Search for a command to run...
1 Feb 1980
સૂક્ષ્મ વતન નો કારોબાર (વ્યવસાય)
1 February 1980 · ગુજરાતી
આજે વિશેષ ભાવવાન બાળકો ને મળવા આવ્યાં છે. જેટલા ભાવવાન છે એટલા ભાગ્યવાન પણ છે. ભાગ્યવાન બાળકો ને ભાગ્યવિધાતા બાપ મળવા આવ્યાં છે. બાપદાદા ની પાસે સર્વ બાળકોની ભાવના, સ્નેહ અને સેવા નો આખો ચાર્ટ હોય છે. જેમ જુની દુનિયાનાં માર્શલ્સ (અધિકારી) ની પાસે પોતાના એરિયા (ક્ષેત્ર) અને સેવાનો ચાર્ટ કે નક્શો હોય છે એમ બાપની પાસે પણ દરેક સેવાસ્થાન અને સેવાધારીઓનાં ચાર્ટ કે નક્શા છે. જે ચાર્ટ દ્વારા દરેક સ્થાન અને સેવાધારીઓની દરેક સમયની સેવા ની વિધિ અને પુરુષાર્થ ની ગતિ, બંને એક સ્થાન પર બેસીને જોતાં રહે છે. દરેક બાળક ની આખા દિવસમાં કઈ સ્થિતિ બદલાય છે કે એકરસ સ્થિતિ પર રહે છે તે ભિન્ન-ભિન્ન સ્થિતિનાં સ્પષ્ટ સાક્ષાત્કાર થતાં રહે છે. સૂક્ષ્મવતન નો આખો કારોબાર (વ્યવસાય) કયા પાવર થી ચાલે છે? જેમ અહીંયા ભિન્ન-ભિન્ન સાધનો દ્વારા કારોબાર ચાલે છે અને સતયુગ માં વિશેષ એટોમિક એનર્જી (શક્તિ) દ્વારા ચાલશે. સૂક્ષ્મવતન નો કારોબાર કેમ ચાલે છે? કઈ શક્તિ નાં આધાર થી ચાલે છે, કેવી રીતે ચાલે છે, જાણો છો? લાઈટ (પ્રકાશ) નું વતન છે તો લાઈટ નાં વતન માં કારોબાર કેવી રીતે ચાલે છે? લાઈટનાં આધાર પર કે બીજા કોઈ આધાર પર? આજે પેપર્સ જોયાં, આજે બાળકો ઈમર્જ (જાગૃત) થયાં તો આ ભિન્ન-ભિન્ન કારોબાર કેવી રીતે ચાલે છે?
કર્ણાટક વાળા સિકીલધા છે ને તો સિકીલધા ને ખાસ ગુહ્ય રાઝ (રહસ્ય) સંભળાવાય છે. કર્ણાટકની સેવામાં જોડી પણ મજેદાર બનેલી છે. (હૃદયપુષ્પા દાદી અને ચંદ્રમણી દાદી) કરનહાર અને કરાવનહાર બંનેની જ જોડી છે. આ પ્રેમ સ્વરુપ, તે નોલેજ (જ્ઞાન) સ્વરુપ. આ લવ અને લોફુલ તે ફક્ત લવફુલ. તો પણ કર્ણાટકની ફૂલવાડી સારી ફલીભૂત છે. વેરાઈટી (અનેક પ્રકાર) નાં સેવાધારી પણ સારાં-સારાં છે. જેમ ડબલ વિદેશીઓ ને બાપદાદા એમની વિશેષતા ની ઉપર વિશેષ યાદપ્યાર આપે છે. ભિન્ન ધર્મ માં કન્વર્ટ (બદલાયા) હોવા છતાં પણ પોતાના પ્રાચીન ધર્મ ને ઓળખવામાં અને અપનાવવામાં તીવ્ર પુરુષાર્થી બની ચાલી રહ્યાં છે. મેજોરીટી (અધિકાંશ) સ્નેહ અને શાંતિ ની પ્રાપ્તિનાં આધાર પર સંશયબુદ્ધિ ઓછાં બને છે. આ ડબલ વિદેશીઓની વિશેષતા છે. આ વિશેષતાને કારણે બાપદાદા પણ રીટર્ન યાદપ્યાર આપે છે. એમ કર્ણાટક વાળા પણ ભાવના અને પ્રેમ થી સહજ જ બાપનાં બની જાય છે. સ્નેહનાં કારણે ભોળા છે. આમ તો નોલેજફુલ પણ છે પરંતુ પહેલા સ્નેહનાં કારણે નજીક આવી જાય છે પછી જ્ઞાન સાંભળીને આગળ વધે છે.
