Search for a command to run...
9 May 1977
સંપૂર્ણ પવિત્રતા જ વિશેષ પાર્ટ ભજવવા વાળાઓનો શૃંગાર છે
9 May 1977 · ગુજરાતી
પોતાને આ ડ્રામની અંદર વિશેષ પાર્ટ ભજવવા વાળા, વિશેષ પાર્ટધારી સમજો છો? વિશેષ પાર્ટ ની વિશેષતા શું છે, એને જાણો છો? વિશેષતા એ છે કે બાપ ની સાથે સાથી બની પાર્ટ ભજવો છો, અને સાથે-સાથે દરેક પાર્ટ પોતાની સાક્ષીપણા ની સ્થિતિ માં સ્થિત થઈ ભજવો છો. તો વિશેષતા થઈ - બાપ ની સાથે સાથી ની અને સાક્ષીપણા ની. આ વિશેષતા નાં કારણે જ વિશેષ પાર્ટધારી કહેવામાં આવે છે. તો સ્વયં પોતાને સદા ચેક (નિરીક્ષણ) કરો કે દરેક પાર્ટ ભજવતા બંનેય વિશેષતાઓ રહે છે? નહીં તો સાધારણ પાર્ટધારી કહેવાશો. બાપ શ્રેષ્ઠ અને બાળકો સાધારણ! આ શોભશે નહીં.
વિશેષ પાર્ટ ભજવવાનો શૃંગાર કયો છે? સંપૂર્ણ પવિત્રતા જ તમારો શૃંગાર છે. સંકલ્પ માં પણ અપવિત્રતા નો અંશમાત્ર ન હોય. એવો શૃંગાર નિરન્તર છે? કારણ કે તમે બધાં હદ નો, અલ્પકાળ નો પાર્ટ ભજવવા વાળા નથી. પરંતુ બેહદ નો, દરેક સેકન્ડ, દરેક સંકલ્પ થી સદા પાર્ટ ભજવવા વાળા છો. એટલે સદા શૃંગાર કરેલી મૂર્ત અર્થાત્ સદા પવિત્ર સ્વરુપ છો. આ સમય નો શૃંગાર જન્મ-જન્માંતર માટે અવિનાશી બની જાય છે.
મુખ્ય સંસ્કાર ભરવાનો સમય હમણાં છે. આત્મા માં દરેક જન્મ નાં સંસ્કારો નો રેકોર્ડ આ સમયે ભરી રહ્યાં છો. તો રેકોર્ડ ભરવાનાં સમયે સેકન્ડ-સેકન્ડ નું અટેન્શન રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારનાં ટેન્શન (તણાવ) નું અટેન્શન (ધ્યાન); ટેન્શન માં અટેન્શન રહે. જો કોઈપણ પ્રકારનું ટેન્શન હોય છે, તો રેકોર્ડ ઠીક નહીં ભરાશે. સદાકાળ માટે શ્રેષ્ઠ નામ નાં બદલે, આ જ ગાયન થતું રહેશે કે જેટલું સારો ભરવો જોઈએ, એટલો નથી ભર્યો. એટલે દરેક પ્રકારનાં ટેન્શન થી ઉપરામ, સ્વયં અને સમય નું, બાપ નાં સાથ નું અટેન્શન રાખતાં સેકન્ડ-સેકન્ડ નો પાર્ટ ભજવો. માસ્ટર સર્વશક્તિમાન્, ઓલમાઇટી ઓથોરિટી (સર્વ-શક્તિમાન) ની સંતાન, એવી નોલેજફુલ (જ્ઞાન-સ્વરુપ) આત્માઓમાં ટેન્શન નો આધાર બે શબ્દ છે. કયાં બે શબ્દ? કેમ અને શું? કોઈપણ વાત માં, આ કેમ થયું? આ શું થયું? જ્યારે આ બે શબ્દો બુદ્ધિમાં આવી જાય છે, ત્યારે કોઈપણ પ્રકારનું ટેન્શન ઉત્પન્ન થાય છે. પરંતુ સંગમયુગી શ્રેષ્ઠ પાર્ટધારી આત્માઓ કેમ, શું નું ટેન્શન નથી રાખી શકતી, કારણ કે બધું જાણે છે. સાક્ષી અને સાથીપણા ની વિશેષતા થી, ડ્રામા નાં દરેક પાર્ટ ને ભજવતા ક્યારેય ટેન્શન ન આવી શકે. તો પોતાનાં આ વિશેષ કલ્યાણકારી સમય ને સમજીને દરેક સેકન્ડનાં સંસ્કારો નો રેકોર્ડ નંબરવન સ્ટેજ માં (સ્થિતિ માં) ભરતાં જાઓ.
