Search for a command to run...
12 Jul 1972
મરજીવાપણાં ની સ્મૃતિ થી ગૃહસ્થી અથવા પ્રવૃત્તિ ની વિસ્મૃતિ
12 July 1972 · ગુજરાતી
(અધર કુમારો ની ભઠ્ઠીમાં)
સ્વયં પોતાને જ્યાં ઇચ્છો, જ્યારે ઇચ્છો એમ પરિવર્તન કરી શકો છો? ભઠ્ઠી માં સ્વયં પોતાને પરિવર્તન કરવા માટે આવો છો ને. તો પરિવર્તન કરવાની શક્તિ અનુભવ કરો છો? કેવું પણ વાયુમંડળ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ પોતાની સ્વ-સ્થિતિનાં આધાર થી વાયુમંડળ ને પરિવર્તન માં લાવી શકો છો? વાયુમંડળ નાં પ્રભાવ માં આવવા વાળી આત્માઓ છો કે વાયુમંડળ ને સતોપ્રધાન બનાવવા વાળી આત્માઓ છો? પોતાને શું સમજો છો? એટલો અનુભવ કરો છો કે હવે કોઇ પણ વાયુમંડળ અમને પોતાની તરફ આકર્ષિત નથી કરી શકતું? જે સમજે છે કે ભઠ્ઠી માં આવ્યાં પછી આટલી હિંમત અથવા શક્તિ પોતાનામાં જમા કરી છે જે ક્યાંય પણ, કોઈ સ્થાન પર જતાં, જમા કરેલી શક્તિઓનાં આધાર થી વાયુમંડળ અથવા પરિસ્થિતિ મુજ માસ્ટર સર્વશક્તિમાન ને હલાવી નથી શકતી, પોતાની સ્થિતિ ને એકરસ અથવા અટલ, અચળ બનાવી શકે છે, એ હાથ ઉઠાવે. આ વાતો તો સ્પષ્ટ છે જ કે દિવસ-પ્રતિદિવસ પરિસ્થિતિઓ અતિ તમોપ્રધાન બનવાની છે. પરિસ્થિતિઓ કે વાયુમંડળ હવે સતોપ્રધાન નથી બનવાનાં. અતિ તમોપ્રધાન પછી જ ફરી સતોપ્રધાન બનવાનું છે. તો દિવસ-પ્રતિદિવસ વાયુમંડળ બગડવાનું છે, નહીં કે સુધરવાનું. તો જેમ કમળ પુષ્પ કીચડ માં રહેતાં ન્યારું રહે છે, એમ અતિ તમોપ્રધાન, તમોગુણી વાયુમંડળમાં હોવાં છતાં પણ પોતાની સ્થિતિ સદા સતોપ્રધાન રહે - એટલી હિંમત સમજી ને હાથ ઉઠાવ્યો ને? પછી એમ તો નહીં કહો ને કે આ વાત આમ થઈ, એટલે અવસ્થા નીચે-ઉપર થઈ? ભલે પ્રકૃતિ દ્વારા, ભલે લૌકિક સંબંધ દ્વારા, ભલે દૈવી પરિવાર દ્વારા કોઈ પણ પરીક્ષા આવે અથવા કોઈ પણ પરિસ્થિતિ સામે આવે એમાં પણ સ્વયં પોતાને અચળ, અટલ બનાવી શકશો ને. એટલી હિંમત સમજો છો ને? પરીક્ષાઓ ઘણી આવવાની છે. પેપર તો આવવાનાં જ છે. જેમ-જેમ અંતિમ ફાઈનલ પરિણામ નો સમય સમીપ આવી રહ્યો છે એમ સમય-પ્રતિ-સમય પ્રેક્ટિકલ (વ્યવહારિક) પેપર સ્વતઃ થતાં રહે છે. પેપર પ્રોગ્રામ થી નથી લેવાતાં. ઓટોમેટિકલી (આપોઆપ) ડ્રામા અનુસાર સમય પ્રતિ સમય દરેક નાં પ્રેક્ટિકલ પેપર થતાં રહે છે. તો પેપર માં પાસ થવાની હિંમત પોતાનામાં સમજો છો? ગભરાવા વાળા તો નથી ને? અંગદ ની જેમ જરા પણ પોતાનાં બુદ્ધિયોગ ને હલાવવા વાળા તો નથી ને? આ ભઠ્ઠી અધર કુમારો ની છે ને. પોતાને અધર કુમાર તો સમજો છો ને? સંકલ્પ કે સંબંધ માં અધર-કુમાર ની સ્મૃતિ નથી રહેતી? જેમ જુઓ, પહેલાં બહેન-ભાઈ ની સ્મૃતિ માં સ્થિત કર્યા, એમાં પણ જોવામાં આવ્યું