કોઈ-કોઈ ધરતી જ્ઞાન નાં આધાર પર આગળ આવે છે પછી સ્નેહમાં આવે છે અને કોઈ સ્નેહમાં આવીને પછી જ્ઞાન લે છે. એટલે ભોળાનાથ બાપ નાં પ્રિય છે. સમજ્યાં. આપ સૌનું પણ મહત્વ છે. એવું ક્યારેય પણ નહીં સમજતા કે અમે ભાષા નથી જાણતાં, એટલે પાછળ છીએ પરંતુ બાપદાદા નાં સદા સમીપ છો. બાપદાદા ભાષા ને નથી જોતાં, ભાવના ને જુએ છે.
તમે લોકો સંભળાવો કે સૂક્ષ્મવતન નો કારોબાર કેવો ચાલે છે? કયાં આધાર પર ચાલે છે? અહીંયા તો લાઈટ જતી રહે છે તો તમે બીજા સાધનો દ્વારા કાર્ય ચલાવો છો ને! અહીંયા તો જનરેટર છે જેનાથી લાઈટ આવે છે, ત્યાં શું છે! કઈ શક્તિ દ્વારા કારોબાર ચાલે છે? આકાર સાકાર ને પ્રેરે છે કે સાકાર આકાર ને? બોલો, કેવી રીતે કારોબાર ચાલે છે? વિશેષ સૂક્ષ્મવતન નો કારોબાર શુદ્ધ સંકલ્પ નાં આધાર પર ચાલે છે. જે ગાયન છે બ્રહ્માએ સંકલ્પ કર્યો અને સૃષ્ટિ રચી તો સંકલ્પ કર્યો અને ઈમર્જ થયું. મર્જ અને ઈમર્જ નો ખેલ (રમત)છે. રુપ-રેખા ઈશારા ની છે પરંતુ વિશેષ આકારી રુપ નો કારોબાર મનોબળ કહો કે સંકલ્પ કહો, એના આધાર પર ચાલે છે. બાપદાદા સંકલ્પ ની સ્વીચ ચાલું કરે છે તો બધું ઈમર્જ થઈ જાય છે. સંભળાવ્યું ને એમનો કારોબાર છે દૂર-દૂર સુધી વાયરલેસ દ્વારા અને અહીંયા ત્રણ લોક સુધી વાઈસલેસ ની શક્તિ દ્વારા કનેક્શન (જોડાણ) કરી શકો છો. બુદ્ધિયોગ બિલ્કુલ શુદ્ધ હોય. સૂક્ષ્મવતન સુધી સંકલ્પ પહોંચવા માટે મહીન, સર્વ સંબંધો નાં સાર વાળી યાદ જોઈએ. આ છે સૌથી પાવરફુલ તાર. જેમાં વચ્ચે માયા ઇન્ટરફીયર (દખલ) નથી કરી શકતી.
બાપદાદા ને ત્યાં રોનક બહુજ છે. આ દુનિયા ની માફક નથી (લાઈટ ઘડી ઘડી ચાલી જતી હતી) આખા કલ્પની અંદર સૂક્ષ્મવતન આ સમયે ઈમર્જ થાય છે. એટલે સૂક્ષ્મવતન ની રોનક પણ હમણાં છે. પછી સ્વર્ગની રોનક તમારા લોકો માટે છે.
