Search for a command to run...
11 May 1977
સંપન્ન સ્વરુપ ની નિશાની - શુભચિંતન અને શુભચિંતક
11 May 1977 · ગુજરાતી
બાપદાદા સદૈવ બાળકોને સંપૂર્ણ સ્વરુપ માં જુએ છે. દરેક બાળક બાપ સમાન આનંદ, પ્રેમ-સ્વરુપ, સુખ, શાંતિ-સ્વરુપ છે. દરેક નાં મસ્તક થી, નયનો થી શું નજર આવે છે? દરેક ગુણો અને શક્તિઓ નો ભંડાર છે. પોતાને પણ સદૈવ એવાં સંપન્ન સમજીને ચાલો છો? સંપન્ન સ્વરુપ ની નિશાની, સર્વ આત્માઓને બે વાતો થી દેખાશે. એ બે વાતો કઈ છે? એવી સંપન્ન આત્મા, સદૈવ સ્વયં પ્રતિ શુભચિંતન માં રહેશે અને અન્ય આત્માઓનાં પ્રતિ શુભચિંતક રહેશે. તો શુભચિંતન અને શુભચિંતક - આ બંને નિશાનીઓ સંપન્ન આત્માઓમાં દેખાશે. સંપન્ન આત્માની પાસે અશુભ ચિંતન, કે વ્યર્થ ચિંતન સ્વતઃ જ સમાપ્ત થઈ જાય છે, કારણ કે શુભચિંતન નો ખજાનો, સત્ય જ્ઞાન, એવી આત્માની પાસે બહુજ હોય છે. જેમ રૉયલ ફેમિલી નાં બાળકો અશુભ ચિંતન કે વ્યર્થ ચિંતન નાં પથ્થરો કે માટી માં નથી રમતાં.
શુભચિંતન માટે કેટલો અખૂટ ખજાનો મળ્યો છે, એને જાણો છો ને? અખૂટ ખજાનો છે ને? શુભચિંતન અર્થાત્ સમર્થ સંકલ્પ. તો સમર્થ અને વ્યર્થ, બંને એકસાથે નથી રહી શકતાં. જેમ રાત અને દિવસ એકસાથે નથી હોતાં. અમૃતવેલા ઉઠતાં અને આંખ ખોલતાં જ, શું શુભ સંકલ્પ કે ચિંતન કરવાનું છે, એ પણ બાપે કહી દીધું છે. જેવાં અમૃતવેલાએ શક્તિશાળી બાપ નાં સ્નેહ સહિત શુભ સંકલ્પ કરશો, એવો જ આખાં દિવસ પર પ્રભાવ પડશે, કારણ કે અમૃતવેલા આદિ-કાળ છે; સતોપ્રધાન સમય છે. બાપ દ્વારા બાળકોને વિશેષ વરદાનો, કે વિશેષ સહયોગ નો સમય છે. એટલે અમૃતવેલા નાં, પહેલાં સંકલ્પ નો પ્રભાવ, આખાં દિવસ ની દિનચર્યા પર પડે છે. જેમ ગાયન છે - બ્રહ્માએ સંકલ્પ થી સૃષ્ટિ રચી, સંકલ્પ નું આટલું મહત્વ દેખાડ્યું છે. બ્રહ્મા આદિ-કાળ માં રચના રચે છે. એમ આપ બ્રાહ્મણ આદિ-કાળ અર્થાત્ અમૃતવેલા, જેવાં સંકલ્પ રચશો, એવી જ આખા દિવસ ની દિનચર્યા રુપી સૃષ્ટિ ઑટોમેટિકલી (સ્વતઃ) થતી રહેશે.
બ્રાહ્મણો નો પહેલો સંકલ્પ કયો છે? તે સમયે કઈ સ્ટેજ (સ્થિતિ) હોય છે? બાપ સમાન સ્થિતિ માં સ્થિત થઈ મળો છો ને? આંખ ખોલતાં, કયો સંકલ્પ આવે છે? બાપ નાં સિવાય બીજું કોઈ દેખાય છે? જ્યારે ગુડ-મોર્નિંગ કરો છો, તો બાળક સમજી બાપ ને ગુડ મોર્નિંગ કરો છો ને? તો બાળક અર્થાત્ માલિક. અને બાપ પણ બાળકો ને શું રિસ્પોન્ડ (જવાબ) કરે છે - બાળક સો માલિક બાળકો. બાપ નાં પણ સિરતાજ બાળકો. તો પહેલો જ સંકલ્પ સમર્થ થયો ને. પહેલી મુલાકાત બાપ સાથે થાય છે, અને પહેલાં મિલન માં બાપ દરરોજ, ‘સમાન ભવ’ નું વરદાન આપે છે. એમાં બધાં વરદાન સમાયેલાં છે. તો જેનો આરંભ જ આટલો મહાન હોય તો એમનો આખો દિવસ કેવો હશે? વ્યર્થ હોઇ શકે છે?
