Search for a command to run...
23 Apr 1977
બાપ દ્વારા પ્રાપ્ત સર્વ ખજાના ને વધારવાનો આધાર છે - મહાદાની બનવું
23 April 1977 · ગુજરાતી
બાપદાદા બધાં બાળકો ને સર્વ ખજાના થી સંપન્ન સ્વરુપ માં જોઈ રહ્યાં છે. એક જ સર્વ અધિકાર આપવા વાળા, એક જ સમયે બધાને સમાન અધિકાર આપે છે. અલગ-અલગ નથી આપતાં. કોઈ ને ગુપ્ત વિશેષ ખજાનો અલગ થી નથી આપતાં. પરંતુ રિઝલ્ટ (પરિણામ) માં નંબરવાર જ બને છે. સર્વ ખજાના નો અધિકાર હોવા છતાં પણ, આપવા વાળા સાગર અને સંપન્ન હોવા છતાં પણ, નંબર કેમ બને છે? શું કારણે બને છે? સમાવવાની શક્તિ પોતાની પરસેન્ટેજ (ટકાવારી) માં છે. આ કારણે બધાં સેન્ટ-પરસેન્ટ (૧૦૦% સંપૂર્ણ) નથી બની શકતાં અર્થાત્ બધાં બાપ સમાન નથી બની શકતાં. સંકલ્પ બધાનો છે, પરંતુ સ્વરુપ માં લાવી નથી શકતાં. દરેકે પોતાનાં ખજાના ની પરસેન્ટેજ ચેક (તપાસ) કરવી જોઈએ કે સૌથી વધારે કયો ખજાનો છે, જેને વ્યર્થ કરવાથી સર્વ ખજાના માં પણ કમી થઈ જાય છે - અને તે ખજાનો મેજોરીટી (અધિકાંશ) વ્યર્થ કરે છે. તે કયો ખજાનો છે? તે છે સમય નો ખજાનો. જો સમય નાં ખજાના ને સદા સ્વયનાં કે સર્વ નાં કલ્યાણ પ્રતિ ઉપયોગ કરતાં રહો તો અન્ય સર્વ ખજાના સ્વતઃ જ જમા થઈ જશે. સંકલ્પ નાં ખજાના માં સદા કલ્યાણકારી ભાવના નાં આધાર પર, દરેક સેકન્ડ માં અનેક પદમો ની કમાણી કરી શકો છો. સર્વ શક્તિઓનાં ખજાના ને કલ્યાણ કરવાનાં કાર્યમાં ઉપયોગ કરવાથી, મહાદાની બનવાનાં આધાર થી એક નો પદમગુણા સર્વ શક્તિઓનો ખજાનો વધતો જશે. ‘એક આપવું દસ પામવું’ નહીં, પરંતુ ‘એક આપવું પદમ પામવું.’
