Search for a command to run...
28 Nov 1969
લૌકિક ને અલૌકિક માં પરિવર્તન કરવાની યુક્તિઓ
28 November 1969 · ગુજરાતી
આજે ભઠ્ઠી નો કયો દિવસ છે? આજે છે સંપૂર્ણ સમર્પણ થવાનો દિવસ. બાપ-દાદા ને એવું સમજીને બોલાવ્યાં છે? સંપૂર્ણ સમર્પણ થવા માટે બધાં તૈયાર છો? કે સંપૂર્ણ થઈ ચૂક્યાં છો? જે સંપૂર્ણ સમર્પણ થઈ ચૂક્યાં છે, આજે તેમનો જ સમારોહ છે. આ બધે બધાં સંપૂર્ણ સમર્પણ થયાં છે? સંપૂર્ણ સમર્પણ જે થઈ જાય છે તેમની દૃષ્ટિ કેવી હોય છે? (શુદ્ધ દૃષ્ટિ, શુદ્ધ વૃત્તિ થઈ જાય છે) પરંતુ કઈ યુક્તિથી તે વૃત્તિ-દૃષ્ટિ શુદ્ધ થઈ જાય છે? એક જ શબ્દ માં આ કહેશે કે દૃષ્ટિ અને વૃત્તિ માં "રુહાનિયત" આવી જાય છે. અર્થાત્ દૃષ્ટિ વૃત્તિ રુહાની (આત્મિક) થઈ જાય છે. શરીર ને નથી જોતાં તો શુદ્ધ, પવિત્ર દૃષ્ટિ થઈ જાય છે. જડ વસ્તુને આંખો થી જોશે જ નહીં તો તે તરફ વૃત્તિ પણ નહીં જશે. દૃષ્ટિ નહીં જશે તો વૃત્તિ પણ નહીં જશે. દૃષ્ટિ જુએ છે ત્યારે વૃત્તિ પણ જાય છે. રુહાની દૃષ્ટિ અર્થાત્ પોતાને અને બીજાઓને પણ રુહ જોવી જોઈએ. શરીર તરફ જોવાં છતાં પણ નથી જોવાનું, એવી પ્રેક્ટિસ (અભ્યાસ) હોવી જોઈએ. જેમ કોઈ ખુબ ઊંડા વિચારમાં રહે છે, કાંઈ પણ કરે છે, ચાલે, ખાય-પીવે છે, પરંતુ તેમને ખબર નથી પડતી કે ક્યાં સુધી આવી પહોંચ્યો છું, શું ખાધું છે. એવી જ રીતે શરીર ને જોવાં છતાં પણ નહીં જોશો અને પોતાની તે રુહ ને જોવામાં જ બીઝી (વ્યસ્ત) હશો તો પછી એવી અવસ્થા થઈ જશે જે કોઈ પણ તમારાથી પૂછશે - આ કેવી હતી; તો તમને ખબર નહીં પડશે. એવી અવસ્થા થશે. પરંતુ તે ત્યારે થશે જ્યારે શારીરિક ચીજ ને જોવાં છતાં તે શારીરિક લૌકિક ચીજ ને અલૌકિક રુપ માં પરિવર્તન કરશો. પોતાનામાં પરિવર્તન કરવા માટે જે લૌકિક ચીજો જુઓ છો અથવા લૌકિક સંબંધીઓને જુઓ છો, તે બધાંને પરિવર્તન કરવાં પડશે. લૌકિક માં અલૌકિકતા ની સ્મૃતિ રાખશો. ભલે લૌકિક સંબંધીઓને જુઓ છો પરંતુ એમ સમજો કે હવે આ પણ બ્રહ્મા બાપ નાં બાળકો અમારાં "પાછલાં વંશ" નાં છે. બ્રહ્માવંશ તો છે ને. કારણ કે બ્રહ્મા જ ક્રિએટર (રચયિતા) છે! તો ભલે તે ભક્ત, જ્ઞાની કે અજ્ઞાની છે, પરંતુ વંશ તો તે પણ છે ને. લૌકિક સંબંધી પણ બ્રહ્માવંશી છે. પરંતુ તે નજીક સંબંધનાં છે, તે દૂર નાં છે. એવી જ રીતે કોઈ પણ લૌકિક ચીજ જુઓ છો, કાર્યાલયમાં કામ કરો છો, બિઝનેસ (ધંધો) કરો છો, ભોજન કરો છો, જુઓ છો, બોલો છો પરંતુ એક-એક લૌકિક વાતમાં અલૌકિકતા હોય. આ શરીરનાં કાર્ય માટે ચાલી રહ્યાં છો તો સાથે-સાથે સમજો - આ શારીરિક પગ દ્વારા લૌકિક કાર્ય તરફ જઇ રહ્યો છું પરંતુ બુદ્ધિ દ્વારા પોતાનાં અલૌકિક દેશ કલ્યાણનાં કાર્ય માટે જઈ રહ્યો છું. પગ અહીંયા ચાલી રહ્યાં છે પરંતુ બુદ્ધિ યાદની યાત્રા માં. શરીર ને ભોજન આપી રહ્યાં છો પરંતુ આત્મા ને પછી યાદ નું ભોજન આપતા જાઓ. આ યાદ પણ આત્માનું ભોજન છે. જે સમયે શરીરને ભોજન આપો છો, એમ જ શરીરની સાથે આત્માને પણ શક્તિ નું, યાદ નું બળ આપવાનું છે.
