Search for a command to run...
10 Jan 1979
હવે વેસ્ટ (વ્યર્થ) અને વેટ (વજન) ને સમાપ્ત કરો
10 January 1979 · ગુજરાતી
બાપદાદા આજે વિશેષ બાળકોની લગન અને સ્નેહ ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે, કેવી લગન થી પરવાના સમાન શમા પર આવ્યાં છે. બધાં પરવાનાઓની એક જ વિશેષ મિલન ની લગન છે, એટલે બાપદાદાએ પણ મિલન મનાવવા માટે સાકાર મહેફિલ માં આવવું પડે છે. દરેકનાં પુરુષાર્થ ની ગતિને જોઈ બાપદાદા જાણે છે કે દરેક યથાશક્તિ મંઝિલ પર પહોંચવાનો સંકલ્પ કરીને ચાલી રહ્યાં છે. સંકલ્પ એક છે, મંઝિલ પણ એક છે, ગાઈડ (માર્ગદર્શક) પણ એક છે, શ્રીમત પણ એક જ છે છતાં પણ નંબરવાર કેમ છે. છે પણ સહજ માર્ગ અને વર્તમાન સ્વરુપ પણ સહયોગી નું છે છતાં પણ ગતિ માં અંતર કેમ છે. કોઈ નંબર એક અને કોઈ પછી ૧૬ હજારની માળા નો પણ છેલ્લો મણકો. બંને નાં પુરુષાર્થ નો સમય અને સાથી એક જ છે, શિક્ષા નું સ્થાન પણ છેલ્લાં અથવા પહેલાં નું એક જ, શિક્ષક પણ એક છે, શિક્ષા પણ એક જ છે, પહેલાવાળા માટે ખાસ ટ્યુશન પણ નથી છતાં પણ આટલું અંતર કેમ? કારણ શું છે, સંગમયુગ નાં ટાઈટલ્સ (શીર્ષક) પણ બહુ મોટાં છે, પહેલાં કે છેલ્લાં નું શીર્ષક પણ એક છે - માસ્ટર સર્વશક્તિમાન, માસ્ટર નોલેજફુલ, ત્રિકાળદર્શી, માસ્ટર જાનીજાનનહાર છતાં પણ છેલ્લાં કેમ? કુળ પણ એક જ છે બ્રાહ્મણ કુળ, વંશ પણ એક બ્રહ્મા નો છે, કર્તવ્ય પણ એક વિશ્વ કલ્યાણનું છે છતાં પણ આટલું અંતર કેમ? વારસો પણ બેહદનાં બાપ નો દરેકનાં માટે બેહદ છે અર્થાત્ મુક્તિ જીવનમુક્તિનો અધિકાર બધાનાં માટે પણ છે તો અંતર કેમ? કારણ શું?
બાપદાદાએ બધાં બાળકોનાં પુરુષાર્થ ને જોઈ મુખ્ય બે કારણ જોયાં - એક તો વેસ્ટ અર્થાત્ વ્યર્થ ગુમાવવું બીજું વેટ અર્થાત્ વજન વધારે. જેમ આજકાલ નાં જમાના માં શારીરિક રોગોનું કારણ વધારે વજન છે, સર્વ બીમારીઓનું નિવારણ વજન ઓછું કરવું છે. એમ પુરુષાર્થ ની ગતિનું છેલ્લું અને પહેલું કારણ પણ વજન ઓછું ન કરવું, જેમ શરીરમાં ભારેપણું હોવાનાં કારણે આપમેળે બીમારીઓ ઉત્પન્ન થઈ જાય છે એમ આત્મા નાં બોજથી આત્મિક રોગો પણ સ્વતઃ ઉત્પન્ન થઈ જાય છે. સૌથી વધારે વેટ વધવાનું કારણ જેમ કે શારીરિક હિસાબ થી વધારે વેટ વધવાનું કારણ સડેલી વસ્તુઓ કહેવાય છે એમ અહીંયા પણ સડેલી વસ્તુ અર્થાત્ વીતેલી વાતો, જે ન વિચારવાની છે અર્થાત્ ન ખાવાની છે એવી સડેલી વાતો ને બુદ્ધિ દ્વારા સ્વીકાર કરી લે છે અથવા દરેક આત્માઓની