પરંતુ આવી શ્રેષ્ઠ મુલાકાત સદા કોણ કરી શકે છે? જેમનો સંકલ્પ પણ બાબા અને સંસાર પણ બાબા છે. એવાં બાપ નાં સમીપ બાળકોની મુલાકાત સમીપ થી થાય છે. નહીં તો સમીપ ની મુલાકાત નહીં, પરંતુ દૂર થી મુલાકાત થાય છે. બધાં બાળકો, મુલાકાત જરુર કરે છે, પરંતુ (૧) નંબરવન બાળકો સમાન સ્વરુપ થી, સમીપ અર્થાત્ સાથ નો અનુભવ કરે છે, સાથ પણ એટલો જેમ કે બે નહીં, પરંતુ એક છે. (૨) બીજો નંબર, બાપ નાં સ્નેહ ને, બાપ નાં વરદાનો ને, બાપ નાં મિલન ને, સમાન સ્વરુપ થી નહીં, પરંતુ સમાન બનવાનાં શુભ સંકલ્પ સ્વરુપ થઈને મળે છે. સન્મુખ નો અનુભવ અર્થાત્ બાપ થી સર્વ પ્રાપ્તિ થઇ રહી છે, એવી અનુભૂતિ કરે છે. તો ફર્સ્ટ નંબર, સમાન બનીને મળે છે; બીજો નંબર સમાન બનવાનાં સંકલ્પ થી મળે છે. ત્રીજા નંબર ની તો વાત જ ન પૂછો. (૩) ત્રીજા નંબર વાળાઓની લીલા, વિચિત્ર હોય છે. હમણાં-હમણાં બાળક બનીને મળશે, અને હમણાં-હમણાં માંગવા વાળા બની જશે. બહુરુપી હોય છે, ક્યારે કયાં રુપમાં મળશે, ક્યારેક કયાં રુપમાં. તો બાળકો માં પણ મિલન મનાવવામાં નંબરવાર થઈ જાય છે.
પરંતુ જેમનો સંકલ્પ સદા શ્રેષ્ઠ છે અર્થાત્ત બાપ સમાન-સ્વરુપ નું મિલન છે, એમનો અમૃતવેલા નો પહેલો સંકલ્પ આખાં દિવસની દિનચર્યા પર પ્રભાવ નાખે છે. એવી આત્માઓ, નિરંતર શુભચિંતન માં સ્વતઃ જ રહે છે. સેકન્ડ નંબર સ્વતઃ નથી રહેતાં, પરંતુ વારંવાર અટેન્શન રાખવાથી શુભચિંતન માં રહે છે. ત્રીજો નંબર શુભ ચિંતન અને વ્યર્થ ચિંતન બંને યુદ્ધ માં રહે છે, ક્યારેક વિજયી, ક્યારેક દિલ-શિકસ્ત થઈ જાય. સદા શુભચિંતન માં રહો. તેનું સાધન સંભળાવ્યું - ‘આદિ કાળ નો સમર્થ સંકલ્પ’. એવાં શુભચિંતન માં રહેવા વાળા, આખાં દિવસ માં, સંબંધ સંપર્ક માં આવેલી આત્મા પ્રતિ સદા શુભચિંતક રહે છે. કેવી પણ કોઈ આત્મા, ભલે સતોગુણી, ભલે તમોગુણી સંપર્ક માં આવે, પરંતુ બધાનાં પ્રતિ શુભચિંતક અર્થાત્ત અપકારી નાં ઉપર પણ ઉપકાર કરવાવાળા. ક્યારેય