પોતાને પરિવર્તનમાં લાવવા માટે શું કરવું પડશે? દરેક ચીજ ને લૌકિક થી અલોકિકતા માં પરિવર્તન કરવાની છે, જેથી લોકોને ખબર પડે કે આ કોઈ વિશેષ અલૌકિક આત્મા છે. લૌકિકમાં રહેતા હોવા છતાં પણ અમે, લોકોથી ન્યારા છીએ. પોતાને આત્મિક રુપમાં ન્યારા સમજવાનું છે. કર્તવ્ય થી ન્યારા થવું તો સહજ છે, તેનાથી દુનિયાને પ્યારા નહીં લાગશો, દુનિયાને પ્યારા ત્યારે લાગશો જ્યારે શરીર થી ન્યારી આત્મા રુપમાં કાર્ય કરશો. તો ફક્ત દુનિયાની વાતોથી જ ન્યારા નથી બનવાનું, પહેલાં તો પોતાનાં શરીર થી ન્યારા બનવાનું છે. જ્યારે શરીર થી ન્યારા થશો, ત્યારે પ્યારા થશો, પોતાનાં મનનાં પ્રિય, પ્રભુ-પ્રિય અને લોક-પ્રિય પણ બનશો. હમણાં લોકોને કેમ પ્રિય નથી લાગતાં? કારણ કે પોતાનાં શરીર થી ન્યારા નથી થયાં. ફક્ત દેહના સંબંધીઓ થી ન્યારા થવાની કોશિશ કરો છો તો તે ફરિયાદ કરે છે - સ્વયં માં શું ચેન્જ (પરિવર્તન) કર્યું છે? પહેલાં દેહનાં ભાન થી ન્યારા નથી થયાં, ત્યાં સુધી ફરિયાદ કરે છે. પહેલાં દેહ થી ન્યારા થશો તો ફરિયાદ નહીં કરશે, વધારે લોકપ્રિય બની જશો. ઘણાં પોતાને જોઈ બહાર ની વાતોને જોઈ લે છે અને વાતોને પહેલાં ચેન્જ કરી લે છે, પોતાને પાછળ થી ચેન્જ કરે છે. એટલે પ્રભાવ નથી પડતો. પ્રભાવ પાડવા માટે પહેલાં પોતાને પરિવર્તન માં લાવો, પોતાની દૃષ્ટિ, વૃત્તિ, સ્મૃતિ ને, સંપત્તિ ને, સમય ને પરિવર્તનમાં લાવો, ત્યારે દુનિયાને પ્રિય લાગશો. કારણ કે જ્યારે સંપૂર્ણ સમર્પણ થઈ ગયાં તો ત્યારબાદ પછી ‘શું કરવાનું છે’ ? ‘બોલવું-ચાલવું કેવું હોય’ - આ બતાવી રહ્યાં છે. જેમ તમારું યાદગાર શાસ્ત્રોમાં બતાવાય છે - સંપૂર્ણ સમર્પણ કોણે અને કોને કરાવ્યું અને કેટલાં ને કરાવ્યું? યાદગાર ની યાદ આવે છે? (રાજા જનક નું