ખામીઓ કે અવગુણો ને સ્વયં માં ધારણ કરવું એને પણ સડેલી વસ્તુ કહેવાશે. તળેલી વસ્તુ ખાવામાં બહુ સારી લાગે છે, પોતાનાં તરફ આકર્ષિત પણ ખુબ કરે છે, મન ન હોવાં છતાં પણ થોડું ખાઈ લો છો જેટલી આકર્ષણવાળી હોય છે એટલી જ નુકસાનવાળી પણ હોય છે. એમ અહીંયા પણ આકર્ષણ ની વસ્તુઓ છે, એકબીજા દ્વારા વ્યર્થ સમાચાર સાંભળવાં અને સંભળાવવાં. રુપ રુહ-રુહાન નું હોય છે, લેણ-દેણ કરવાનું હોય પણ એનું પરિણામ એકબીજા પ્રતિ ઘૃણા દૃષ્ટિ હોય છે. સમજે છે મનોરંજન છે પણ અનેકો નાં મન ને રંજ કરે છે. તો બહારનું રુપ આકર્ષણ નું છે પણ પરિણામ પાડવાનું છે. આવી વાતો ને બુદ્ધિ દ્વારા ધારણ કરવી અર્થાત્ સેવન કરવી આનાં કારણે વેટ (વજન) વધી જાય છે. જેમ શારીરિક વેટ વધવાનાં કારણે દોડી નથી શકતાં, ચઢાણ નથી ચઢી શકતાં એમ અહિયાં પણ પુરુષાર્થ માં તીવ્ર ગતિ નથી પ્રાપ્ત કરી શકતાં. દરેક કદમ માં ચઢતી કળાનો અનુભવ નથી કરી શકતાં. ભારે વજનવાળા દરેક સ્થાન પર સેટ નથી થઈ શકતાં. ભારે વજન વાળાને ચાલતાં-ચાલતાં એક તો થોભવું પડે છે બીજું કોઈ નો સહારો લેવો પડે છે, આ જ રીતે પુરુષાર્થ માં ચાલતાં-ચાલતાં થાકી જાય છે અર્થાત્ વિઘ્નો નાં વશ થઈ જાય છે પાર નથી કરી શકતાં. સાથે-સાથે કોઈ ને કોઈ આત્માને સહારો બનાવીને ચાલે છે. એક બાપ નો સહારો તો બધાને મળ્યો છે પરંતુ તેઓ આત્માઓને સહારો બનાવીને ચાલે છે. જો થોડો પણ આત્માઓનો સહારો અર્થાત્ સહયોગ નથી મળતો તો ચાલી નથી શકતાં.
વારંવાર કહેશે સહયોગ મળે તો આગળ વધશું, તક મળે, કોઈ વધારે તો આગળ વધીએ. કારણ કે સ્વયં ભારે હોવાનાં કારણે બીજાનાં સહારા દ્વારા પોતાનો બોજો હલ્કો (હળવો) કરવા ઈચ્છે છે. એટલે બાપદાદા પણ કહે છે વેટ ઓછું કરો. એનું સાધન છે જેમ શારીરિક હલ્કાપણાનું સાધન છે એક્સરસાઈઝ (વ્યાયામ). એમ આત્મિક એક્સરસાઈઝ યોગ અભ્યાસ દ્વારા હમણાં-હમણાં કર્મયોગી અર્થાત્ સાકારી સ્વરુપધારી બની સાકાર સૃષ્ટિ નો પાર્ટ ભજવવો, હમણાં-હમણાં આકારી ફરિશ્તા બની આકારી વતનવાસી અવ્યક્ત રુપનો અનુભવ કરવો, હમણાં-હમણાં નિરાકારી બની મૂળ વતનવાસી નો અનુભવ કરવો, હમણાં-હમણાં પોતાનાં રાજ્ય સ્વર્ગ અર્થાત્ વૈકુંઠવાસી બની દેવતા રુપ નો અનુભવ કરવો. આમ બુદ્ધિની એક્સરસાઈઝ કરો તો સદા હલ્કા થઈ જશો. ભારેપણું સમાપ્ત થઈ જશે. પુરુષાર્થ ની ગતિ તીવ્ર થઈ જશે. સહારો લેવાની આવશ્યકતા નહીં પડે. સદા બાપ નાં સહારે અર્થાત્ છત્રછાયા ની નીચે અનુભવ કરશે. દોડ લગાવવાનાં બદલે ઉંચી છલાંગવાળા