Search for a command to run...
23 Jan 1979
સદા સુહાગન જ સદા સંપન્ન છે
23 January 1979 · ગુજરાતી
આજે બાપદાદા બાળકોનાં શ્રેષ્ઠ ભાગ્ય અને સદા સુહાગ ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. દરેક બાળક ભાગ્યશાળી અને સદા સુહાગન છે. ભાગ્યવિધાતા દ્વારા જે ભાગ્ય પ્રાપ્ત થયું છે એને સારી રીતે જાણો છો? વિશ્વમાં જીવનની શ્રેષ્ઠતા આ બે વાતોની હોય છે એક સુહાગ બીજું ભાગ્ય. જો સદા સુહાગ નથી તો આખું જીવન બેકાર અનુભવ કરે છે, નિરસ સમજે છે. પણ તમારાં બધાંનો અવિનાશી સુહાગ છે, જે ક્યારેય ભૂસાવાનો નથી કારણ કે અવિનાશી અમરનાથ જ તમારો સુહાગ છે. જેમ એ અમર છે એમ તમારો સુહાગ પણ અમર છે. સૌભાગ્યવતી સ્વયં ને સદા દુનિયામાં શ્રેષ્ઠ સમજે છે, સૌભાગ્યવતી સદા સાથ નાં કારણે સ્વયંને સંતુષ્ટ સમજે છે. આજકાલ ની દુનિયામાં જેને શ્રેષ્ઠ કાર્ય સમજે છે, એ શ્રેષ્ઠ કાર્યનાં નિમિત્ત સુહાગન ને જ રાખે છે. સુહાગન સદા શૃંગાર ની અધિકારી હોય છે. સુહાગન નથી તો શૃંગાર પણ નથી. સુહાગ ની નિશાની તિલક અને કંગન હોય છે. સુહાગન સદા સુહાગ ને કારણે સુહાગ નાં ખજાનાને સર્વ ખજાનાં અનુભવ કરે છે અર્થાત્ પોતાને સંપન્ન સમજે છે. એમ જ આ બધાં રીત-રિવાજ અવિનાશી સુહાગ નાં યાદગાર ચાલતાં આવી રહ્યાં છે.
આપ સર્વ સાચ્ચી સુહાગન વિશ્વ ની અંદર સર્વ શ્રેષ્ઠ આત્માઓ ગાવા અને પૂજવામાં આવો છો. આજ નું વિશ્વ આપ સદા સુહાગન નાં જડ ચિત્રો ને જોઈ ખુશ થાય છે કે આ આત્માઓ અમરનાથ અર્થાત્ પતિ-પરમેશ્વર ની સાચ્ચી પાર્વતીઓ છે. આપ સાચ્ચી સુહાગન આત્માઓ સદા સ્મૃતિનાં તિલકધારી અને મર્યાદાઓનાં કંગનધારી આત્માઓ, સદા દિવ્યગુણો નાં શૃંગાર થી સજી સજાવેલી આત્માઓ, આપ સદા સુહાગન આત્માઓ સદા સર્વ ખજાનાથી સંપન્ન અને વિશ્વનાં પરિવર્તન નાં શ્રેષ્ઠ કાર્ય તથા શુભ કાર્ય નાં નિમિત્ત છો. સંગમયુગ નાં આ શ્રેષ્ઠ અને અવિનાશી બેહદનાં સુહાગ નાં રીત-રિવાજ હદનાં સુહાગ માં પણ ચાલતાં આવી રહ્યાં છે. પોતાની જાત ને પૂછો આવાં સદા સુહાગન અર્થાત્ સદા સંપન્ન અને સદા હર્ષિત અનુભવ કરો છો, સદા પોતાને આત્મા અને પરમાત્માનાં કમ્બાઇન્ડ (સંયુક્ત) રુપનો અનુભવ કરો છો. એકલાં છો કે યુગલ છો? એકલાં સમજશો તો વિયોગી જીવન અનુભવ કરશો. સદા સુહાગન અર્થાત્ કમ્બાઇન્ડ સમજશો તો સદા મિલન મહેફીલ માં પોતાને અનુભવ કરશો.
