Search for a command to run...
25 Jan 1980
બિંદુ રુપ પરમાત્મા નું બિંદુ રુપ આત્મા થી મિલન
25 January 1980 · ગુજરાતી
આજે બાપદાદા મળવા માટે આવ્યાં છે. મુરલી તો બહુજ સાંભળી છે. બધી મુરલીઓનો સાર એક જ શબ્દ છે - ‘બિંદુ’. જેમાં પુરો વિસ્તાર સમાયેલો છે. બિંદુ તો બની ગયાં છો ને? બિંદુ બનવું, બિંદુ ને યાદ કરવું અને જે પણ વીત્યું (પાસ્ટ) એને બિંદુ લગાવવું. આ સહજ અનુભવ થાય છે ને? આ અતિ સુક્ષ્મ અને અતિ શક્તિશાળી છે. જેનાથી તમે બધાં પણ સુક્ષ્મ ફરિશ્તા બની, માસ્ટર સર્વશક્તિવાન બની પાર્ટ બજાવો છો. સાર તો સહજ છે ને કે મુશ્કેલ છે? ડબલ ફોરનર્સ (વિદેશી) શું સમજો છો? સહજ છે કે ડબલ ફોરેનર્સ ને ડબલ ઈઝી (સહજ) છે? હવે તો બાપદાદા સાર સ્વરુપ જોવા ઈચ્છે છે.
દરેક બાળક એવા દિવ્ય દર્પણ હોય જે દર્પણ દ્વારા દરેક મનુષ્ય આત્માને પોતાના ત્રણે કાળ દેખાઈ આવે. એવા ત્રિકાળ-દર્શન કરાવવા વાળા દર્પણ છો? જે દર્પણ થી ‘શું હતાં’, અને ‘હવે શું છું’ અને ‘ભવિષ્યમાં શું મળવાનું છે’ - આ ત્રણે કાળ સ્પષ્ટ દેખાવાથી સહજ જ બાપ થી વારસો લેવા માટે આકર્ષિત થતાં આવશે. જ્યારે સાક્ષાત્કાર કરશે અર્થાત્ જાણશે અને એમ જાણશે જેમ કે સ્પષ્ટ જોવાનો અનુભવ હોય. તો જ્યારે જાણશે અર્થાત્ અનુભવ કરશે અથવા જોશે કે અનેક જન્મોની પ્યાસ (તરસ) કે અનેક જન્મોની આશાઓ - મુક્તિમાં જવાની કે સ્વર્ગમાં જવાની, હવે પૂર્ણ થવાની છે તો સહજ જ આકર્ષિત થઈને આવશે. બે પ્રકારની આત્માઓ છે. ભક્ત આત્માઓ પ્રેમ માં લીન થવા ઈચ્છે છે અને કોઈક આત્માઓ જ્યોત માં લીન થવા ઈચ્છે છે. બંને લીન થવા ઈચ્છે છે. એવી આત્માઓને સેકન્ડમાં બાપ નો પરિચય, બાપ ની મહિમા અને પ્રાપ્તિ સંભળાવી સંબંધની લવલીવ અવસ્થા નો અનુભવ કરાવો. લવલીન હશે તો સહજ જ લીન થવાના રાઝ ને પણ સમજી જશે. તો વર્તમાન સમયે ‘લવલીન’ નો અનુભવ કરાવો. ભવિષ્ય લીન નો રસ્તો બતાવો. તો સહજ જ પ્રજા બનાવવાનું કાર્ય થઈ જશે. એવા ત્રિકાળદર્શી બનાવવાનાં દિવ્ય દર્પણ બન્યાં છો? એવા દિવ્ય દર્પણ માં પોતાના પુરુષાર્થ નું દરેક સમયનાં રીઝલ્ટ નું ચિત્ર ખેંચો (બનાવો) કે સમર્થ રહ્યાં કે વ્યર્થમાં ગયાં. વ્યર્થ નો પોઝ (ચિત્ર) અને સમર્થનો પોઝ બંને દેખાશે. સમર્થ નો પોઝ કયો હશે? માસ્ટર સર્વશક્તિવાન કે દિલતખ્તનશીન. વ્યર્થ નો પોઝ શું હશે? સદા યુદ્ધ નાં રુપમાં યોદ્ધા નો પોઝ હશે. તખ્તનશીન નહીં પરંતુ યુદ્ધ સ્થળ પર ઉભા છે. તખ્તનશીન સફળતા મૂર્ત અને યુદ્ધ સ્થળ માં ઉભેલા મહેનત ની મૂર્ત હશે. નાની એવી વાતો માં પણ મહેનત જ કરતા રહેશે. તે યાદ સ્વરુપ હશે, આ ફરિયાદ સ્વરુપ. એમ પોતાનું પણ સ્વરુપ જોતાં રહેશે અને બીજાને પણ ત્રણે કાળ નું દર્શન કરાવશે. એવા દિવ્ય દર્પણ બનો. સમજ્યાં.