દૃષ્ટાંત) એમને તો બાળકોએ કરાવ્યું. પરંતુ બાપે કરાવ્યું, એવું પણ યાદગાર છે. બતાવે છે ને કે વામન અર્થાત્ નાનાં. નાનું રુપ કોનું છે? આત્મા અને પરમાત્મા નું. તો બાપે આવીને માયા બલી, જે બળવાન છે, તેનાથી ત્રણ પગલાં માં બધું જ લીધું અર્થાત્ સંપૂર્ણ સમર્પણ બનાવ્યાં. આપ લોકોએ પણ સંપૂર્ણ સમર્પણ કરવાનું છે અર્થાત્ જે પણ માયાનું બળ છે તે બધું ત્યાગવાનું છે. માયાનાં બલી નથી બનવાનું પરંતુ ઈશ્વરીય શક્તિ માં બળવાન બનવાનું છે. તો જેમ તેઓ ત્રણ પગલાં દેખાડે છે, આ કઈ ત્રણ વાતો સંભળાવાય છે જેનાથી સંપૂર્ણ સમર્પણ આવી જાય છે? મન્સા, વાચા અને કર્મણા માટે શિક્ષા કઈ છે? જો તે ત્રણ વાતો યાદ રાખશો તો સંપૂર્ણ સમર્પણ થઈ જ જશો. એ ત્રણ વાતો કઈ? એક તો દેહ સહિત સર્વ સંબંધો નો ત્યાગ. મામેકમ યાદ કરો. આ તો થઈ ગઈ મન્સા. વાચા માટે શું શિક્ષા મળે છે? દરેક સમય જેમ મોતી વીણો છો, એવી રીતે મુખ થી રત્ન જ નીકળે. એક-બીજા ને પથ્થર નહીં પરંતુ જ્ઞાન રત્ન નું દાન આપવાનું છે. અને કર્મણા માટે આ જ યાદ રાખો કે - જે કર્મ હું કરીશ, મને જોઈ બધાં કરશે, બીજી વાત કે જે કરશું તે પામશું. આ બંને વાતો યાદ રહેવાથી કર્મણા માં બળ આવે છે અર્થાત્ જે બધાનાં સંપર્કમાં આવે છે તેમાં બળ મળે છે. સમજ્યાં? મન્સા, વાચા, કર્મણા માટે આ મુખ્ય વાતોને યાદ રાખો તો પછી સંપૂર્ણ સમર્પણ થયાં છો તેને અવિનાશી બનાવી શકશો. એવું નહીં કે અહીંયાં સંપૂર્ણ સમર્પણ નો નશો ચઢ્યો છે તે પછી ઓછો થઈ જાય. જો આ પાકું યાદ રાખશો કે અમે તો સંપૂર્ણ સમર્પણ થઈ જ ગયાં, તો આ અવિનાશી યાદ તમને અવિનાશી બનાવીને રાખશે. જો તમે થોડાં ડગમગ થયા તો પછી સમસ્યા ડગમગ કરશે. તમને ડગમગ થતાં અને સમસ્યાઓને જોતાં લોકો પણ તેનો તમાશો જોશે. બાપદાદા તો જોતાં રહે છે.
