Search for a command to run...
29 May 1970
સમીપ રત્નો ની નિશાનીઓ
29 May 1970 · ગુજરાતી
સમય કેટલો સમીપ પહોંચી ગયો દેખાય છે, હિસાબ કાઢી શકો છો? ભવિષ્ય લક્ષણની સાથે સંપૂર્ણ સ્વરુપનું લક્ષ્ય પણ સામે રહે છે? સમીપ નું લક્ષણ શું હશે? જેમ કોઇ શરીર છોડવાનાં હોય છે તો ઘણાં લોકોને ખબર પડે છે. તમે પણ એવો અનુભવ કરશો કે આ શરીર જેમ કે અલગ છે. આને અમે ધારણ કરી ચલાવી રહ્યાં છીએ. સમીપ રત્નની સમીપ આવવાની નિશાની આ જ હશે. સંદૈવ પોતાનું આકારી રુપ અને ભવિષ્ય રુપ સામે જોતાં રહેશે. પ્રેક્ટિકલ માં (વ્યવ્હારમાં) અનુભવ થશે. લાઈટનું (પ્રકાશનું) ફરિશ્તા સ્વરુપ સામે દેખાશે કે આવું બનવાનું છે અને ભવિષ્ય રુપ પણ દેખાશે. હવે આ છોડ્યું અને તે લીધું. જ્યારે એવી અનુભૂતિ થાય ત્યારે સમજો કે સંપૂર્ણતા ની સમીપ છો. એક આંખમાં સંપૂર્ણ સ્વરુપ અને બીજી આંખમાં ભવિષ્ય સ્વરુપ. એવું પ્રત્યક્ષ જોવામાં આવશે. જેમ પોતાનું આ સ્વરુપ પ્રત્યક્ષ અનુભવ થાય છે. બેઠાં-બેઠાં એવો અનુભવ કરશો જેમ કે અહીંયા નહીં પરંતુ તે સંપૂર્ણ સ્વરુપ માં બેઠાં છો. આ પુરુષાર્થી શરીર એકદમ મર્જ (વિલીન) થઇ જશે. તે બન્ને ઈમર્જ (પ્રત્યક્ષ) થશે. એક તરફ અવ્યક્ત બીજી તરફ ભવિષ્ય. જ્યારે એવો અનુભવ પહેલાં તમે લોકો કરશો ત્યારે બીજાઓને પણ અનુભવ થશે. જેમ એક વસ્ત્ર છોડી ને બીજું લેવાય છે એવો જ અનુભવ કરશો. આ મર્જ (વિસ્મૃત) થઈને તે ઈમર્જ (જાગૃત) થશે. આ ભૂલાતું જશે. આ અવસ્થામાં વિલપાવર (મનોબળ) પણ હોય છે. જેમ વિલ (વસિયત) કરવામાં આવે છે ને! તો વિલ કર્યા પછી એવો અનુભવ થાય છે જેમ કે મારાપણું બધું ખતમ થઈ ગયું. જવાબદારી ઉતરી ગઈ. વિલ પાવર પણ આવે છે અને આ પણ અનુભવ થાય છે જેમ કે બધુ જ વિલ કરી ચૂક્યાં. સંકલ્પ સહિત બધું વિલ થઈ જાય. શરીરનું ભાન છોડવું અને સંકલ્પ ત્યારે બિલ્કુલ વિલ કરવા - આ છે માઈટ (શક્તિ). પછી સમાનતાની અવસ્થા હશે. સમાનતા અથવા સંપૂર્ણતા વાત એક જ છે. હવે આ ચાર્ટ રાખવાનો છે. તે ચાર્ટ તો કોમન (સામાન્ય) છે. આ પાંચ તત્વોનું શરીર હોવા છતાં પણ લાઈટ સ્વરુપ અનુભવ કરશો. સંભળાવ્યું હતું ને કે લાઈટ શબ્દનાં અર્થ માં પણ અંતર હોય છે. લાઈટ અર્થાત્ હલકાપણું પણ હોય છે અને લાઈટ અર્થાત્ જ્યોતિ પણ કહેવાય છે. બિલ્કુલ હલકાપણું અર્થાત્ લાઈટ રુપ થઈ ચાલી રહ્યાં છીએ, અમે તો નિમિત્ત છીએ. અવ્યક્ત રુપ માં તો દરેક વાતમાં મદદ મળે છે. - અચ્છા.
પાર્ટીઓ થી -
૧. બધાનો પુરુષાર્થ ઠીક ચાલી રહ્યો છે? કયા નંબર નું લક્ષ્ય રાખ્યું છે? (ફર્સ્ટ - First) ફર્સ્ટ (પહેલો) નંબર માટે ખબર છે શું કરવું પડે છે? ફર્સ્ટ નંબર લેવા માટે વિશેષ ફાસ્ટ (વ્રત) રાખવો પડે છે. ફાસ્ટ નાં બે અર્થ થાય છે. એક ફાસ્ટ વ્રત ને પણ કહેવાય છે. તો વિશેષ કયું વ્રત રાખવાનું છે? (પવિત્રતાનું) આ વ્રત તો કોમન (સામાન્ય) છે. આ વ્રત તો બધાં રાખે છે. ફર્સ્ટ આવવા માટે વિશેષ વ્રત રાખવાનું છે કે એક બાપ બીજું ન કોઈ. દરેક વાતમાં એકની જ સ્મૃતિ આવે. જ્યારે આ ફાસ્ટ રાખશો તો ફર્સ્ટ આવી જશો. બીજો ફાસ્ટ - જલ્દી ચાલવાને પણ કહેવાય છે અર્થાત્ તીવ્ર પુરુષાર્થ.
મહારથી તેને કહેવાય છે જે સદૈવ માયા પર વિજય પ્રાપ્ત કરે. માયાને સદા માટે વિદાય આપી દે. વિઘ્નોને હટાવવાનું પૂરું નોલેજ (જ્ઞાન) છે? સર્વશક્તિમાન નાં બાળકો માસ્ટર સર્વશક્તિમાન છો. તો નોલેજનાં આધાર પર વિઘ્ન હટાવીને સદૈવ મગન અવસ્થા રહે. જો વિઘ્ન હટતા નથી તો જરુર શક્તિ પ્રાપ્ત કરવામાં કમી છે. નોલેજ લીધું છે પરંતુ તેને સમાવ્યું નથી. નોલેજને સમાવવું અર્થાત્ સ્વરુપ બનવું. જ્યારે સમજ થી કર્મ થશે તો તેનું ફળ સફળતા અવશ્ય નીકળશે.
૨. તીવ્ર પુરુષાર્થીનાં કયા લક્ષણ હોય છે? સમજાવ્યું હતું ને કે ફરમાનબરદાર કોને કહેવાય છે? જેમનો સંકલ્પ પણ વગર ફરમાને નથી ચાલતો. એવાં ફરમાનાબરદારને જ તીવ્ર પુરુષાર્થી કહેવાય છે. સર્વશક્તિમાન બાપનાં બાળકો જે શક્તિવાન છે, તેમની આગળ માયા પણ દૂર થી જ સલામ કરી વિદાય લઈ લે છે. વલ્લભાચારી લોકો પોતાનાં શિષ્યો ને અડવાં પણ નથી દેતાં. અછૂત જો અડી લે છે તો સ્નાન કરવામાં આવે છે. અહીંયા પણ જ્ઞાન સ્નાન કરી એવી શક્તિ ધારણ કરો જેથી અછૂત નજીક ન આવે. માયા પણ શું છે? અછૂત. - અચ્છા.