Search for a command to run...
7 Jun 1970
દિવ્ય મૂર્ત બનવાની વિધિ
7 June 1970 · ગુજરાતી
નયનો દ્વારા શું જોઈ રહ્યાં છે? તમે બધાં પણ નયનો દ્વારા જોઈ રહ્યાં છો. બાપદાદા પણ નયનો નો આધાર લઈ જોઈ રહ્યાં છે. બાપદાદા શું જુએ છે? તમે બધાં શું જોઈ રહ્યાં છો? જોઈ રહ્યાં છો કે જોવાં છતાં પણ નથી જોઈ રહ્યાં? શું સ્થિતિ છે? બાપદાદા શું જોઈ રહ્યાં છે એ જ તમે જોઈ રહ્યાં છો? સંકલ્પો ને કેચ કરવાની (પકડવાની) પ્રેક્ટિસ હશે તો સંકલ્પ રહિત પણ સહજ બની શકશો. વધારે સંકલ્પ ત્યારે ચલાવવાં પડે છે જ્યારે કોઈનાં સંકલ્પ ને પારખી નથી શકતાં. પરંતુ દરેકનાં સંકલ્પો ને રીડ કરવાની (વાંચવાની) પ્રેક્ટિસ હશે તો વ્યર્થ સંકલ્પ વધારે નહીં ચાલશે. અને સહજ જ એક સંકલ્પમાં એકરસ સ્થિતિમાં એક સેકન્ડમાં સ્થિત થઈ જશો. તો સંકલ્પો ને રીડ કરવાં - આ પણ એક સંપૂર્ણતાની નિશાની છે. જેટલાં-જેટલાં અવ્યક્ત ભાવમાં સ્થિત હશો એટલાં દરેકનાં ભાવને સહજ સમજી જશો. એકબીજાનાં ભાવ ને ન સમજવાનું કારણ અવ્યક્ત ભાવ ની કમી છે. અવ્યક્ત સ્થિતિ એક દર્પણ છે. જ્યારે તમે અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થાઓ છો તો કોઈપણ વ્યક્તિનાં ભાવ અવ્યક્ત સ્થિતિ રુપી દર્પણ માં બિલકુલ સ્પષ્ટ જોવામાં આવશે. પછી મહેનત નહીં કરવી પડશે. દર્પણ ને મહેનત નથી કરવી પડતી, કોઈનાં ભાવને સમજવામાં. જેટલી-જેટલી અવ્યક્ત સ્થિતિ હોય છે, તે દર્પણ સાફ અને શક્તિશાળી હોય છે. તેટલાં જ ખુબ સહજ એકબીજાનાં ભાવને સ્પષ્ટ સમજે છે. અવ્યક્ત સ્થિતિ રુપી દર્પણને સાફ અને સ્પષ્ટ કરવા માટે ત્રણ વાતો આવશ્યક છે. તે ત્રણ વાતોમાંથી કોઈ એક વાત પણ સંભળાવો. (દરેકે બતાવ્યું) આજે દરેકની સરળતા, શ્રેષ્ઠતા અને સહનશીલતા, આ ત્રણ ચીજો એક-એક ની જોઈ રહ્યાં છે. આ ત્રણેય વાતો માંથી કોઈ એક પણ ઠીક રીતે ધારણ છે તો દર્પણ સ્પષ્ટ છે. જો એક પણ વાતની કમી છે તો દર્પણ પર પણ કમી નો ડાઘ દેખાશે. એટલે જે પણ કાર્ય કરો છો, દરેક કાર્ય માં ત્રણ વાતો ચેક કરો. સર્વ પ્રકારે સરળતા પણ હોય, સહનશીલતા પણ હોય અને શ્રેષ્ઠતા પણ હોય. સાધારણપણું પણ ન હોય. હમણાં ક્યાંક શ્રેષ્ઠતા ને બદલે સાધારણતા દેખાઈ આવે છે. સાધારણપણા ને શ્રેષ્ઠતામાં બદલી કરો અને દરેક કાર્યમાં સહનશીલતા ને સામે રાખો. અને પોતાનાં ચહેરા પર, વાણી પર સરળતા ને ધારણ કરો. પછી જુઓ સર્વિસ (સેવા) કે કર્તવ્યની સફળતા કેટલી શ્રેષ્ઠ થાય છે. હમણાં સુધી કર્તવ્યનું રીઝલ્ટ શું જોવામાં આવે છે? પ્લાન (યોજના) અને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં અંતર કેટલું છે?
