Search for a command to run...
30 Jan 1980
સ્નેહ, સહયોગ અને શકિત સ્વરુપ નાં પેપર્સ નું ચેકિંગ (તપાસ) અને રિઝલ્ટ (પરિણામ)
30 January 1980 · ગુજરાતી
આજે બાપદાદા ચારે તરફ નાં શ્રેષ્ઠ બાળકોને જોઈ રહ્યાં છે. ચારેય તરફ નાં બાળકોનો એક જ સ્નેહ અને યાદ નો સંકલ્પ છે. સારા-સારા સર્વિસેબલ, સહજયોગી બાળકો બાપદાદાની સદા સાથે છે. દૂર હોવા છતાં પણ સ્નેહનાં આધાર પર અતિ સમીપ છે. આજે બાપદાદા દરેક બાળક નાં સ્નેહ, સહયોગ અને શક્તિ સ્વરુપ ની શ્રેષ્ઠ મૂર્તિ જોઈ રહ્યાં હતાં. આદિ થી હમણાં સુધી ની ત્રણેય વિશેષતાઓમાં વિશેષ કેટલા માર્ક (ગુણાંક) રહ્યાં છે? સ્નેહ માં ૩ વાતો વિશેષ જોઈ -
૧) અતૂટ સ્નેહ
૧. પરિસ્થિતિઓ કે વ્યક્તિ સ્નેહ નાં દોરા ને તોડવાની કેટલી પણ કોશિશ કરે પરંતુ પરિસ્થિતિઓ અને વ્યક્તિઓની ઊંચી દિવાલો ને પણ પાર કરીને સદા સ્નેહ નાં દોરા ને અતૂટ રાખ્યાં છે. કારણ અથવા કમજોરી ની ગાંઠ વારંવાર નથી બાંધી. એવો અતૂટ સ્નેહ છે.
૨. સદા સર્વ સંબંધો થી પ્રીત ની રીત પ્રેક્ટિકલ માં નિભાવી છે. એક સંબંધની પણ પ્રીત નિભાવવામાં કમી નથી.
૩. સ્નેહનું પ્રત્યક્ષ રીટર્ન પોતાના સ્નેહી મૂર્ત દ્વારા કેટલાને બાપ નાં સ્નેહી બનાવ્યાં છે. ફક્ત જ્ઞાન નાં સ્નેહી કે પવિત્રતા નાં સ્નેહી કે બાળકોનાં જીવન પરિવર્તન નાં સ્નેહી કે શ્રેષ્ઠ આત્માઓનાં સ્નેહી નહિં, પરંતુ ડાયરેક્ટ બાપ નાં સ્નેહી. તમે સારા છો, જ્ઞાન સારું છે, જીવન સારું છે - અહીં સુધી નહિં, પરંતુ બાપ સારા માં સારા છે. એને કહેવાય છે બાપ નાં સ્નેહી બનાવવાં. તો સ્નેહમાં આ ત્રણ વાતો ની વિશેષતા જોઈ.
૨) સહયોગમાં - મુખ્ય વાત
૧. નિષ્કામ સહયોગી છો?
૨. સહયોગ માં મન્સા-વાચા-કર્મણા, સંબંધ અને સંપર્ક માં આ બધાં રુપ નાં સહયોગી સદા રહ્યાં છે?
૩. એવા યોગ્ય સાચાં સહયોગી કેટલા બનાવ્યાં છે?
૩) શકિત સ્વરુપ
૧. માસ્ટર સર્વ શક્તિવાન બન્યાં છો કે શક્તિવાન.
૨. સમય પર શક્તિઓનાં શસ્ત્ર નો લાભ લઈ શકો કે શસ્ત્ર લોકર માં (તિજોરીમાં) જ પડ્યાં છે.
૩. સ્વ ની શક્તિઓની પ્રાપ્તિ દ્વારા બીજાઓને માસ્ટર સર્વશક્તિમાન ક્યાં સુધી બનાવ્યાં છે?