બહુકાળ થી અલગ થઈ ગયાં તો પોતાનાં અવિનાશી સાથી ને પણ ભૂલી ગયાં. સુહાગ ગુમાવ્યો, તિલક ને પણ મિટાવી (ભૂસી) દીધું, શૃંગાર પણ ગુમાવી દીધો, ખજાનાથી પણ વંચિત થઈ ગયાં. સદા સુહાગન થી શું બની ગયાં? ભિખારી બની ગયાં. વિયોગી બની ગયાં. છતાં પણ અમરનાથે આવીને બહુકાળ થી વિખૂટી પડેલી પાર્વતીઓને પોતાની સ્મૃતિ નો તિલક દઈને સુહાગન બનાવી દીધી. હવે બહુકાળ પછી જે સુંદર મેળો થઈ ગયો એ મેળાથી હવે સેકન્ડ પણ વંચિત રહેવાવાળા નથી.એવી કમ્પેનિયનશિપ (સાથ) નિભાવવાવાળા છો ને!
આજે બાપદાદા પોતાની પાર્વતીઓનો શૃંગાર જોઈ રહ્યાં હતાં કે દરેક પાર્વતી ક્યાં સુધી સજી-સજાવેલી રહે છે. શૃંગાર તો બધાં કરો છો છતાં પણ નંબરવાર, માળા બધાં પહેરે છે પણ ક્યાં નવલખ હાર અને ક્યાં સાધારણ મોતીઓનો હાર. એમ જ બાપનાં ગુણોની માળા અથવા અમરનાથ ની મહિમાની માળા બધાનાં ગળામાં પડેલી છે. છતાં પણ અંતર છે. અંતર તો સમજો છો ને. ગાવાવાળા છો કે બનવાવાળા છો. એમાં અંતર પડી જાય છે. એમ જ મર્યાદાઓનાં કંગન તો બધાંએ પહેર્યાં છે. બધાં મર્યાદાઓનાં કંગન થી સજી રહ્યાં છે પણ સદા મર્યાદા પુરુષોત્તમ બનવામાં કોઈ હીરાતુલ્ય બન્યાં છે, કોઈ સોનાતુલ્ય બન્યાં છે અને કોઈ પછી ચાંદીતુલ્ય બન્યાં છે. ક્યાં હીરા અને ક્યાં ચાંદી! તો નંબરવાર થઈ ગયાં ને. એટલે કહ્યું કે નંબરવાર શૃંગાર જોઈ રહ્યાં છે.
બીજી વાત, સુહાગ ની સાથે ભાગ્ય જોયું. લૌકિક રીત થી પણ ભાગ્ય નો આધાર - તન ની તંદુરસ્તી, મન ની ખુશી, ધન ની સમૃદ્ધિ, સંબંધ ની સદા સંતુષ્ટિ અને સંપર્ક માં સદા સફળમૂર્ત હોય છે, આ બધી વાતો થી ભાગ્ય ને જુએ છે. તો હવે સંગમયુગ નું શ્રેષ્ઠ ભાગ્ય અનુભવ કરી રહ્યાં છો ને. સંગમયુગ નાં અલૌકિક જીવનની વિશેષતાઓને જાણો છો ને. સદા સ્વસ્થ અર્થાત્ સદા સ્વ માં સ્થિત રહેવાથી તન નું કર્મભોગ પણ કર્મયોગ થી શૂળી થી કાંટો થઈ જાય છે. કર્મભોગ ને પણ બેહદનાં ડ્રામાની અંદર રમત સમજી ને રમે છે. તો તન નો રોગ યોગ માં પરિવર્તન થઈ ગયો, એટલે સદા સ્વસ્થ છો. બીમારી ને બીમારી નથી સમજતાં પણ અનેક જન્મોનાં બોજ હળવાં થઈ રહ્યાં છે, હિસાબ ચૂક્તું થઈ રહ્યો છે - એવું સમજવાથી સદા સ્વસ્થ સમજો છો. સાથે-સાથે મનની ખુશી તો સદા પ્રાપ્ત છે જ. મનમનાભવ થવું અર્થાત્ ખુશીઓનાં ખજાનાથી સંપન્ન થવું. જ્ઞાન ધન બધાં ધન થી શ્રેષ્ઠ છે. પ્રકૃતિ સ્વતઃ જ જ્ઞાનધનવાળા ની દાસી બની જાય છે. જ્યાં જ્ઞાન ધન છે ત્યાં સ્થૂળ ધન ની કોઈ કમી નથી. તો ધન નું ભાગ્ય પણ સદા પ્રાપ્ત છે. ત્રીજું છે સંબંધ, સર્વ સંબંધ નિભાવવાવાળા પરમ આત્મા ને પોતાનાં બનાવી લીધાં, જ્યારે ઈચ્છો, જેવો સંબંધ ઈચ્છો એવાં જ સંબંધ નો રસ એક દ્વારા સદા નિભાવી શકો છો, અને સંબંધ પણ એવાં કે જે દેવાવાળા હશે લેવાવાળા નહીં. ક્યારેય દગો પણ નહીં દેવાવાળા, સદા પ્રીત ની રીત નિભાવવાવાળા, એવો અમર સંબંધ અનુભવ કરો છો ને? બીજી વાત સંપર્ક - સંગમયુગી જીવન માં સંપર્ક પણ સદા હોલી હંસો (પવિત્ર આત્માઓ) થી છે. બાપનાં સંપર્ક નાં આધાર પર બ્રાહ્મણ પરિવાર નો સંપર્ક છે, હંસ અને બગલાઓ નો સંપર્ક નથી પણ બ્રાહ્મણ આત્માઓનો સંપર્ક છે, બગલાઓનો સંપર્ક ફક્ત સેવા અર્થ છે. સેવા નો સંપર્ક હોવાનું કારણ સદા વિશ્વ કલ્યાણ ની ભાવના, વિશ્વ પરિવર્તન ની કામના રહે છે. એ કારણ થી સેવાનાં સંપર્કમાં પણ કોઈ દુઃખની લહેર નથી. નિંદા કરે તો પણ મિત્ર, ગુણગાન કરે તો પણ મિત્ર - સદા ભાઈ-ભાઈની દૃષ્ટિ દયાની વૃત્તિ રહે છે તો સંપર્ક પણ શ્રેષ્ઠ છે. એવું શ્રેષ્ઠ ભાગ્ય, ભાગ્યવિધાતા થી પ્રાપ્ત છે. તો સદા શ્રેષ્ઠ ભાગ્યવાન થયાં ને. આજે બાળકોનાં આ સુહાગ અને ભાગ્ય ને જોઈ રહ્યાં હતાં. સદા સંપન્ન આત્માઓ, અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ આ બ્રાહ્મણ જીવન માં - એવો અનુભવ કરો છો ને. સદા સુહાગનું તિલક અને ભાગ્યનો તારો ચમકી રહ્યો છે ને? ચમકની ટકાવારી કેટલી છે? ચમક તો બધામાં છે પણ ટકાવારીનાં આધારે નંબરવાર છે. વિદેશીઓનો નંબર કયો છે? વિજય માળા માં નંબર છે ને. ભલે દેશ નાં છો કે વિદેશ નાં છો, માળા તો એક જ છે, જે સદા સુહાગ અને ભાગ્ય નાં અધિકારી છે તેઓ જ વિજય માળા નાં પણ અધિકારી છે.
બાપદાદા ને વિશેષ કામ છે જ બાળકોનું, તો સદા બાળકોની માળા જપે છે. બાપની માળા તો આત્માઓ જપે છે પણ બાળકોની માળા પરમાત્મા જપે છે. તો ભાગ્યશાળી કોણ થયાં! અચ્છા.