અંતર નું કારણ શું છે? ત્રણેય રુપમાં હજું પૂર્ણ પ્લેન (સરળ) નથી થયાં. સ્મૃતિમાં પણ પ્લેન, વાણીમાં પણ પ્લેન હોવું જોઈએ. કોઈપણ જૂનાં સંસ્કાર નાં ક્યાંય ડાઘ ન હોય. અને કર્મમાં પણ પ્લેન અર્થાત્ શ્રેષ્ઠતા. જો પ્લેન (સરળ) થઈ જશો તો પછી પ્લાન (યોજના) અને પ્રેક્ટિકલ એક થઇ જશે. પછી સફળતા પ્લેન (એરોપ્લેન) ની માફક ઉડશે. એટલે દરેક વાતમાં મન્સા, વાચા, કર્મણા અને નાની વાતમાં પણ સાવધાની જોઈએ. મન, વાણી, કર્મ માં તો થવાનું જ છે પરંતુ તેની સાથે-સાથે આ જે અલૌકિક સંબંધ છે તેમાં પણ પ્લેન હશો તો સર્વિસ ની સફળતા તમારાં બધાનાં મસ્તક પર તારા નાં રુપમાં ચમકી ઉઠશે. પછી દરેક તમને એક-એક ને સફળતાનાં તારાઓ જોશે. સંભળાવ્યું હતું ને કે સુવિચાર કયું યાદ રાખો? સફળતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે. પછી તમને કોઈ પણ જોશે તો તેમને દૂર થી દિવ્યમૂર્ત જોવામાં આવશો. સાધારણમૂર્ત નહીં, પરંતુ દિવ્યમૂર્ત. આજકાલ ખૂબ સર્વિસમાં બીઝી (વ્યસ્ત) છો. જે કાંઈ કર્યુ, ખુબ સારું કર્યું. આગળનાં માટે સફળતા ને સમીપ લાવો. જેટલાં-જેટલાં એકબીજાનાં સમીપ આવશો એટલી સફળતા સમીપ આવશે. એકબીજાનાં સમીપ અર્થાત્ સંસ્કારો નાં સમીપ. ત્યારે કોઇપણ સંમેલન ની સફળતા થશે. જેમ સમય સમીપ આવી રહ્યો છે તેમ બધાં સમીપ આવી રહ્યાં છે. પરંતુ હવે એવી સમીપતા માં શું ભરવાનું છે? જેટલી સમીપતા એટલું એકબીજાને સન્માન આપવું. જેટલું એકબીજાને સન્માન આપશો એટલું જ આખું વિશ્વ તમારાં બધાનું સન્માન કરશે. સન્માન આપવાથી સન્માન મળશે. આપવાથી મળે છે ન કે લેવાથી. કોઈ ચીજ લેવાથી મળે છે અને કોઈ ચીજ આપવાથી મળે છે. તો કોઈને પણ સન્માન આપવું એટલે સર્વનું સન્માન લેવું થાય. અને ભાષામાં પણ પરિવર્તન જોઈએ. આજે બધાં સર્વિસએબલ (સેવાધારી) બેઠાં છે ને તો એટલે ભવિષ્યનાં ઈશારા આપી રહ્યાં છે. ક્યારેય પણ કોઇનાં વિચાર સ્પષ્ટ ન હોય તો પણ ક્યારેય ન નહીં કરવી જોઈએ. શબ્દ સદૈવ હાં નીકળવો જોઈએ. જ્યારે અહીંયા હાં જી કરશો ત્યારે ત્યાં સતયુગમાં પણ તમારી પ્રજા એટલી જ હાં જી, હાં જી કરશે. જો અહિયાં જ ના જી, ના જી કરશો તો ત્યાં પણ પ્રજા દૂરથી જ પ્રણામ કરશે. તો ના શબ્દને કાઢી નાખવાનો છે.