સાથે કોની રહેશો? સાથી આંગળી છોડી દે તો શું કરશો? બધાં પોતાનો સાથે નીભાવે. બાપદાદા તો કોઈ ને કોઈ રુપથી સાથ નિભાવવા અર્થાત્ આંગળી પકડવાની કોશિશ કરતાં રહે છે. એટલે સુધી, જે બિલકુલ શ્વાસ છૂટવા સુધી, શ્વાસ છૂટવાનો પણ હોય છે તો પણ પ્રાણ ભરે છે. પરંતુ કોઇ ઓક્સિજન લગાવવા જ ન દે, નળીને જ કાઢી નાખે તો શું કરે! જો બાપદાદાનો સહયોગ જોઈએ; તો વાસ્તવમાં સહયોગ કોઈ માંગવાની વસ્તુ નથી, ‘સહયોગ’ સ્નેહી ને સ્વત: જ પ્રાપ્ત થાય છે. તમે બાપદાદાનાં સ્નેહી બનો તો સહયોગ સ્વત: જ પ્રાપ્ત થશે. માંગવાની આવશ્યકતા નથી. અડધોકલ્પ માંગતાં રહ્યાં, ભક્ત રુપ માં. હવે બાળક બનીને પણ માંગતાં રહો તો બાકી ફર્ક શું રહ્યો, ભક્ત અને બાળકો માં? પરંતુ કારણ શું છે કે - અજ્ઞાની થઈ ને સહયોગ માંગો છો. અધિકારી સમજો તો પછી માંગવાની આવશ્યકતા નથી. બીતી સો બીતી (વિત્યું તે વિત્યું). જે વીતી ચૂક્યું તેનું ચિંતન ન કરીને, વીતેલી વાતો થી શિક્ષા લઈ ને આગળ માટે સાવધાન. જો વીતેલી વાતોને વિચારતાં રહેશો તો એ પણ એક સમસ્યા થઇ જશે. સમસ્યાઓ તો ઘણી આવે છે, આ પણ એક નવી સમસ્યા ઊભી કરી દેશો. વીતેલી ને પરિવર્તનમાં લાવવાં, બળ ભરવા માટે તે રુપથી વિચારો. જો આ વિચારશો કે - આ ‘કેમ’, ‘કેવી રીતે થયું’ , ‘હવે કેમ થશે’, ‘જમ્પ (છલાંગ) કરી શકીશ કે નહીં’. ક્વેશ્ચન (પ્રશ્ન) નહીં કરો. ક્વેશ્ચનમાર્ક (પ્રશ્નાર્થચિહ્નન) નાં બદલે ફુલસ્ટોપ (પૂર્ણવિરામ), બિંદી લગાવો. બિંદી લગાવવી સહજ હોય છે. ક્વેશ્ચનમાર્ક તો કોઈ લખી શકે કે નહીં. પરંતુ અહીંયા ક્વેશ્ચન લગાવવો બધાં ને આવડે છે! બિંદી લગાડતા જાઓ તો બિંદી રુપમાં સ્થિત થઇ શકશો. મ્યુઝિયમ કે પ્રદર્શની માં તમે લોકો સમજાવ્યાં પછી શું કરો છો? મ્યુઝિયમ કે પ્રદર્શની નાં પછી શું કરવાનું છે, તે પત્રિકા બધાં ને આપો છો. તો બાપદાદા પણ આજે પૂછે છે કે - “આપ ભઠ્ઠી પછી શું કરશો? યજ્ઞનાં કાર્યને કેવી રીતે આગળ વધારશો? પોતાની ઉન્નતિનું સાધન શું કરશો?” દેવીગુણ ધારણ કરવા, સ્નેહી બનવું - આ તો કરવાનું જ છે. પરંતુ પ્રેક્ટિકલ (વ્યવહારિક) રુપ થી શું આપશો? જેમ તમે લોકોએ સંભળાવ્યું પણ કે પોતાનાં, બાપદાદાનાં, પરિવારનાં સ્નેહી - સહયોગી બનશો. પરંતુ તે પણ કઈ-કઈ વાતો માં બનવાનું છે, મન્સા-વાચા-કર્મણા ની સાથે-સાથે તન-મન-ધન ત્રણેય રુપ થી પોતાને ચેન્જ કરવાનું છે. મદદગાર અને વફાદાર - જ્યારે બંને વાતો હશે ત્યારે બાપદાદા અને પરિવાર નાં સ્નેહી અને