Search for a command to run...
18 Jan 1979
૧૮ જાન્યુઆરી ‘સ્મૃતિ દિવસ’ ને સદાકાળ નો સમર્થી દિવસ મનાવવા માટે ની શિક્ષાઓ
18 January 1979 · ગુજરાતી
આજે બધાં બાળકો વિશેષ સાકારી યાદ - પ્રેમ સ્વરુપ ની સ્મૃતિ માં વધારે રહ્યાં. સાકારી સો આકારી બાપ બધાનાં નયનોમાં સમાયેલાં છે. અમૃતવેલા થી લઈને દેશ-વિદેશનાં બાળકોની યાદ નાં સંદેશ આખાં વતન માં વાયુમંડળ ની રીતે ફેલાયેલાં હતાં. પ્રેમનાં આંસુઓની માળાઓ વતન ને સજાવી રહી હતી. દરેક બાળક બ્રહ્મા બાપનાં પ્રેમમાં લવલીન (પ્રેમમય) હતાં. ચારે બાજુ દિલ નાં દીલરુબા નો અવાજ બાપદાદા ની પાસે પહોંચી રહયો હતો, દરેકનાં મન થી બાપની મહિમા નાં સુંદર આલાપ સાજ નાં સમાન વતન માં ગૂંજી રહ્યાં હતાં. દરેકની આશાઓનાં જાગેલાં દીપક, વતન ને ઝગમગાવી રહ્યાં હતાં. બાપદાદા બાળકોનાં સ્નેહને જોઈ હર્ષાય રહ્યાં હતાં. વિદેશી અને દેશવાસી બાળકો પોતાનાં બુદ્ધિયોગ દ્વારા વતનમાં પણ પહોંચી ગયાં હતાં. બ્રહ્મા બાપ પણ બાળકોનાં સ્નેહનાં સાગર માં બાળકોનાં લવમાં (પ્રેમમાં) લવલીન હતાં અને યાદનું રીટર્ન (વળતર) આપી રહ્યાં હતાં.
બાળકો બાપ ને પૂછે છે અમારાં સૌથી પહેલાં એકલાં વતનવાસી કેમ? અધિકાંશ બાળકોનો આ જ સ્નેહનો સવાલ હતો. બાપ બોલ્યાં - જેમ આદિ માં સ્થાપના નાં કાર્ય પ્રતિ સાકાર રુપ માં નિમિત્ત એક જ બન્યાં, અલ્ફ નો (અલ્લાહનો) તાર પહેલાં એક ને આવ્યો. સેવા અર્થ - સર્વસ્વ ત્યાગમૂર્ત એક એકલાં જ બન્યાં, જેને જોઈ બાળકોએ ફોલો ફાધર (બાપ નું અનુકરણ) કર્યું. ત્યાગ અને ભાગ્ય બંને માં નંબરવન બાપ નિમિત્ત બન્યાં. હવે અંત માં પણ બાળકોને ઉંચા ઉઠાવવા માટે અને અવ્યક્ત બનાવવા માટે બાપ ને જ અવ્યક્ત વતનવાસી બનવું પડ્યું. આ સાકારી દુનિયાથી ઉંચુ સ્થાન અવ્યક્ત વતન અપનાવવું પડ્યું. હવે બાપ કહે છે બાપ સમાન સ્વયં ને અને સેવા ને સંપન્ન કરો. બાપ સમાન અવ્યક્ત વતનવાસી બની જાઓ. બાપદાદા હમણાં પણ આહવાન કરે છે. વાર કોની છે? ડ્રામાની વાર છે! ડ્રામામાં પણ નિમિત્ત કારણ કોણ? ફક્ત એક નાનકડી વાત દૃઢ સંકલ્પ રુપ થી ધારણ કરો તો સદાકાળ નું મિલન થઈ જશે. જેમ આજ નાં દિવસે સહજ યોગી, નિરંતર યોગી, એક બાપ બીજું ન કોઈ - આ જ સ્થિતિ માં સ્થિત રહ્યાં, એમ જ સદા અમર ભવ નાં વરદાની બનો. તો શું થશે? સદાકાળ માટે જુદાઈ ને વિદાય