જ્ઞાન નો ખજાનો સમય ની ઓળખ નાં કારણે હમણાં નહીં તો ક્યારેય નહીં આપી શકો. હમણાં આપશો તો ભવિષ્ય માં અનેક જન્મ પ્રાપ્તિ થશે. આ આધાર પર સમય નાં મહત્ત્વ નાં કારણે સદા વિશ્વ સેવાધારી બનવાથી સેવા નું પ્રત્યક્ષ ફળ ખુશીનો ખજાનો અખૂટ બની જાય છે. શ્વાસો નો ખજાનો, સમય નાં મહત્વ પ્રમાણે એક નું પદમગુણા બનવાના વરદાન નો સમય સમજવાથી અર્થાત્ કર્મ અને ફળ ની ગુહ્ય ગતિ સમજવાથી, વ્યર્થ શ્વાસો ને સફળ બનાવવાની સદા સ્મૃતિ રહેવાથી, શ્રેષ્ઠ કર્મો નું ખાતું અથવા શ્રેષ્ઠ કર્મોનાં સૂક્ષ્મ સંસ્કાર રુપમાં બનેલો ખજાનો સ્વતઃ ભરાતો જાય છે. તો સર્વ ખજાના ને જમા કરવાનો આધાર સમય નાં શ્રેષ્ઠ ખજાના ને સફળ કરો તો સદા અને સર્વ સફળતામૂર્ત સહજ બની જશો. પરંતુ કરો છો શું? અલબેલા અર્થાત્ કરવાનાં સમયે કરવા છતાં પણ એ સમયે જાણતા નથી કે કરી રહ્યાં છીએ, પછી પશ્ચાતાપ કરો છો. આ કારણે ડબલ (બમણો), ટ્રીપલ (ત્રણ ઘણો) સમય એક વાત માં ગુમાવી દો છો. એક કરવાનો સમય, બીજો મહેસૂસ કરવાનો સમય, ત્રીજો પશ્ચાતાપ કરવાનો સમય, ચોથો પછી એને ચેક (તપાસ) કર્યા પછી ચેન્જ (પરિવર્તન) કરવાનો સમય. તો એક નાની વાત માં આટલો સમય વ્યર્થ કરી દો છો. અને પછી વારંવાર પશ્ચાતાપ કરતા રહેવાનાં કારણે, કર્મો નું ફળ સંસ્કાર રુપમાં પશ્ચાતાપ નાં સંસ્કાર બની જાય છે. જેને સાધારણ ભાષા માં મારી આદત કે નેચર (સ્વભાવ) કહો છો. નેચરલ નેચર (મૂળ સ્વભાવ) બ્રાહ્મણો નો સદા સર્વ પ્રાપ્તિ નો છે અર્થાત્ બ્રાહ્મણો નાં આદિ-અનાદિ સંસ્કાર વિજય નાં છે અર્થાત્ સંપન્ન બનવાનાં છે. પશ્ચાતાપ નાં સંસ્કાર બ્રાહ્મણો નાં નથી. આ ક્ષત્રિયપણા નાં સંસ્કાર છે. ચંદ્રવંશી નાં સંસ્કાર છે. સૂર્યવંશી સદા સર્વ પ્રાપ્તિ સંપન્ન સ્વરુપ છે. ચંદ્રવંશી વારંવાર પોતે સ્વયં માં કે બાપ થી આ શબ્દો માં પશ્ચાતાપ કરે છે - આવું વિચારવું નહોતું જોઈતું, બોલવું નહોતું જોઈતું, કરવું નહોતું જોઈતું, પરંતુ થઈ ગયું, હવે થી નહીં કરીએ. કેટલીવાર વિચારો અથવા કહો છો. આ પણ રૉયલ રુપ નો પશ્ચાતાપ જ છે. સમજ્યાં, કયાં સંસ્કાર છે? સૂર્યવંશી નાં કે ચંદ્રવંશી નાં? ઘણાં સમય નાં સંસ્કાર સમય પર દગો આપી દે છે. તો પહેલાં સ્વયં ને સ્વયંના દગા થી બચાવો તો સમય નાં દગા થી પણ બચી જશો. માયા નાં અનેક પ્રકાર નાં દગા થી બચી જશો. દુઃખ નાં અંશ માત્રની મહેસૂસતા થી સદા બચી જશો, પરંતુ સર્વ નો આધાર - સમય ને વ્યર્થ નહીં ગુમાવો. દરેક સેકન્ડ નો લાભ ઉઠાવો. સમય નાં વરદાનો ને સ્વયં પ્રતિ અને સર્વ નાં પ્રતિ કાર્યમાં લગાવો. અચ્છા.