આજે તો ડબલ ફોરેનર્સ (વિદેશી) અને ગુજરાત થી મળવાનું છે. બંને ની ડાન્સ (નૃત્ય) કરવામાં રાશિ એક જ છે. તે પણ નાચે છે અને આ લોકો પણ ખૂબ નાચે છે. ગુજરાત વાળા પણ પ્રેમ સ્વરુપ છે અને ડબલ ફોરેનર્સ પણ પ્રેમ નાં અનુભવ નાં આધારે ભાગે છે. જ્ઞાનની સાથે સાથે પ્રેમ મળ્યો છે. એ રુહાની પ્રેમે જ એમને પ્રભુ નાં બનાવ્યાં છે. ડબલ પ્રેમ મળે છે. એક બાપ નો અને બીજો પરિવાર નો. તો પ્રેમ નાં અનુભવે પરવાના બનાવ્યાં છે. પ્રેમ વિદેશીઓ માટે ચુંબકનું કામ કરે છે. પછી સાંભળવા કે મરવા માટે પણ તૈયાર થઈ જાય છે. આ મરવાનું તો પસંદ છે ને. આ મરવું અર્થાત્ સ્વર્ગમાં જવું. એટલે મરવા વાળા માટે કહે છે સ્વર્ગ ગયાં. તે મરવા વાળા નથી જતાં, પરંતુ સંગમ પર જે મરે, તે સ્વર્ગ માં ગયાં. એની કોપી (નકલ) કરીને જે દેહ થી મરે છે એનાં માટે વર્તમાન પત્રમાં લખે છે કે ફલાણા સ્વર્ગ ગયાં. તો મરવાનું પસંદ છે ને. પોતાની મરજી થી મર્યા છો ને, મજબૂરી થી તો નહીં. આ આખી સભા મરજીવા બનવા વાળા ની છે. ક્યાંક શ્વાસ અટકેલો તો નથી ને જુની દુનિયામાં. આ જ વન્ડર (આશ્ચર્ય) છે જે મરવા છતાં હસે છે. (ફોરેનર્સ બાબાની વાતો થી હસી રહ્યાં હતાં.)
તમારાં લોકોની ક્રિશ્ચન ફિલોસોફી માં પણ છે કે મડદામાં આવીને જાન નાખે છે. પહેલાં મડદા બન્યાં પછી જાન આવી ગઈ. નવો જન્મ થઈ ગયો. આ મરવામાં મજા છે, ડર નથી.