આ ત્રણે વાતો ની વિશેષતા ચેક (તપાસ) કરી રહ્યાં હતાં. સંભળાવ્યું ને આજકાલ પેપર્સ ચેક થઈ રહ્યાં છે. તો આજે આ પેપર ચેક થયું. રીઝલ્ટ (પરિણામ) શું આવ્યું? ત્રણે નાં ટોટલ માર્કસમાં ફુલ પાસ, પાસ અને રહેમ કરીને પાસ કરવા વાળા, ત્રણે નંબરવાર રહ્યાં. ફુલ પાસ વાળા અડધા થી પણ ઓછા. પાસવાળા ૭૦ % અને રહેમ થી પાસ થવાવાળા નું પણ લાંબુ લિસ્ટ હતું. હવે આગળ શું કરવું છે? આ રીઝલ્ટ છે બાપનાં સ્વરુપ નું. હમણાં પણ બાપ નાં રુપમાં ચેક કરી રહ્યાં છે. પરંતુ ફાઈનલ (અંતિમ) રીઝલ્ટ માં બાપની સાથે-સાથે ધર્મરાજ પણ હશે. એ ફાઈનલ રીઝલ્ટ માટે હવે ફક્ત એક માર્જિન (અંતર) છે. લાસ્ટ ચાન્સ (તક) છે. તે કયો?
(૧) એક તો દિલ નાં અવિનાશી વૈરાગ દ્વારા પોતાની વીતી ગયેલી વાતો ને, સંસ્કાર રુપી વીતી ને બાળી દો. આ બાળવાનો યજ્ઞ રચો. (૨) આ બાળવાની સાથે-સાથે અમૃતવેલા થી રાત સુધી ઈશ્વરીય નિયમો અને મર્યાદાઓનું સદા પાલન કરવાનું વ્રત લો. (૩) નિરંતર મહાદાની બની, પુણ્ય આત્મા બની પ્રજા ને દાન કરો. બ્રાહ્મણો ને સદા સહયોગ આપવાનું પુણ્ય કરો. અવિનાશી દાન-પુણ્ય નું કાર્ય ચાલતું રહે. ભલે મન્સા દ્વારા, ભલે વાણી દ્વારા કે સંબંધ કે સંપર્ક દ્વારા. આવાં હાઈજમ્પ આપવા (કૂદવા) વાળા ડબલ લાઈટ બની, શ્રેષ્ઠ પુરુષાર્થ દ્વારા ઉડતા પંખી બની રીઝલ્ટ સુધી પહોંચી શકો છો. તો ફાઈનલ રીઝલ્ટ સુધી આવો પુરુષાર્થ કરવાનો ચાન્સ છે. સમજ્યાં. એટલે ચેકિંગ થઈ રહી છે કે સાંભળીને, સમજીને લાસ્ટ ચાન્સ લેજો.
બ્રહ્મા બાપ બોલ્યાં - “સાકાર રુપ દ્વારા પાલના થઈ, અવ્યક્ત રુપ દ્વારા પાલના થઈ રહી છે. હવે જેમ સાકાર પાલના વાળાને સમય-પ્રતિ-સમય ઘણાં ચાન્સ મળ્યાં. હવે અવ્યક્ત પાલના વાળાઓને પણ આ લાસ્ટ ચાન્સ નો વિશેષ હક મળવો જોઈએ. એટલે અવ્યક્ત પાલના વાળા ને અને સાકાર આકાર બંને ની પાલના વાળાને, બંનેની ચેકિંગ માં માર્કસ આપવામાં થોડું અંતર રાખ્યું છે. શરુઆત વાળા નાં પેપર્સ અને અવ્યક્ત પાલના વાળાઓનાં પેપર ચેક કરવામાં પાછળ વાળા ને ૨૫% એક્સ્ટ્રા (વધુ) માર્કસ છે. એટલે લાસ્ટ ચાન્સ જે ઇચ્છે તે લઇ શકે છે. હજી સિટ્સ ની સીટી નથી વાગી. એટલે ચાન્સ લો અને સીટ લો.”
કર્ણાટક વાળા સીટ લેવામાં આમ પણ હોંશિયાર છે. જેમ અહીંયા નજીક સીટ લેવા ઈચ્છો છો તેમ ફાઇનલ માં પણ નજીકની સીટ લઈ લો. કર્ણાટક વાળા રાજી સહજ થાય છે ને. સદા જ્ઞાન નાં રાઝ (રહસ્ય) માં ચાલવા વાળા છે - નારાજ પણ નથી થતાં.