નોલેજફુલ સ્ટેજ અર્થાત્ આ સંગમયુગ ની સ્થિતિ નું આસન જાણો છો? ભક્તિ-માર્ગ માં વિદ્યાની દેવી, સરસ્વતી ને કયું આસન દેખાડ્યું છે? (હંસ) હંસ કેમ દેખાડ્યો છે? એનો વિશેષ ગુણ કયો ગાયેલો છે? એનો વિશેષ ગુણ પણ (૧) નોલેજફુલ નો જ દેખાડ્યો છે ને. રાઈટ અને રોંગ (સત્ય અને અસત્ય) ને જાણવા વાળા, આ પણ નોલેજ (જ્ઞાન) થયું ને. તો નોલેજફુલ નું આસન પણ નોલેજ વાળું જ દેખાડ્યું છે. વિશેષ નોલેજ છે રાઈટ અને રોંગ ને જાણવાનું (૨) બીજી વાત, તમારી સ્થિતિ નું યાદગાર પણ આસન નાં રુપમાં દેખાડ્યું છે. સદા શુદ્ધ સંકલ્પ નું ભોજન બુદ્ધિ દ્વારા ગ્રહણ કરવા વાળા, સદા સર્વ આત્માઓ દ્વારા કે રચના દ્વારા ગુણ ધારણ કરવા વાળા, એને જ મોતી ચણવા વાળા દેખાડલ છે. (૩) ત્રીજી વાત, સ્વચ્છતા. સ્વચ્છતા ની નિશાની સફેદ રંગ દેખાડ્યો છે. સ્વચ્છતા અર્થાત્ પવિત્રતા. તો સદા નોલેજફુલ સ્થિતિ માં સ્થિત રહેવાની નિશાની હંસ નું આસન દેખાડવામાં આવે છે. સરસ્વતી ને, સદા સેવાધારી રુપની નિશાની, વીણા વગાડતા દેખાડે છે. આ જ્ઞાન ની વીણા સદા વગાડતા રહેવી અર્થાત્ સદા સેવાધારી રહેવું. જેમ આસન યાદગાર રુપ માં દેખાડ્યું છે, એમ બધી વિશેષતાઓને ધારણ કરી પાર્ટ ભજવવો, આ જ વિશેષ પાર્ટ છે. તો સદા એવાં વિશેષ પાર્ટધારી સમજીને પાર્ટ ભજવો.
પ્રકૃતિનાં અધીન તો નથી ને? પ્રકૃતિ નું કોઇપણ તત્વ હલચલ માં ન લાવે. આગળ ચાલીને તો ઘણાં પેપર (પરીક્ષાઓ) આવવાનાં છે. કોઈપણ સાધનો નાં આધાર પર, સ્થિતિ નો આધાર ન હોય. માયાજીત ની સાથે પ્રકૃતિજીત પણ બનવાનું છે. પ્રકૃતિ ની હલચલ ની વચ્ચે - આ શું? આ કેમ થયું? આ કેવી રીતે થશે? જરા પણ સંકલ્પ માં ટેન્શન થયું અર્થાત્ અટેન્શન ઓછું થયું, તો ફુલ પાસ નહીં થશો. એટલે સદા અચળ થવાનું છે. અચ્છા.
સદા પોતાનાં નોલેજફુલ આસન પર સ્થિત રહેવા વાળી, દરેક સેકન્ડે શ્રેષ્ઠ પાર્ટ ભજવવા વાળી, દરેક પ્રકારનાં પેપર માં ફુલ પાસ થઈ, પાસ વિથ ઑનર (સન્માન સહિત પાસ) બનવા વાળી, સદા એક બાપ ની યાદની રેસ (દોડ) માં એકરસ રહેવા વાળી, એવી સદા બાપ સમાન શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.