કે બહેન-ભાઈ ની સ્મૃતિ માં પણ કેટલાંક દેહ-અભિમાન માં આવી જાય છે, એટલાં માટે એનાંથી પણ ઊંચી સ્ટેજ (અવસ્થા) ભાઈ-ભાઈ ની બતાવી. એમ જ પોતાને અધર કુમાર સમજી ને ચાલો છો અર્થાત્ પ્રવૃત્તિ માર્ગનાં બંધન માં બંધાયેલી આત્મા સમજીને ચાલો છો. એટલે હવે આ સ્મૃતિ થી પણ ઉપરામ. અધર કુમાર નહીં, પરંતુ બ્રહ્મા-કુમાર છું. હવે મરજીવા બની ગયાં તો મરજીવા જીવન માં અધર-કુમાર નો સંબંધ જ શું? મરજીવા જીવન માં પ્રવૃત્તિ અથવા ગૃહસ્થી છે શું? મરજીવા જીવન માં બાપ-દાદા એ કોઈને ગૃહસ્થી બનાવીને નથી આપી. એક બાપ અને બધાં બાળકો છે ને, આમાં ગૃહસ્થીપણુ ક્યાંથી આવ્યું? તો પોતાને બ્રહ્મા-કુમાર સમજી ને ચાલવાનું છે. જો અધર-કુમાર ની સ્મૃતિ પણ રહે છે તો જેવી સ્મૃતિ એવી જ સ્થિતિ પણ રહે છે. એટલાં માટે હવે આ સ્મૃતિ ને પણ ખતમ કરો કે અમે અધર-કુમાર છીએ. ના. બ્રહ્મા-કુમાર છું. જે બાપ-દાદાએ ડ્યુટી (જવાબદારી) આપી છે એ ડ્યુટી પર શ્રીમત નાં આધાર પર જઈ રહ્યો છું. મારી પ્રવૃત્તિ છે અથવા મારી યુગલ છે - આ સ્મૃતિ પણ ખોટી છે. યુગલ ને યુગલ ની વૃત્તિ થી જોવું અથવા ઘર ને પોતાની પ્રવૃત્તિ ની સ્મૃતિ થી જોવું, એને મરજીવા કહેશો? જેમ જુઓ, દરેક વસ્તુ ને સંભાળવા માટે ટ્રસ્ટી નિયુક્ત કરવામાં આવે છે. આ પણ એમ સમજી ને ચાલો - આ જે હદની રચના બાપ-દાદાએ ટ્રસ્ટી બનાવીને સંભાળવા માટે આપી છે, આ મારી રચના નથી પરંતુ બાપ-દાદા દ્વારા ટ્રસ્ટી બની એને સંભાળવા માટે નિમિત્ત બન્યો છું. ટ્રસ્ટીપણાં માં મારાપણું નથી હોતું. ટ્રસ્ટી નિમિત્ત હોય છે. પ્રવૃત્તિ-માર્ગ ની વૃત્તિ પણ બિલ્કુલ ન હોય. આ ઈશ્વરીય આત્માઓ છે, ન કે મારા બાળકો છે. ભલે નાનાં-નાનાં બાળકો હોય, તો પણ શું બાપ-દાદાએ નાનાં બાળકોની પાલનાં નથી કરી શું? જેમ બાપ-દાદાએ નાનાં બાળકો ની પાલનાં કરતાં-કરતાં ઈશ્વરીય કાર્ય નાં નિમિત્ત બનાવી દીધાં, એમ જ નાનાં-નાનાં બાળકો અથવા મોટા, જેમનાં પ્રત્યે પણ બાપ દ્વારા નિમિત્ત બન્યાં છો, એ આત્માઓ પ્રત્યે પણ આ વૃત્તિ રહેવી જોઈએ કે આ આત્માઓ ને ઈશ્વરીય સેવા નાં યોગ્ય બનાવીને એમાં લગાવી દેવાનાં છે. ઘર માં રહેતાં આવી સ્મૃતિ રહે છે? જેમ ઈશ્વરીય પરિવાર ની અનેક આત્માઓ નાં સંબંધ અથવા સંપર્ક માં રહો છો એમ જ જે આત્માઓ ની ડ્યુટી મળી છે, એમની સાથે પણ એમ જ સંપર્ક માં આવો છો કે ફરક હોય છે? જે તમારા લોકો નાં સંપર્ક માં રહેવા વાળી આત્માઓ છે, એમની પાસે થી રીઝલ્ટ (પરિણામ) મંગાવવામાં આવશે. જેમ સેવાકેન્દ્ર ની નિમિત્ત બનેલી બહેનો અથવા ભાઈઓ થી એ ઇશ્વરીય દૃષ્ટિ, વૃત્તિ થી સંપર્ક માં આવો છો, એમ જ એ આત્માઓનાં સંપર્ક માં આવો છો કે પાછલાં જન્મ નો