એવા સદા રાઝયુક્ત, યોગયુક્ત, યુક્તિયુક્ત કર્મ કરવા વાળા, એવા સદા શ્રેષ્ઠ આત્માઓ ને, સદા સર્વ શક્તિવાન બાપ નાં સંગ નાં રંગ માં રહેવા વાળા, એવા રુહાની રુહો ને, મહાદાની, મહાપુણ્ય આત્મા બાળકો ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
વિદેશ સેવા માં સફળતા મૂર્ત બનવા માટે બાપદાદા નાં ઈશારા - વિદેશની સેવામાં વિશેષ શાંતિ ની શક્તિ વધુ સફળ રહેશે. કારણ કે ત્યાંની આત્માઓ એક સેકન્ડની શાંતિ માટે પણ દરેક જગ્યા-જગ્યાએ ભટકે છે. તો એવી ભટકતી આત્માઓ ને એક તો શાંતિ અને બીજું રુહાની સ્નેહ આપો. સ્નેહ થી શાંતિનો અનુભવ કરાવો. પ્રેમ નો પણ અભાવ છે અને શાંતિ નો પણ અભાવ છે એટલે જે પણ પ્રોગ્રામ (કાર્યક્રમ) કરો એમાં પહેલાં તો બાપ નાં સંબંધ નાં સ્નેહની મહિમા કરો અને પછી એ પ્રેમ થી આત્માઓનો સંબંધ જોડ્યાં બાદ શાંતિ નો અનુભવ કરાવો. ભલે ડ્રામા (નાટક) કરો, ભલે ભાષણ કરો, પરંતુ ભાષણ પણ એવું હોય કે જેમ પ્રેમ સ્વરુપ અને શાંત સ્વરુપ બન્નેનું બેલેન્સ (સંતુલન) હોય. મુખ્ય વિષય આ હોય, બાકી ભિન્ન-ભિન્ન રુપ હોય. ભાષણ થી પણ એ જ અનુભવ કરાવો અને ડ્રામા થી પણ એ જ અનુભવ કરાવો તો વેરાઈટી (વિવિધતા) પ્રકારથી એક જ અનુભવ કરાવવાથી છાપ લાગે છે. ભલે નાનાં-નાનાં પ્રોગ્રામ રાખો કે મોટાં. પરંતુ મોટા પ્રોગ્રામ કરતાં પહેલાં સંપર્ક સમીપ નો, વેરાઈટી પ્રકારની આત્માઓને બનાવવાનાં છે. તો શું થશે? વેરાઈટી પ્રકારની આત્માઓની સેવા કરવાથી દરેક પ્રકારની આત્માઓ એમાં આવી જશે. સહયોગી બની જશે અને પ્રોગ્રામ ની રોનક થઈ જશે. એમ પણ વેરાઈટી સારી લાગે છે ને. તો વેરાઈટી વર્ગ વાળાઓનાં સંપર્ક અને સંબંધ પહેલાથી જ બનાવવાથી કોઈ પણ કાર્ય સફળ થઈ જાય છે. બાકી જે ફોરેન (વિદેશ) સર્વિસ (સેવા) પ્રતિ નિમિત્ત બન્યાં છે એમને બાપદાદા વિશેષ સેવા અને સ્નેહ નાં રિટર્ન (વળતર) માં પદમગુણા યાદ પ્યાર આપી રહ્યાં છે.
(૨) નોલેજ (જ્ઞાન) રુપી ચાવી લગાવવાથી ભાગ્ય નો ખજાનો પ્રાપ્ત થઇ શકે છે -
આ સંગમયુગ પર ભાગ્ય બનાવવાની નોલેજ રુપી ચાવી મળે છે. ચાવી લગાવો અને જેટલું ભાગ્ય બનાવવા ઇચ્છો એટલો ભાગ્યનો ખજાનો લઈ લો. બધાં ચાવી લગાવવામાં તો હોંશિયાર છો ને. ચાવી મળી અને માલામાલ બની ગયાં. જેટલા માલામાલ બનતાં જાઓ છો એટલી સ્વતઃ જ ખુશી રહે છે. તો સૌ એવો અનુભવ કરો છો કે જેમ કોઇ ઝરણામાંથી પાણી નીકળતું રહે છે તેમ ખુશીનું ઝરણું સદા વહેતું જ રહે - અખૂટ અને અવિનાશી. બાપદાદા પણ સદા સૌના ભાગ્યનાં સિતારા જોઈ હર્ષિત થાય છે.