કોઈપણ વાત હોય પહેલાં હાં જી. હાં જી, હાં જી કહેવું એ જ બીજાનાં સંસ્કારને સરળ બનાવવાનું સાધન છે. સમજ્યાં. કહ્યું હતું, વર્તમાન સમયે જે કર્મ કરી રહ્યાં છો તે ભવિષ્ય નાં લૉ (કાયદા) બની રહ્યાં છે. તમારાં બધાનું કર્મ ભવિષ્યનો લૉ છે. જે લૉ-મેકર્સ (કાયદો ઘડનાર) હોય છે તે સમજી વિચારીને શબ્દ ઉચ્ચારે છે. કારણ કે તેમનો એક-એક શબ્દ ભવિષ્ય માટે લૉ બની જાય છે. બધાનાં દરેક સંકલ્પ ભવિષ્યનાં લૉ બની રહ્યાં છે. તો કેટલું ધ્યાન આપવું જોઈએ! હજું સુધી એક વાત ને પકડો છો બીજી છૂટી જાય છે. પરંતુ બંનેય વાતો યાદ રહે. ક્યારેક વિધિ ને પકડો છો તો વિધાન ને છોડી દો છો. ક્યારેક વિધાન ને પકડો છો તો વિધિ ને છોડી દો છો. પરંતુ વિધિ અને વિધાન, બંનેની સાથે જ વિધાતા ની યાદ આવે છે. જો વિધાતા જ યાદ રહે તો વિધિ અને વિધાન બંને સાથે સ્મૃતિ માં રહેશે. પરંતુ વિધાતા ભુલાઇ જાય છે તો એક ચીજ છૂટી જાય છે. વિધાતા ની યાદમાં રહેવાથી વિધિ અને વિધાન બંને સાથે રહે છે. વિધાતા ને ભૂલવાથી ક્યારેક વિધાન છૂટી જાય છે તો ક્યારેક વિધિ છૂટી જાય છે. જ્યારે બંને સાથે રહેશે ત્યારે સફળતા ગળાનો હાર બની જશે. અચ્છા. આજે ઘણી શિક્ષા આપી. આ સ્નેહ છે. કારણ કે બાપદાદા સમાન બનાવવાં ઈચ્છે છે. સમાન બનાવવાનું સાધન સ્નેહ થયું ને.
કુમારીઓ નું પેપર તો હવે લેવાનું છે. સાહસ ને પ્રત્યક્ષ રુપમાં લાવવાં માટે સાહસમાં ખુબ-ખુબ શક્તિ ભરવાની છે. હવે કેટલી શક્તિ ભરી છે, તે પેપર લેશે - અચ્છા.
પાર્ટીઓની સાથે -
૧- જેટલાં-જેટલાં પોતાને સર્વિસનાં બંધનમાં બાંધતા જશો તો બીજા બંધનો છૂટતાં જશે. તમે એમ નહીં વિચારો કે આ બંધન છૂટે તો સર્વિસમાં લાગી જઈએ. એવું નહીં થશે. સર્વિસ કરતાં રહો. બંધન હોવા છતાં પણ પોતાને સર્વિસનાં બંધનમાં જોડતાં જાઓ. આ જોડવું જ તોડવું છે. તોડી ને પછી જોડવાનું નથી હોતું. જેટલું જોડશો એટલું જ તૂટશે. જેટલાં પોતાને સર્વિસમાં સહયોગી બનાવશો એટલી જ પ્રજા તમારી સહયોગી બનશે. કોઈપણ કારણ છે તો તેને હલકું કરી ને પહેલાં સર્વિસની તક ને આગળ રાખો. કર્તવ્યને પહેલાં રાખવાનું હોય છે. કારણ બનતાં રહેશે. પરંતુ કર્તવ્યનાં બળ થી કારણ ઢીલાં પડી જશે.