અધિકાર સમજીને ચાલો છો? સમય-પ્રતિ-સમય સ્થિતિ અને વૃત્તિ ઊંચી થતી જઈ રહી છે ને. અને જ્યાં સુધી સમય પ્રમાણે પોતાની સ્થિતિ અને વૃત્તિ ને ઊંચી નથી બનાવી અથવા પરિવર્તન માં નથી લાવ્યાં ત્યાં સુધી ઉંચ પદ કેવી રીતે પામી શકશો? જેમ સાકાર માં બાપ ને જોયાં - લૌકિક સંબંધ ની વૃત્તિ, દૃષ્ટિ કે સ્મૃતિ સ્વપ્ન માં હતી? તો ફોલો ફાધર (બાપ નું અનુસરણ) કરવાનું છે ને. શું એ લૌકિક સંબંધી સાથે નહોતાં રહેતાં? તો તમારે લોકોએ પણ સાથે રહેતાં આ સ્મૃતિ અને વૃત્તિ માં ચાલવાની હિંમત રાખવાની છે. આ ભઠ્ઠી માં શું પરિવર્તન કરીને જશો? અધર-કુમાર નું નામ-નિશાન સમાપ્ત. જેમ ભઠ્ઠી માં પડવાથી દરેક વસ્તુ નું રુપ પરિવર્તન થઈ જાય છે, એમ આ ભઠ્ઠી માં “હું પ્રવૃત્તિ માર્ગ વાળો છું, હું અધર-કુમાર છું” - આ સ્મૃતિ ને પણ સમાપ્ત કરીને એ સમજવાનું કે હું બ્રહ્માકુમાર છું અને આ નિમિત્ત બનેલી આત્માઓ ની સેવા કરવા માટે ટ્રસ્ટી છું. આ સ્મૃતિ ને મજબૂત કરીને જજો. આ જ છે ભઠ્ઠી નું પરિવર્તન. આટલું પરિવર્તન કરવાની શક્તિ પોતાનામાં ભરી છે કે ત્યાં જઈને ફરીથી પ્રવૃત્તિ વાળા બની જશો? હવે પ્રવૃત્તિ નહીં સમજતા પણ આ ગૃહસ્થીપણાં ની વૃત્તિ થી ઉપરામ વૃત્તિ અર્થાત્ દૂર. ગૃહસ્થી ની વૃત્તિ થી ઉપરામ - આવી અવસ્થા બનાવીને જવાથી જ અજ્ઞાની આત્માઓ પણ તમારી ચલન થી, તમારા બોલ થી, નયનો થી જે ન્યારી અને પ્યારી સ્થિતિ ગવાય છે, એનો અનુભવ કરી શકશે. હજું સુધી દુનિયાની વચ્ચે રહેતાં દુનિયા વાળાઓને ન્યારી અને પ્યારી સ્થિતિ નો અનુભવ નથી કરાવી શકતાં કારણ કે પોતાની વૃત્તિ એટલી ન્યારી નથી બની. ન્યારી ન બનવાનાં કારણે એટલાં પ્યારા પણ નથી બન્યાં. પ્યારી વસ્તુ બધાને સ્વતઃ જ આકર્ષિત કરે છે. તો દુનિયાની વચ્ચે રહેતાં આવી ન્યારી સ્થિતિ બનાવશો તો પ્યારી સ્થિતિ પણ સ્વતઃ બની જશે. આવી પ્યારી સ્થિતિ અનેક આત્માઓ ને તમારી તરફ સ્વતઃ જ આકર્ષિત કરશે. હજું પણ મહેનત કરવી પડે છે ને. કારણ કે હજું સુધી જે ન્યારી અને પ્યારી સ્થિતિ હોવી જોઈએ એ પ્રત્યક્ષ રુપ માં નથી. સ્વયં પોતાને પ્રત્યક્ષ કરવા પડે છે. જો પ્રત્યક્ષ રુપ માં છો તો પ્રત્યક્ષ કરવાની મહેનત ન કરવી પડે. તો હવે એ શ્રેષ્ઠ સ્થિતિ ને કર્મ માં પ્રત્યક્ષ રુપ માં લાવો. હજું સુધી ગુપ્ત છે. દુનિયાની વચ્ચે અલૌકિક દેખાય આવો છો? કોઈ પણ દૂર થી તમને જોતાં અલૌકિકતા નો અનુભવ કરે છે કે સાધારણ સમજે છે? પ્રેક્ટિકલ જીવન નો એટલો પ્રભાવ છે જે કોઈ પણ જોઈને સમજે કે આ કોઈ વિશેષ આત્માઓ છે? જેમ સ્થૂળ ડ્રેસ ને જોઈ ને સમજી લે છે કે આ અમારા લોકો થી કોઈક ન્યારાં છે. એમ જ આ સૂરત અથવા અવ્યક્ત મૂર્ત ન્યારાપણું