Search for a command to run...
17 Nov 1969
ફર્શ (ધરતી) થી અર્શ (આકાશ) પર જવાની યુક્તિઓ
17 November 1969 · ગુજરાતી
અહિયાં ભઠ્ઠીમાં શેના માટે આવ્યાં છો? દેહ માં રહેતાં વિદેહી થઈને રહેવાનાં અભ્યાસ માટે. જ્યાર થી અહીંયા પગ મૂકો છો ત્યાર થી જ આ સ્થિતિ હોવી જોઈએ. જે લક્ષ્ય રખાય છે તેને પૂર્ણ કરવા માટે અભ્યાસ અને અટેન્શન (સાવધાની) જોઈએ. બાપદાદા દરેકને નવી વાત માટે જ બોલાવે છે. અધર કુમારોને વિશેષ એટલે બોલાવ્યાં છે - પહેલાં તો પોતાનો જે ગૃહસ્થ વ્યવહાર બનાવ્યો છે તેમાં જે ઉલટી સીડી ચઢ્યાં છો, તે ઉલ્ટી સીડી થી નીચે ઉતારવા માટે બોલાવ્યાં છે. અને ઉલ્ટી સીડી થી ઉતારીને પછી શેમાં ચઢાવવાનાં છે? અર્શ થી ફર્શ પર, પછી ફર્શ થી અર્શ પર. ઉલ્ટી સીડી નું કંઈ ને કંઈ જે જ્ઞાન રહે છે, તે જ્ઞાન થી અજ્ઞાની બનાવવા માટે અને જે સત્ય જ્ઞાન છે તેની ઓળખ આપીને જ્ઞાન સ્વરુપ બનાવવા માટે બોલાવ્યાં છે. પહેલાં ઉતારવાનાં છે, પછી ચઢાવવાનાં છે. જ્યાં સુધી પૂરા ઉતર્યા નથી તો ચઢી પણ નથી શકતાં. બધી વાતોમાં પોતાને ઉતારવા માટે તૈયાર છો? કેટલી મોટી સીડી થી ઉતરવાનું છે? ઉલ્ટી સીડી કેટલી લાંબી છે? હમણાં સુધી જે પુરુષાર્થ કર્યો છે, તેમાં સમજો છો કે પૂરી જ સીડી ઉતર્યા છો કે થોડી હમણાં સુધી ઉતરી રહ્યાં છો? પૂરી જ્યારે ઉતરી જશો તો પછી ચઢવામાં વાર નહીં લાગશે. પરંતુ ઉતરતા-ઉતરતા ક્યાંક ને ક્યાંક રોકાઈ જાઓ છો. તો હવે સમજ્યાં, કયા લક્ષ્ય થી બોલાવ્યાં છે? ૬૩ જન્મો માં જે કંઈ ઉલ્ટી સીડી ચઢ્યાં છો તે પૂરી ઉતરવી પડે. પછી ચઢવાનું પણ છે. ઉતરવું સહજ છે કે ચઢવું સહજ છે? ઉતરવું સહજ છે કે ઉતરવું પણ મુશ્કેલ છે? હમણાં તમે જે પુરુષાર્થ કરી રહ્યાં છો તે ઉતરીને ચઢવાનો કરી રહ્યાં છો, કે ફક્ત ચઢવાનો કરી રહ્યાં છો? કંઈક મિટાવી રહ્યાં છો, કંઈક બનાવી રહ્યાં છો. બંને કામ ચાલે છે ને. તમને ખબર છે લાસ્ટ (છેલ્લી) પૌઢી (પગથિયાં) કઈ ઉતરવાની છે? આ દેહ નાં ભાન ને છોડી દેવાનું છે. જેમ કોઇ શરીર નાં વસ્ત્ર ઉતારો છો તો કેટલું સહજ ઉતારો છો. તેમ જ આ શરીર રુપી વસ્ત્ર પણ સહજ ઉતારી શકો અને સહજ જ સમય પર ધારણ કરી શકો. બધાએ આ અભ્યાસ પૂર્ણ રીત થી શીખવાનો છે. પરંતુ કોઇ-કોઈ નું આ દેહ અભિમાન કેમ નથી તૂટતું, આ દેહ નું વસ્ત્ર કેમ સહજ નથી ઉતરતું? કોઈ નું વસ્ત્ર નાનું, ટાઈટ હોય છે તો ઉતારી નથી શકતાં. આ પણ એમ જ છે. કોઈ ને કોઈ સંસ્કારો માં જો આ દેહ નું વસ્ત્ર ચોટેલું છે અર્થાત્ નાનું, ટાઈટ છે, ત્યારે ઉતરતું નથી. નહીં તો ઉતારવું-પહેરવું અથવા આ દેહરુપી