Search for a command to run...
26 Jun 1969
શિક્ષા આપવાનું સ્વરૂપ - પોતાનાં સ્વરૂપથી શિક્ષા આપવી
26 June 1969 · ગુજરાતી
બાપ કોને જોઇ રહ્યાં છે? બાળકોને જોઈ રહ્યાં છે? આજે મુરલીમાં શું સાંભળ્યું હતું. તમે બધાં કોને યાદ કરો છો? (બાપ, શિક્ષક, સદ્દગુરુ ને) તો બાપદાદા પણ ફક્ત બાળકો નહીં પરંતુ ત્રણેય સંબંધો થી ત્રણે રૂપથી જોવે છે. બાળકો તો બધાં છે પરંતુ શિક્ષક નાં રૂપ માં શું જોવે છે? નંબરવાર સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને જોવે છે. અને ગુરુનાં રૂપ થી કોને જુએ છે, ખબર છે? નંબરવાર ફોલો (અનુસરણ) કરવા વાળાઓને. જેમણે ફોલો કર્યું છે અને જેમને હવે કરવાનું છે, બંનેને જુએ છે. મુખ્ય અનુસરણ કયું એવું છે? ગુરુ રૂપથી જે શિક્ષા આપે છે. એમાં મુખ્ય ફોલો કોને કરવાનું છે? ગુરુ રૂપથી મુખ્ય ફોલો શું છે? (યાદ ની યાત્રા) યાદ ની યાત્રા તો એક સાધન છે. પરંતુ તે પણ શેનાં માટે કરાવે છે. બીજાની સદ્દગતિ કરતા પહેલાં પોતાને શું ફોલો કરવું પડશે? યાદ ની યાત્રા પણ શેનાં માટે શીખવાડવામાં આવે છે?
ગુરુ રૂપથી મુખ્ય ફોલો આ જ કરવાનું છે. અશરીરી, નિરાકારી, ન્યારા બનવું. યાદ ની યાત્રા પણ એટલા માટે કરે છે કે સાકાર માં રહેતાં નિરાકાર અને ન્યારા અશરીરી થઈને રહે. જ્યારે અશરીરી બનશો ત્યારે તો ગુરુની સાથે જઈ શકશો. મુખ્ય રૂપથી તો આ જ ફોલો કરી રહ્યાં છો અને કરવાનું છે.
શિક્ષક રૂપનો પાર્ટ હમણાં ચાલી રહ્યો છે કે પૂરો થઇ ચૂક્યો છે? રિવાઇઝ કોર્સ શિક્ષક કરાવી રહ્યાં છે અથવા પોતે જાતે કરી રહ્યાં છો? (એમની મદદ છે) ભણતર ભણાવતા નથી પરંતુ મદદ છે. રિવાઇઝ કોર્સ માટે સ્કૂલ માંથી રજા લેવામાં આવે છે, જેને હોમવર્ક (ગૃહકાર્ય) કહેવાય છે. પરંતુ શિક્ષક નું કનેક્શન (સહયોગી) રહે છે. સાથે નથી રહેતાં. ફક્ત કનેક્શન રહે છે. કનેક્શન ત્યાર સુધી છે જ્યાં સુધી ફાઇનલ પેપર હોય. રિવાઇઝ કોર્સ માટે શિક્ષક દરેક સમયે સાથે નથી રહેતા. તો હવે શિક્ષક દૂરથી જ દેખ-રેખ કરી રહ્યાં છે. ક્યાંય પણ કોઈ મુશ્કેલી થાય તો પૂછી શકો છો. પરંતુ જેમ ભણતર નાં સમયે સાથે રહેતાં હતાં તેમ હવે સાથે નથી. હવે ઉપર બેસીને સારી રીતે જોઇ રહ્યાં છે કે રિવાઇઝ કોર્સમાં કોણ-કોણ કેટલી શક્તિ થી, કેટલી મહેનત થી ઉમંગ-ઉત્સાહ થી કોર્સ ને પુરો કરી રહ્યાં છે. ઉપરથી બેસી દ્રશ્ય કેટલું સારું જોવાનું રહે છે! જેમ અહીંયા ઉપર (સંદલી પર) બેસીને જોવામાં અને નીચે બેસીને જોવામાં ફરક હોય છે ને. એનાથી પણ ઉપર કોઈ બેસીને જોવે તો કેટલો ફરક હશે! બુદ્ધિબળ થી મહેસુસ કરી શકો છો. શું અનુભવ થાય છે? આજે અનુભવ સંભળાવે છે. અનુભવ સાંભળવા અને સંભળાવવા ની તો પરંપરા થી રીત છે. તો વતનમાં રહેતાં શું અનુભવ કરે છે. વતનમાં હોવા છતાં પણ શિક્ષક નું કનેક્શન હોવાનાં કારણે જોવે છે - કોઈ-કોઈ ખુબ જ અલૌકિક પણાથી ભણતરને રિવાઇઝ કરી રહ્યાં છે, કોઈ સમય બગાડી રહ્યાં છે, કોઈ સમય સફળ કરી રહ્યાં છે. જ્યારે જોવે છે સમયને બગાડી રહ્યાં છે તો ખબર છે શું થાય છે? દયા તો આવે છે પરંતુ દયા ની સાથે- સાથે જે સંબંધ છે, તે સંબંધ પણ ખેંચાય છે. પછી દિલ થાય છે કે હમણાં ને હમણાં બાબા ની રજા લઈને સાકાર રૂપમાં તેમનું ધ્યાન ખેંચાવીએ. પરંતુ સાકાર રૂપ નો પાર્ટ તો પૂરો જ થયો. એટલે દૂરથી જ સકાશ આપે છે. બાબા જેમ સાકાર રૂપમાં લાલ ઝંડી દેખાડતા હતાં ને, એમ જ વતનમાં પણ. પરંતુ જોવામાં આવે છે કે અવ્યક્ત રસને અવ્યક્ત મદદ ને ખૂબ થોડાં જ લઈ શકે છે.