બતાવે, ત્યારે પ્રભાવ નીકળશે. હરતાં-ફરતાં એવી શ્રેષ્ઠ સ્થિતિ હોય, એવી શ્રેષ્ઠ સ્મૃતિ અને વૃત્તિ હોય જે ચારેય બાજુની વૃત્તિઓ ને પોતાની તરફ આકર્ષિત કરે. જેમ કોઈ આકર્ષણ ની વસ્તુ આજુ-બાજુ વાળાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે ને. બધાનું અટેન્શન (ધ્યાન) જાય છે. એમ આ રુહાનિયત કે અલૌકિકતા આજુ-બાજુ વાળાઓની વૃત્તિઓ ને પોતાની તરફ આકર્ષિત નથી કરી શકતી? શું આ સ્ટેજ (અવસ્થા) અંત માં આવવાની છે? સાધારણ રીતે પણ કોઈ રોયલ ફેમિલી (શાહી પરિવાર) નાં બાળકો હોય છે તો એમની એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી, એમનાં બોલ થી, ન પરિચિત હોવા છતાં પણ જાણી લે છે કે આ કોઈ રોયલ ફેમિલી ની આત્માઓ છે. તો શું અલૌકિક વૃત્તિ માં રહેવા વાળી શ્રેષ્ઠ આત્માઓ નો દૂર થી આટલો પ્રભાવ નથી પડી શકતો? શું મુશ્કેલ છે? જે સહજ વાત હોય છે એને કરવામાં વાર લાગે છે શું?
એવું સમજો કે ભઠ્ઠી માં આટલાં બધાં અલૌકિક શક્તિશાળી, માસ્ટર જ્ઞાન-સૂર્ય જ્યારે ચારેય તરફ જશે તો જેમ સૂર્ય છૂપાઈ નથી શકતો, એમ માસ્ટર જ્ઞાન-સૂર્ય નો પ્રકાશ કે પ્રભાવ ચારે બાજુ ફેલાવા થી અહીંયા સુધી પણ પ્રેક્ટિકલ સબૂત આવશે? સબૂત કયું? ઓછા માં ઓછું જે તમારા દ્વારા પ્રભાવિત થયેલી આત્માઓ હોય, એમનાં સમાચાર તો આવે. સ્વયં ન આવે, સમાચાર તો આવે. દરેક એક-એક બાજુ જઈને પ્રભાવ નાખે તો કેટલાં સમાચાર-પત્ર આવશે? આવું સબૂત આપશો? કે જેમ ભઠ્ઠી કરીને જાય છે, થોડો સમય પ્રભાવશાળી રહ્યાં પછી ફરી પ્રભાવ માં આવી જાય છે? બાપ તો સદૈવ ઉમેદવાર જ રહે છે. હવે રીઝલ્ટ જોશે કે ક્યાં સુધી અવિનાશી રીઝલ્ટ ચાલે છે અને ક્યાં સુધી અટલ-અચળ રહે છે?
વરદાન-ભૂમિ માં જે વરદાનો ની પ્રાપ્તિ કરી છે, એ પ્રાપ્ત થયેલાં વરદાનો થી હવે વરદાતા-મૂર્ત બનીને નીકળવાનું છે. કોઈ પણ આત્મા સંબંધ કે સંપર્ક માં આવે તો મહાદાની અને મહાવરદાની, આ જ સ્મૃતિ માં રહેતાં દરેક આત્મા ને કંઈક ને કંઈક પ્રાપ્તિ જરુર કરાવવાની છે. કોઈ પણ આત્મા ખાલી હાથે ન જવી જોઈએ. તમે તો મહાદાની છો ને. એ દાન ને સંભાળે છે કે નહીં, એ એમની તકદીર થઈ. તમે તો મહાદાની બની પોતાનું કર્તવ્ય કરતાં રહો એ જ કલ્યાણકારી વૃત્તિ અને દૃષ્ટિ થી. વિશ્વ-કલ્યાણકારી છું, મહાદાની છું, વરદાની છું - આ જ પાવરફુલ (શક્તિશાળી) વૃત્તિ માં રહેવાથી આત્માઓ ને પરિવર્તન કરી શકશો. હવે પોતાની વૃત્તિ ને પાવરફુલ બનાવો. અચ્છા!
\\
યાદગાર બનવા માટેયાદ માં રહી ને કર્મ કરો. જેમ બાપ ને જુઓ કે યાદ રહીને કર્મ કરવાથી જ કર્મ આપ સૌનાં દિલ માં યાદગાર બની ગયાં છે ને. એમ જ પોતાનાં કર્મોનું વિશ્વનાં સામે યાદગાર રુપ બનાવો.