વસ્ત્ર છોડવું અને ધારણ કરવું ખુબ સહજ છે. જેમ કે સ્થૂળ વસ્ત્ર ઉતારવાં અને પહેરવાં સહજ હોય છે. તો આ જ જોવાનું છે કે આ દેહરુપી વસ્ત્ર કયા સંસ્કાર થી લટકેલું છે. જ્યારે બધાં સંસ્કારો થી ન્યારા થઈ જશો તો પછી અવસ્થા પણ ન્યારી થઇ જશે. એટલે બાપદાદા પણ ઘણી વાર સમજાવે છે કે બધી વાતો માં ઇઝી (સરળ) રહો. જ્યારે સ્વયં બધામાં ઇઝી રહેશો તો બધાં કાર્ય પણ ઇઝી થશે. પોતાને ટાઈટ કરવાથી કાર્યમાં પણ ટાઈટનેસ (તંગદિલી) આવી જાય છે. આમ તો જે આટલાં સમય થી પુરુષાર્થ માં ચાલવાવાળા છે તેમને હવે કર્તવ્ય માં ખુબ ન્યારાપણું આવવું જ જોઈએ. હમણાં આ ભઠ્ઠી માં જે પણ ટાઈટનેસ (તંગદિલી) છે તે પણ, અને જે કાંઈ ઉલ્ટી સીડી નાં પગથિયાં રહી ગયાં છે, તે ઉતરવાનાં પણ અને પછી લિફ્ટ માં ચઢવાનું પણ. પરંતુ લિફ્ટ માં બેસવા માટે શું કરવું પડશે? લિફ્ટ માં કોણ બેસી શકશે?
બાપનાં માટે આખી દુનિયામાં લાયક બાળકો જ શ્રેષ્ઠ ભેટ (ઉપહાર) છે. તો લિફ્ટ માં ચઢવા માટે બાપ ની ગિફ્ટ (ઉપહાર) બનવું અને પછી જે કાંઈ છે તે પણ ગિફ્ટ માં આપવું પડશે. ગિફ્ટ આપવી પણ પડશે અને બાપ ની ગિફ્ટ બનવું પણ પડશે, ત્યારે લિફ્ટ માં બેસી શકશો. સમજ્યાં? હવે જોવાનું છે, બંને કામ કર્યા છે - ગિફ્ટ પણ આપી છે અને ગિફ્ટ બન્યાં પણ છીએ? ગિફ્ટ ને ખુબ સંભાળવામાં આવે છે અને ગિફ્ટ ને શોકેસમાં સજાવીને રાખે છે. જેવી-જેવી ગિફ્ટ તેમ-તેમ શોકેસ માં આગળ-આગળ રાખે છે. આપ સર્વ પણ પોત-પોતાને એવી ગિફ્ટ બનાવો કે લિફ્ટ પણ મળી જાય અને આ સૃષ્ટિ નાં શોકેસ માં સૌથી આગળ આવી જાઓ. તો શોકેસ માં સૌથી આગળ રહેવા માટે અધરકુમારોએ બે વિશેષ વાતો નું ધ્યાન રાખવું પડશે. શોકેસ માં જે ચીજ રાખવામાં આવે છે, તેમાં શું વિશેષતા હોય છે? (આકર્ષણ) એક તો પોતાને અટ્રેકટીવ (આકર્ષિત) બનાવવાં પડશે અને બીજા એક્ટિવ (સક્રિય). આ બંને વિશેષતાઓ ખાસ અધરકુમારોએ પોતાનામાં ભરવાની છે. આ બંને ગુણ આવી જશે તો પછી બીજું કાંઈ રહેશે નહીં. ક્યાંક-ક્યાંક એક્ટિવ બનવામાં ઉણપ જોવા માં આવે છે. તો આ ભઠ્ઠી થી વિશેષ કઈ છાપ લગાવીને જશો? આ જ બે શબ્દ સંભળાવ્યાં - એટ્રેક્ટિવ અને એક્ટિવ. જો આ છાપ લગાવીને જશો તો તમારી એક્ટિવિટી (પ્રવૃત્તિ) પણ બદલાઈ જશે. જેટલી-જેટલી આ છાપ કે થપ્પો પાક્કો લગાવીને જશો એટલી એક્ટિવિટી (પ્રવૃત્તિ) પણ પાક્કી અને બદલાયેલી જોવામાં આવશે. જો થપ્પો થોડો ઢીલો લગાવીને જશો તો પછી એક્ટિવિટી માં ચેન્જ (પરિવર્તન) નહીં જોવામાં આવશે. આ તો સાંભળ્યું હતું ને - ભઠ્ઠીમાં આવવું અર્થાત્ પોતાનું ‘રુપ’, ‘રંગ’ બંને બદલવાનું છે.