જે પણ રસ્તો નક્કી કરતાં વિઘ્ન આવે છે તે વિઘ્નોને પાર કરવાં માટે મુખ્ય કઈ એવી શક્તિ જોઈએ? (સહનશક્તિ) સહનશક્તિ થી પહેલાં કઈ એવી શક્તિ જોઈએ? વિઘ્ન નાખવા વાળી કઈ એવી વસ્તુ છે? (માયા) સંભળાવ્યું હતું કે વિઘ્નોનો સામનો કરવા માટે પહેલા જોઈએ પરખવાની શક્તિ, પછી જોઈએ નિર્ણય કરવાની શક્તિ. જ્યારે નિર્ણય કરશો - આ માયા છે અથવા અયથાર્થ છે. ફાયદો છે અથવા નુકશાન? અલ્પકાળની પ્રાપ્તિ છે અથવા સદાકાળ ની પ્રાપ્તિ છે? જ્યારે નિર્ણય કરશો તો નિર્ણયનાં પછી જ સહનશક્તિ ને ધારણ કરી શકશો. પહેલા પારખવાનું અને નિર્ણય કરવાનો છે. જેમની નિર્ણયશક્તિ તેજ હોય છે તે ક્યારેય હાર નથી ખાઈ શકતાં. હાર થી બચવા માટે પોતાની નિર્ણય શક્તિ અને પરખવાની શક્તિને વધારવાની છે. નિર્ણયશક્તિ વધારવા માટે પુરુષાર્થ કયો એવો કરવાનો છે? યાદ ની યાત્રા તો તમે ફટાફટ કહી દો છો - પરંતુ યાદની યાત્રાને પણ બળ આપવા વાળા કયું એવું જ્ઞાન અર્થાત્ સમજ છે? તે પણ સ્પષ્ટ બુદ્ધિમાં હોવું જોઈએ. ટોટલ (સરવાળો) તો રાખ્યું છે પરંતુ ટોટલ માં ક્યાંક- ક્યાંક પછી ટોટા (વિઘ્ન) પડી જાય છે. સ્કૂલમાં કેટલાંક બાળક એકબીજાને જોઈ ટોટલ તો નીકાળી દે છે, પરંતુ જ્યારે માસ્તર પૂછે - ટોટલ કેવી રીતે કર્યું છે? તો મૂંઝાઈ જાય છે. તો તમે ટોટલ યાદ ની યાત્રા કહી દો છો પરંતુ તે ટોટલ કઈ રીતે થી થશે, તે પણ જાણવાનું છે. તો નિર્ણય શક્તિને વધારવા માટે મુખ્ય કઈ વાત ની આવશ્યકતા છે. (વિચાર સાગર મંથન) વિચાર સાગર મંથન કરતાં-કરતાં સાગરમાં જ ડૂબી જાય તો? ઘણાં બેસે છે વિચાર સાગર મંથન કરવા, પરંતુ કોઈ- કોઈ લહેર એવી આવે છે જે સાથે લઈ જાય છે. જેમ કોઈ પણ સ્થૂળ શારીરિક તાકાત ઓછી હોય છે તો તાકાતનો ખોરાક આપવામાં આવે છે. તેમ જ નિર્ણય શક્તિને વધારવા માટે મુખ્ય ખોરાક આ જ છે, જે પહેલાં પણ સંભળાવ્યું. અશરીરી, નિરાકારી અને કર્મ માં ન્યારા. નિરાકારી અથવા અશરીરી અવસ્થા તો થઈ બુદ્ધિ સુધી, પરંતુ કર્મથી ન્યારા પણ રહે અને નિરાળા પણ રહે જે દરેક કર્મ ને જોઈને લોકો પણ સમજે કે આ તો નિરાળા છે, આ લૌકિક નથી અલૌકિક છે. તો નિર્ણયશક્તિ ને વધારવા માટે આ ખૂબ આવશ્યક છે. જેટલાં આ વાતો ને ધારણ કરશો એટલાં જ પોતાનાં વિઘ્નોને પણ મિટાવી શકશો. અને જે સૃષ્ટિ પર આવવાં વાળા વિઘ્ન છે, તેનાથી બચી શકશો. શિક્ષા તો ખૂબ મળે છે, પણ હવે શું કરવાનું છે? શિક્ષા સ્વરૂપ બનવાનું છે. શિક્ષા અને તમારો સ્વધર્મ અલગ ન હોવો જોઈએ. તમારું સ્વરૂપ જ શિક્ષા હોવી જોઈએ. સ્વરૂપથી શિક્ષા આપી શકાય છે. કેટલીક વાતોમાં વાણીથી શિક્ષા નથી આપી શકાતી, પરંતુ પોતાનાં સ્વરૂપથી શિક્ષા આપી શકાય છે. તો હવે શિક્ષા સ્વરૂપ બનીને પોતાનાં સ્વરૂપ થી શિક્ષા આપવાની છે. શિક્ષા તો ખૂબ મળી. કોર્સ તો પૂરો થયો ને.