મળી જશે અને સદા મિલન ની વધાઈ (શુભેચ્છા) થશે. સ્નેહ સ્વરુપ ને સમાન સ્વરુપ માં પરિવર્તન કરો. જેમ જે પણ આત્મા સાથે સ્નેહ હોય છે તો સ્નેહનું સ્વરુપ આ જ છે કે જે સ્નેહીને પસંદ હોય એ જ સ્નેહ કરવાવાળા ને પસંદ હોય. ચાલવું-ખાવું-પીવું-રહેવું સ્નેહી ને દિલપસંદ હોય. એવો જ બાપ સાથે સ્નેહ - જાણો છો બાપ નો સ્નેહ કોની સાથે છે? બાપ ને સદા શું પસંદ છે? પોતાનાં દિલપસંદ નહીં પણ સ્નેહી બાપ નાં દિલપસંદ. તો સદા જે પણ સંકલ્પ કરો અને કર્મ કરો પહેલાં એ વિચારો કે સ્નેહી બાપને દિલપસંદ છે? જો બાપ ને પસંદ નથી તો લોકપસંદ પણ નથી. તો ફક્ત આટલી જ વાત છે સ્નેહી ની પસંદગી થી ચાલવાનું છે. આટલું રિટર્ન સદા કરી શકો છો ને! સર્વ સંબંધ નાં સ્નેહ થી આટલું રિટર્ન શું મુશ્કેલ લાગે છે? આજનાં સ્મૃતિ દિવસ ને સદાકાળ માટે સમર્થી દિવસ મનાવો. આ સંકલ્પ કરો - જે બાપની પસંદગી એ જ મારી પસંદગી. સદા બાપ પસંદ લોક પસંદ રહેવાનું છે.
દિલશિકસ્ત થવું, કોઈ પણ સંસ્કાર કે પરિસ્થિતિઓનાં વશીભૂત થવું, અલ્પકાળ ની પ્રાપ્તિ કરાવવાવાળા વ્યક્તિ કે વૈભવો ની તરફ આકર્ષિત થવું - આ બધી કમજોરીઓ રુપી કળયુગી પર્વત ને આજ નાં સમર્થી દિવસ પર બધાં બાળકો દૃઢ સંકલ્પની આંગળી આપી સદાકાળ માટે સમાપ્ત કરો અર્થાત્ સદાકાળ નાં વિજયી બનો. વિજય તમારું તિલક છે. વિજય તમારાં ગળાની માળા છે. વિજય જન્મસિદ્ધ અધિકાર છે. સદા આ સમર્થી સ્વરુપ માં રહો. આ છે સ્નેહ નું રિટર્ન. બાપ બાળકો થી પૂછે છે - જેમ બ્રહ્મા બાપે આખા જ્ઞાન નો સાર સ્વયં ધારણ કરીને બાળકોને ફોલો ફાધર કરવાની હિંમત આપી, સાકાર રુપ દ્વારા અંતિમ મહાવાક્ય અમૂલ્ય સોગાત (ભેટ) આપી, એ સોગાત ને સ્વરુપ માં લાવ્યાં? સોગાત નાં રિટર્ન માં બાપને સ્વરુપ બની દેખાડ્યું? ફક્ત ત્રણ બોલ જે હતાં (નિરાકારી, નિરંહકારી, નિર્વિકારી) એને સાકારમાં લાવ્યાં. સાકાર સ્નેહ નાં રિટર્નમાં સાકાર રુપ છે. આ જ ત્રણ બોલ દ્વારા બાપે કર્માતીત અવસ્થા ને પ્રાપ્ત કરી, તો ફોલો ફાધર. સાકાર બાપે સ્થિતિ નો સ્તંભ બનીને દેખાડ્યું, જેમનાં સ્નેહમાં આ સ્મૃતિ સ્તંભ પણ બનાવ્યો છે. એમ જ તત્ ત્વમ. સર્વ ગુણો નો સ્તંભ બનો. જે વિશ્વનાં દરેક ધર્મવાળી આત્માઓ ધારણા સ્વરુપ સ્તંભ તમને માને. વિશ્વની આગળ આદિ પિતા નાં સમાન શક્તિ અને શાંતિ સ્તંભ બનો.