ભઠ્ઠીમાં જે ચીજ આવે છે, તેની જે ખરાબી હોય છે તે ઓગળી જાય છે. જે અસલી રુપ છે, અસલી જે કર્તવ્ય છે તે અહીંયા થી લઈને જજો. તે કયું રુપ છે? શું બદલશો? હમણાં રંગ બદલાતાં રહે છે. પછી એક જ રંગ પાક્કો ચઢી જશે, જેનાં ઉપર બીજો કોઈ રંગ ચઢી નથી શકતો અને જે રંગ ને કોઈ મિટાવી ન શકે અને ન મટી શકે, ન બીજો કોઈ રંગ ચઢી શકે. બધી વાતો માં એક્ટિવ (સક્રિય) થવાનું છે. જેવો સમય, જેવી સર્વિસ (સેવા) તેમાં એવરરેડી (સદા તૈયાર). કોઈ પણ કાર્ય આવે છે, તો એક્ટિવ જે હોય છે, તે કાર્યને તરત જ સમજીને સફળતાને પ્રાપ્ત કરી લે છે. જે એક્ટિવ નથી હોતાં તે પહેલાં તો કાર્ય ને વિચારતાં રહે છે. વિચારતા-વિચારતા સમય પણ ગુમાવશે, સફળતા પણ નહીં થશે. એક્ટિવ અર્થાત્ એવરરેડી. અને તે દરેક કાર્યને પારખી પણ લેશે, તેમાં જોડાઈ પણ જશે અને સફળતા પણ પામી લેશે. ત્રણેય વાતો તેમનામાં હશે. જેમનામાં ભારેપણું હોય છે તેમને એક્ટિવ નથી કહેવાતું. પુરુષાર્થમાં ભારે, પોતાનાં સંસ્કારોમાં ભારે - તેમને એક્ટિવ નહીં કહેવાશે. એક્ટિવ જે હશે તે એવરરેડી અને ઇઝી (સરળ) હશે. સ્વયં ઇઝી બનવાથી બધાં કાર્ય પણ ઇઝી, પુરુષાર્થ પણ ઈઝી થઈ જાય છે. પોતે ઇઝી નથી બનતાં તો પુરુષાર્થ અને સર્વિસ બંને ઇઝી નથી થતાં, મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સર્વિસ મુશ્કેલ નથી પરંતુ પોતાનાં સંસ્કાર, પોતાની કમજોરી મુશ્કેલી નાં રુપમાં જોવામાં આવે છે. પુરુષાર્થ પણ મુશ્કેલ નથી, પોતાની કમજોરીઓ મુશ્કેલ બનાવી દે છે. નહીં તો કોઈને સહજ, કોઈને મુશ્કેલ કેમ લાગે. જો મુશ્કેલ જ છે તો બધાં માટે બધી વાતો મુશ્કેલ હોય. પરંતુ તે જ વાત કોઈને મુશ્કેલ કોઈને સહજ કેમ? પોતાની જ કમજોરીઓ મુશ્કેલી નાં રુપમાં આવે છે. એટલે આ બે વાતો ધારણ કરવાની છે.
