Search for a command to run...
25 Jan 1979
સન્માન આપવું જ સન્માન લેવું છે
25 January 1979 · ગુજરાતી
આજે ભાગ્યવિધાતા બાપ સર્વ ભાગ્યશાળી બાળકો નો વિશેષ એક વાત નો આદિ થી હમણાં સુધી નો રેકોર્ડ જોઈ રહ્યાં હતાં. કઈ વાત નો? રિગાર્ડ નો (સન્માન) રેકોર્ડ જોઈ રહ્યાં હતાં. રિગાર્ડ પણ વિશેષ બ્રાહ્મણ જીવન ની ચઢતી કળાનું સાધન છે. જે રિગાર્ડ આપે છે એ જ વિશેષ આત્મા વર્તમાન સમય અને જન્મ-જન્માંતર પણ અન્ય આત્માઓ દ્વારા રિગાર્ડ લેવાનાં પાત્ર બને છે. બાપદાદા પણ સાકાર સૃષ્ટિ પર પાર્ટ ભજવતા આદિકાળ થી પહેલાં બાળકોને રિગાર્ડ આપ્યો. બાળકો ને સ્વયં થી પણ શ્રેષ્ઠ માનીને બાળકોની સામે સમર્પણ થયાં. પહેલાં બાળકો પાછળ બાપ, બાળકો મસ્તક નાં તાજ બને છે, બાળકો જ ડબલ પૂજ્ય બને છે, બાળકો જ બાપને પ્રત્યક્ષ કરવાનાં નિમિત્ત બને છે. બાપે પણ આદિકાળ થી રિગાર્ડ રાખ્યો - આમ જ ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરવાવાળા બાળકો આદિકાળ થી પોતાનાં રિગાર્ડ નો રેકોર્ડ ખૂબ જ સરસ રાખતાં આવ્યાં છે. દરેક પોતાને તપાસો કે અમારો રેકોર્ડ હમણાં સુધી કેવો રહ્યો.
રેકોર્ડ રાખવા માટે પહેલી વાત છે - બાપ માં રિગાર્ડ, બીજી વાત બાપ દ્વારા મળેલા જ્ઞાન નો રિગાર્ડ, ત્રીજી વાત સ્વયં નો રિગાર્ડ, ચોથી વાત જે પણ આત્માઓ ભલે બ્રાહ્મણ પરિવાર કે અન્ય આત્માઓ જે પણ સંપર્ક માં આવે છે તે આત્માઓ પ્રતિ આત્માનો રિગાર્ડ. આ ચારેય વાતોમાં પોતાની જાતને તપાસો કે અમારો રેકોર્ડ કેવો રહ્યો? ચારેય વાતોમાં કેટલાં ગુણાંક છે! ચારેય વાતો માં સંપન્ન રહ્યાં છો કે યથાશક્તિ કોઈ વાત માં ગુણાંક સારાં છે અને કોઈમાં ઓછા?
પહેલી વાત બાપનો રિગાર્ડ અર્થાત્ સદા જે છે જેવાં છે, એવાં સ્વરુપ થી, યથાર્થ પરિચય થી બાપ ની સાથે સર્વ સંબંધોની મર્યાદાઓને નિભાવવી. બાપ નાં સંબંધ નો રિગાર્ડ છે ફોલો ફાધર કરવું. શિક્ષક નાં સંબંધ નો રિગાર્ડ છે સદા ભણતર માં નિયમિત અને સમયસર રહેવું. ભણતર નાં બધાં વિષયો માં પૂરું ધ્યાન આપવું. સદ્દગુરુનાં સંબંધ માં રિગાર્ડ રાખવો અર્થાત્ સદ્દગુરુ ની આજ્ઞા દેહ સહિત દેહનાં સર્વ સંબંધ ભૂલીને દેહી સ્વરુપ અર્થાત્ સદ્દગુરુ નાં સમાન નિરાકારી સ્થિતિ માં સ્થિત રહેવું. સદા પાછાં ઘરે જવા માટે એવરરેડી (હમેશાં