કોઈ આત્મા નાં પ્રતિ ઘૃણા દૃષ્ટિ નહીં હોય, કારણ કે જાણે છે કે અજ્ઞાન નાં વશીભૂત છે અર્થાત્ત બેસમજ બાળક છે. બેસમજ બાળક નાં કોઈ પણ કર્મ પર ઘૃણા નથી થતી, ઉપર થી બાળક ઉપર રહેમ, કે સ્નેહ આવશે. એવાં શુભચિંતક સદૈવ પોતાને વિશ્વ-પરિવર્તક, વિશ્વ-કલ્યાણકારી સમજતાં હોઈ આત્માઓની ઉપર દયાળુ હોવાનાં કારણે, ઘૃણા ભાવ નહીં, પરંતુ સદા શુભ ભાવ અને ભાવના રાખશે. આજ કારણે સદા શુભચિંતક હશે. એણે આવું કેમ કર્યું, આ નહીં વિચારે, પરંતુ આ આત્મા નું કલ્યાણ કેવી રીતે થાય, તે વિચારશે. આવી શુભચિંતક સ્ટેજ (સ્થિતિ) સદા હોય છે? જો શુભચિંતન નહીં, તો શુભચિંતક પણ નહીં. બંને નો સંબંધ છે. એવાં સંપન્ન બનવાનું લક્ષ્ય રાખવા વાળા, આ બંને લક્ષણ ને ધારણ કરો. સમજ્યાં? જો વ્યર્થ સંકલ્પ ચાલશે, તો શુભચિંતન ની સ્ટેજ રહી નહીં શકે. એટલે પોતાની ચૈતન્ય શક્તિ ને જુઓ. શુભચિંતક બનવાનાં અભ્યાસી બનો, તમારી જ શક્તિઓ છે ને!
જે સેવા કરે છે, એવાં સેવાધારીઓનાં પ્રતિ બાપ નો સદા વિશેષ સ્નેહ રહે છે, કારણ કે ત્યાગમૂર્ત છે ને. તો ત્યાગ નું ભાગ્ય સ્વતઃ જ મળી જાય છે. શું અને કેવી રીતે મળે છે, એને જાણો છો? જેમ એક હોય છે મહેનત થી કમાવવું અને બીજું હોય છે અચાનક કોઈ લૉટરી મળી જાય. તો પોતાનાં પુરુષાર્થ થી શક્તિઓ કે સર્વગુણો ની અનુભૂતિ કરવી, આ તો બધાં કરે છે, પરંતુ વિશેષ સહયોગ નું પ્રત્યક્ષ ફળ, એવી અનુભૂતિ હશે, જેમ કે મારાં પુરુષાર્થ ની સ્ટેજ થી પ્રાપ્તિ અધિક છે. જે અનુભૂતિઓનાં પુરુષાર્થ નું લક્ષ ઘણાં સમય થી રાખતાં આવ્યાં, તે અનુભૂતિઓ એવી સહજ અને પાવરફુલ સ્ટેજ ની હશે, જે ન ઇચ્છતાં મન થી આ જ નીકળશે કે - કમાલ છે બાબા ની! મેં જે વિચાર્યું પણ નહોતું કે આવું થઈ શકે છે - એ સાકાર માં અનુભવ કરી રહ્યાં છીએ. તો એવાં બાપ નાં વિશેષ વરદાન ની પ્રાપ્તિ નો અનુભવ, સહયોગી આત્માઓ ને થાય છે. એવાં અનુભવ જીવન નું એક વિશેષ યાદગાર રુપ બની જાય છે. અચ્છા.