એટ્રેકટીવ (આકર્ષિત) પણ ત્યારે બની શકશો જ્યારે પહેલાં પોતાનામાં વિશેષતાઓ હશે. આકર્ષિત બનવા માટે હર્ષિત પણ રહેવું પડશે. હર્ષિત નો અર્થ જ છે અતીન્દ્રિય સુખમાં ઝૂમવું. જ્ઞાન નું સુમિરણ કરીને હર્ષિત થવું, અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરતાં અતીન્દ્રિય સુખમાં ઝૂમવું - આને કહેવાય છે હર્ષિત. હર્ષિત પણ, મન થી અને તન થી બંનેથી થવાનું છે. એવાં જે હર્ષિત હોય છે તે જ આકર્ષિત બને છે. પ્રકૃતિ અને માયાનાં અધીન ન થઈ ને બંનેને અધીન કરવાં જોઈએ. અધીન થઈ જવાનાં કારણે પોતાનો અધિકાર ખોઈ લે છે. તો અધીન નથી થવાનું, અધીન કરવાનું છે, ત્યારે પોતાનો અધિકાર પ્રાપ્ત કરશો. અને જેટલો અધિકાર પ્રાપ્ત કરશો એટલો પ્રકૃતિ અને લોકો દ્વારા સત્કાર થશે. તો સત્કાર કરાવવા માટે શું કરવું પડશે? અધીનપણું છોડી પોતાનો અધિકાર રાખો. અધિકાર રાખવાથી અધિકારી બનશો. પરંતુ અધિકાર છોડી ને અધીન બની જાઓ છો, નાની-નાની વાતો નાં અધીન બની જાઓ છો. પોતાની જ રચના નાં અધીન બની જાય છે. લૌકિક બાળકો તો ભલે છે, પરંતુ પોતાની જ રચના અર્થાત્ સંકલ્પો નાં અધીન થઈ જાય છે. જેમ લૌકિક રચના થી અધીન બનો છો, તેમ હમણાં પોતાની રચના ‘સંકલ્પો’ નાં પણ અધીન બની જાઓ છો. પોતાની રચના ‘કર્મ-ઈન્દ્રિયો નાં પણ અધીન બની જાઓ છો. અધીન બનવાથી જ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ખોઈ લો છો ને. તો બાળક બન્યાં અને અધિકાર થયો. સર્વદા સુખ, શાંતિ અને પવિત્રતા નો જન્મસિદ્ધ અધિકાર કહો છો ને. પોતે-પોતાનાથી પૂછો કે - બાળક બન્યાં અને પવિત્રતા, સુખ, શાંતિ નો અધિકાર પ્રાપ્ત કર્યો? જો અધિકાર છૂટી જાય છે તો કોઈ વાત નાં અધીન બની જાઓ છો. તો હવે અધીનતા ને છોડો, પોતાનાં જન્મસિદ્ધ અધિકાર ને પ્રાપ્ત કરો. આ જે કહો છો - ક્યારે પ્રભાવ નીકળશે? આ પ્રભાવ પણ કેમ નથી નીકળતો, કારણ શું? કારણ કે હમણાં સુધી ઘણી વાતો માં પોતે જ પ્રભાવિત થતાં રહો છો. તો જે પોતે પ્રભાવિત થતાં રહે છે તેમનો પ્રભાવ નથી નીકળતો. પ્રભાવ ઈચ્છો છો તો આ બધી વાતોમાં પ્રભાવિત નથી થવાનું. પછી જુઓ, કેટલો જલ્દી પ્રભાવ નીકળે છે. પોતાની એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી અંદાજ નીકાળી શકો છો. આવું સૌભાગ્ય આખાં કલ્પ માં એક જ વખત મળે છે! સતયુગમાં પણ લૌકિક બાપની સાથે રહેશો, પારલૌકિક બાપની સાથે નહીં. ૮૪ જન્મો માં કેટલો શ્રુંગાર કર્યો હશે! ભિન્ન-ભિન્ન પ્રકાર નાં ખુબ શ્રુંગાર કર્યા! બાપદાદા નો સ્નેહ આ જ છે કે બાળકોને શ્રૃંગારીને શોકેસ માં સૃષ્ટિ ની સામે લાવે. જ્યારે બધાં સંપૂર્ણ બનીને શોકેસ અર્થાત્ વિશ્વની સામે આવશે તો કેટલાં સજેલાં હશે! સતયુગ નો શ્રુંગાર નહીં, ગુણો નાં ઘરેણાં ધારણ કરવાનાં છે.