તૈયાર) રહેવું. એમ જ સાજન નાં સંબંધ નો રિગાર્ડ - દરેક સંકલ્પ અને સેકન્ડ માં એ જ એક ની લગન માં આશિક રહેવું. તમારી સાથે ખાઉં, તમારી સાથે દરેક કાર્ય માં સદા સંગ રહું…. આ વફાદારી ને નિભાવવી. સખા અથવા ભાઈ નાં સંબંધ નો રિગાર્ડ અર્થાત્ સદા પોતાની બધી વાતોમાં સાથીપણા નો અનુભવ કરવો. આમ સર્વ સંબંધો ને નિભાવવાં જ રિગાર્ડ રાખવો છે. રિગાર્ડ રાખવો અર્થાત્ જેમ કહેવત છે એક બાપ બીજું ન કોઈ - બાપે કહ્યું અને બાળકોએ કર્યું. કદમ પર કદમ રાખીને ચાલવું. મનમત અથવા પરમત બુદ્ધિ દ્વારા એવી રીતે સમાપ્ત થઈ જાય જેમ કોઈ વસ્તુ હોય જ નહીં. મનમત અને પરમત ને સંકલ્પ થી સ્પર્શ કરવી સ્વપ્ન માત્ર પણ ન હોય અર્થાત્ અવિદ્યા હોય. ફક્ત એક જ શ્રીમત બુદ્ધિ માં હોય - સાંભળો તો પણ બાપ થી, બોલો તો પણ બાપ નું, જુઓ તો પણ બાપ ને, ચાલો તો પણ બાપની સાથે, વિચારો તો પણ બાપની વાતો વિચારો, કરો તો પણ બાપ નાં સંભળાવેલાં શ્રેષ્ઠ કર્મ કરો. આને કહેવાય બાપનાં રિગાર્ડનો રેકોર્ડ. આમ તપાસો કે પહેલી વાત માં રેકોર્ડ ફર્સ્ટ ક્લાસ રહ્યો છે કે સેકન્ડ ક્લાસ? અખંડ રહ્યો છે કે ખંડિત થયો છે? અટલ રહ્યો છે કે માયાની પરિસ્થિતિઓનાં પ્રમાણે રિગાર્ડ નો રેકોર્ડ હલચલ માં રહ્યો છે? રેખા સદા સીધી રહી છે કે વાંકી-ચૂકી પણ રહી છે?
બીજી વાત, જ્ઞાન નો રિગાર્ડ અર્થાત્ આદિ થી હમણાં સુધી જે પણ મહાવાક્ય ઉચ્ચારણ થયાં એ દરેક મહાવાક્ય માં અટલ નિશ્ચય હોય - કેવી રીતે થશે, ક્યારે થશે, થવું તો જોઈએ, છે તો સત્ય…. આ પ્રકાર નાં પ્રશ્નો ઉઠાવવાં અર્થાત્ સૂક્ષ્મ સંકલ્પ નાં રુપમાં સંશય ઉઠાવવો છે. આ પણ નોલેજ નો ડિસરિગાર્ડ (અપમાન) છે.
આજકાલ નાં અલ્પકાળ નાં ચમત્કાર દેખાડવા વાળા અર્થાત્ બાપ થી વંચિત કરવાવાળા યથાર્થ થી દૂર કરવાવાળા નામધારી મહાન આત્માઓ એમનાં માટે પણ સત-વચન મહારાજ કહે છે. તો સદ્દગુરુ જે મહાન આત્માઓનાં પણ રચયિતા પરમપિતા છે એમનાં સત્ય જ્ઞાન માં પ્રશ્ન કરવા અથવા સંકલ્પ ઉઠાવવા એ પણ રોયલ રુપ નો સંશય અર્થાત્ ડિસરિગાર્ડ છે. એક પ્રશ્ન હોય છે સ્પષ્ટ કરવા માટે, બીજો પ્રશ્ન હોય છે સૂક્ષ્મ સંશય નાં આધાર થી, એને કહેવાય ડિસરિગાર્ડ. બાપ તો આમ કહે છે પણ થવું અસંભવ છે કે મુશ્કેલ છે! એવાં સંકલ્પ પણ કયાં ખાતા માં જશે? આ તપાસો.