એવી સદા સુહાગન, સદા શ્રેષ્ઠ ભાગ્યની અધિકારી, સદા કમ્પેનિયનશિપ નિભાવવાવાળી, સદા સ્મૃતિ ની તિલકધારી, મર્યાદા સંપન્ન શ્રેષ્ઠ આત્માઓ ને, વિશ્વ કલ્યાણકારી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ સાથે મુલાકાત:-
સદા સુહાગન નું ગાયન શાસ્ત્રો માં કયાં રુપમાં છે! સદા સુહાગન નું ગાયન પટરાણીઓનાં રુપમાં છે. પછી પટરાણીઓમાં પણ નંબર છે, કોઈ સદા સાથે રહે છે અને કોઈ ક્યારેક-ક્યારેક. તેઓએ દેહધારી ની વાર્તા બનાવી દીધી છે પરંતુ છે આત્માઓ અને પરમાત્માની વાર્તા. જે એક જ સમય પર બધાં સાથે મિલન મનાવી શકે છે જે પણ આહવાન કરે. તો પટરાણીઓ તો બધી બને છે પણ એમાં પણ નંબર છે. પ્રાપ્તિ માં પણ અંતર છે અને પૂજન માં પણ અંતર છે. રાધા અને ગોપીઓ માં પણ અંતર છે. પૂજનમાં પણ અંતર છે તો પ્રાપ્તિમાં પણ અંતર છે. રાધાની પ્રાપ્તિ પોતાની - ગોપીઓની પોતાની. કોઈ વિશેષતા રાધા નાં પાર્ટમાં છે અને કોઈ વિશેષતા પટરાણીઓ અને ગોપીઓનાં પાર્ટ માં છે. એનું પણ ગુહ્ય રહસ્ય છે. મિલન મેળો મવાવાળા કોણ? બધાં સુખોનો અનુભવ પરમાત્મ પાર્ટ થી છે - આ પણ સૌથી વિશેષ ભાગ્ય છે, આનો પણ આત્માઓનાં વિશેષ પાર્ટ સાથે સંબંધ છે.
સંગમયુગ પર વિશેષ એ જ ચેક (તપાસ) કરવાનું છે કે સર્વ પ્રાપ્તિ કરી છે? સર્વ ખજાના સામે રાખો, સર્વ સંબંધ સામે રાખો, સર્વ ગુણ સામે રાખો, કર્તવ્ય સામે રાખો - સર્વ વાતોમાં અનુભવી થયાં છો? કર્તવ્ય માં પણ મન, વાણી, કર્મ અર્થાત્ સંબંધ-સંપર્ક બધાં રુપો દ્વારા અનુભવી છો. એની પણ ચેકિંગ જોઈએ કે સર્વ રુપથી, કર્તવ્યનાં પણ અનુભવી છો. જો કોઈ પણ અનુભવ રહી ગયો હોય તો એ જ અનુભવ ને સંપન્ન બનાવવો જોઈએ કારણ કે સંગમયુગ નાં અનુભવ પછી ક્યારેય નહીં થઈ શકે. એટલે હવે બાકી રહેલાં થોડા સમયમાં બધી વાતો માં સ્વયં ને સંપન્ન બનાવવાં જોઈએ. એવી ચેકિંગ જરુર હોવી જોઈએ. જો એક પણ સંબંધ કે ગુણ ની કમી છે તો સંપૂર્ણ સ્ટેજ કે સંપૂર્ણ મૂર્ત ન કહેવાય શકે. બાપ નાં ગુણ અને પોતાનાં આદિ સ્વરુપ નાં ગુણ અનુભવ ન થાય તો સંપન્ન મૂર્તિ કેવી રીતે કહેશે? એટલે બધામાં સંપૂર્ણ બનવાનું છે.
જેમ બ્રહ્મા બાપ સંપૂર્ણ બન્યાં તો બાળકો પણ ફોલો ફાધર (બાપ નું અનુસરણ કરો). એવું જ લક્ષ્ય સદા રહે છે ને. તતત્વમ્ નું વરદાન મળ્યું છે ને. નિમિત્ત બનવું અર્થાત્ તતત્વમ નાં વરદાની - હમણાં પણ અને જનમ જન્માંતર નાં ભિન્ન-ભિન્ન પાર્ટ માં પણ. હમણાનું તતત્વમ્ નું વરદાન આખું કલ્પ ચાલે છે. સંગમ પર પણ, પૂજ્ય નાં સમય પર પણ અને પૂજારી નાં સમય પણ તો વિશેષ આત્માઓનું વિશેષ વરદાન છે તતત્વમ નું. આ ખૂબ જ થોડાં ને મળે છે. અચ્છા.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
૧. અનેક મતો ને સમાપ્ત કરવી અર્થાત્ પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવવો:- અનેક મતવાળા ફક્ત એક વાત ને માની જાય કે અમારાં સર્વનાં બાપ એક છે અને એ જ હમણાં કાર્ય કરી રહ્યાં છે, ઓછામાં ઓછો આ અવાજ બધી તરફ પહોંચે કે અમે બધાં એક ની સંતાન એક છીએ અને એક જ યથાર્થ છે. ભલે ધારણ કરે ન કરે પરંતુ માની લે, ચાલવું તો પછીની વાત છે. જેમ ઘણી આત્માઓ સંપર્કમાં આવે છે તો સમજે છે આ સારું કામ કરી રહ્યાં છે, એટલું બધાં માની લે તો વિજય નો ઝંડો લહેરાઈ જશે. આ જ સંકલ્પ થી મુક્તિધામ ચાલ્યાં જાય તો પણ ઠીક છે. આ જ સંકલ્પ થી મુક્તિધામ માં જશે તો જ્યારે પોત-પોતાનો પાર્ટ ભજવવા આવશે તો પહેલાં એ જ સંસ્કાર હશે કે ગોડ ઈઝ વન (ભગવાન એક જ છે). આ સતયુગ ની સ્મૃતિ છે. અનેકોમાં ફસાવું એ કળયુગ છે. સત્તા થી અને સત્યતા થી બોલો, સંકોચ થી નહીં. સત્યતા પ્રત્યક્ષતા નો આધાર છે. પ્રત્યક્ષતા કરવા માટે પહેલાં સ્વયં ને પ્રત્યક્ષ કરો, નિર્ભય બનો.