થઈ જશે. તો સાધન છે એક એક્સરસાઈઝ, બીજું છે ખાનપાન ની પરહેજ કરો. જે બુદ્ધિ દ્વારા કોઈ પણ અશુદ્ધ વસ્તુ નું સેવન કરવું અર્થાત્ ધારણ કરવું એની પરહેજ કરો. જે સંભળાવ્યું સડેલી અને તળેલી વસ્તુ નું સેવન નહીં કરો. બીજું વેસ્ટ ન કરો. કેમ વેસ્ટ કરો છો? જે વસ્તુ જેવી મૂલ્યવાન છે એને એમ વાપરવી નહીં એને પણ વેસ્ટ કહેવાય. બાપ દ્વારા આ સમયે સંગમયુગ નો ખજાનો મળ્યો છે, સંગમયુગ ની સેકન્ડ અનેક પદમોનાં મૂલ્ય ની છે. સેકન્ડ ને પણ સ્વયં નાં પ્રતિ કે સર્વ નાં પ્રતિ પદમો નાં મૂલ્ય સમાન વાપરી નહીં એ પણ વેસ્ટ કરી અર્થાત્ જેવું મૂલ્ય છે એવું જમા ન કર્યું. દરેક સેકન્ડ માં પદમોની કમાણી નું વરદાન ડ્રામા માં સંગમ નાં સમય ને જ મળેલું છે. આવાં વરદાન ને સ્વયં પ્રતિ પણ જમા ન કર્યું, બીજા પ્રતિ પણ દાન ન કર્યું તો એને પણ વ્યર્થ કહેવાશે. એમ નહીં સમજો કે કોઈ પાપ તો નથી કર્યુ કે કોઈ ભૂલ તો કરી નથી, પરંતુ સમય નો લાભ ન લેવો પણ વ્યર્થ છે. મળેલાં વરદાન ને ન સ્વયં પ્રાપ્ત કર્યું, ન કરાવ્યું એને પણ વેસ્ટ અર્થાત્ વ્યર્થ કહેવાશે. એ જ રીતે સંકલ્પ પણ એક ખજાનો છે, જ્ઞાન પણ ખજાનો છે, સ્થૂળ ધન પણ ઈશ્વર અર્થ સમર્પણ કરવાથી એક નવો પૈસો એક રતન સમાન મૂલ્ય નો થઈ જાય છે, આ બધાં ખજાનાઓને સ્વયં પ્રતિ કે સેવા પ્રતિ કાર્યમાં નથી લગાડતાં તો પણ વ્યર્થ કહેવાશે. દરેક સેકન્ડ સ્વ કલ્યાણ અને વિશ્વ કલ્યાણ પ્રતિ હોય. એમ સર્વ ખજાનાઓ બાપે જેનાં માટે આપ્યાં છે એ જ કાર્યમાં લગાડો છો! ઘણાં બાળકો કહે છે, ન સારું કર્યું ન ખરાબ કર્યું, તો કયાં ખાતામાં ગયું! મૂલ્ય ન રાખવું એને પણ વ્યર્થ કહેવાશે. આ કારણ થી પુરુષાર્થ ની ગતિ તીવ્ર નથી થઈ શકતી અને આ જ કારણ થી નંબરવાર વધી જાય છે. તો હવે સમજાયું નંબરવાર બનવાનું કારણ શું થયું. વેટ અને વેસ્ટ. આ બંને વાતો ને હવે સમાપ્ત કરો તો પહેલાં ડિવિઝન માં (શ્રેણી) આવી જશો. નહીં તો વધારે વેટ (વજન) વાળા ને પછી વેટ (પ્રતિક્ષા) પણ કરવું પડશે. પહેલાં રાજ્ય નાં બદલે બીજા રાજ્ય માં આવવું પડશે. વેટ (પ્રતિક્ષા) કરવું પસંદ છે કે સીટ લેવી પસંદ છે. હવે શું કરશો, ડબલ લાઈટ બની જાઓ! અચ્છા -
એવાં સદા ફરિશ્તા સમાન સદા હલ્કા રહેવાવાળા દરેક ખજાનાને સદા સ્વયં પ્રતિ અને સર્વ પ્રતિ કાર્ય માં લગાડવા અને સદા બાપ નાં સહારાનો અનુભવ કરી સહજયોગી જીવન અપનાવવા વાળા, એવાં તીવ્ર પુરુષાર્થી બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ્ શાંતિ.
