Search for a command to run...
13 Nov 1969
બાપદાદાની ઉમ્મીદો (આશાઓ)
13 November 1969 · ગુજરાતી
અશરીરી થઈને પછી શરીર માં આવવાનો અભ્યાસ પાક્કો થતો જાય છે? જેમ બાપદાદા અશરીરી થી શરીર માં આવે છે તેમ જ આપ સર્વ બાળકોએ પણ અશરીરી થઈને શરીર માં આવવાનું છે, અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને પછી વ્યક્ત માં આવવાનું છે. આવો અભ્યાસ દિન-પ્રતિદિન વધારતાં ચાલો છો? બાપદાદા જ્યારે આવે છે તો કોને મળવા આવે છે? (આત્માઓથી) કઈ આત્માઓ? જે આખાં વિશ્વમાં શ્રેષ્ઠ આત્માઓ છે, તે શ્રેષ્ઠ આત્માઓથી બાપદાદાનું મિલન થાય છે. એટલો નશો રહે છે - ‘અમે જ આખાં વિશ્વમાં શ્રેષ્ઠ આત્માઓ છીએ’? શ્રેષ્ઠ આત્માઓને જ સર્વ શક્તિમાન નાં મિલનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તો બાપદાદા ભ્રકુટી ની વચમાં ચમકતા તારાઓને જ જુએ છે. આપ તારાઓને કયા-કયા નામથી બોલાવામાં આવે છે? એક તો લકી (ભાગ્યશાળી) તારાઓ પણ છો અને નયનો નાં તારાઓ પણ. બીજા કયા તારાઓ છો? જે કાર્ય હવે બાળકોનું રહેલું છે તે નામ નાં તારાઓને ભૂલી ગયાં છો. જે મહેનત નું કાર્ય છે તે ભૂલી ગયાં છો. યાદ કરો પોતાનાં કર્તવ્ય ને. બાપદાદાની ઉમ્મીદો (આશાઓ) નાં તારાઓ. એ જ કાર્ય હવે રહેલું છે. બાપદાદા જે ઉમ્મીદો બાળકોથી રાખે છે તે કાર્ય પૂરું કરેલું છે? બાપદાદા એક-એક તારા માં આ જ ઉમ્મીદ રાખે છે કે એક-એક અનેકો ને પરિચય આપીને લાયક બનાવે. એક થી જ અનેક બનવાનાં છે. આ ચેક (તપાસ) કરો કે - અમે એવાં બન્યાં છીએ? અનેકોને બનાવ્યાં છે? એમાંથી પણ ક્વોન્ટીટી (સંખ્યા) તો બની રહી છે, ક્વોલિટી (ગુણવત્તાયુક્ત) બનાવવાની છે. સંખ્યા બનાવવી સહજ છે, પરંતુ ગુણવત્તા વાળા બનાવવા - આ ઉમ્મીદ બાપદાદા તારાઓ માં રાખે છે. હમણાં આ કાર્ય રહેલું છે. સંખ્યા બનાવવી - આ તો ચાલી રહ્યું છે. પરંતુ હવે એવી ગુણવત્તા વાળી આત્માઓ બનાવવાની સેવા બાકી રહેલી છે. ગુણવત્તા વાળી એક આત્મા સંખ્યા ને આપોઆપ જ લાવશે. એક ગુણવત્તા વાળું અનેકો ને લાવી શકે છે. ગુણવત્તા, સંખ્યા ને લાવી શકે છે. હમણાં આ જ કાર્ય જે રહેલું છે, તેને પૂરું કરવાનું છે. પોતાની સેવા ની ગુણવત્તા થી તમે પોતે સંતુષ્ટ રહો છો? સંખ્યા ને જોઈ ખુશ તો થાઓ છો, પરંતુ ગુણવત્તા ને જોઈ સેવામાં સંતુષ્ટ થવાનું છે. ગુણવત્તા કેવી રીતે લાવશો? જેટલી-જેટલી જેમનામાં ડિવાઇન ક્વોલિટી (દૈવી ગુણ) હશે, એટલાં જ ગુણવત્તા વાળાઓને લાવશે. ઘણાં બાળકોને બધાં પ્રકારની મહેનત ખુબ કરવી પડે છે - પોતાનાં પુરુષાર્થ માં પણ, તો સર્વિસ માં પણ. કોઈને વધારે મહેનત કરવી પડે છે, કોઈને ઓછી. તેનું કારણ શું છે? ક્યારેક તેને જ મહેનત લાગે છે, ક્યારેક પછી તેમને જ સહજ લાગે છે. આ કેમ? ધારણાની ખોટ નાં