સ્નેહનાં સંદેશ જે બાળકોએ મોકલ્યાં રિટર્ન (વળતર) માં બાપદાદા પણ બધાં સ્નેહી બાળકોને પદમગણો સ્નેહ આપી રહ્યાં છે. હવે પદમાપદમ ભાગ્યશાળી સદા રહો. અચ્છા.
એવાં સદા બાપનાં સ્મૃતિ સો સમર્થી સ્વરુપ, બાપ નાં સદા દિલપસંદ, સદા દૃઢ સંકલ્પ દ્વારા સ્વયં નું અને વિશ્વનું સેકન્ડ માં પરિવર્તન કરવાવાળા, સદા વિશ્વની આગળ શક્તિ અને શાંતિ સ્તંભ સમાન સ્થિત રહેવાવાળા, એવાં બાપદાદા નાં સમીપ સીકિલધા બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ સાથે વાતચીત:- આજ નો દિવસ સ્નેહ અને શક્તિનું બેલેન્સ (સંતુલન) રહ્યું? આજ નાં દિવસે વિશેષ સાકાર બાપને યાદ કર્યાં કે બંનેનું બેલેન્સ હતું? બેલેન્સ રાખવાવાળા બાળકો બાપ દ્વારા બ્લિસફુલ નાં (આનંદ) વરદાન ને પ્રાપ્ત કરે છે. આજે સાકાર બાપે પણ બાળકો ને યાદ કર્યાં. દરેક બાળકની વિશેષતા રુપી રત્નો ને જોઈને હર્ષાયાં (હર્ષિત થયાં). લૌકિક શરીર નાં સંસ્કાર પણ ઝવેરી નાં હતાં. અલૌકિક જીવન માં પણ ઝવેરી નાં કાર્યમાં જ રહ્યાં. ઝવેરીની નજર ક્યાં જાય છે? અમૂલ્ય રત્નો ની તરફ, તો બાપ પણ પોતાનાં રત્નો ને જોઈ રત્નો ને જ સજાવી રહ્યાં હતાં. બ્રહ્મા બાપનાં તીવ્ર પુરુષાર્થ નાં સંસ્કાર ને તો જાણો છો. આજે પણ બાબા બોલ્યાં, હવે માળા તૈયાર કરો. માળા તૈયાર થવી અર્થાત્ ખેલ ખતમ. પછી શું થયું હશે? બ્રહ્મા પોતાનાં તીવ્ર પુરુષાર્થ નાં સંસ્કાર પ્રમાણે માળા બનાવવાં લાગ્યાં અને બાપ હર્ષાયા. માળા તૈયાર પણ થઈ, પરંતુ તૈયાર થયાં પછી જ્યારે જોવા લાગ્યાં તો દિલપસંદ ન લાગી. તો ઝટપટ બદલી કરવા લાગ્યાં. સંકલ્પ હતો કે કરીને બતાવશે. બાપ બોલ્યાં સંપૂર્ણ શક્તિ છે, જે જોઈએ, જેવું જોઈએ તૈયાર કરીને બતાવો. બ્રહ્મા બાપ તો રોજ આહવાન કરે છે. તમે આહવાન કરો છો? પછી પરિણામ શું આવ્યું? ખૂબ જ રમણીક દૃશ્ય થયું. રુહરુહાન પણ ચાલી અને એકબીજાને જોઈને હર્ષાયા. ૧૦૦ ની માળા છતાં પણ ૯૦% બની ગઈ ૮ ની માળામાં અદલી-બદલી બહુ હતી. કોને ૪ નંબર આપે કોને ૫ નંબર આપે, એની રુહ-રુહાન હતી. એટલે તો આજે બ્રહ્માને માળા તૈયાર કરવાનો તીવ્ર સંકલ્પ હતો.
જેમ બાપ વિચિત્ર છે, વિચિત્ર બાપની લીલા પણ વિચિત્ર છે. દુનિયાવાળા સમજે છે બાપ ચાલ્યાં ગયાં અને બાપ બાળકો થી વિચિત્ર રુપ માં જ્યારે ઈચ્છે ત્યારે મિલન મનાવી શકે છે. દુનિયા વાળાઓની આંખો સામે પડદો આવી ગયો. આમ પણ સ્નેહમિલન પડદા ની અંદર સારું થાય છે. તો દુનિયાની આંખો માં પડદો આવી ગયો પરંતુ બાપ બાળકો થી અલગ થઈ ન શકે. વાયદો છે સાથે ચાલશું, એ જ વાયદો યાદ છે ને. અચ્છા.
