Search for a command to run...
5 May 1977
વરદાની, મહાદાની અને દાની આત્માઓનાં લક્ષણ
5 May 1977 · ગુજરાતી
વરદાતા બાપ પોતાનાં વરદાની, મહાદાની અને દાની બાળકોને જોઈ રહ્યાં છે, જેમણે સ્વયં ને સર્વ ખજાનાઓથી સંપન્ન કર્યા છે, તે છે વરદાની બાળકો. જેમણે સર્વ ખજાનાઓથી સ્વયં ને સંપન્ન નથી કર્યા, પરંતુ થોડું-ઘણું યથાશક્તિ જમા કર્યું છે, તે છે મહાદાની. જેમણે જમા નથી કર્યું, પરંતુ હમણાં-હમણાં મળ્યું, હમણાં-હમણાં લીધું અને તે સમયે જ જે કંઈ લીધું, તે આપ્યું, તે છે દાની આત્માઓ, જે જમા નથી કરતાં, પરંતુ કમાયા, કંઈક ખાધું, કંઈક આપ્યું. એમ ત્રણ પ્રકારનાં બાળકો બાપ જોઈ રહ્યાં છે.
વરદાની બાળકો, સ્વયંના જમા કરેલા ખજાના અર્થાત્ સ્વયંની શક્તિ, સ્વયંના ગુણો દ્વારા, સ્વયંના જ્ઞાન ખજાના દ્વારા, નિર્બળ આત્માઓને વરદાન દ્વારા, હિંમત, ઉલ્લાસ ની શક્તિ અને ખુશી નો ખજાનો, પોતાનાં સહયોગ ની શક્તિ થી આપીને, એ કમજોર ને શક્તિશાળી બનાવી દે છે.
મહાદાની પુરુષાર્થ કરાવવાની યુક્તિઓ કે ઉલ્લાસ, ઉમંગ માં લાવવાની યુક્તિઓ બતાવતા, કમજોર આત્માઓ દ્વારા પુરુષાર્થ કરાવવાનાં નિમિત્ત બને છે. સ્મૃતિ અપાવતા, સમર્થી માં લાવવાનાં નિમિત્ત બને છે - પોતાની શક્તિઓ નો સહયોગ નથી આપી શકતાં, પરંતુ રસ્તો સ્પષ્ટ દેખાડવાનાં નિમિત્ત બને છે. આમ કરો, આમ ચાલો, આવી રીતે માર્ગદર્શન કરાવવાનાં નિમિત્ત બને છે.
દાની બાળકો, જે સાંભળ્યું, જે સારું લાગ્યું, જે અનુભવ કર્યો, તે વર્ણન દ્વારા આત્માઓને બાપ તરફ આકર્ષણ કરવાનાં નિમિત્ત બને છે, પરતું માર્ગદર્શન કરાવવા વાળા, કે પોતાની શક્તિઓનાં સહયોગ દ્વારા કોઈને શ્રેષ્ઠ બનાવવા વાળા, મહાદાની નથી બની શકતાં. તો પહેલો નંબર છે, સહયોગ આપવા વાળા. બીજો, માર્ગદર્શન કરાવવા વાળા. ત્રીજો, માર્ગ બતાવવા વાળા. હવે, ત્રણેમાંથી સ્વયં પોતાને જુઓ કે હું કોણ? કારણ કે રિયલાઈઝેશન (અનુભવ) કરવાનું છે. કોને? સ્વયં ને. સેલ્ફ રિયલાઈઝેશન (સ્વ-અનુભૂતિ), આ જ કોર્સ ચાલી રહ્યો છે - જેનાંથી હમણાં સુધી જે કમી રહી ગઈ છે, એનાંથી સ્વયં ને લિબરેટ કરી (છોડાવી) શકશો.
જેમ બાપ લિબરેટર (મુક્તિદાતા) છે એમ બાળકો પણ માસ્ટર-લિબરેટર છે. પરંતુ પહેલાં સેલ્ફ લિબરેટર બનશો, ત્યારે બીજાઓને પણ લિબરેટ કરી પોતાનાં સ્વ-સ્વરુપ અને સ્વદેશ ને સ્વમાન માં સ્થિત કરી શકશો. આજકાલ નાં વાતાવરણ માં દરેક આત્મા કોઈ ને કોઈ વાત નાં બંધન વશ છે. ચારે બાજુની આત્માઓ, કોઈ તન નાં દુઃખ ને વશીભૂત, કોઈ સંબંધ ને વશીભૂત, કોઈ ઈચ્છાઓ ને વશીભૂત, કોઈ પોતાનાં સંસ્કાર જે દુઃખદાયી સંસ્કાર છે, દુઃખદાયી સ્વભાવ છે, એનાં દુઃખ ને વશીભૂત, કોઈ પ્રભુ-પ્રાપ્તિ ન મળવાની અશાંતિ માં ભટકવાનાં દુઃખ ને વશીભૂત, કોઈ જીવન નું લક્ષ સ્પષ્ટ ન હોવાનાં કારણે હેરાન, કોઈ પશુઓની જેમ ખાધું-પીધું, જીવન વીતાવ્યું, પરંતુ છતાંં પણ સંતુષ્ટતા નથી. કોઈ સાધના કરે, ત્યાગ કરે, અધ્યયન કરે, છતાં પણ લક્ષ ને પ્રાપ્ત નથી થતાં, પોકારવાનાં, બૂમો પાડવાનાં જ દુઃખ ને વશીભૂત, એવાં અનેક પ્રકાર નાં બંધનો વશ, દુઃખ-અશાંતિ ને વશ આત્માઓ પોતાને લિબરેટ કરવા (છોડાવવા) ઈચ્છે છે. એવાં પોતાનાં આત્માનાં સંબંધે ભાઈઓને દુઃખી જોઈને દયા નથી આવતી? દેખાય છે કે આત્માઓનાં દુઃખમય જીવન ને કોઈ મદદ નથી મળી રહી. જોવામાં આવે છે કે પોતાનામાં બિઝી (વ્યસ્ત) છો?
લૌકિક રીતે જીવન માં બાળપણ નો સમય, સ્ટડી (ભણતર) નો સમય પોતાનાં પ્રતિ હોય છે. એનાં પછી રચના નાં પ્રતિ સમય હોય છે અર્થાત્ બીજાઓનાં પ્રતિ જવાબદારી નો સમય હોય છે. અલૌકિક જીવન માં પણ પહેલાં સ્વયં ને પરિપકવ કરવાનો પુરુષાર્થ કર્યો, હવે વિશ્વ-કલ્યાણકારી બની વિશ્વની આત્માઓનાં પ્રત્યે કે પોતાનાં નિજી પરિવાર નાં પ્રત્યે. વિશ્વની સર્વ આત્માઓ તમારો પરિવાર છે, કારણ કે બેહદ બાપ નાં બાળકો છો; તો બેહદ નાં પરિવાર નાં છો. તો પોતાનાં પરિવાર પ્રત્યે દયા નથી આવતી? તો હવે દયાળુ બનો. માસ્ટર રચતા બનો. સ્વયં કલ્યાણકારી નહીં, પરંતુ સાથે-સાથે વિશ્વ-કલ્યાણકારી બનો. પોતાની જમા કરેલી શક્તિઓ કે જ્ઞાન નાં ખજાના ને માસ્ટર જ્ઞાન-સૂર્ય બની, વૃત્તિ, દૃષ્ટિ અને સ્મૃતિ નાં અર્થાત્ શુભભાવના નાં શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા, પોતાનાં જીવન માં ગુણો ની ધારણાઓ દ્વારા, આ બધાં સાધનો ની કિરણો દ્વારા અશાંતિ ને દૂર કરો. જેમ સૂર્ય એક સ્થાન પર હોવા છતાં પણ પોતાની કિરણો દ્વારા ચારે બાજુનાં અંધકાર ને દૂર કરે છે, એમ માસ્ટર જ્ઞાન-સૂર્ય બની દુઃખી આત્માઓ પર દયા કરો.
સ્વયં અને સેવા - બંને નું બેલેન્સ (સંતુલન) રાખો. સ્વયં ને પણ નહીં ભૂલો અને વિશ્વ-સેવા ને પણ નહીં ભૂલો. વિશ્વની પરિક્રમા કરવી, કેટલાં સમયનું કામ છે? વિશ્વનાં માલિક નાં બાળકો છો તો માલિક બની વિશ્વ-પરિક્રમા કરો. જ્યારે ત્રણેય લોકો નું ચક્ર લગાવી શકો છો, તો વિશ્વ નું ચક્કર લગાવવું શું મોટી વાત છે! જેમ પહેલાનાં યોગ્ય રાજાઓ સદા પોતાનાં રાજ્ય નું ચક્ર લગાવતા હતાં. પ્રજા ને સદા સુખી અને સંતુષ્ટ રાખતા હતાં. આ બધું કોનાથી શીખ્યાં? બધાં રીત-રિવાજ નું ફાઉન્ડેશન (આધાર) સંગમ નો સમય છે, અને સંગમ નિવાસી બ્રાહ્મણ છે. એટલે જ હજી સુધી પણ કોઈ રિવાજ કરવા માટે બ્રાહ્મણો ને જ બોલાવવામાં આવે છે. તો તમારા લોકો થી રાજાઓ રિવાજ શીખ્યાં છે, તમે શિખવાડવા વાળા સ્વયં તો અવશ્ય કરી શકો છો, એટલે માસ્ટર રચતા બની વિશ્વની દેખ-રેખ કરો. સમજ્યાં, શું કરવાનું છે? હવે બાળપણ નાં અલબેલાપણા ને છોડો, સમય, શક્તિઓ ને સેવામાં સફળ કરો. અચ્છા.