ત્રીજી વાત, સ્વયં નો રિગાર્ડ. આમાં પણ બાપ દ્વારા આ અલૌકિક શ્રેષ્ઠ જીવન અથવા બ્રાહ્મણ જીવન નાં જે પણ ટાઈટલ (શીર્ષક) છે તથા અનેક ગુણો અને કર્તવ્ય નાં આધાર પર જે સ્વરુપ અથવા સ્થિતિ નું ગાયન છે - જેમ સ્વદર્શન ચક્રધારી, જ્ઞાન સ્વરુપ, પ્રેમ સ્વરુપ, ફરિશ્તાપણાની સ્થિતિ. જે બાપે જ્ઞાન નાં આધાર પર ટાઈટલ આપ્યાં છે એમ પોતાને અનુભવ કરવું અને એવી સ્થિતિમાં સ્થિત રહેવું. જે છું એવું પોતાને સમજીને ચાલવું. જે છું અર્થાત્ શ્રેષ્ઠ આત્મા છું, ડાયરેક્ટ બાપની સંતાન છું, બેહદની મિલકત નો અધિકારી છું, માસ્ટર સર્વશક્તિમાન છું એમ જે છું એવું સમજીને ચાલવું એને કહેવાય સ્વયં નો રિગાર્ડ. હું તો કમજોર છું, મારી હિંમત નથી. બાપ કહે છે પણ હું નહીં બની શકું, મારો ડ્રામા માં પાર્ટ જ પાછળ નો છે, જેટલું છે એટલું જ સારું છે, એમ સ્વયં થી દિલશિકસ્ત થવું એ પણ સ્વયં નો ડિસરિગાર્ડ છે. એ પણ તપાસો કે સ્વયંના રિગાર્ડ નો રેકોર્ડ શું રહ્યો?
ચોથી વાત, આત્માઓ દ્વારા સંબંધ અને સંપર્કવાળી આત્માઓ નો રિગાર્ડ. એનો અર્થ છે દરેક આત્મા ભલે બ્રાહ્મણ આત્મા, ભલે અજ્ઞાની આત્મા હોય પણ દરેક આત્માનાં પ્રતિ શ્રેષ્ઠ ભાવના અર્થાત્ ઊંચા ઉઠાવવાની અને આગળ વધારવાની ભાવના હોય, વિશ્વ કલ્યાણની કામના હોય આ જ ધારણા થી દરેક આત્મા સાથે સંપર્ક માં આવવું આ છે રિગાર્ડ રાખવો. સદા આત્માનાં ગુણો અથવા વિશેષતાઓને જોવી, અવગુણ ને જોવાં છતાં ન જોવાં અથવા એનાથી પણ ઊંચું પોતાની શુભ વૃત્તિ થી અને શુભચિંતકની સ્થિતિ થી અન્યનાં અવગુણો ને પણ પરિવર્તન કરવાં આને કહેવાય આત્માનો આત્મા પ્રતિ રિગાર્ડ. સદા પોતાની સ્મૃતિ ની સમર્થી દ્વારા અન્ય આત્માઓનાં સહયોગી બનવું આ છે રિગાર્ડ. સદા ‘પહેલા તમે’ નો મંત્ર સંકલ્પ અને કર્મ માં લાવવો, કોઈની પણ કમજોરી કે અવગુણને પોતાની કમજોરી અથવા અવગુણ સમજી વર્ણન કરવાનાં બદલે અથવા ફેલાવવાનાં બદલે સમાવવું અને પરિવર્તન કરવું આ છે રિગાર્ડ. કોઈની પણ કમજોરી ની મોટી વાત ને નાની કરવી, પહાડ ને રાઈ બનાવવી જોઈએ, ન કે રાઈ નો પહાડ બનાવવાનો છે - એને કહેવાય રિગાર્ડ. દિલશિકસ્ત ને શક્તિવાન બનાવવાં, સંગના રંગમાં નહીં આવવું, સદા ઉમંગ-ઉલ્લાસ માં લાવવું એને કહેવાય રિગાર્ડ. એમ આ ચોથી વાત માં પણ તપાસો કે આમાં પણ કેટલાં ગુણાંક છે? સમજ્યાં કેવી રીતે રિગાર્ડ આપવાનો છે. આમ ચારેય વાતો માં રિગાર્ડ સારો રાખવાવાળા વિશ્વની આત્માઓ દ્વારા રિગાર્ડ લેવાનાં પાત્ર બને છે અર્થાત્ હમણાં વિશ્વ કલ્યાણકારી રુપમાં અને ભવિષ્ય વિશ્વ મહારાજન નાં રુપ માં અને મધ્ય માં શ્રેષ્ઠ પૂજ્ય રુપ માં પ્રસિદ્ધ થાય છે. તો વિશ્વમહારાજન બનવા માટે રેકોર્ડ પણ એવો બનાવો. રિગાર્ડ રાખવો અર્થાત્ રિગાર્ડ લેવો છે. આપવું, લેવું થઈ જાય છે. એક આપવાનું અને દસ પામવાનું છે. સહજ થયું ને.