દીદી અને દાદી સાથે વાતચીત:- મહારથી અર્થાત્ વેટલેસ (હલ્કા) - એવાં મહારથી સદા ઉડવાવાળી પરીઓ સમાન દેખાશે. આ છે જ્ઞાન પરીઓ, જ્ઞાન અને વિજ્ઞાન આ બંને પાંખોવાળી પરીઓનું સ્થાન પરિસ્તાન છે. પરિસ્તાન કોને કહેવાય? સ્વર્ગ ને તો પરિસ્તાન કહેવાય જ છે પરંતુ હમણાં પણ આ સ્થૂળ સ્થાન થી પરે સ્થાન પરિસ્થાન કયું છે? દિલતખ્ત. સૌથી મોટામાં મોટું દિલતખ્ત છે, તો દિલતખ્તનશીન અર્થાત્ પરિસ્તાન ની પરીઓ. એને કહેવાય પરિસ્તાન ની પરીઓ. સદા સ્થાન જ આ થયું. તખ્ત થી નીચે નથી આવતાં. તખ્ત થી નીચે આવવું અર્થાત્ બાપનાં સન્મુખ નાં બદલે કિનારે થવું. જેમ બાપ સદા બાળકોનાં સન્મુખ છે એમ બાળકો પણ સદા બાપનાં સન્મુખ છે. બાપનાં સન્મુખ કોણ રહે છે? બાળકો. ભક્ત કિનારે રહે છે બાળકો સદા સન્મુખ રહે છે. તો આને કહેશું પરિસ્તાન ની પરીઓ. પરીઓનું પણ સંગઠન હોય છે સાથે-સાથે ઉડે છે. જ્યાં ઈચ્છે ત્યાં ઉડીને પહોંચી શકે છે. કોઈ આધાર ની આવશ્યકતા નથી. તો એવી પરિસ્તાનની પરીઓ જે જ્યારે ઈચ્છે ત્યાં ઉડી શકે - એને કહેવાય છે મહારથી. મહારથીઓની અવસ્થાનું યાદગાર ચિત્ર પણ છે, દરેક ગોપી ની સાથે ગોપી-વલ્લભ નું ચિત્ર જોયું છે! દરેક ગોપી નાં મુખ થી એ જ નીકળે છે કે મારા ગોપી-વલ્લભ. તો એવું સદા સાથ નું ચિત્ર આ છે સ્થિતિ નું યાદગાર ચિત્ર. એકબીજા થી અલગ નથી, સદા સાથે છે. બાપ પર દરેક નો પૂરો અધિકાર છે. એવાં અધિકારીઓનું આ ચિત્ર છે જેમણે સદા નાં માટે બાપને પોતાનાં સાથી બનાવી લીધાં છે. આ છે મહારથીઓની સ્થિતિનું ચિત્ર. મહારથી અર્થાત્ સદા સાથે રહેવાવાળા. સાથ નિભાવવાનું આ ચિત્ર છે - મહારથીઓ સિવાય બીજી આત્માઓ તો કયારેક સન્મુખ, કયારેક કિનારો કરી લે છે. સદા સાથ નો અનુભવ નથી કરી શકતી. સાથ છૂટે અને સાથ પકડે છે એટલે તેઓનું આ યાદગાર ન કહી શકાય. અચ્છા!