પાર્ટીઓ સાથે મુલાકાત
૧. બધાંએ બાપદાદાની આજ નાં વતનની રુહ-રુહાન સાંભળી? તેનાથી પોતાને એવરરેડી બનાવવાની પ્રેરણા પણ લીધી?
સદૈવ એ અટેન્શન (ધ્યાન) રહે કે અમે બધાં બાપ સમાન વિજયી બન્યાં છીએ, કારણ કે લાંબા સમયનાં વિજયી, વિજય માળાનાં મણકા બની શકે છે. જો હમણાં-હમણાં હાર થશે તો ક્યારેય પણ વિજય માળા નાં મણકા નહીં બની શકો. વિજયી બનવા માટે સદૈવ શું યાદ રહે? વિજયી બનવા માટે સદા બાપ ને સામે રાખો. જે બાપે કર્યું એ અમારે કરવાનું છે. દરેક કદમ-કદમ પર જે બાપ નો સંકલ્પ એ જ બાળકો નો સંકલ્પ, જે બાપનાં બોલ એ જ બાળકોનાં બોલ ત્યારે વિજયી બની શકો છો. એવું અટેન્શન સદૈવ રહે છે? જ્યારે સદાકાળનું રાજ્ય-ભાગ્ય પામવું છે તો અટેન્શન પણ સદાકાળનું જોઈએ, જો અલ્પકાળનું રાજ્ય લેવું છે તો થોડાં સમય માટે યાદ રાખો. જેવો પુરુષાર્થ એવી પ્રાલબ્ધ. તો સદા નું રાજ્ય અને સદા નો પુરુષાર્થ - એવાં પુરુષાર્થી છો? માયાનાં પણ જ્ઞાની છો, તો જ્ઞાની ક્યારેય દગો નથી ખાતાં. અજાણ હોય છે તો દગો ખાઈ લે છે. જ્ઞાન ને લાઈટ (પ્રકાશ) અને માઈટ (શક્તિ) કહેવાય છે. જે જ્ઞાની છે અર્થાત્ લાઈટ અને માઈટ બંને છે, તે ક્યારેય પણ માયાથી હાર ન ખાઈ શકે. ફક્ત સંકલ્પ માં દૃઢતાની કમી હોય છે. સંકલ્પ કરો છો કે આ કરીશું પણ દૃઢતા ન હોવાનાં કારણે વિચારવા-કરવામાં ફરક પડી જાય છે. સંકલ્પમાં દૃઢતા હોય તો વિચારવું અને કરવું બંને સમાન થઈ જાય. તો સાંભળ્યું બહુ છે પરંતુ હવે જે સાંભળ્યું છે તેને સાકાર સ્વરુપ માં લાવો.
૨. સંગમયુગ નાં મહત્વ ને જાણતાં દરેક સંકલ્પ અને સેકંડ જમા કરો છો? વ્યર્થ તો નથી જતી? સેકન્ડ પણ વ્યર્થ ગઈ તો સેકન્ડ ની કિંમત બહુ મોટી છે. જેમ એક નું લાખ ગણું બને છે એમ એક સેકન્ડ પણ વ્યર્થ જાય તો લાખ ગણું વ્યર્થ ગયું. એટલું અટેન્શન રહે છે. અલબેલાપણું તો નથી આવતું. હવે એ સમય નથી. હમણાં તો ચાલે છે, કોઈ હિસાબ લેવાવાળું જ નથી પણ થોડાં સમય પછી પોતાની જાતે જ પશ્ચાત્તાપ થશે. સમય નું મૂલ્ય છે, સમય નાં વરદાન થી જ અમૂલ્ય રતન બનો છો. અમૂલ્ય રતન સમય પણ અમૂલ્ય રીતે વ્યતિત કરે છે. અમૂલ્ય રતન સમજવાથી સેકન્ડ અને સંકલ્પ પણ અમૂલ્ય થઈ જશે.
