે. જો ગળામાં પરોવાઈ જશો તો પછી ક્યારેય હાર નહીં ખાશો. જ્યારે હાર ખાવાનો મોકો આવે તો આ યાદ રાખજો કે હાર ખાવા વાળા નથી પરંતુ બાપદાદાનાં ગળાનાં હાર છીએ. નાનાં-નાનાં કોમળ પત્તા જે હોય છે, તેમને ચકલીઓ બહુ ખાય છે. કારણ કે કોમળ હોય છે તો ખાવામાં મજા આવે છે. એટલે સંભાળ રાખવાની છે. જ્યારે પોતાને એક ની આગળ અર્પણ કરી દીધાં તો બીજા કોઈની આગળ સંકલ્પ થી પણ અર્પણ નથી થવાનું. સંકલ્પ પણ બહુ દગો આપે છે. જે ખૂબ પ્રિય બાળકો હોય છે તો તેમને શું કરે છે? કાળો ટીકો લગાવી દે છે. એટલે આ ગ્રુપને પણ ટીકો લગાવવાનો છે, જે કોઈની પણ નજર ન લાગી શકે. તિલક નો અર્થ તો સમજો છો, જેમ તિલક મસ્તકમાં ચોંટી જાય છે તેમ જે પણ વાતો નીકળી તે બધી સદૈવ સ્થિતિ માં સ્થિત થઇ જાય તેનું આ તિલક છે. આ બધી વાતો સ્થિતિમાં સ્થિત થઈ જાય ત્યારે રાજતિલક મળશે. સ્થિતિ કઈ જોઈએ? તે તો સમજો છો ને. આ ગ્રુપે આ સુવિચાર યાદ રાખવાનો છે “સફળતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે” અસફળતા નહીં. સફળતાનો જ શૃંગાર કરવાનો છે. નયનો માં પણ, મુખ થી પણ, મસ્તક થી પણ સફળતાનું સ્વરુપ જોવામાં આવે. સંકલ્પ પણ સફળતાનો. અને બીજા જે પણ કાર્ય હોય તેમાં સફળતા મળે. સફળતા જ જન્મસિદ્ધ અધિકાર હોય. આ છે આ ગ્રુપ નો સુવિચાર. ભઠ્ઠીમાં પડવાથી બધું જ બદલાઇ જાય છે. સૌથી નાનાં કંઇક વધારે જ શો કરે છે. (પૂનમ બાપદાદાની આગળ બેઠી છે) જેમાં કોઈ ઉમ્મીદ નથી હોતી તે વધારે જ ઉમ્મીદવાર થઈ દેખાડે છે. આ કમાલ કરી દેખાડશે. બાળ ભવન નું એક જ યાદગાર છે. યાદગાર ને હંમેશા શો કેશ (પ્રદર્શન) માં રાખવામાં આવે છે. તો પોતાને સદૈવ શો કેશ માં રાખવાનાં છે. જો એક નાનીએ કમાલ કરી તો આ આખાં ગ્રુપનું નામ પ્રખ્યાત થઇ જશે.
હવે જે સુવિચાર બતાવ્યો ને તે કરીને દેખાડવાનું છે. નાનાઓએ મોટું કર્તવ્ય કરી દેખાડવાનું છે. આ બધાંથી એગ્રીમેન્ટ લખવાજો કોઈપણ કારણ આવે, કેવી પણ સમસ્યા આવે પરંતુ બીજા કોઈ પર પણ બલિ નહીં ચઢશું. સાચ્ચો પાક્કો વાયદો છે ને. જેવી રીતે બીજ વાવીને પછી તેને પાણી અપાય છે ત્યારે વૃક્ષ રુપમાં ફળીભૂત થાય છે. એવી રીતે આ પણ જે પ્રતિજ્ઞા કરો છો પછી તેને જળ કયું આપવાનું છે? પ્રતિજ્ઞા ને પૂર્ણ કરવા માટે સંગ પણ જોઈએ અને સાથે-સાથે પોતાની હિંમત પણ. સંગ અને હિંમત બંનેનાં આધાર થી પાર થઇ જશો. એવો પાક્કો ઠપ્પો લગાવજો જે પરમધામ થઈને વૈકુંઠ સિવાય, બીજે ક્યાંય ન ચાલ્યાં જાઓ. જેમ ગવર્મેન્ટ સીલ (મહોર) લગાવે છે તો તેને કોઈ ખોલી નથી શકતું તેમ જ ઓલમાઈટી (ઈશ્વરીય) ગવર્મેન્ટનું સીલ દરેકે લગાવવાનું છે. આ ગ્રુપમાંથી કોઈ પણ કમજોર થયું તો આ બધાનાં પત્ર આવશે. સમજ્યાં. અચ્છા -