એવી બાપ ની સદા સહયોગી આત્માઓ, દરેક કદમ થી ફોલો ફાધર (બાપ નું અનુસરણ) કરતાં બાપ ને પ્રત્યક્ષ કરવાવાળી, સદા સ્વયં ને ગુણોની પ્રાપ્તિ ની લહેરો માં લહેરાતાં હર્ષિત રહેવાવાળી, બાપ નાં સ્નેહ માં સમાયેલી, એવી સમાન આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે
પાર્ટીઓ થી :- સદા આ કર્મેન્દ્રિયો થી ન્યારા અર્થાત્ પોતાને ‘આત્મા માલિક’ સમજી, બાપ નાં પ્યારા બની ચાલો છો? બાપ નાં પ્યારા (પ્રિય) કોણ છે? જે ન્યારા છે. બાપ પણ સર્વ નાં પ્યારા કેમ છે? કારણ કે ન્યારા છે. જો ન્યારા ન હોત, તમારી જેમ જન્મ-મરણ માં આવતાં હોત તો સર્વ નાં પ્યારા ન થઈ શકત. તો તમે બધાં પણ બાપ નાં પ્યારા ત્યારે બનશો જયારે સદા પોતાને શરીર નાં ભાન થી ન્યારા સમજીને ચાલશો. ન્યારા બન્યાં વગર, પ્યારા નહીં બની શકો. જેટલાં જે ન્યારા અર્થાત્ આત્મિક સ્મૃતિ માં રહે એટલાં જ બાપ નાં પ્યારા હોય. એટલે નંબરવાર યાદપ્યાર આપે છે ને. નંબર નો આધાર છે - ન્યારા બનવા પર. પોતાનાં નંબર ને ન્યારાપણા ની સ્થિતિ થી જાણી શકો છો? બાપ બાળકો ની માળા સિમરે (સ્મરણ કરે) છે. માળા સિમરણ કરવામાં નંબરવન કોણ આવશે? જે ન્યારા અથવા સમાન હશે. એવું નહીં - અમે તો પાછળ થી આવ્યાં છીએ અમને તો કોઈ જાણતું નથી. બાપ તો બધાં બાળકો ને જાણે છે. એટલે પ્યારા બનવાનો આધાર ન્યારા બનવું છે - આ પાક્કું કરો. આ પહેલાં પાઠ નાં પેપર માં ફુલ માર્ક્સ મળવાનાં છે. એટલે ચેક કરો - ચાલી રહ્યો છું, બોલી રહ્યો છું જે પણ કરી રહ્યો છું તે કરતાં, કરાવવા વાળા બનીને કરાવી રહ્યાં છે. આત્મા કરાવવા વાળી છે અને કર્મેન્દ્રિયો કરવાવાળી છે. આ જ પાઠ ને પાક્કો કરવાથી સદા સર્વ ખજાના નાં માલિકપણા નો નશો રહેશે. કોઈ અપ્રાપ્ત વસ્તુ અનુભવ નહીં થશે. બાપ મળ્યાં, બધું મળ્યું. ફક્ત કહેવાં માત્ર નહીં - તેને સર્વ પ્રાપ્તિનો અનુભવ થશે, સદા ખુશી, શાંતિ, આનંદ માં મગન રહેશે. ‘મળી ગયાં, પામી લીધું’ - આ જ નશો રહેશે.
સદા પોતાનાં સ્વભાવ ની સીટ (આસન) પર સ્થિત રહો છો? સ્વમાન ની સીટ કઈ છે? ઊંચા થી ઊંચા બાપ નાં ઊંચા બાળકો અથવા બ્રાહ્મણ છો. આ શ્રેષ્ઠ સ્વમાન પર સદા સેટ (સ્થિત) રહો છો કે સીટ હલે છે? માયા સીટ ને હલાવવાની કોશિશ કરે છે. જ્યારે છો જ ઊંચા થી ઊંચા બાપ નાં બાળકો તો પછી આ ભૂલવું કેમ જોઈએ? આ બ્રાહ્મણ જન્મ પણ નેચરલ લાઇફ (સ્વાભાવિક જીવન) છે. નેચરલ લાઇફ ની વાત ભૂલાતી નથી. ટેમ્પરરી (અલ્પકાલીન) વાત ભૂલાય છે.
શુભચિંતન નો ખજાનો, જે બાપ આપે છે, એ ખજાના ને વારંવાર સિમરણ (યાદ) કરવું અર્થાત્ યુઝ કરવું (વાપરવું). યુઝ કરવાથી ખુશી થશે. શુભચિંતન માં રહેવું પણ મનન છે. મનન થી જે ખુશી રુપી માખણ નીકળશે, તે જીવન ને શક્તિશાળી બનાવી દેશે. પછી કોઈ હલાવી નહીં શકે. માયા હલશે, પોતે નહીં હલશે. અંગદ નું દૃષ્ટાંત કોનું છે? મહારથીઓનું. તો આપ મહારથી છો ને? જ્યારે કલ્પ પહેલાં નહોતાં હલ્યાં તો હવે કેવી રીતે હલશો? સદા અચળ, ‘અંગદ સમાન’ સદા એક રસ સ્થિતિ માં સ્થિત, જરા પણ સંકલ્પ માં પણ હલતાં નથી - આ છે અંગદ.