સદા સર્વ ખજાના ને સફળ કરવા વાળી, સ્વયં અને વિશ્વ પ્રતિ સેવા નું બેલેન્સ (સંતુલન) રાખવા વાળી, માસ્ટર જ્ઞાન-સૂર્ય, સદા રહેમદિલ, સદા સર્વ પ્રતિ સહયોગ ની ભાવના અને કામના રાખવા વાળી, એવી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
વિશ્વ પરિક્રમા કરો છો? કેટલાં સમય માં? કારણ કે જેટલી જેની દિવ્ય-બુદ્ધિ હોય છે, તો દિવ્યતા નાં આધાર પર સ્પીડ (ગતિ) છે. જેમ એરોપ્લેન પણ ઉડે છે, તો જેટલી પાવર વાળા હશે એટલી સ્પીડ તેજ (ઝડપી) હશે. તો અહીંયા પણ જેની જેટલી દિવ્યતા છે, દિવ્યતા જ સ્વચ્છતા છે અર્થાત્ ડબલ રિફાઈનનેસ (બમણી શુધ્ધતા) છે. જેની બુદ્ધિ દિવ્ય છે, એટલી એની સ્પીડ તેજ હશે. એક સેકન્ડ માં અને સ્પષ્ટ રુપ માં ચક્કર લગાવી શકશે. કારણ કે અહીંયાથી જ સર્વ ને સંતુષ્ટ અર્થાત્ સર્વ પ્રાપ્તિ કરાવવાનાં સંસ્કાર ભરવાનાં છે. ત્યારે જ વિશ્વ-મહારાજન બનશો, તો રાજ્ય માં કોઈ અપ્રાપ્ત વસ્તુ નહીં, સદા સંતુષ્ટ, સર્વ પ્રાપ્તિ સ્વરુપ હશે. તો એ સંસ્કાર ક્યાંથી ભરશો? અહીંયાથી, આ જ વિશ્વ-ચક્ર ની યાદગાર નો સમય પણ બહુજ મહત્વપૂર્ણ ગાયન કરવામાં આવે છે. નુમાશામ નાં સમય ને ચક્કર નો સમય કહેવાય છે. તો આ યાદગાર કેવી રીતે બન્યું? જ્યારે પ્રેક્ટિકલ (વ્યવહારમાં) કર્યું ત્યારે જ, હમણાં સુધી પણ ચક્કર લગાવવાનું યાદગાર કાયમ છે. નુમાશામ અર્થાત્ પરિવર્તન નો સમય, પરિવર્તન નો આ યુગ છે ને. તો પરિવર્તન નાં યુગ નું યાદગાર પરિવર્તન નાં સમય પર બનાવ્યું છે. જેટલાં-જેટલાં ચક્રવર્તી બનીને ચક્કર લગાવશો, એટલો ચારે તરફ થી અવાજ નીકળશે કે અમે લોકોએ જ્યોતિ જોઈ, ચાલી રહેલાં ફરિશ્તા જોયાં, આ અવાજ ફેલાતો જશે અને જ્યોતિ ને, ફરિશ્તાઓ ને શોધવાં નીકળશે કે ક્યાંથી આ જ્યોતિ આવી છે, ક્યાંથી આ ફરિશ્તાઓ ચક્કર લગાવવા આવે છે. જેમ આદિ માં બાપ સાક્ષાત્કાર અર્થ નિમિત્ત બન્યાં, હવે અંત માં બાપ સહિત બાળકોએ પણ નિમિત્ત બનવાનું છે. જાગતા જ જાણે જોશે. સ્વપન માં જેમ અચાનક અનેક દૃશ્ય આવી જાય છે ને. તો એવાં અનુભવ કરશે ત્યારે જ સાયન્સ વાળા પણ આ વિચિત્ર લીલા ને જાણવા અને જોવા માટે સમીપ આવશે. એવાં વિચિત્ર નજારા (દૃશ્યો) પણ થોડા સમય માં જ જોશો અને સાંભળશો. પરંતુ પરિક્રમા કરો ત્યારે તો જોશો ને! એમ કેવી રીતે જોશો? બેઠાં-બેઠાં એવો અનુભવ કરશે, જેમકે બહુજ દૂર થી કોઈ કિરણો આવી, કિરણો આવી અને કંઈક જગાડીને ચાલી ગઈ, એવો પણ ઘણાં અનુભવ કરશે. એટલા માટે કહ્યું કે, હવે સંપૂર્ણ મૂર્ત બની સેવામાં સમય અને શક્તિઓ લગાવો. ઘરે બેઠાં બધાં ભાગતાં, શોધતાં આવશે. અચ્છા.
