Search for a command to run...
28 Jan 1980
સંપૂર્ણ બ્રહ્મા અને બ્રાહ્મણો નાં સંપૂર્ણ સ્વરુપના અંતર નું કારણ તથા નિવારણ
28 January 1980 · ગુજરાતી
આજે દરેક બાળક નું ડબલ સ્વરુપ જોઈ રહ્યાં છે. કયું ડબલ રુપ? એક વર્તમાન પુરુષાર્થી સ્વરુપ, બીજું વર્તમાન જન્મનું અંતિમ સંપૂર્ણ ફરિશ્તા સ્વરુપ. આ સમયે ‘હમ સો, સો હમ’ નાં મંત્રમાં પહેલાં હમ સો ફરિશ્તા સ્વરુપ છે પછી ભવિષ્ય માં હમ સો દેવતા રુપ છે. આજે વતન માં, બધાં બાળકોનાં નંબરવાર પુરુષાર્થ અનુસાર, જે અંતિમ ફરિશ્તા સ્વરુપ બનવાનું છે, એ રુપ ને ઇમર્જ કર્યું. જેમ સાકાર બ્રહ્મા અને સંપૂર્ણ બ્રહ્મા, બંનેનાં અંતરને જોતાં અને અનુભવ કરતાં હતાં કે પુરુષાર્થી અને સંપૂર્ણ માં શું અંતર છે? એમ આજે બાળકોનાં અંતરને જોઈ રહ્યાં હતાં. દૃશ્ય ખુબ સુંદર હતું. નીચે તપસ્વી પુરુષાર્થી રુપ અને ઉપર ઉભેલું ફરિશ્તા રુપ. પોત-પોતાનું રુપ ઇમર્જ (જાગૃત) કરી શકો છો? સ્વયનું સંપૂર્ણ રુપ દેખાય છે? સંપૂર્ણ બ્રહ્મા અને સંપૂર્ણ બ્રાહ્મણ. દરેક સમજે છે કે બ્રહ્મા અને અમારા સંપૂર્ણ રુપમાં કેટલું અંતર હશે. નંબરવાર તો છે ને. ત્યાં શું થયું! નંબરવાર ફરિશ્તા સ્વરુપ બહુજ મોટા સર્કલ માં રાજ્ય દરબાર નાં રુપમાં ઇમર્જ હતાં. લાઈટના શેડ (છાયા) માં અંતર હતું. કોઈ વિશેષ ચમકતું રુપ હતું, કોઈ મધ્યમ પ્રકાશ રુપ હતું, પરંતુ વિશેષ અંતર મસ્તક ની વચ્ચે ચમકતી મણી નાં રુપમાં આત્માનું હતું. કોઈકની ચમક અને લાઈટ નો વિસ્તાર અર્થાત્ લાઈટ વધુ ફેલાયેલી હતી. કોઈની ચમકતી લાઈટ હતી પરંતુ ફેલાયેલી નહોતી. કોઈકની લાઈટ જ ઓછી હતી. બાપદાદાએ બધાં બાળકોના અંતરને ચેક કર્યા. તો જોયું યંત્રની સ્પીડ તેજ છે. પુરુષાર્થી અને સંપૂર્ણતા બંનેની સમાનતા માં અંતર પણ વધુ દેખાયું. જેમ વિજ્ઞાન નાં યંત્રની સ્પીડ તેજ છે તેમ સમાનતા નાં પુરુષાર્થ ની સ્પીડ એનાથી ઓછી હતી.