સહયોગી બની શકશો. જે સહયોગી હશે તેમની પરખ શું હશે? તે પરિવાર અને બાપદાદા નાં વિચારો અને જે કર્મ થાય છે તેમાં એકબીજાનાં સમીપ હશે. એકબીજાનાં મત માં સમીપ આવતાં જશે તો પછી મતભેદ ખતમ થઇ જશે. એક તો મદદગાર અને વફાદાર, તેની રીત પણ બતાવી. બીજી વાત આ છે કે જે પણ સંપૂર્ણ સમર્પણ હોય છે તેમને પોતાનું તન-મન-ધન અને સમય - આ ચારે ચીજો ક્યાં લગાડવી જોઈએ? આ તો જરુરી છે કે પ્રવૃત્તિ માર્ગ તરફ પણ ધ્યાન આપવાનું છે, પરંતુ આ જે ચાર ચીજો આપો છો તેનાં માટે તમારાં મનમાં જજમેન્ટ (નિર્ણય) ઠીક છે કે અમે યથાર્થ રીતે પ્રયોગ કરી રહ્યાં છીએ? સંપૂર્ણ સમર્પણ આત્માએ ખરેખર જે તન, મન, ધન અને સમય આપવો જોઈએ - તે પ્રમાણે આપી રહ્યાં છીએ? આ પોતામેળ પણ કાઢો કે તન, મન, ધન અને સમય નો પ્રયોગ ક્યાં કરીએ છીએ? જેમ પોતાના ઘરનું પોતામેળ (રોજમેળ) રાખો છો તેમ જે સંપૂર્ણ સમર્પણ થયાં છે તેમણે આ પણ રોજમેળ કાઢવું જોઈએ. તન પણ ક્યાં અને કેવી રીતે લગાવ્યું? આ શોર્ટ (સંક્ષિપ્ત) માં લખવાનું છે પરંતુ સ્પષ્ટ. કારણ કે ડિટેલ (વિસ્તાર) પણ હોય છે પરંતુ સ્પષ્ટ નથી હોતું. એટલે શોર્ટ પણ હોય અને સ્પષ્ટ પણ હોય. જેટલું-જેટલું શોર્ટ અને સ્પષ્ટ લખી શકશો એટલી આંતરિક સ્થિતિ પણ સ્પષ્ટ અને ક્લિયર (શુદ્ધ) થશે. સંકલ્પ ને શોર્ટ કરશો તો સમાચાર પણ શોર્ટ થશે અને પુરુષાર્થ ની લાઈન ક્લિયર હશે તો સમાચાર પણ સ્પષ્ટ થશે. આમાં પૂરો પોતામેળ આવી જશે. ત્રીજી વાત આ યાદ રાખવાની છે કે મન્સા, વાચા, કર્મણા જે કાંઈ પણ હમણાં સુધી પુરુષાર્થ ની ખોટ નાં કારણે ચાલતું રહ્યું, તેને બુદ્ધિ થી બિલકુલ જ ભૂલી જાઓ, જેમ કે હવે નવો જન્મ લીધો છે. પુરુષાર્થ માં પણ જે વાતો કમજોરી ની છે તે બધી અહીંયા જ છોડીને જવાની છે. પછી પત્રો માં આ ન આવવું જોઈએ કે પાછલા સંસ્કારોને કારણે આ થઈ ગયું. જ્યારે સંપૂર્ણ સમર્પણ થઈ ગયાં, તો એમ જ વિચારવાનું કે દાન આપેલી ચીજ છે, જેને જો ફરી સ્વીકાર કરશો તો તેનું પરિણામ શું થશે! આ સ્મૃતિ રાખવાથી ચારે વાતો ચેન્જ થઈ જશે. મુખ થી ક્યારેય એવાં બોલ ન નીકળવા જોઈએ. સમસ્યાઓ સામે કેમ આવે છે? કારણ કે જ્ઞાનની ઘણી વાતો ઉલ્ટા રુપમાં અંદર ધારણ કરી લીધી છે. કોઈ ભૂલ થશે તો કહેશો કે સંપૂર્ણ તો બન્યાં નથી, હજું તો સમય પડ્યો છે, પુરુષાર્થી છીએ. પુરુષાર્થી ને ભૂલો કરવાની રજા નથી. પરંતુ આજકાલ એવું સમજી બેઠાં છે કે પુરુષાર્થી અર્થાત્ ભૂલો માફ છે. આ આવું કરે છે તો આમારે કરવું