પાર્ટીઓની સાથે
૧. પાઠશાળામાં જાઓ છો. પાઠશાળા નો પહેલો પાઠ કયો છે? પોતાને મરજીવા બનાવવાં, મરજીવા અર્થાત્ પોતાના દેહથી, મિત્ર-સંબંધીઓથી, જૂની દુનિયાથી મરજીવા. આ પહેલો પાઠ પાક્કો કર્યો છે? (સંસ્કારથી મરજીવા નથી થયાં) જ્યારે કોઈ મરી જાય છે તો પાછલાં સંસ્કાર પણ ખતમ થઇ જાય છે. તો અહીંયા પણ પાછલાં સંસ્કારો કેમ યાદ આવવાં જોઈએ. જ્યારે જન્મ જ બીજો તો પાછલી વાતો પણ ખતમ થવી જોઈએ. આ પહેલો પાઠ છે મરજીવા બનવાનો. તે પાક્કો કરવાનો છે. પાછલાં જૂનાં સંસ્કાર એવાં લાગવા જોઈએ જેમ કે બીજા કોઈ નાં છે. અમારાં નથી. પહેલાં શુદ્રો નાં હતાં, હવે બ્રાહ્મણો નાં છે. તો જૂનાં શુદ્રોનાં સંસ્કાર ન હોવા જોઈએ. પારકા સંસ્કાર પોતાના કેમ બનાવો છો. જે પારકી ચીજ ને પોતાની બનાવે છે તેને શું કહેવાય? ચોર. તો આ ચોરી પણ કેમ કરો છો? આ તો - શુદ્રો નાં સંસ્કાર છે, બ્રાહ્મણોનાં નહીં. શુદ્ર ની ચીજ ને બ્રાહ્મણ સ્વીકાર કેમ કરે છે. અછૂતની સાથે કપડાં પણ અડી જાય તો નહાય છે. તો શુદ્રપણા નાં સંસ્કાર બ્રાહ્મણોને લાગી જાય તો શું કરવું જોઈએ? તેનાં માટે પુરુષાર્થ કરવો જોઈએ. જેમ ગંદી વસ્તુ ને નથી અડતા તેમ જૂનાં સંસ્કારો થી બચવાનું છે. અડવાનું નથી. જ્યારે આટલું ધ્યાન રાખશો તો બીજાઓને પણ ધ્યાન અપાવી શકશો
૨. સર્વિસ (સેવા)ની સફળતાનો મુખ્ય ગુણ કયો છે? નમ્રતા. જેટલી નમ્રતા એટલી સફળતા. નમ્રતા આવે છે નિમિત્ત સમજવાથી. નિમિત્ત સમજીને સર્વિસ કરવી. નમ્રતા નાં ગુણ થી બધાં તમારી આગળ નમન કરશે. જે પોતે નમે છે તેમની આગળ બધાં નમે છે. નિમિત્ત સમજીને કાર્ય કરવાનું છે. જેમ બાપ શરીર નો આધાર નિમિત્ત માત્ર લે છે. એવી રીતે તમે સમજો કે નિમિત્ત માત્ર શરીર નો આધાર લીધો છે. એક તો શરીરને નિમિત્ત માત્ર સમજવાનું છે અને બીજું સર્વિસમાં પોતાને નિમિત્ત સમજવાનું. ત્યારે નમ્રતા આવશે. પછી જુઓ સફળતા તમારી આગળ ચાલશે. જેમ બાપદાદા ટેમ્પરરી (ક્ષણિક) દેહમાં આવે છે એવી રીતે દેહ ને નિમિત્ત આધાર સમજો. બાપદાદાનું દેહમાં અટેચમેન્ટ (મમત્વ) હોય છે શું? આધાર સમજવાથી અધીન નથી બનતાં. હમણાં દેહનાં અધીન થાઓ છો પછી દેહ ને અધીન કરશો.
૩. ગાયન છે દૃષ્ટિ થી સૃષ્ટિ બને છે. કઈ સૃષ્ટિ બને છે અને ક્યારે બને છે? દૃષ્ટિ અને સૃષ્ટિ નું જ ગાયન કેમ છે, મુખ નું ગાયન કેમ નથી? સંગમ પર પહેલાં-પહેલાં શું બદલી કરો છો? પહેલો પાઠ કયો ભણાવે છે? ભાઈ-ભાઈ ની દૃષ્ટિ થી જુઓ. ભાઈ-ભાઈની દૃષ્ટિ અર્થાત્ પહેલાં દૃષ્ટિને બદલવાથી બધી વાતો બદલાઈ જાય છે. એટલે ગાયન છે કે દૃષ્ટિ થી સૃષ્ટિ બને છે. જ્યારે આત્મા ને જુઓ છો ત્યારે આ સૃષ્ટિ જૂની જોવામાં આવે છે. પુરુષાર્થ પણ મુખ્ય આ ચીજ નો જ છે દૃષ્ટિ બદલવાનો. જ્યારે આ દૃષ્ટિ બદલાઈ જાય છે તો સ્થિતિ અને પરિસ્થિતિ પણ બદલાઈ જાય છે. દૃષ્ટિ બદલવાથી ગુણ અને કર્મ આપોઆપ જ બદલાઈ જાય છે. આ આત્મિક દૃષ્ટિ નેચરલ (સ્વાભાવિક) થઈ જાય.
૪. જે સંગમયુગ પર સ્વયં નાં રાજા બને છે તે પ્રજા નાં પણ રાજા બની શકે છે. જે અહીંયા સ્વયં નાં રાજા નથી તે ત્યાં પ્રજાનાં રાજા પણ નથી બની શકતાં. સંગમયુગ પર જ બધાં સંસ્કારો નાં બીજ પડે છે. અહીંયાનાં બીજ નાં સિવાય ભવિષ્યનું વૃક્ષ પેદા થઇ નથી શકતું. અહીંયા બીજ નહીં નાખો તો ફૂલ ક્યાંથી નીકળશે. અહીંયા સ્વયં નાં રાજા બનવાથી શું થશે? પોતાને અધિકારી સમજશો. અધિકારી બનવા માટે ઉદારચિત્ત નો વિશેષ ગુણ જોઈએ. જેટલા ઉદારચિત્ત હશો એટલા અધિકારી બનશો.
૫. બ્રાહ્મણો નું મુખ્ય કર્તવ્ય છે ભણવું અને ભણાવવું. એમાં બીઝી (વ્યસ્ત) રહેશો તો બીજી વાતોમાં બુદ્ધિ નહીં જાય. તો પોતાને ભણવાં અને ભણાવવામાં બીઝી રાખો. આજ સુધી બાપદાદાએ સંભળાવ્યું છે કે મનની વૃત્તિ અને અવ્યક્ત દૃષ્ટિ થી સર્વિસ કરી શકો છો. પોતાની વૃત્તિ-દૃષ્ટિ થી સર્વિસ કરવામાં કોઇ બંધન નથી. જે વાતમાં સ્વતંત્ર હોવ તે સર્વિસ કરવી જોઈએ.