કમજોરીઓને દૂર કરવાનું સહજ સાધન કયું છે? જે કંઈ સંકલ્પ માં આવે છે, તે બાપ ને અર્પણ કરી દો. જે પણ આવે તે બાપ ની સામે રાખીને જવાબદારી બાપ ને આપો, તો સ્વયં સ્વતંત્ર થઈ જશો. ફક્ત એક દૃઢ સંકલ્પ રાખો કે હું બાપ નો અને બાપ મારા. જ્યારે મારા બાપ છે, તો મારા ની ઉપર અધિકાર હોય છે ને? અધિકારી સ્વરુપ માં સ્થિત થશો તો અધીનતા ઑટોમેટિકલી (સ્વતઃ) નીકળી જશે. દરેક સેકન્ડે આ ચેક (તપાસ) કરો કે અધિકારી સ્ટેજ પર છું? વિશ્વનાં માલિક નો હું બાળક છું, આ પાક્કું છે?
તો બાળક સો માલિક. બાપ સમાન સર્વ શક્તિઓનો અધિકારી માસ્ટર સર્વશક્તિમાન છું, આ સ્મૃતિ ને વારંવાર રિવાઇઝ (પુનરાવર્તન) અને રીયલાઈઝ (અનુભવ) કરો, પછી સદા માસ્ટર સર્વ-શક્તિમાન અનુભવ કરશો. તીવ્ર પુરુષાર્થી ક્યારેય પણ કોઈ કારણ થી થાકશે નહીં. કારણ ને નિવારણ નું રુપ આપી આગળ ચાલતા જશે. બહુજ લક્કી (ભાગ્યશાળી) છો, જે બ્રાહ્મણ પરિવાર માં બ્રાહ્મણ બનવાની લૉટરી મળી છે. કોટો માં કોઈને આ લૉટરી મળે છે. કંઈ પણ થાય, કોઈ પણ સામે આવે, પરંતુ અટકવાનું નથી, હટવાનું નથી, મંજિલ (લક્ષ) ને પામવી જ છે, આ એક બળ એક ભરોસા નાં આધાર પર અવશ્ય પહોંચશો. ગેરન્ટી છે. દૃઢ સંકલ્પ બાળકો નો અને પહોંચાડવાનું કામ બાપ નું.
સદા સ્વયં ને બાપ ની સાથે રહેવા વાળા છીએ, એવો સાથીપણા નો અનુભવ કરો છો? જ્યારે સ્વયં સર્વશક્તિમાન સાથી બની ગયાં તો એનું પરિણામ શું દેખાશે? સદા વિજયી. ભક્તિ માં પણ કોઈ વિઘ્ન આવે છે તો શું કહે છે? એક સેકન્ડ નો સાથ આપો, તો મુક્ત થઈ જઈએ. પરંતુ હવે જ્ઞાન થી બાપ નો સદા સાથ, તો જે બાપ નાં સદા સાથી છે તે સદા નિર્વિઘ્ન હશે અને જે નિર્વિઘ્ન હશે તે સદા ખુશ રહેશે. વિઘ્ન ખુશી ને ગાયબ કરે છે. જો માસ્ટર સર્વશક્તિમાન પણ વિઘ્નો થી હેરાન થાય, તો બીજાં બિચારા શું હશે! તો માસ્ટર સર્વશક્તિવાન ક્યારેય પણ હેરાન નથી થઈ શકતાં.
કોઈનાં સંસ્કાર, સ્વભાવ ને ન જુઓ, પોતાનાં અનાદિ સંસ્કાર-સ્વભાવ ને જુઓ, બાપ નાં સ્વભાવ-સંસ્કાર ને જુઓ. સાંભળવા છતાં પણ ન સાંભળવાની આદત હશે તો હલશો નહીં, પાસ થઈ જશો.