બાપદાદા નાં રીઝલ્ટ ઉપર રુહ રુહાન ચાલી કે આટલું અંતર કેમ? બ્રહ્મા બાપ બોલ્યાંં - “મારા બધાં બાળકો નોલેજફુલ છે”. શિવ બાપ બોલ્યાં - “નોલેજફુલ ની સાથે ત્રિકાળદર્શી પણ છે. સમજવામાં અને સમજાવવામાં બહુ હોંશિયાર છે. બાપને ફોલો (અનુકરણ) કરવામાં પણ હોંશિયાર છે. ઈન્વેન્ટર (શોધક) પણ થઈ ગયાં છે, ક્રિયેટર (રચતા) પણ થઈ ગયાં છે, બાકી શું રહી ગયું, જે અંતર વધુ થઈ ગયું છે? એનું શું કારણ છે? કારણ તો ખુબ નાનું જ છે. બ્રહ્મા બાપ બોલ્યાં - “બાળકોની ગ્રહણ કરવાની શક્તિ બહુ તેજ છે. એટલે જ્ઞાન, ગુણ અને શક્તિઓને ગ્રહણ કરવાની સાથે-સાથે બીજાઓની કમજોરીઓને પણ ગ્રહણ કરવાની શક્તિ તેજ છે. ગ્રહણ કરવાની શક્તિની આગળ ગુણ ગ્રાહક શબ્દ ભૂલી જાય છે. એટલે સારાઈની સાથે કમજોરીઓને પણ ગ્રહણ કરી લે છે”. અને પછી શું કરે છે - પછી એક ખેલ (રમત) ત્યાં ઈમર્જ થયો. જે અહીંયા આપનાં પ્રદર્શનો માં એક ચિત્ર પણ છે. તમારું ચિત્ર બીજા લક્ષ થી છે પરંતુ રુપરેખા એ જ છે. તે ચિત્ર છે - શાંતિ નાં દાતા કોણ? એવી રુપ-રેખા થી કેટલાક બાળકો ઇમર્જ થયાં. પછી શું થયું? કોઈ એક કમજોરીની વાત પહેલા નંબર માં ઉભેલા બાળકને સંભળાવી કે આ વાત તીવ્ર પુરુષાર્થ નાં હિસાબથી ઠીક નથી. તો શું થયું? એણે ઇશારો કર્યો બીજાની તરફ કે આ મારી વાત નથી પરંતુ એમની વાત છે. બીજાએ કહ્યું કે ત્રીજાએ પણ એવું જ કર્યું હતું એટલે મેં કર્યું. ચોથાએ કહ્યું કે આવું તો મહારથી પણ કરે છે. પાંચમાએ કહ્યું કે એવાં સંપૂર્ણ કોણ બન્યાં છે? છઠ્ઠાએ કહ્યું અરે, આવું તો થાય જ છે. સાતમાએ કહ્યું પછી તો સંપૂર્ણ થઈને સૂક્ષ્મ વતન માં ચાલ્યાં જઈશું. આઠમાએ કહ્યું બાપદાદા તો ઈશારો આપી રહ્યાં છે, કરવું તો જોઈએ પરંતુ સંગઠન છે, ન ઈચ્છતાં પણ કાંઈક કરી લે છે - એવી પુરુષાર્થ ની વાત એક બીજાની ઉપર જોતાં અને રાખતાં વાત જ બદલાઈ ગઈ. આવા આજકાલ નાં પ્રેક્ટિકલ ખેલ ખુબ ચાલે છે. અને આ ખેલ માં લક્ષ અને લક્ષણ માં મહાન અંતર પડી જાય છે. તો કારણ શું થયું? આવા સંસ્કાર ને કારણે સંપૂર્ણ સંસ્કાર હજી સુધી ઇમર્જ નથી થતાં.