સદા શસ્ત્રધારી બની માયા નો સામનો કરતાં ચાલી રહ્યાં છો? જે શસ્ત્રધારી હોય છે તે સદા નિર્ભય હોય છે. કોનાથી? દુશ્મન થી. જેમ ચોકી કરતો ચોકીદાર જો શસ્ત્રધારી હોય છે અને એને નિશ્ચય છે કે - મારું શસ્ત્ર દુશ્મન ને ભગાવવા વાળું છે, હાર અપાવવા વાળું છે તો તે કેટલો નિર્ભય થઈ ચાલતો રહે છે. તો અહીં પણ માયા કેટલો પણ સામનો કરે પરંતુ શસ્ત્રધારી છે તો માયા થી ક્યારેય ગભરાશે નહીં, ડરશે નહીં, હાર નહીં ખાશે, અર્થાત્ત સદા વિજયી હશે. તો સર્વ શસ્ત્ર સદા કાયમ રહે છે? એક પણ ઓછું હશે તો હાર થઈ શકે છે. શસ્ત્ર છે શક્તિઓ, તો સર્વ શક્તિઓ રુપી શસ્ત્ર સદા કાયમ રહે છે? સંભાળતાં આવડે છે? પાંડવોની બહાદુરી ને બહુજ લાંબા લચક રુપ માં દેખાડી દીધી છે - શક્તિઓની બહાદુરી શસ્ત્ર દેખાડ્યાં છે. પાંડવ સદા પ્રભુ નાં સાથી હતાં અને સાથ નાં કારણે વિજયી થયાં. તમને પણ સદા બાપ નાં સાથ નો અનુભવ થાય છે? જ્યારે સાથ નો અનુભવ થશે તો જે બાપ નાં ગુણ, બાપ ની શક્તિઓ તે આપની છે. જેમ બાપ રુહાની છે એમ સાથ માં રહેવા વાળા પણ રુહાનિયત માં રહેશે. શરીર ને જોતાં પણ રુહ (આત્મા) ને જોશે.
અમૃતવેલા નો અનુભવ બધાં કરો છો? જો કોઈને ઘરે બેઠાં લોટરી મળે અને પછી પણ એને તે છોડી દે તો એને શું કહેશો? એ પણ ઘરે બેઠાં લોટરી મળે છે, જો હવે આ લોટરી ને નહીં લેશો તો આ દિવસ પણ યાદ કરશો. હમણાં આ પ્રાપ્તિ નાં દિવસો છે, થોડાં સમય પછી આ જ દિવસો પશ્ચાતાપ નાં થઈ જશે! તો જેટલું ઈચ્છો એટલું લો. સ્પીડ (ગતિ) તેજ કરો. સદૈવ યાદ રાખો ‘હમણાં નહીં તો ક્યારેય નહીં’. આજે પણ નહીં, પરંતુ હમણાં, એને કહેવાય છે તીવ્ર પુરુષાર્થી.
ઘરે જવાની તૈયારી કરી છે? તૈયાર થવું અર્થાત્ બધી દોરીઓ તૂટેલી હોય. તો બધી તૂટેલી છે? જો દોરીઓ તૂટી ગઈ હશે તો ઘરે જશો, નહીં તો જન્મ લેવો પડશે. સેવા માં સમાપ્તિ કરી છે? જ્યાં સુધી વિશ્વ ને સંદેશ નથી આપ્યો તો વિશ્વ-કલ્યાણકારી નામ કેવી રીતે પડશે? પછી તો ઇન્ડિયા (ભારત) નાં કલ્યાણકારી થયાં.
એટલાં અભ્યાસી થયાં છો કે કંઈ પણ થાય - સહજ જ શરીર થી નીકળી જશો. આ પ્રેક્ટિસ (અભ્યાસ) છે? કોઈ પણ સંબંધ કે સંસ્કાર કશ્મકશ ન કરે. જવાનું તો બધાંએ છે પરંતુ એક જશે સહજ, એક જશે યુદ્ધ કરતાં-કરતાં. તો જવાનાં માટે તૈયાર છો - આ તો ઠીક, પરંતુ સહજ જશો, આ તૈયારી છે? ડાયરેક્ટ (સીધા) જશો કે વાયા જશો? ધર્મરાજપુરી કસ્ટમપુરી છે. જો કંઈ સાથે રહી ગયું તો કસ્ટમ માં થોભવું પડશે. તો જવાની સાથે આ પણ તૈયારી જોઈએ. જો જો કસ્ટમ ક્લિયર (સાફ) છે? પાસપોર્ટ વગેરે બધું ચેક કરજો, બેગ-બૅગેજ બધું ચેક કરજો. અચ્છા, ઓમ્ શાંતિ.