૨- માતાઓનાં જે સંગઠન બનેલાં છે તેમાં ઘૂસી જાઓ. મેમ્બર બનવાથી પછી અનેકોને આપ સમાન બનાવવાનો ચાન્સ (તક) મળશે. સંપર્કમાં આવવાં થી જ ચાન્સ મળશે. હમણાં માતાઓની સંસ્થાઓમાં તમારાં લોકોનું નામ પ્રખ્યાત નથી થયું. પહેલાં ગુપ્ત વેષમાં પગ રાખો પછી તે તમારાં બની જશે. ભટકેલી માતાઓને રાહ બતાવવાની છે. તો પછી માતાઓ જે બિચારી દુઃખ સહન કરે છે, તેમને પણ તમે બચાવી શકશો. ઘણી માતાઓ સહારો ઈચ્છે છે, તેમને સહારો મળી જશે. તો આ સર્વિસ કરી કમાલ કરી દેખાડો પછી જુઓ કેટલાં હેન્ડ્સ (સાથી) મળે છે. ઘણાં સમયની આ વાત પ્રેક્ટિકલ માં લાવવાની છે. જેમ તેઓ એશલમ (શરણ) આપે છે ને. તે છે અનાથ આશ્રમ. આ તો સનાથ આશ્રમ છે. અચ્છા.
૩- અવ્યક્ત સ્થિતિનો અનુભવ થાય છે? એક સેકન્ડ પણ અવ્યક્ત સ્થિતિનો અનુભવ થાય છે તો તેની અસર ઘણાં સમય સુધી રહે છે. અવ્યક્ત સ્થિતિનો અનુભવ પાવરફુલ (શક્તિશાળી) હોય છે. જેટલું થઈ શકે એટલું પોતાનો સમય વ્યક્ત ભાવ થી હટાવીને અવ્યક્ત સ્થિતિમાં રહેવાનું છે. અવ્યક્ત સ્થિતિ થી સર્વ સંકલ્પ સિદ્ધ થઈ જાય છે. આમાં મહેનત ઓછી અને પ્રાપ્તિ અધિક થાય છે. અને વ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને પુરુષાર્થ કરવામાં મહેનત અધિક અને પ્રાપ્તિ ઓછી થાય છે. પછી ચાલતાં-ચાલતાં મૂંઝવણ અને નિરાશા આવે છે. એટલે અવ્યક્ત સ્થિતિ થી સર્વ પ્રાપ્તિનો અનુભવ વધારો. અવ્યક્તમૂર્ત ને સામે જોઈ સમાન બનવાનો પ્રયત્ન કરવાનો છે. જેવાં બાપ તેવાં બાળકો. આ સુવિચાર યાદ રાખો. અંતર ન હોય. અંતર ને અંતર્મુખ થઈને મિટાવવાનું છે. બાપ ક્યારેય નિરાશ થાય છે? પરિસ્થિતિઓથી ગભરાય છે? તો બાળકો પછી કેમ ગભરાય છે? વધારે પરિસ્થિતિઓનો સામનો કરવાનું સાકાર સબૂત પણ જોયું. ક્યારેય તેમનું ગભરાહટ નું રુપ જોયું? સંભળાવ્યું હતું ને કે સદૈવ આ યાદ રાખો કે સ્નેહમાં સંપૂર્ણ થવાનું છે. કાંઈ મુશ્કેલ નથી. સ્નેહીને સુધ-બુધ રહે છે? જ્યારે પોતે પોતાને મિટાવી જ દીધાં, પછી આ મુશ્કેલ કેમ? મિટાવી દીધાં ને. જે મિટાઇ જાય છે તે બળી જાય છે. જેટલું પોતાને મિટાવવું એટલું જ અવ્યક્ત રુપથી મળવું. મિટવું ઓછું તો મળવાનું પણ ઓછું. જો મેળામાં પણ કોઈ મિલન ન મનાવે તો મેળો સમાપ્ત થઈ જશે પછી ક્યારે મિલન થશે? સ્નેહ ને સમાનતા માં પરિવર્તન કરવાનું છે. સ્નેહ ને ગુપ્ત અને સમાનતા ને પ્રત્યક્ષ કરો. બધું સમાયેલું છે, ફક્ત પ્રત્યક્ષ કરવાનું છે. પોતાનાં કલ્પ પહેલાનાં સમાયેલાં સંસ્કારો ને પ્રત્યક્ષ કરવાનાં છે. કલ્પ પહેલાંની પોતાની સફળતાનું સ્વરુપ યાદ આવે છે ને. હવે ફક્ત સમાયેલા ને પ્રેક્ટિકલ પ્રત્યક્ષ રુપ માં લાવો. સદૈવ પોતાની સંપૂર્ણતા નું સ્વરુપ અને ભવિષ્ય ૨૧ જન્મો નું રુપ સામે રાખવાનું છે. ઘણાં લોકો પોતાનાં ઘરને સજાવવા માટે પોતાનાં બાળપણ થી લઈને, પોતાનાં ભિન્ન-ભિન્ન રુપોનાં યાદગાર રાખે છે. તો તમે પોતાનાં મન મંદિરમાં પોતાની સંપૂર્ણ સ્વરુપ ની મૂર્તિ, ભવિષ્યનાં અનેક જન્મોની મૂર્તિઓ સ્પષ્ટ રુપમાં સામે રાખો. પછી બીજી કોઈ તરફ સંકલ્પ નહીં જશે.