એક બળ એક ભરોસા પર અચળ અને અટલ રહો તો તમારો આ અનુભવ અનેકો ને નિશ્ચયબુદ્ધિ બનાવી દેશે. નિશ્ચયબુદ્ધિ ની નાવ કેટલી પણ કોઈ હલાવે પરંતુ ક્યારેય પણ કોઈ વાત ની અસર ન થઈ શકે.
૨. અલૌકિક અને અવિનાશી ઝૂલો છે - અતિન્દ્રિય સુખ:- બધાં સદા સંગમયુગ ની શ્રેષ્ઠ પ્રાપ્તિ અતિન્દ્રિય સુખ માં ઝૂલતાં રહો છો? આ સુખ જ સૌથી મોટો અલૌકિક અવિનાશી ઝૂલો છે, જેમ જે લાડલાં બાળકો હોય છે એમને ઝૂલા માં ઝૂલાવાય છે, જેમ કૃષ્ણ ને લાડલાં હોવાનાં કારણે ઝૂલામાં ઝૂલાવે છે ને. સંગમયુગી બ્રાહ્મણો નો ઝૂલો અતિન્દ્રિય સુખ નો ઝૂલો છે. તો આ જ ઝૂલામાં સદા ઝૂલતાં રહો છો? ક્યારેય પણ દેહ-અભિમાન માં આવવું અર્થાત્ ઝૂલા થી ઉતરી ધરતી પર પગ રાખવો. ધરતી પર પગ રાખે તો મેલા થઈ જાય છે. તો ઊંચે થી ઊંચા બાપનાં બાળકો સદા સ્વચ્છ હોય, મેલા નહીં. તો સદા આ જ અતીન્દ્રિય સુખમાં ઝૂલતાં રહો.
૩. બધાં પોતાને સદા બાપની સમીપ આત્માઓ સમજો છો? જે બાપની સમીપ આત્માઓ હશે એમની નિશાની શું હશે? જેટલાં સમીપ હશે એટલાં બાપ સમાન હશે. તો સમાન અને સમીપ આત્મા બનવા માટે વિશેષ કઈ ધારણાની આવશ્યકતા છે? સદા યાદ અને સેવા માં તત્પર રહો. જો સદા યાદ અને સેવા માં ફોલો ફાધર હશો તો નંબરવન જરુર આવશો. જેમ બ્રહ્મા બાપે આ જ ધારણા થી નંબરવન પદ ને પ્રાપ્ત કર્યું એમ તમે પણ ફોલો (અનુસરણ) કરી નંબર વન ડિવિઝન માં (પ્રથમ શ્રેણીમાં) આવી જશો. નંબરવન તો બ્રહ્માની આત્મા ગઈ પરંતુ તમે પણ બધાં એમની સાથે ફર્સ્ટ ડિવિઝન માં આવશો અર્થાત્ રાજધાની માં સાથે-સાથે હશો, જેટલાં-જેટલાં લાઈટ હાઉસ, માઈટ હાઉસ બનશો એટલી માયા દૂર થી જ ભાગી જશે. લાઈટ હાઉસ ની આગળ અંધકાર રુપી માયા આવી ન શકે. અચ્છા - ઓમ્ શાંતિ.