સૌથી સહજ વાત કઈ છે જેને સમજવાથી સદા નાં માટે સહજ માર્ગ અનુભવ થશે? તે સહજ વાત છે, સદા પોતાની જવાબદારી બાપ ને આપી દો. જવાબદારી આપવી સહજ છે ને. સ્વયં ને હલકા કરો તો ક્યારેય પણ માર્ગ મુશ્કેલ નહીં લાગશે. મુશ્કેલ ત્યારે લાગે છે જ્યારે થાકે છે કે મૂંઝાઇ જાય છે. જ્યારે બધી જવાબદારી બાપ ને આપી દીધી તો ફરિશ્તા થઈ ગયાં. ફરિશ્તા ક્યારેય થાકે છે શું? પરંતુ આ સહજ વાત નથી કરી શકતાં ત્યારે મુશ્કેલ થઈ જાય છે. ભૂલ થી નાની-નાની જવાબદારીઓનો બોજ પોતાનાં ઉપર લઈ લો છો એટલે મુશ્કેલ થઈ જાય છે. ભક્તિ માં કહેતા હતાં - બધું કરી દો રામ હવાલે. હવે જ્યારે કરવાનો સમય આવ્યો ત્યારે પોતાનાં હવાલે કેમ કરો છો? મારો સ્વભાવ, મારા સંસ્કાર - આ મારું ક્યાંથી આવ્યું? જો મારું ખતમ, તો નષ્ટોમોહા થઈ ગયાં. જ્યારે મોહ નષ્ટ થઈ ગયો તો સદા સ્મૃતિ સ્વરુપ થઈ જશો. બધું જ બાપનાં હવાલે કરવાથી સદા ખુશ અને હલકા રહેશો. આપવામાં ફ્રાકદિલ (ઉદાર) બનો, જો જૂની કીચડપટ્ટી રાખશો તો બીમારી આવી જશે.
નિશ્ચય બુદ્ધિ ની નિશાની છે સદા નિશ્ચિન્ત. જે નિશ્ચિન્ત હશે તે જ એકરસ રહેશે, ડગમગ નહીં થશે. અચળ રહેશે. કંઈ પણ થયું, વિચારો નહીં. કેમ, શું માં ક્યારેય નહીં જાઓ, ત્રિકાળદર્શી બની નિશ્ચિન્ત રહો. દરેક કદમ માં કલ્યાણ છે. જે વાતમાં અકલ્યાણ પણ દેખાય એમાં પણ કલ્યાણ સમાયેલું છે, ફક્ત અંતર્મુખી થઈ જુઓ. બ્રાહ્મણોનું ક્યારેય પણ અકલ્યાણ થઇ નથી શકતું. કારણ કે કલ્યાણકારી બાપ નો હાથ પકડ્યો છે ને! અકલ્યાણ ને પણ તે કલ્યાણ માં પરિવર્તન કરી દેશે. એટલે સદા નિશ્ચિન્ત રહો.
બધાં સદા સંતુષ્ટ છો? સદા સંતુષ્ટ રહેવા વાળા જ બાપ નાં સમીપ રહી શકે છે. સંતુષ્ટતા સદા બાપ નાં સમીપ લઈ જવાનું સાધન છે. સંતુષ્ટતા નહીં તો સદા બાપ થી દૂર છો. જે કંઈ થાય એને ‘બીતી સો બીતી’ (વીતી ગયું તે વીતી ગયું) કરતાં, પારખવાની શક્તિ થી પારખીને ચાલતાં રહો તો સદા સંતુષ્ટ રહેશો.
પોતાનાં પ્રાપ્ત કરેલા ખજાના ને ચેક કરતા રહો કે કેટલાં ખજાના અને કયાં-કયાં ખજાના જમા છે; અને કયાં નથી? સમય પણ મોટામાં મોટો ખજાનો છે, જ્ઞાન પણ ખજાનો છે, શક્તિઓ અને દિવ્ય-ગુણ પણ ખજાના છે, તો બધાં ખજાના જમા હોય ત્યારે સંપન્ન કહેશે. બધાં છે એમાં પણ સંતુષ્ટ નથી રહેવાનું, પરંતુ એટલો છે જે સ્વયં પણ ખાઈ શકો અને બીજાઓને પણ સંપન્ન બનાવી શકો? જે રુપમાં એની પાસે કમી હશે એ જ રુપમાં માયા આવશે. કારણ કે માયા બહુ ચતુર છે. એટલે સર્વ ખજાના ને જમા કરતાં જાઓ, ખાલી નહીં થવા દો. અચ્છા. ઓમ્ શાંતિ.