(અહીંયા બેસીને સૂક્ષ્મ વતન નો અનુભવ કરી શકો છો?) - અનુભવ તો બાળકો જ કરશે. આ વતન છે જ બાળકો માટે. અન્ય કોઈ પણ આત્માઓ સૂક્ષ્મ વતન નો અનુભવ કરી જ નથી શકતી કારણ કે બ્રહ્મા અને બ્રાહ્મણો નો જ સંબંધ છે. ભક્ત લોકો ફક્ત કોઈ વિશેષ દૃશ્ય નો સાક્ષાત્કાર કરી શકે છે પરંતુ સૂક્ષ્મવતન અમારું ઘર છે, બ્રહ્મા બાપનું સ્થાન એ જે અમારું સ્થાન છે. સૂક્ષ્મ વતન નાં સુહેજો નો અનુભવ, મિલન નો અનુભવ, બહેલાવવા નો અનુભવ બ્રાહ્મણ જ કરી શકે છે.
(વિદેશી નીચે બેસીને મુરલી સાંભળી રહ્યાં હતા.) આજે ડબલ વિદેશીઓનાં સંકલ્પ પહોંચી રહ્યાં છે. નીચે હોવા છતાં પણ બાપની સામે છે. એટલે ડબલ વિદેશીઓને બાપદાદા વિશેષ યાદ-પ્યાર આપી રહ્યાં છે. સાથે-સાથે ચારે તરફનાં બાળકો જે દૂર હોવા છતાં પણ સંકલ્પ શક્તિ થી પોતાને સમીપ અનુભવ કરી રહ્યાં છે એમની સાથે કર્ણાટક વાસીઓને પણ ખાસ યાદ પ્યાર. મધુબન વાળા તો છે જ ‘ચુલ પર સો દિલ પર’, ગરમ-ગરમ તો મધુબન વાળા ને મળે છે. સેવામાં અથક બનીને સારું સબૂત આપી રહ્યાં છે. મેજોરીટી નિંદ્રાજીત નો ગુણ પણ સારો દેખાડી રહ્યાં છે. રાતની નીંદર ને છોડીને પણ સેવામાં સારા સહયોગી છે. જી હાજીર અને જી હજૂર નો પાર્ટ બજાવી રહ્યાં છે. એટલે મધુબન નાં સેવાધારીઓ ને નંબરવાર સેવાનું સબૂત આપવા વાળા ને વિશેષ યાદ પ્યાર. અચ્છા બધાં બાળકોને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
પાર્ટીઓની સાથે મુલાકાત
૧) સફળતા નો આધાર - ન્યારાપણું
બધાં સદા પોતાના વિશ્વ-કલ્યાણકારી સ્ટેજ પર સ્થિત થઈને સેવાનાં પાર્ટ માં આવો છો? વિશ્વ-કલ્યાણકારી અર્થાત્ બેહદનાં સેવાધારી, કોઈ પણ પ્રકારની હદ માં ન આવી શકે. વિશ્વ બેહદ છે તો વિશ્વ-સેવાધારી અર્થાત્ બેહદની સ્થિતિમાં રહેવા વાળા. વિશ્વ-કલ્યાણકારી સદા સેવા કરતાં પણ ન્યારા અને સદા બાપનાં પ્યારા હશે. સેવા નાં પણ લગાવ થી ન્યારા. સેવા નો લગાવ પણ સોનાની જંજીર (સાંકળ) છે. એ પણ બંધન બેહદ થી હદમાં લઈ આવે છે. એટલે સદા સેવામાં ન્યારા અને બાપ નાં પ્યારા બનીને ચાલો. એવી સ્થિતિમાં રહેવાવાળા સદા સફળતા મૂર્ત રહેશે. સફળતાનું સહજ સાધન છે - ‘ન્યારા અને પ્યારા બનવું.’ ક્યાંય પણ સફળતા ની કમી છે તો એનું કારણ ન્યારા બનવાની કમી છે. ન્યારા અર્થાત્ દેહની સ્મૃતિ થી પણ ન્યારા, ઈશ્વરીય સંબંધ નાં લગાવ થી પણ ન્યારા અને ઈશ્વરીય સેવાનાં સાધનો નાં લગાવ થી પણ ન્યારા. જ્યારે આવું ન્યારાપણું ઓછું થઈ જાય છે ત્યારે સફળતા ની કમી લાગે છે. તો સદા સફળતા મૂર્ત - એમ સમજો છો? કે સ્વયં ને નાના સમજો છો? જ્યારે કોઈપણ ડાયરેક્શન (માર્ગદર્શન) મળે છે તો એ ડાયરેક્શન ને પ્રેક્ટિકલ માં લાવવાનાં સમયે નાના સમજવું ઠીક છે અને સેવા કરવામાં મોટા બનીને સેવા કરો. ડાયરેક્શન નાં સમયે નાનાં સમજશો તો સદા સફળ રહેશો. મોટા અર્થાત્ બેહદની વૃત્તિવાળા. સમજ્યાં -
સર્વ સંતુષ્ટ છો? કાંઈ પણ હોય, કોઈ પણ વાત દિલ માં આવે છે તો એને સંભળાવવામાં કોઈ વાંધો નથી પરંતુ સંભળાવ્યાં પછી જે મોટાઓનું ડાયરેક્શન હોય એમાં ચાલવા માટે સદા તૈયાર રહેવું. સંભળાવ્યું તો પછી તમારી જવાબદારી પૂરી થઈ પછી મોટાઓની જવાબદારી થઈ જાય છે. એટલે સંભળાવવું જરુરી છે પરંતુ સાથે-સાથે ડાયરેક્શન પર ચાલવું પણ જરુરી છે. કોઈ પણ વાત અંદર નહીં રાખો. સંભળાવીને હલ્કા થઇ જાઓ, નહિં તો અંદર કોઈ પણ વાત હશે તો સેવામાં કે સ્વની ઉન્નતિ માં વારંવાર વિઘ્ન રુપ બની જશે. એટલે હલ્કા રહેવું પણ જરુરી છે. ડાયરેક્શન મળ્યું, એને અમલ માં લાવ્યાં અને હલ્કા થઇ ગયાં. એનાં માટે કઈ વિશેષ શક્તિ જોઈએ? સ્વ ને પરિવર્તન કરવાની. જો પરિવર્તન કરવાની શક્તિ હશે તો જ્યાં પણ હશો સફળ હશો. સદા સ્વ પરિવર્તન નું લક્ષ રાખો. બીજા બદલાય તો હું બદલાઉં - ના. બીજા બદલાય કે ન બદલાય મારે બદલાવું છે. ‘હે અર્જુન’ મારે બનવાનું છે. સદા પરિવર્તન કરવામાં ‘પહેલા હું’. જ્યારે એમાં ‘પહેલા હું’ કરશો તો બધામાં પહેલો નંબર થઈ જશો.
પોતાને મોલ્ડ કરવું (ઢાળવું) અર્થાત્ રીયલ ગોલ્ડ (સાચુ સોનું) બનવું. બીજાને મોલ્ડ કરવું અર્થાત્ મિક્સ ગોલ્ડ બનવું. તો બધાં રીયલ ગોલ્ડ છો? રીયલ ની વેલ્યુ (કિંમત) હોય છે, મિક્સ ની વેલ્યુ ઓછી થઈ જાય છે. એટલે સદા પોતાને રીયલ ગોલ્ડ ની સ્થિતિ માં રાખો.
જે બાળકોએ જન્મ થી વિશેષ કોઇ કમજોરી ને ટચ (સ્પર્શ) નથી કરી, એ જન્મ થી જ વૈષ્ણવ થયાં. કોઈ-કોઈ બાળક જન્મ થી સાત્વિક સંસ્કાર વાળા હોય છે. કોઈ રજોગુણી થી સાત્વિક બને છે, કોઈ તમોગુણી થી રજોગુણી બને છે, કોઈ ત્રણેમાં મિક્સ ચાલે છે. જન્મ થી વૈષ્ણવ અર્થાત્ સદા સેફ (સુરક્ષિત).