૩.બધાં પોતાને સદા સર્વ આત્માઓથી શ્રેષ્ઠ આત્મા સમજી શ્રેષ્ઠ કર્મ કરો છો? એવું ઓક્યુપેશન (કર્તવ્ય) હોય છે એવું કર્મ હોય છે. જો કોઈ મોટા પદવાળા હોય તો એની પ્રવૃત્તિ પણ એ જ પ્રમાણે હશે. તમારું કર્તવ્ય શું છે? સર્વ આત્માઓથી શ્રેષ્ઠ આત્મા. તો શ્રેષ્ઠ આત્માનો દરેક સંકલ્પ, દરેક સેકન્ડ પણ એવી જ હશે! તમારાં જેવો વિશેષ પાર્ટ બાપને પામી લેવાં, એવો પાર્ટ બીજા કોઈનો હોઈ ન શકે. જ્યારે બ્રહ્માકુમાર કહેવડાવો છો, પરમાત્મા નાં બાળકો કહેવડાવો છો તો ચલન પણ એવી જોઈએ. સદા કર્તવ્ય અને પ્રવૃત્તિ ને મળાવો. મોટો વ્યક્તિ કર્મ બેસમજી કે બાળકો જેવાં કરે તો લોકો હસશે ને. એમ જ જ્યારે બ્રહ્માકુમાર કહેવડાવો છો અને સાધારણ પ્રવૃત્તિ થી ચાલશો તો શું કહેશે! અડધોકલ્પ બેસમજ રહ્યાં હવે સમજદાર બન્યાં, તો સમજદાર નો દરેક સંકલ્પ શક્તિશાળી હશે.
૪. સદા કલ્પ પહેલાંની માફક પોતાને અંગદ ની સમાન અચળ સમજો છો? અંગદ ની સમાન અચળ અર્થાત્ સદા નિશ્ચય બુદ્ધિ વિજયન્તી. જરા પણ હલચલ માં આવ્યાં તો વિજયી બની નહીં શકો. માયા નાં વિઘ્ન એ તો ડ્રામા માં મહાવીર બનાવવા માટે પેપર નાં રુપમાં આવે છે. વગર પેપર નાં ક્યારેય ધોરણ બદલાતું નથી. પેપર આવવું અર્થાત્ ધોરણ આગળ વધવું. તો પેપર આવવાથી ખુશ થવું જોઈએ ન કે હલચલમાં આવવું જોઈએ. માયા થી પણ પાઠ શીખો, એ ક્યારેય પણ હલચલ માં નથી આવતી - અટલ રહે છે, આ જ પાઠ માયા થી શીખીને માયાજીત બની જાઓ.
૫. સ્નેહ નો જવાબ છે ફોલો ફાધર (બાપનું અનુસરણ). જેમનાથી સ્નેહ હોય છે એને આપમેળે જ ફોલો કરાય છે. સદા યાદ રહે કે આ કર્મ જે કરી રહ્યાં છીએ એ ફોલો ફાધર છે? જો નથી તો થોભો. ફોલો ફાધર છે તો કરતાં ચાલો, નકલ જ કરવાની છે ને. બાપની નકલ કરતાં બાપ બની જાઓ. નકલ કરવા માટે જેવી રીતે કાર્બન પેપર નાખે છે એમ અટેન્શન નું પેપર નાખો તો નકલ થઈ જશે.
હમણાં પોતાને તીવ્ર પુરુષાર્થી નહીં બનાવો તો આગળ ચાલતાં આ સમય પણ સમાપ્ત થઈ જશે પછી ટૂ લેટ (ખૂબ જ મોડાં) થઈ જશો, વંચિત રહી જશો. હવે દરેક શક્તિ થી સ્વયં ને સંપન્ન બનાવવાનો સમય છે. જો સ્વયં, સ્વયં ને સંપન્ન નથી કરી શકતાં તો સહયોગ લો, છોડી નહીં દો. સંપન્નતા ની નિશાની છે સંતુષ્ટતા. એટલે સદા સંતુષ્ટ આત્મા બનો. અચ્છા - ઓમ્ શાંતિ.