સમીપ રત્નો નાં લક્ષણ શું છે? જે જેટલાં જેની સમીપ હોય છે એટલી સંસ્કારો માં પણ સમાનતા હોય છે. તો બાપદાદાની સમીપ અર્થાત્ લક્ષણ ની નજીક આવો. જેટલું ચેક કરશો એટલાં જલ્દી ચેન્જ (પરિવર્તન) થશો. આદિ સ્વરુપ ને સ્મૃતિમાં રાખો. સતયુગ આદિનાં અને મરજીવા જીવનનાં આદિ રુપને સ્મૃતિમાં રાખવાથી મધ્ય સમાઈ જશે.
સ્નેહી છો કે સહયોગી પણ છો? જેનાથી સ્નેહ હોય છે તેને રિટર્ન (વળતર) માં શું અપાય છે? સ્નેહ નું રિટર્ન છે સહયોગ. તે ક્યારે આપશો? જેમ બાપ સર્વ સમર્થ છે તો બાળકોએ પણ માસ્ટર સર્વ સમર્થ બનવાનું છે. વિનાશનાં પહેલાં જો સ્નેહની સાથે સહયોગી બનશો તો વારસાનાં અધિકારી બનશો. વિનાશનાં સમયે ભલે બધી આત્માઓ ઓળખી લેશે પરંતુ વારસો નહીં પામી શકે કારણ કે સહયોગી નહીં બની શકે.
૪- કર્મ બંધન શક્તિશાળી છે કે આ ઈશ્વરીય બંધન? ઈશ્વરીય બંધનો ને જો તેજ કરો તો કર્મ બંધન જાતે જ ઢીલાં થઈ જશે. બંધન થી જ બંધન કપાય છે. જેટલાં ઈશ્વરીય બંધનમાં બંધાશો એટલાં કર્મ બંધન થી છૂટશો. જેટલાં તે કર્મબંધન પાક્કા છે એટલાં જ આ ઈશ્વરીય બંધનને પણ પાક્કા કરો તો તે બંધન જલ્દી કપાશે.
૫- બિંદુ રુપમાં જો વધારે નથી ટકી શકતાં તો તેની પાછળ સમય ન ગુમાવો. બિંદુ રુપ માં ત્યારે ટકી શકશો જ્યારે પહેલાં શુદ્ધ સંકલ્પ નો અભ્યાસ હશે. અશુદ્ધ સંકલ્પો ને શુદ્ધ સંકલ્પો થી હટાવો. જેમ કોઈ એકસીડન્ટ (અકસ્માત) થવાનો હોય છે. બ્રેક નથી લાગતી તો વાળવું પડે છે. બિંદુ રુપ છે બ્રેક. જો તે નથી લાગતી તો વ્યર્થ સંકલ્પો થી બુદ્ધિ ને વાળી ને શુદ્ધ સંકલ્પો માં લગાવો. ક્યારેક-ક્યારેક એવી તક હોય છે જ્યારે બચાવ માટે બ્રેક નથી લગાવવામાં આવતી, વાળવાનું હોય છે. કોશિશ કરો કે આખો દિવસ શુભ સંકલ્પો નાં સિવાય કોઈ વ્યર્થ સંકલ્પ ન ચાલે. જ્યારે આ સબ્જેક્ટ (વિષય) પાસ કરશો તો પછી બિંદુ રુપ ની સ્થિતિ સહજ રહેશે.