તો બાપદાદા બોલ્યાંં આ ખેલ નાં કારણે પુરુષાર્થી અને સંપૂર્ણતા નો મેળ નથી થઈ શકતો. મૂળ કારણ ગ્રહણ કરવાની શક્તિ છે, પરંતુ ગુણ ગ્રાહક બનવાની શક્તિ ઓછી છે. બીજી વાત આ ખેલ થી સમજમાં આવી ગઈ હશે કે પોતાની ભૂલ ને બીજાનાં પર નાખતાં આવડે છે, પરંતુ આપણી ભૂલને મહેસૂસ કરી સ્વયં પર નાખતાં નથી આવડતું. એટલે બાપદાદાએ કહ્યું કે નોલેજફુલ છે, છોડાવવામાં હોંશિયાર છે, પરંતુ સ્વયં ને, બદલવામાં ઓછા. બીજું પણ એક કારણ નીકળ્યું. તે શું હશે? જે કારણ થી પ્રત્યક્ષ થવામાં થોડી વાર લાગી રહી છે?
તે કારણ છે - સ્વ-ચિંતન. સ્વનાં પ્રતિ ‘સ્વ-ચિંતક’ અને બીજાઓનાં પ્રતિ ‘શુભચિંતક’. સ્વચિંતન અર્થાત્ મનન શક્તિ અને શુભચિંતક અર્થાત સેવાની શક્તિ. વાચા ની સેવા નાં પહેલાં શુભચિંતક ભાવના થી જ્યાં સુધી ધરતી ને તૈયાર નથી કરી, ત્યા સુધી વાચા ની સેવાનું ફળ નથી નીકળતું. એટલે પહેલા સેવાનો આધાર છે - શુભચિંતક. આ ભાવના આત્માઓની ગ્રહણ શક્તિ વધારે છે. જિજ્ઞાસા ને વધારે છે. એનાં કારણે વાણીની સેવા સહજ અને સફળ થઇ જાય છે. તો સ્વ નાં પ્રતિ સ્વ-ચિંતન વાળા સદા માયા પ્રૂફ, કોઈની પણ કમજોરીઓને ગ્રહણ કરવાથી પ્રૂફ હશે. વ્યક્તિ કે વૈભવ નાં આકર્ષણ થી પ્રૂફ થઈ જાય છે. એટલે બીજું કારણ નિવારણ નાં રુપમાં સંભળાવ્યું - ‘શુભચિંતક અને સ્વચિંતક બનો’. બીજાને નહીં જુઓ. સ્વયં કરો. આપ સૌ પુરુષાર્થીઓનું સ્લોગન છે “મને જોઈને બીજા કરશે”. ‘બીજાને જોઈને હું કરીશ’ એમ નહીં. તો સાંભળ્યું, શું રુહ-રુહાન ચાલી?
આજકાલ બાપદાદા કયું કામ કરી રહ્યાં છે? ફાઇનલ (છેલ્લી) માળા બનાવવાની પહેલાં મણકાઓનાં સિલેક્શન નાં સેકશન બનાવી રહ્યાં છે. ત્યારે તો જલ્દી-જલ્દી પરોવાઇ જશે ને. તો દરેક પોત-પોતાને જુઓ હું કયા સેક્શનમાં છું. નંબરવન છે ૮ રત્ન અને સેકન્ડ માં (બીજા) છે ૧૦૦, ત્રીજા છે ૧૬૦૦૦. નંબર વન ની નિશાની શું છે? નંબરવન આવવાનું સહજ સાધન છે - જે નંબરવન બ્રહ્મા બાપ છે, એ વન ને જ જુઓ. જોવામાં તો હોંશિયાર છો ને. અનેકો ને જોવાનાં બદલે એકને જ જુઓ. તો સહજ થયું કે મુશ્કેલ થયું? સહજ છે ને. તો ૮ રત્નોમાં આવી જશો. સેકન્ડ અને થર્ડ ને તો જાણો જ છો.