૨) ત્રિકાળદર્શી સ્ટેજ પર સ્થિત રહેવાથી વ્યર્થ નું ખાતુ સમાપ્ત - સર્વ પોતાને પદમાપદમ ભાગ્યશાળી સમજીને દરેક સંકલ્પ કે કર્મ કરતા રહો છો? શ્રેષ્ઠ સંકલ્પ, બોલ કે કર્મની સાથે-સાથે વ્યર્થ અને સમર્થ, બંને સાથે તો નથી રહેતાં? હમણાં-હમણાં વ્યર્થ, હમણાં સમર્થ-એવો ખેલ તો નથી ચાલતો ને? વ્યર્થ એક સેકન્ડ માં પદમોનું નુકસાન કરે છે. સમર્થ એક સેકન્ડમાં પદમોની કમાણી કરે છે. સેકન્ડ નું વ્યર્થ પણ કમાણીમાં બહુજ નુકશાન કરી દે છે. જેમ કમાણી નું ખાતુ જમા થાય છે, તેમ નુકસાન નું ખાતુ પણ જમા થાય છે. નુકસાન નું ખાતુ વધારે હોય તો કમાણી એમાં છુપાઈ જાય છે. તો વ્યર્થ સમાપ્ત થઈ ગયું કે હમણાં પણ સાથે છે. જ્યારે ત્રિકાળદર્શી ની સ્ટેજ પર સ્થિત રહો છો, તો વ્યર્થ સહજ જ ખતમ થઇ જાય છે. ત્રિકાળદર્શી સ્ટેજ થી નીચે આવીને એક કાળ-દર્શી બનીને કર્મ કરો છો તો વ્યર્થ થાય છે. તો કોણ છો? - ત્રિકાળદર્શી છો કે એક કાળ-દર્શી? સદા ત્રિકાળદર્શી સ્થિતિમાં સ્થિત રહો તો સદા સફળતામૂર્ત થશો. સમજ્યાં.
જે સદા અચળ અડોળ બનીને શ્રેષ્ઠ પાર્ટ બજાવવા વાળા છે, એમને કહેવાય છે વિશેષ પાર્ટધારી. વિશેષ પાર્ટધારી છો કે સાધારણ? વિશેષ પાર્ટધારી નાં વિશેષ ગુણ છે - સ્વ સેવા અને વિશ્વ સેવા, બન્નેનું બેલેન્સ.
૩) સેવાધારી ભાઈ-બહેનો સાથે - અનેક જન્મોની કમાણીને જમા કરીને જઈ રહ્યાં છો? મધુબન અર્થાત્ વરદાન ભૂમિ. વરદાન ભૂમિ થી વરદાનો ની ઝોલી ભરીને જઈ રહ્યાં છો? અનેક જન્મો માટે જમા કરી લીધું? અહીંયાનું વાતાવરણ, અહીંયાનો અનુભવ સદા સાથે રાખશો કે એક વર્ષ, અડધા વર્ષ સુધી સાથે રાખશો? સદા આ જ વાયુમંડળ ને સ્મૃતિ માં રાખીને સ્વયં ને સમર્થ બનાવો. વાતાવરણ કેવું પણ હોય પરંતુ સ્મૃતિ સમર્થ છે તો વાતાવરણ ને પરિવર્તન કરી દેશો. એવા મહાવીર બનીને જઈ રહ્યાં છો ને? કે થોડા સમય પછી લખશો - ‘માયા આવી ગઈ.’ વાયુમંડળ ને બદલવા વાળા છો ન કે વાયુમંડળ માં બદલાવા વાળા. બધાં મહાવીર પોતાના સંગ નો રંગ બીજાને પણ લગાવતા રહેજો તો જ્યાં પણ જશો, ત્યાં જાગતી-જ્યોત નું કાર્ય કરશો. સદા જાગેલા બીજા ને પણ જગાડશો.