દાદીઓ સાથે:- વર્તમાન સમય મહાવીરો ની વતન માં વિશેષ મહેફિલ ભરાય છે. કેમ ભરાય છે, તે જાણો છો? આજકાલ બાપદાદાએ જેમ સ્થાપના માં બ્રહ્માનાં સંપૂર્ણ સ્વરુપ દ્વારા સાક્ષાત્કાર કરાવવાની સેવા કરી, એમ આજકાલ અષ્ટ રતન સો ઇષ્ટ રતન એમને પણ શક્તિ નાં રુપમાં સાથે-સાથે સાક્ષાત્કાર કરાવવા ની સેવા કરાવે છે. સ્થૂળ શરીર દ્વારા સાકારી ઈશ્વરીય સેવામાં બીઝી (વ્યસ્ત) રહો છો પરંતુ આજકાલ અનન્ય શ્રેષ્ઠ આત્માઓની ડબલ સેવા ચાલી રહી છે. જેમ બ્રહ્મા દ્વારા સ્થાપના ની વૃદ્ધિ થઈ તેમ હવે શિવશક્તિ નાં કમ્બાઇન્ડ સાક્ષાત્કાર દ્વારા સાક્ષાત્કાર અને સંદેશ મળવાનું કાર્ય તમારા સુક્ષ્મ શરીર દ્વારા પણ થઈ રહ્યું છે. તો બાપદાદા અનન્ય બાળકો ને આ સેવા માં પણ સહયોગી બનાવે છે. એટલે સુક્ષ્મ સેવાનાં પ્રેક્ટિકલ પ્લાન (આયોજન) નાં કારણે ત્યાં મહેફિલ ભરાય છે. એટલે મહાવીર બાળકોએ કર્મ કરતાં પણ કોઈ પણ કર્મબંધન થી મુક્ત, સદા ડબલ લાઈટ રુપમાં રહેવાનું છે. બાપે સુક્ષ્મ વતન માં ઈમર્જ (જાગૃત) કર્યા, સેવા કરાવી - એની અનુભૂતિ આગળ જતાં બહુજ કરશો. ડબલ સેવાનો પાર્ટ ચાલી રહ્યો છે. બાપદાદા અનન્ય બાળકો નાં સંગઠન દ્વારા ભક્તો ને અને વૈજ્ઞાનિકો ને, બંનેને ટચિંગ કરાવાની સેવા કરાવતાં રહે છે. એમનામાં અનન્ય ભક્તિ નાં સંસ્કાર ભરી રહ્યાં છે જે અડધોકલ્પ ભક્તિમાર્ગ ને ચલાવતાં રહેશે. અને વૈજ્ઞાનિકોને પરિવર્તન કરવા અને રિફાઇન સાધન બનાવવામાં. જે સાધન જેવા સંપન્ન થશે તો એનું સુખ સંપૂર્ણ આત્માઓ લેશે. આ (વૈજ્ઞાનિક) નહીં લઇ શકે. તો બંને કાર્ય સુક્ષ્મ સેવા દ્વારા થઈ રહ્યાં છે. સમજ્યાં.
આખા દિવસ માં સુક્ષ્મ વતનવાસી થઈને કેટલો સમય રહો છો? કે સ્થૂળ સેવા વધારે છે. તમે લોકો કેટલા પણ બીઝી રહો, બાપ તો પોતાનું કાર્ય કરાવી જ લે છે. પોતાના સંપૂર્ણ આકાર નો અનુભવ કર્યો છે? જેમ સાકાર આકાર થઈ ગયાં, તમારા સૌનું પણ સંપૂર્ણ આકારી સ્વરુપ છે. જે નંબરવાર દરેક સાકાર આકાર બની જશે. આકાર બનીને સેવા કરવી સારી છે કે સાકાર શરીર પરિવર્તન કરી સેવા કરવી સારી. એડવાન્સ પાર્ટી તો સાકાર શરીર પરિવર્તન કરીને સેવા કરી રહી છે. પરંતુ કોઈ-કોઈ નો પાર્ટ (ભાગ) અંત સુધી સાકારી અને આકારી રુપ દ્વારા પણ ચાલે છે. તમારો કયો પાર્ટ છે? કોઇનો એડવાન્સ પાર્ટી નો પાર્ટ છે, કોઇકનો અંતઃવાહક શરીર દ્વારા સેવા નો પાર્ટ છે. બંને પાર્ટનું પોત-પોતાનું મહત્વ છે. પહેલાં બીજાની વાત નથી. વેરાઈટી (વિવિધ) પાર્ટનું મહત્વ છે. એડવાન્સ પાર્ટીનું કાર્ય કાંઈ ઓછું નથી. સંભળાવ્યું ને કે તે જોર-શોર થી પોતાના પ્લાન (યોજના) બનાવી રહ્યાં છે. ત્યાં પણ નામીગ્રામી છે.