એક પ્રશ્ન પુછાયો હતો કે - હવે જે બાપદાદા અન્ય તનમાં આવે છે, તો જેમ સાકાર રૂપમાં મુરલી ચલાવતા હતા એવી રીતે જ કેમ નથી ચલાવતાં? શું એવી રીતે જ મુરલી નથી ચલાવી શકતાં? કેમ ભાષા બદલી, કેમ રીત બદલી? એવા પ્રશ્નો અનેકોને ઊઠે છે. જયારે તમે ભાષણ કરી શકો છો તો બાપદાદા ને કોઈ પણ તન દ્વારા મુરલી ચલાવવું મુશ્કેલ છે? પરંતુ કેમ નથી ચલાવતાં? (બે-ચાર લોકોએ પોતાનાં વિચાર સંભળાવ્યા) જે તન દ્વારા ભણાવવાનો પાર્ટ હતો, તે ભણતર નો કોર્સ તો પૂરો થયો. હવે પાછાં ભણતર-ભણવાવાં માટે નથી આવતાં. તે કોર્સ હતો, તેજ તન દ્વારા પાર્ટ પૂરો થઇ ચૂક્યો છે. હમણાં તો આવે છે મળવા માટે, મનોરંજન માટે. અને મુખ્ય વાતો કઈ એવી છે? જેમ-અશરીરી, કર્માતીત બનીને શું કર્યું? એક સેકન્ડમાં પંખી બનીને ઉડી ગયાં. સાકાર શરીરથી એક સેકન્ડમાં ઉડ્યા ને. તો હવે ભણતર પૂરું થયું. બાકી એક કાર્ય રહેલું છે. સાથે લઈ જવાનું. એટલે હવે ફક્ત મળવા, અવ્યક્ત શિક્ષાઓ થી મનોરંજન અને ઉડાવવા માટે આવે છે. ભણતરનાં પોઇન્ટ્સ, ભણતરનું રૂપ હવે નથી ચાલી શકતું. હવે કોર્સ રિવાઈઝ થઈ રહ્યો છે. પરંતુ કેટલાં સમયમાં રિવાઇઝ કરશો? કેટલાં સુધી કોર્સ પૂરો થયો છે? હવે આ બધાએ નિર્ણય કરવાનો છે કે - ક્યાં સુધી રિવાઇઝ કોર્સ થયો છે, કેટલો સમય હવે જોઈએ? સાકાર તન નાં દરેક કર્મ, દરેક સ્થિતિ થી પોતાને ભેટ કરતાં તેમને જુઓ, આ લક્ષ્ય રાખીને પોતાને જોવો. પછી ખબર પડશે કે ક્યાં સુધી છે. લક્ષ્ય તો બતાવી દીધું છે કે કેવી રીતે પોતાને પારખવાનું, પછી જવાબ આપવાનો.
બીજો પ્રશ્ન આ આપે છે. હોમવર્ક તો તમારું ચાલી જ રહ્યું છે, તેમાં વિશેષ ધ્યાન ખેંચાવે છે. આ જે પાર્ટ ભાવિ પ્રમાણે થયો છે તે સાકાર રૂપ ને અવ્યક્ત કેમ બનાવ્યું? તેનાં પણ કેટલાંક ગુહ્ય રહસ્ય છે. તેનાં ઊંડાણમાં જજો, સાગર ની લહેરોમાં ન્હાવા નહીં લાગી જતાં પરંતુ સાગરનાં તળિયા માં જવાનું. પછી જે રત્ન મળે તે લઈ આવવાનાં. એ વિચારવું - આનું ગુહ્ય રહસ્ય ડ્રામા માં શું નોંધાયેલું છે? ઉપર કોઈ ગુહ્ય રહસ્ય છે. વગર રહસ્ય તો કોઈ પણ ચલન થઈ જ નથી શકતી.
અચ્છા- હવે, ટાઈમ થઇ ગયો છે.