જેમ ભાગ્યમાં પોતાને આગળ કરો છો, તેમ ત્યાગ માં ‘પહેલાં હું’ જ્યારે ત્યાગ માં દરેક બ્રાહ્મણ આત્મા ‘પહેલા હું’ કહેશે તો ભાગ્યની માળા બધાનાં ગળામાં પડી જશે. પોતાનું સંપૂર્ણ સ્વરુપ સફળતા ની માળા લઈને આપ પુરુષાર્થીઓનાં ગળામાં નાખવા માટે નજીક આવી રહ્યાં છે. અંતર ને મિટાવી દો. હમ સો ફરિશ્તા નો મંત્ર પાક્કો કરી લો તો સાયન્સ (વિજ્ઞાન) નાં યંત્ર એનું કામ શરુ કરે અને હમ સો ફરિશ્તા થી, હમ સો દેવતા બની નવી દુનિયામાં અવતરિત થશો. એમ સાકાર બાપ ને ફોલો કરો. સાકાર ને ફોલો કરવાનું તો સહજ છે ને. તો સંપૂર્ણ ફરિશ્તા અર્થાત્ સાકાર બાપ ને ફોલો કરવાં.
આજે કર્ણાટક ઝોન છે. કર્ણાટક ની વિશેષતા ખુબ સારી છે. કર્ણાટક વાળા શમા પર પરવાના બની સળગવામાં હોંશિયાર છે. ત્યાં પરવાના ઘણાં છે. સળગવામાં નંબરવન છે. સળગ્યા પછી ચાલવું. તો સળગવામાં પણ બહુ હોંશિયાર છે. ચાલવામાં થોડાક શું કરે છે! ચાલવામાં ચાલતાં-ચાલતાં બાયપ્લાટ બહુ દેખાડે છે. ભાવનામૂર્ત નંબરવન છે. સ્નેહી અને સહયોગી મૂર્ત પણ છે. કર્ણાટક નિવાસીઓની વિશેષતા રચયિતા બનવામાં હોંશિયાર છે. વિષ્ણુ બનતાં ઓછું આવડે છે. બ્રહ્મા બનતાં સારું આવડે છે. શંકર, વિષ્ણુ બનતાં ઓછું આવડે છે. શંકર રુપ અર્થાત વિઘ્ન-વિનાશક એનો પણ પુરુષાર્થ હજી બહુ વધારે જોઈએ. તો પણ બાપદાદા કર્ણાટક નિવાસીઓને મુબારક આપે છે. કેમ મુબારક આપે છે? કારણ પ્રેમ સ્વરુપ લગન માં મગન રહેવામાં સારા પુરુષાર્થી છે. હવે આગળ કર્ણાટકે શું કરવાનું છે, જે રહી ગયું છે? કર્ણાટકની ધરતી ફળદાયક છે. વી.આઈ.પી. ને ફળ આપવા યોગ્ય છે. અને સહજ જ સંબંધ માં આવવા વાળા છે. સિલ્વર જુબલી માં પ્રત્યક્ષ ફળ નથી આપ્યું. વી.આઇ.પી. નું ગ્રુપ ક્યાં લાવ્યાં છો? જેમ સહજ ધરણી છે તેમ ભારતમાં અવાજ ફેલાવવા નાં નિમિત્ત બનવાવાળી આત્માઓ ત્યાંથી નીકળી શકે છે. ભારતના ઈતિહાસ માં નામીગ્રામી આત્માઓ કર્ણાટકમાં બહુજ છે. જે એક દ્વારા અનેકોનું કલ્યાણ સહજ થઈ શકે છે. સિલ્વર જુબલી ની સૌગાત શું લાવ્યાં છો? કર્ણાટક હવે કમાલ દેખાડે.
એવા સદા સ્વ-ચિંતક અને શુભ ચિંતક, સદા ફોલો ફાધર, સ્વ-પરિવર્તન થી વિશ્વ પરિવર્તન કરવા વાળા, એવા વિશ્વ-કલ્યાણકારી, સર્વ આત્માઓ દ્વારા સત્કારી, સદા ત્યાગ માં પહેલાં હું કરવા વાળા, એવા શ્રેષ્ઠ ભાગ્યશાળી, માસ્ટર સર્વશક્તિવાન આત્માઓ ને બાપદાદા નાં યાદ, પ્યાર અને નમસ્તે.