પાર્ટીઓ સાથે - બધાં સદા મણિ સમાન ચમકો છો? મણિ સદા ચમકે છે ને. એક-એક મણિ ની કેટલી વેલ્યુ (કિંમત) હોય છે. તે અમુલ્ય રતન છે જેની કિંમત આજ નાં માનવ કોઈ કરી નહિં શકે કારણ કે બાપ નાં બની ગયાં ને, જે બાપ નાં બન્યા તે અમૂલ્ય રતન થઈ ગયાં. આખા વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ આત્મા થઈ ગયાં. એટલી ખુશી રહે છે? જેમ શરીર નો વ્યવસાય સદા યાદ રહે છે તેમ આત્માનો વ્યવસાય પણ ક્યારેય ભુલવો ન જોઈએ. સંગમયુગ નું શ્રેષ્ઠ ભાગ્ય જ છે - બાપ નાં અમૂલ્ય રતન બનવું. આ ભાગ્યને ભૂલી કેમ શકાય! બધાં સેવામાં સહયોગ આપે છે. ઓલરાઉન્ડ સેવાધારી. સેવાનો ચાન્સ (તક) મળવો, આ પણ ડ્રામા માં એક લિફ્ટ છે. જેટલી યજ્ઞની સેવા કરો છો એટલી પ્રાપ્તિઓ નો પ્રસાદ સ્વતઃ જ પ્રાપ્ત થઈ જાય છે. નિર્વિઘ્ન રહે છે. એક વાર સેવા કરી અને હજાર વાર સેવાનું ફળ પ્રાપ્ત થઈ ગયું. સદા સ્થૂળ સુક્ષ્મ લંગર લાગેલું રહે. કોઈને સંતુષ્ટ કરવું એ સૌથી મોટી સેવા છે. મહેમાન નવાજી કરવી, આ સૌથી મોટું ભાગ્ય છે, કહેવાય પણ છે મહેમાન ભાગ્યશાળી નાં ઘરમાં આવે છે.
૨. બધાં માયાને જાણવા છતાં માયા થી અજાણ રહો છો? જેમ દેવતાઓ ‘માયા’ નાં વાર થી અજાણ છે, માયાને એમ સમાપ્ત કરી દો જે નામનિશાન જ ખતમ થઇ જાય. માયા ક્યારેય મહેમાન તો નથી બનતી ને. દરવાજો બંધ છે? જો કિલ્લો મજબૂત હોય છે તો દુશ્મન નથી આવતા. ઊંચી સ્ટેજ પર રહેવું અર્થાત્ ઊંચી દિવાલ. ક્યારેય પણ નીચેની સ્ટેજ માં નહીં આવો. જ્યારે બાપનાં બની ગયાં તો બાપનું બનવું અર્થાત્ મારાપણું સમાપ્ત થવું. મોહ ની ઉત્પત્તિ નો આધાર છે - મારુંં. જ્યારે મારું જ નથી તો મોહ ક્યાંથી આવે. જ્યારે પોતાને હદ નાં રચયિતા સમજો છો ત્યારે વિકારો ની ઉત્પત્તિ થાય છે. સદા ભાઈ-ભાઈ ની સ્મૃતિ માં રહો તો કોઈ પણ વિકાર ઉત્પન્ન નહીં થઈ શકે.