કારણે મહેનત લાગે છે. ઘણાં કર્તવ્યો માં તો લોકો કહી દે છે કે એમનાં ભાગ્યમાં જ નથી. અહીંયા તો એવું નહીં કહેશું. કઈ વિશેષ ઉણપ નાં કારણે મહેનત લાગે છે? શ્રીમત પર ચાલવાનું છે. તો પણ કેમ નથી ચાલી શકતાં? કોઈ પણ કાર્ય માં - ભલે પુરુષાર્થ, ભલે સેવામાં મહેનત લાગવાનું કારણ આ છે કે વાતો તો બધી બુદ્ધિમાં છે પરંતુ એ વાતોની મહીનતા (ઊંડાણ) માં નથી જતાં. મહીન બુદ્ધિને ક્યારેય મહેનત નથી લાગતી. જાડી બુદ્ધિ નાં કારણે ખુબ મહેનત લાગે છે. શ્રીમત પર ચાલવા માટે પણ મહીન બુદ્ધિ જોઈએ. મહીનતા માં જવાનો અભ્યાસ કરવાનો છે. બીજા શબ્દો માં આ કહેશે કે જે સાંભળ્યું છે તે કરવાનું છે અર્થાત્ તેની મહીનતા માં જવાનું છે. જેમ દહીં ને વલોવીને પાતળું કરે છે ત્યારે તેમાંથી માખણ નીકળે છે. તો આ પણ મહીનતા માં જવાની વાત છે. મહીનતા ની ખોટ નાં કારણે મહેનત લાગે છે. મહીનતા માં જવાનાં બદલે તે વાતને મોટા રુપમાં જુએ છે. સેવા નાં સમયે પણ મહીન બુદ્ધિ હોય, જ્ઞાનની મહીનતા માં જઈને તેમને સંભળાવે અને તે જ્ઞાનની મહીનતા માં લઈ જાય તો તેમને પણ મહેનત ઓછી લાગે અને પોતાને પણ ઓછી લાગે. આ મહીનતા ની જ ખોટ છે. હવે આ પુરુષાર્થ કરવાનો છે.
શારીરિક શક્તિ પણ ક્યારે આવે છે? જ્યારે ભોજન મહીન રુપથી ખાઓ, તો તે ભોજનની શક્તિ બને છે. ભોજનનું મહીન રુપ શું બને છે? લોહી. જ્યારે લોહી બની જાય છે ત્યારે શક્તિ આવી જાય છે. તો હવે ફક્ત બહાર નું, ઉપર નું રુપ ન જોતાં, અંદર જવાની કોશિશ કરો. જેટલાં દરેક વાત માં અંદર જશો, ત્યારે રત્ન જોવામાં આવશે અને દરેક વાતની વેલ્યુ (મૂલ્ય) ની ખબર પડશે. જેટલી જ્ઞાનની વેલ્યુ, સર્વિસની વેલ્યુ ની ખબર હશે એટલાં તમે વેલ્યુએબલ (મૂલ્યવાન) રત્ન બનશો. જ્ઞાન રત્નો ની વેલ્યુ ઓછી કરો છો તો પોતે પણ વેલ્યુએબલ નથી બની શકતાં. એક-એક રત્ન ની વેલ્યુ ને પારખવાની કોશિશ કરો. તમે બાપદાદાનાં વેલ્યુએબલ રત્ન છો ને! વેલ્યુએબલ રત્ન ને શું કરાય છે? (છુપાવીને રાખવાનું હોય છે) બાપદાદાનાં જે વેલ્યુએબલ રત્ન છે તેમને બાપદાદા છુપાવીને રાખે છે. માયા થી છુપાવે છે. માયાથી છુપાવીને પછી ક્યાં રાખે છે? જેટલાં-જેટલાં જે અમૂલ્ય રત્ન હશે એટલાં-એટલાં બાપદાદા નાં દિલતખ્ત પર નિવાસ કરશે. જ્યારે દિલતખ્તનશીન બનશે ત્યારે રાજ્યનાં તખ્તનશીન બનશે. તો સંગમયુગ નું કયું તખ્ત (આસન) છે? તખ્ત છે કે બેગર (ભિખારી) છો? સંગમયુગ પર કયુું તખ્ત મળે છે. બાપદાદાનાં દિલ નું તખ્ત. આ આખાં વિશ્વ નાં તખ્તો થી શ્રેષ્ઠ છે. કેટલું પણ મોટું તખ્ત સતયુગ માં મળે, પરંતુ આ તખ્ત ની આગળ તે શું છે? આ તખ્ત પર રહેવાથી માયા કાંઈ નથી કરી શકતી. આનાં પર ઉતરવું-ચઢવું નહીં પડશે. આનાં પર રહેવાથી માયાનાં સર્વ બંધનો થી મુક્ત રહેશો. અચ્છા!