પડે છે. આ જ્ઞાની નાં બદલે અજ્ઞાની થઈ ગયાં. યાદ શું રાખવાનું છે? - “જે કરીશું તે પામીશું. હું જે કરીશ, મને જોઈ બીજા કરશે. તેઓને જોઇ મારે નથી કરવાનું. હું એવું કરું, જે મને જોઈ બીજા પણ એવું કરે.” તો આ નાની-નાની વાતો ઉલ્ટા રુપમાં ધારણ કરી લીધી છે. જ્ઞાન નો સાચ્ચો એડવાન્ટેજ (ફાયદો) જે લેવો જોઈએ તેનાં બદલે ઉલ્ટા રુપ થી પ્રયોગ કરવાથી પુરુષાર્થ માં કમજોરી આવે છે. આ પુરુષાર્થહીન ની વાતો છે, પરંતુ સમજે છે કે આ જ પુરુષાર્થી જીવન છે. એટલે આ તો જ્ઞાનની પોઇન્ટ (વાત) ને પોતાનાં પુરુષાર્થ ની ઉણપ ને છુપાવવાનું સાધન બનાવીને રાખે છે. આ સાધનો ને મિટાવો તો બધી સમસ્યાઓ સ્વયં જ ખતમ થઇ જશે. ચાર શક્તિઓને ધારણ કરવાની છે. છે તો એક જ ઈશ્વરીય શક્તિ, પરંતુ સ્પષ્ટ કરવા માટે કહેવાય છે. ૧ - સમેટવા ની શક્તિ અર્થાત્ શોર્ટ (સાર) કરવાની શક્તિ, ૨ - સમાવવાની શક્તિ, ૩ - સહન કરવાની શક્તિ, ૪ - સામનો કરવાની શક્તિ. પરંતુ કોનો સામનો કરવાનો છે? બાપદાદા અથવા દેવી પરિવારનો નહીં. માયાની શક્તિ નો સામનો કરવાની શક્તિ.
આ ચારેય શક્તિઓ ધારણ કરશો તો સંપૂર્ણ સમર્પણ ને અવિનાશી કાયમ રાખી શકશો. જેમ કહે છે ને કે એક તો શોર્ટ (નાનું) કરો અને સોર્ટ (વર્ગીકરણ) કરો. આ કરવું છે, આ વિચારવું છે, આ નહિં; આ બનવું છે, આ નહીં. સોર્ટ (વર્ગીકરણ) કરતાં જાઓ. અને જેટલું થઈ શકે શોર્ટ કરો. જો દસ શબ્દો બોલવાનાં છે, તેને શોર્ટ કરી ૨ શબ્દોમાં રહસ્ય બતાવો. તો આમ સોર્ટ કરતાં-કરતાં બિલકુલ શોર્ટ થઇ જશે. આવો પુરુષાર્થ આ ભઠ્ઠી પછી કરવાનો છે. એક વાત આ પણ યાદ રાખજો કે જેમ બાપદાદાએ આપ સર્વ બાળકોને સૃષ્ટિ ની સામે પ્રત્યક્ષ કર્યા છે, તો હવે આપ બાળકોનું પણ કામ છે કે દરેક કર્તવ્ય થી, દરેક વાત થી બાપદાદાને અનેક આત્માઓની આગળ પ્રત્યક્ષ કરવાનાં છે. તે છે તમારું કર્તવ્ય. આ પણ પોતાનો ચાર્ટ જુઓ કે હમણાં સુધી અમે બાપનો સંદેશ તો આપ્યો પરંતુ તે સંદેશ થી આત્માઓની અંદર બાપદાદાનાં સ્નેહ અને સંબંધ ને પ્રત્યક્ષ કર્યો? ના. તો તે સર્વિસ (સેવા) શું થઈ? અધુરી સર્વિસ નથી કરવાની. હમણાં સંપૂર્ણ સમર્પણ થયાં છો તો સર્વિસ પણ સંપૂર્ણ કરવાની છે. એટલે દરેકે આ પણ ચેક કરવાનું છે કે આજે મેં મન્સા, વાચા, કર્મણા કેટલી આત્માઓની અંદર બાપદાદાનાં સ્નેહ અને સંબંધ ને ક્યાં સુધી પ્રત્યક્ષ કર્યો છે? ફક્ત સંદેશ આપવો સર્વિસ નથી. સંદેશ આપવો અર્થાત્ તેમને પોતાનાં સંબંધી બનાવવાં. પોતાનાં સંબંધી બનાવવા અર્થાત્ શિવવંશી બ્રહ્માકુમાર/બ્રહ્માકુમારી બનાવવાં. આ છે પોતાનાં સંબંધી બનાવવાં. પોતાનાં સંબંધી ત્યારે બનાવશો જ્યારે તેમને સ્નેહી બનાવશો. સ્નેહી બનાવવાથી સંબંધી બની જશે. ફક્ત સંદેશ આપો તે કીડી-ચાલ ની સર્વિસ છે. આ વિહંગ માર્ગની સર્વિસ છે. દુનિયાની અંદર આ અવાજ ફેલાવો કે બાપદાદા પોતાનાં કર્તવ્ય ને કેવી રીતે ગુપ્ત વેશમાં કરી રહ્યાં છે. તેમને આ સ્નેહ, સંબંધ માં લાવો. છે તો બધાં તમારાં સંબંધી ને. તો સંબંધીઓને પોતાનો સંબંધ યાદ અપાવો. વિખૂટી થયેલી આત્માઓને સ્નેહી બનાવો. હમણાં સર્વિસનું ગુપ્ત રુપ ચાલી રહ્યું છે, પ્રત્યક્ષ રુપ નથી ચાલી રહ્યું. મ્યુઝિયમમાં (સંગ્રહાલય) આવે છે; બહાર નું પ્રત્યક્ષ રુપ બીજી વસ્તુ છે. પરંતુ સર્વિસનું રુપ હમણાં ગુપ્ત છે. સર્વિસ નું રુપ જ્યારે પ્રત્યક્ષ થશે ત્યારે પ્રત્યક્ષતા થશે. સર્વિસ કેવી રીતે વૃદ્ધિ ને પામે તેનાં માટે નવા-નવા પ્લાન (યોજના) પણ બનાવો. અવાજ કેવી રીતે થાય? બેધડક થઈને સૂચના આપવા, સંદેશ આપવા માટે જાઓ. પ્રદર્શની પણ કરતા જાઓ પરંતુ પછી એમને જે કહો છો તે તમે પણ કરો. પરસ્પર મળી ને વિચારો - દુનિયાને આ કેવી રીતે ખબર પડે કે હમણાં સમય કયો છે અને કર્તવ્ય કયું થઈ રહ્યું છે? કોઈપણ રીતે અવાજ પહોંચી જાય. પેપર (સમાચાર પત્ર) દ્વારા સર્વિસ થવી જોઈએ, તે થઈ નથી. એક સંગઠનનાં રુપ માં, એકબીજાને સમજી, સહયોગી બની બેહદની સર્વિસ માં બેહદ નું રુપ લાવવાનું છે.
આ ગ્રુપમાં ઈમર્જ (જાગૃત) રુપમાં બધાને આ ઉમંગ છે કે જેવું બાપદાદા ઈચ્છે છે તેમ જ અમે ૧૦૦ ટકા કરીને દેખાડીશું. જેમ આ ઈમર્જ રુપ માં છે, પૂરું થઈ જશે. બધાનાં મનમાં જે છે કે લૌકિક કાર્ય થી બધાં ટોટલી (તદ્દન) સરેન્ડર (સમર્પિત) થઇ જાય, તે દિવસ પણ નજીક છે. પરંતુ તે ત્યારે થશે જ્યારે મન થી સરેન્ડર થશો. પછી લૌકિક કાર્યથી સરેન્ડર થવામાં વાર નહીં લાગ. આ વખતે મન થી સરેન્ડર થઇ જાઓ. જેનું રીઝલ્ટ સારું જોશું તે અનુસાર નંબર આપશે. ભઠ્ઠી નો પ્રોગ્રામ ભલે હોય ન હોય પરંતુ મધુબન તો છે જ ભઠ્ઠી. મધુબન આવતા રહેશો અને પોતાનાં અમર બનાવવાનું પ્રમાણ આપતા રહેશો. સૌથી મોટું સરેન્ડર થવાનું છે - સંકલ્પો માં. કોઈ વ્યર્થ સંકલ્પ ન આવે. આ સંકલ્પો નાં કારણે જ સમય અને શક્તિ વેસ્ટ (વ્યર્થ) થાય છે. તો સંકલ્પ થી પણ સંપૂર્ણ સમર્પણ થવાનું છે. મનનાં ઉમંગો ને હવે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવાનાં છે. અચ્છા!