સદા સર્વ ખજાના થી સંપન્ન, વ્યર્થ ને સમર્થ બનાવવા વાળી, સદા પ્રાપ્તિ સ્વરુપ, દરેક સેકન્ડ અને સંકલ્પ માં પદમાપતિ બનવા વાળી, એવી અખૂટ ખજાના ની અધિકારી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે:-
સૂર્યવંશી સંસ્કાર છે ને? વારંવાર એક જ ભૂલ કરવાથી સંસ્કાર પાક્કા થઈ જાય છે. તો સૂર્યવંશી અર્થાત્ સૂર્ય સમાન માસ્ટર-સૂર્ય છો. પોતાની શક્તિઓની કિરણો દ્વારા કોઈ પણ પ્રકારનો કચરો અર્થાત્ કમી કે કમજોરી છે તો સૂર્ય નું કામ છે સેકન્ડ માં કચરા ને ભસ્મ કરવું. એવું ભસ્મ કરી દેવું જે નામ, રુપ, રંગ સદા નાં માટે સમાપ્ત થઈ જાય. જેમ શરીર ને અગ્નિ દ્વારા બાળે છે, તો સદા માટે નામ, રુપ, રંગ સમાપ્ત થઈ જાય છે. તો ભસ્મ કરવું અર્થાત્ ભસ્મ (રાખ) બનાવી દેવું. રાખ ને ભસ્મ પણ કહે છે. તો સૂર્યવંશી નું આ કર્તવ્ય છે. ન ફક્ત પોતાની પરંતુ બીજા લોકોની કમજોરીઓને પણ ભસ્મ બનાવી દેવી, એટલી શક્તિ છે ને? સૂર્ય ની શક્તિ થી બીજું કોઈ શક્તિવાન છે શું? ચંદ્રમા ની ઉપર સૂર્ય છે, સૂર્ય ની ઉપર તો બીજું કોઈ નથી ને? ચંદ્રમા માં ભસ્મ કરવાની શક્તિ નથી, પરંતુ સૂર્ય માં ભસ્મ કરવાની શક્તિ છે. તો એવાં છો ને? માસ્ટર સૂર્ય છો કે ચંદ્રમા છો? કે સમય પર ચંદ્રમા, સમય પર સૂર્ય બની જાઓ છો? માસ્ટર સર્વશક્તિમાન્ અર્થાત્ માસ્ટર જ્ઞાનસૂર્ય ની દરેક શક્તિ બહુજ કમાલ કરી શકે છે, પરંતુ સમય પર યુઝ (ઉપયોગ) કરતા આવડે તો. સમય છે સહનશક્તિ નો અને યુઝ કરો નિર્ણય કરવાની શક્તિ, તો નિર્ણય કરવામાં જ સમય ગુમાવી દો તો રિઝલ્ટ (પરિણામ) શું હશે? જે સમયે જે શક્તિ ની આવશ્યકતા છે એ સમયે એ જ શક્તિ થી કામ લેવું પડે. સમય પર એ જ શક્તિનું શ્રેષ્ઠ ગાયન કરવામાં આવે છે. તો સમય, પ્રભાવ અને યુઝ કરવાની રીત આવડે તો દરેક શક્તિ કમાલ કરી શકે છે; બે-ચાર શક્તિઓ પણ યુઝ કરતા આવડે તો ઘણું બધું કરી શકાય છે. બે-ચાર માં રાજી નથી થવાનું, બનવાનું તો સંપન્ન છે, પરંતુ જો બે પણ છે તો પણ કમાલ કરી શકો છો. દરેક શક્તિ નું મહત્વ છે. ભક્તિમાર્ગ માં જોયું હશે - દરેક શક્તિ ને, પ્રકૃતિ ની શક્તિ ને પણ દેવતા નાં રુપમાં દેખાડી છે. સૂર્ય દેવતા, વાયુ દેવતા, પૃથ્વી દેવતા. તો આ બધી શક્તિઓને દેવતાઓ કે દેવીઓનાં રુપમાં દેખાડી છે અર્થાત્ એમનું એટલું મહત્વ દેખાડ્યું છે. જ્યારે તમારી દરેક શક્તિ નું પણ પૂજન થાય છે - જેમ નિર્ભયતા ની શક્તિ નું સ્વરુપ કાળી દેવી છે. સામનો કરવાની શક્તિ નું સ્વરુપ દુર્ગા છે. આ ભિન્ન-ભિન્ન નામ થી તમારી દરેક શક્તિ નું ગાયન અને પૂજન થઈ રહ્યું છે. સંતુષ્ટ રહેવા અને કરવાની શક્તિ છે તો સંતોષી માતા નાં રુપમાં ગાયન થઈ રહ્યું છે. સંતુષ્ટ રહેવું અર્થાત્ સહન શક્તિ. એટલી મહિમા છે તમારી.