મહારથીઓએ પુરુષાર્થ ની કોઈ નવી ઇન્વેન્શન (સંશોધન) કરી છે જે ખુબ રીફાઈન (શુધ્ધ) હોય, સંકલ્પ કર્યો અને થયું - એને કહેવાય છે રીફાઈન. એવું સહજ સાધન કાઢો જેનાથી સાધના ઓછી હોય અને સિદ્ધિ વધારે થાય. જેમ આજકાલ વિજ્ઞાનવાળા સંશોધન કરે છે, દુઃખ ઓછું થાય - અને જે કાર્ય અર્થ કરે છે એમાં સફળતા પણ વધારે થાય. એવી રીતે પોતાનાં અનુભવ નાં આધાર પર પુરુષાર્થ નાં સાધનોમાં એવાં સાધન શોધો, જેમ સેકન્ડમાં વિજ્ઞાન નાં સાધન વિધિને પામે છે એમ આ શાંતિનું સાધન સેકન્ડ માં વિધિની પ્રાપ્તિ થાય. બાપ જ્ઞાન આપે છે પણ જેમ વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં બધાં સંશોધન પ્રેક્ટિકલ (વાસ્તવિકતા) માં લાવે છે, એમ પ્રયોગમાં તો આપ બાળકો લાવો છો, પ્રયોગમાં લાવવાવાળા સાધન અર્થાત્ અનુભવ માં લાવવાવાળા સાધન, તેમાંથી એવું કોઈ સહજ સાધન સંભળાવો જેમાં મહેનત ઓછી હોય અને અનુભવ વધારે હોય. આવાં ચારેબાજુનાં વાતાવરણ, ચારે બાજુની કમજોર આત્માઓનાં સમાચાર પ્રમાણે એવાં સાધન નીકાળો. જેવી બીમારી હોય છે એવી દવા નીકાળાય છે. તો ચારે બાજુનાં સમાચાર અનુસાર એવાં સાધન કાઢો અને પછી વાસ્તવિક કરીને બતાવો, હવે મહારથીઓએ એવાં સાધન શોધવાં જોઈએ. એવું ગ્રુપ હોય જેને રિસર્ચ (સંશોધન) ગ્રૂપ કહેવાય છે, હવે સમજ્યાં મહારથીઓએ શું કરવાનું છે, પછી કારોબાર પણ હલકો થઈ જશે.
જેમ પહેલાં-પહેલાં મૌન વ્રત રાખ્યું હતું તો બધા ફ્રી થઈ ગયાં હતાં, સમય બચી ગયો હતો. તો એવું કોઈ સાધન કાઢો જેનાથી બધાંનો સમય બચી જાય. મનનું મૌન હોય, વ્યર્થ સંકલ્પ આવે જ નહીં. આ પણ મન નું મૌન છે ને. જેમ મુખ થી અવાજ ન નીકળે એમ વ્યર્થ સંકલ્પ ન આવે - આ પણ મન નું મૌન છે. તો વ્યર્થ ખતમ થઈ જશે. બધો સમય બચશે, ત્યારે પછી સેવા આરંભ થશે. મનનાં મૌન થી નવું સંશોધન નીકળશે - જેમ શરું નાં મૌન થી નવી રંગત નીકળી એમ આ મન નાં મૌન થી નવી રંગત થશે. તો હવે પહેલાં નિમિત્ત કોણ બનશે, મહારથી ગ્રુપ. જે બાપ દ્વારા યુક્તિઓ મળતી રહે છે એને પ્રયોગ કરવાનાં રુપમાં લાવો. એ રુપરેખા બધાંને નથી આવડતી. વર્ણન કરતાં આવડે છે પરંતુ એ જ સાધન થી સિદ્ધિને પ્રાપ્ત કરે એ પ્રયોગ કરતાં નથી આવડતું એટલે યોગ પણ નથી લાગતો. તો એવી યોજના બનાવો જેનાથી સહજ જ વિધિ પ્રાપ્ત થાય. અચ્છા.