કર્ણાટકવાળા સદા બાપનાં સ્નેહમૂર્ત રહે છે. કર્ણાટકની ધરણી બહું સહજ છે. ભાવના નાં કારણે ધરણી ફળીભૂત છે, એટલે વૃદ્ધિ ખુબ થાય છે. કર્ણાટક ની ધરણી ને સહજ સંદેશ મળવાનું ડ્રામા અનુસાર વરદાન છે. વિશેષ આત્માઓ પણ આ ધરણી થી સહજ નીકળી શકે છે. પરંતુ હવે આગળ શું કરવાનું છે! જે વૃદ્ધિ થાય છે એને વિધિપૂર્વક ચલાવવી. સર્વ શક્તિઓનાં આધાર થી પાલના માં સદા મહાવીર બનવાનું છે. સ્નેહ અને શક્તિ નું સંતુલન રાખવું આ વિશેષતા લાવવાની છે. આમ તો ભોળાનાથ બાપ નાં ભોળા બાળકો સારાં છે. પરવાના સારાં છે. બાપદાદા ને પસંદ છે. હવે બાપ-પસંદ ની સાથે લોક-પસંદ પણ બનવાનું છે. અચ્છા -
એવી સદા બાપ ને ફોલો કરવાવાળી, આજ્ઞાકારી, વફાદાર, ફરમાનવરદાર, સદા મહાદાની વરદાની અર્થાત્ વિશ્વ કલ્યાણકારી, દરેક આત્મા ને રિગાર્ડ આપી આગળ વધારવા વાળી, સદા શુભચિંતક આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ્ શાંતિ.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
૧. બધાં પોતાને હોલીહંસ (પવિત્ર આત્મા) સમજો છો? હોલીહંસ અર્થાત્ જે સદા વ્યર્થ ને છોડી સમર્થ ને અપનાવવા વાળા હોય. તે હંસ ક્ષીર અને નીર ને અલગ-અલગ કરે છે પણ હોલી હંસ વ્યર્થ અને સમર્થ ને અલગ કરી વ્યર્થ ને છોડી દેશે, સમર્થ ને અપનાવશે. જેમ હંસ ક્યારેય પણ કાંકરો નહીં ચણે, રતન ને ધારણ કરશે, એવાં હોલીહંસ જે સદા બાપ નાં ગુણો ને ધારણ કરે, કોઈનાં પણ અવગુણ અર્થાત્ કાંકરા ને ધારણ ન કરે એને કહેવાય હોલી હંસ અર્થાત્ પવિત્ર આત્માઓ, શુદ્ધ આત્માઓ. જેવી શુદ્ધ આત્મા હશે એવો એનો આહાર વ્યવહાર પણ શુદ્ધ હશે, હોલીહંસ નો આહાર પણ શુદ્ધ, વ્યવહાર પણ શુદ્ધ. અશુદ્ધિ સમાપ્ત થઈ જાય છે કારણ કે શુદ્ધ દુનિયામાં જઈ રહ્યાં છે. જ્યાં અપવિત્રતા અને અશુદ્ધિ નું નામનિશાન પણ નથી. હમણાં હોલીહંસ બનો છો ત્યારે જ ભવિષ્ય માં પણ હિઝ હોલીનેસ (પવિત્ર દેવતા) કહેવાઓ છો. ક્યારેય ભૂલ થી પણ કોઈનાં અવગુણ ધારણ ન કરવાવાળા, સદા ગળા માં ગુણ માળા હોય. શક્તિઓનાં ગળામાં પણ માળા દેખાડે છે, દેવતાઓનાં ગળામાં પણ માળા દેખાડે છે. તો સંગમ માં ગુણોની માળા ધારણ કરવા વાળાઓની યાદગાર માં માળા દેખાડી છે. બાપનાં ગુણો ને ધારણ કરતાં સર્વનાં ગુણ જોવાવાળા છો તો આ ગુણમાળા બધાનાં ગળામાં પડી છે? ગુણમાળા ધારણ કરવાવાળા જ વિજય માળામાં આવે છે. તો તપાસ કરવી જોઈએ માળા નાની છે કે મોટી છે? જેટલાં બાપનાં અને સર્વનાં ગુણ સ્વયમાં ધારણ કરવાવાળા છે એ જ મોટી માળા ધારણ કરવાવાળા છે. ગુણમાળા નું સુમિરણ કરવાથી સ્વયં પણ ગુણમૂર્ત બની જાય છે. જેમ બાપ ગુણમૂર્ત છે એમ બાળકો પણ સદા ગુણમૂર્ત છે.