૪) વિદેશી ભાઈ-બહેનો સાથે - બધાં પોતાને લાઈટ-હાઉસ સમજો છો? લાઈટ-હાઉસ નું કાર્ય છે - બધાને રસ્તો દેખાડવો. તો સમજો છો કે લાઈટ-હાઉસ બનીને કે માઇટ-હાઉસ બનીને જઈ રહ્યાં છો. કોઈપણ પ્રકારની ભટકતી આત્માઓને સહજ યથાર્થ મંઝિલ બતાવવા જઇ રહ્યાં છો. એનાં માટે વિશેષ બે વાતો ધ્યાન માં રાખવી (૧) સદા પારખવાની શક્તિ ધારણ કરીને આત્માઓની ચાહના ને પારખવી. જેમ યોગ્ય ડોક્ટર એને કહેવાય છે જે નાડી ને જાણે છે. તો પારખવાની શક્તિ સદા વાપરતા રહેજો. બીજી વાત, સદા પોતાની પાસે સર્વ ખજાનાનો અનુભવ કાયમ રાખવો. સર્વ ખજાના નાં અનુભવી બીજાને પણ સહજ અનુભવ કરાવી શકશે. સદા એ લક્ષ રાખવું કે સંભળાવવું નથી પરંતુ અનુભવ કરાવવો છે. તો સર્વ અનુભવી મૂર્ત બનીને જઈ રહ્યાં છો? અનુભવી મૂર્ત, સ્પીકર નહીં. સર્વ સંબંધોનો, સર્વ શક્તિઓનો બધાનો અનુભવ. તો ટાઇટલ શું થઈ જશે? શક્તિઓનાં અનુભવી નું ટાઈટલ (શિર્ષક) છે “માસ્ટર સર્વ શક્તિવાન” અને ગુણો નાં અનુભવી નું ટાઈટલ છે ‘ગુણ મૂર્ત.’ બધાં સંબંધો નાં અનુભવી નું ટાઈટલ છે, ‘સર્વ સ્નેહી.’ તો કેટલાં ટાઇટલ થઈ ગયાં. આ બધાં ટાઇટલ લઈને જઈ રહ્યાં છો ને? જેમ એ જ્ઞાન ને ભણવા વાળા કે કોઈ ડિપાર્ટમેન્ટ (વિભાગ) માં કાર્ય કરવા વાળા મેડલ્સ (પદક) લેતા હોય છે તો તમને કેટલાં મેડલ્સ મળ્યાં છે? બધાં મેડલ્સ લઈ લીધાં છે? જેટલા વધુ મેડલ્સ હોય છે તો બધાનું અટેન્શન (ધ્યાન) જાય છે ને. એમ આપના મસ્તક થી, નયનો થી દેખાઈ આવે કે આ સર્વ પ્રાપ્તિ સ્વરુપ છે. એવાં બનીને જઈ રહ્યાં છો?
૫) જુની દુનિયામાં રહેતા પોતાને સંગમયુગી બ્રાહ્મણ સમજીને ચાલો છો? - સંગમયુગી બ્રાહ્મણ કળિયુગી સૃષ્ટિ થી કિનારો કરી ચૂક્યાં એટલે એમની આંખ જુની દુનિયાની તરફ ક્યારેય પણ નથી જઈ શકતી. જુની દુનિયા, જુનો દેહ કે સંબંધી, કોઈ તરફ પણ આકર્ષણ ન હોય. આમ પણ ગવર્મેન્ટ નાં પાસપોર્ટ વગર કોઈ બીજા દેશમાં ચાલ્યાં જાય તો બંદી બનાવી દે છે, અહીંયા પણ જ્યારે બાપની છુટ્ટી નથી, તો વગર છુટ્ટીએ જો ગયાં તો માયા બંદી (કેદી) બનાવી લેશે. ક્યારેય પણ દેહ નાં સંબંધની સ્મૃતિ તો નથી આવતી ને? નષ્ટોમોહા છો? જો થોડો પણ મોહ હશે તો જેમ મગરમચ્છ પહેલાં થોડું પકડે છે પછી આખું લઈ લે છે, એમ માયા પણ બધું જ હપ કરી લેશે. એટલે જરા પણ મોહ ન હોય. સદા નિર્મોહી.