વાયુ સમાન હલકા બનવાની, અથવા ડબલ લાઈટ બનવાની શક્તિ તમારા માં છે તો એનું પૂજન વાયુ દેવતા નાં રુપમાં કરી રહ્યાં છે કે પવન-પુત્ર નાં રુપમાં પૂજન કરી રહ્યાં છે. છે આ તમારું ડબલ લાઈટ રહેવાનું પૂજન. સમજ્યાં? તો જેની દરેક શક્તિ નું આટલું પૂજન છે તે સ્વયં શું હશે! પોતાનું આટલું મહત્વ જાણો. જાણો છો પોતાનું મહત્વ! અગણિત દેવી-દેવતાઓ છે, નામ પણ યાદ નહીં કરી શકો. એટલાં પરમ-પૂજ્ય છો! જાણો છો પોતાને કે સાધારણ જ સમજો છો? જો પોતાનાં પૂજન ને પણ સ્મૃતિ માં રાખો તો દરેક કર્મ પૂજ્ય થઇ જશે.
દરેકે સ્વયં ને જોવાનાં છે કે હું રેસ માં કયાં નંબર પર જઈ રહ્યો છું. રેસ કરી રહ્યો છું, આ કોઈ મોટી વાત નથી, પરંતુ નંબર કયો છે? ચાલી તો રહ્યાં છે પરંતુ ક્યાં કીડી ની ચાલ ચાલવી, ક્યાં સિંહ ની ચાલ ચાલવી. ફરક કેટલો છે! ચાલી તો બધાં રહ્યાં છે પરંતુ ચાલ કઈ છે? સિંહ અર્થાત્ રાજા. તો રાજા કોઈ નાં અધીન નથી હોતો. એવાં છો? ક્યારેય કોઈ પણ પ્રકૃતિ કે માયા નાં અધીન તો નથી થતાં? અધીન ન થવું અર્થાત્ સિંહ કે સિંહણ ની ચાલ ચાલવી. કીડી ની ચાલ થી તો બકરી ની ચાલ સારી.
મધુબન નિવાસીઓ ની સાથે :-
સૌથી સમીપ કોણ છે? કહેવત છે સિંધી માં - ‘જે ચૂલ્હ પર તે દિલ પર.’ તો સૌથી સમીપ રહેવા વાળા મધુબન નિવાસી છે. તો સમીપ રહેવાનું રિટર્ન (વળતર) શું છે? ભક્તિ માં પણ પોકારે છે તો આ જ કહે છે, ‘સદા તમારા ચરણો માં બેસવા દો’, એ તો થયાં ભક્ત. પરંતુ જ્ઞાની-તૂ આત્મા તો સદા દિલ પર રહે છે. તો એવાં સમીપ થી સમીપ રહેવા વાળા જેમ બધાં સ્થાનો થી સમીપ છો, એમ સ્થિતિ માં પણ સમીપ છો? સ્થિતિ માં સમીપ રહેવા વાળાઓનું સ્થાન દિલ-તખ્ત છે. સ્થાન માં સમીપ રહેવા વાળા સ્થિતિ માં પણ સમીપ રહેવા વાળા છે? બધાએ સાંભળ્યું તો ઘણું છે, હવે કર્તવ્ય શું બાકી છે? સાંભળેલું જે છે એનું રિટર્ન આપવું. તે રિટર્ન આપી રહ્યાં છો. કહ્યું છે ને - એક છે હાર્ડ-વર્કર (મહેનતું), બીજાં છે હરતાં-ફરતાં યોગી. જો ફક્ત હાર્ડ-વર્કર છો તો હાર્ડ-વર્ક (મહેનત) કરવાનાં સમયે સ્થિતિ પણ હાર્ડ (ભારે) રહે છે કે લાઈટ (હલકી) રહે છે? જેમ હાર્ડ-વર્ક કરવાનાં સમયે શરીર હલચલ માં હોય છે, એમ સ્થિતિ પણ હલચલ માં હોય છે કે ફરિશ્તા રુપ માં હોય છે? કામ ખુબ સારું કરો છો, કર્તવ્ય ની મહિમા બધાં કરે છે, પરંતુ કર્તવ્ય ની સાથે સ્થિતિ ની પણ બધાં મહિમા કરે. જે કંઈ કરો છો તો કરેલાં શ્રેષ્ઠ કાર્યોનું ફળ અહીંયા ની સાથે ભવિષ્ય માટે પણ જમા કરો છો? કે અહીં જ કર્યું, અહીં જ ખાધું? સંગમયુગ પર કાર્યનું ફળ અતીન્દ્રિય સુખ છે એનાં સિવાય અલ્પકાળ નાં નામ, માન, શાન કે પ્રકૃતિ દાસી નું ફળ સ્વીકાર કર્યું તો ભવિષ્ય ખતમ થઇ જાય છે. તો ચેક કરો અહીંયા જ કર્યું, અહીંયા જ ખાધું, કે જમા પણ થાય છે? જે જેવું અને જેટલું બાપે કહ્યું છે એનું પ્રત્યક્ષ ફળ અહીંયા પણ લો અને ભવિષ્ય જમા પણ થાય. જે ફળ માટે બાપે કહ્યું છે, તે સ્વીકાર કરવાનાં સિવાય બીજું કોઈ ફળ સ્વીકાર કરી લો છો તો નુકસાન થઈ જાય છે. તો સમીપ રહેવા વાળા અર્થાત્ સમાન બનવા વાળા. સમીપતા નો લાભ - સમાન બનીને દેખાડજો. લક્ષ ને લક્ષણ માં લાવો. દરેક લક્ષણ લક્ષ ને સ્પષ્ટ કરે. લક્ષ તો ખુબ ઊચું છે ને. તો લક્ષણ પણ એટલા ઊચાં હોય. એવાં સેમ્પલ (ઉદાહરણ) બની દેખાડો જે બાપદાદા ચેલેન્જ (પડકાર) કરી શકે કે જેમ આ ચાલી રહ્યાં છે એમ ચાલો.
મધુબન નાં વાયુમંડળ નો પ્રભાવ ઓટોમેટિકલી (આપમેળે) ચારેબાજુ ફેલાય જ છે. જેમ મધુબન નાં વાતાવરણ ને કોઈ સ્વર્ગનું મૉડલ (નમૂનો) કહીને વર્ણન કરે છે. એમ જ બ્રાહ્મણ પરિવાર માં ચારે બાજુ મધુબન નું વાતાવરણ બાપ સમાન હરતાં-ફરતાં યોગીપણા નું ફેલાય છે. મધુબન નિવાસીઓનું કર્તવ્ય ફક્ત એ નથી કે સ્વયં પોતે ઠીક ચાલી રહ્યાં છે. તમારું કર્તવ્ય છે ચારે બાજું મધુબન નાં વાતાવરણ અને વાયબ્રેશન (પ્રકંપન) દ્વારા બધાને સહયોગ આપવો. જેમ ચાન્સ (તક) ડબલ, ટ્રિપલ છે તો કર્તવ્ય પણ ડબલ. મધુબન નિવાસીઓનાં દરેક સંકલ્પ અને કર્મ વરદાન યોગ્ય હોવાં જોઈએ. કારણ કે મધુબન છે વરદાન-ભૂમિ. આખરે એ દિવસ પણ આવશે જે બધાનાં મુખ થી આ શબ્દ નીકળશે કે મધુબન નિવાસી સંગઠિત રુપમાં દરેક સંકલ્પ કે કર્મ માં વરદાની છે. હવે બાપ આ ડેટ (તારીખ) ને જોઈ રહ્યાં છે. અચ્છા.