૨. સદા કમળ પુષ્પ નાં સમાન પ્રવૃત્તિ માં રહેતાં દરેક કાર્ય કરતાં ન્યારા અર્થાત્ બાપ નાં પ્યારા (પ્રિય) સમજો છો? જેટલાં ન્યારા હશે, એમનાં ન્યારાપણા ની નિશાની હશે - બાપનાં પ્યારા હશે. બાપ નાં પ્યારા ક્યાં સુધી બન્યાં છો, પ્યારા ની નિશાની શું છે? જેનાથી પ્રેમ હોય છે એની યાદ સ્વતઃ રહે છે. યાદ કરવી નથી પડતી. જો એવો અનુભવ થાય છે તો સમજો પ્યારા છો. પ્યાર ની નિશાની સ્વતઃ યાદ, જો મહેનત કરવી પડે છે તો ઓછો પ્રેમ છે. જ્યાં જાઓ ત્યાં બાપ અને બાળક નો મિલન મેળો જ હોય, જેમ કમ્બાઈન્ડ (સંયુક્ત) હોય છે તો ક્યારેય એકબીજા થી અલગ નથી થઈ શકતાં, એમ પોતાને કમ્બાઈન્ડ અનુભવ કરો. જ્યાં જાઓ ત્યાં બાપ જ બાપ, એને કહેવાય નિરંતર યોગી. બાપની યાદ મુશ્કેલ ન હોય બાપ ને ભૂલવાં મુશ્કેલ હોય. જેમ અડધોકલ્પ કરવું મુશ્કેલ હતું એમ હવે સંગમ પર ભૂલવું મુશ્કેલ હોય, કોઈ કેટલું પણ ભૂલાવવાની કોશિશ કરે પણ અભૂલ. એવાં પાક્કા અંગદ નાં સમાન, સંકલ્પ રુપી નખ પણ માયા હલાવી ન શકે - એવાં જ બાપ નાં અતિ પ્યારા છે.
૩. સેવામાં કોઈ ને કોઈ પ્રકાર નાં વિઘ્ન અથવા ટેન્શન (ચિંતા) આવવાનું કારણ છે - સ્વયં અને સેવાનું સંતુલન નથી, સ્વયનું એટેન્શન (ધ્યાન) ઓછું થઈ જવાનાં કારણે સેવામાં પણ કોઈને કોઈ પ્રકાર નાં વિધ્નો અથવા ટેન્શન પેદા થઈ જાય છે. સેવાની યોજના સાથે પહેલાં પોતાની યોજના બનાવો. મર્યાદાઓની રેખાની અંદર રહીને સેવા કરો. રેખાની બહાર નીકળીને સેવા કરશો તો સફળતા ન મળી શકે. પહેલાં પોતાની ધારણાની કમિટી (સંગઠન) બનાવો. પરસ્પર યોજના બનાવો. પછી સેવા વૃદ્ધિ ને સહજ પામી લેશે.
૪. સદા પોતાને શમા (દીપક) ઉપર ફિદા (બલિદાન) થવાવાળા પરવાના (પતંગિયા) સમજો છો? પરવાના ને સિવાય શમા નાં બીજું કાંઈ સૂઝતું નથી. જેમ પરવાના સ્વયં ને મિટાવી (ફિદા કરીને) શમા માં સમાઈ જાય છે, એમ પોતાનાં દેહભાન ને ભૂલી બાપ સમાન બની જવું એને કહેવાય સમાન બનવું અર્થાત્ સમાઈ જવું. આખો કલ્પ તો વીતી ગયો, હવે સંગમ ને વરદાન છે જે બનવા ઈચ્છો તે બની શકો છો. ભાગ્યવિધાતા ભાગ્યની રેખા હમણાં જ ખેંચે છે, જે ઈચ્છો એ ભાગ્ય બનાવો. અચ્છા - ઓમ્ શાંતિ.