Search for a command to run...
6 Jul 1969
શિક્ષકોનાં પ્રતિ અવ્યક્ત બાપદાદા નાં મહાવાક્ય
6 July 1969 · ગુજરાતી
બધા કોની યાદમાં બેઠા છો? એકની યાદ હતી અથવા બે ની? જે એક ની યાદ માં હતાં તે હાથ ઉઠાવો. અને જે બે ની યાદમાં હતાં તે પણ હાથ ઉઠાવે. હવે તે બે કોણ? અવ્યક્ત-વતન વાસી કે વ્યક્ત-વતન વાસી? તમે બધા શિક્ષક છો ને. તમારી પાસે કોઈ જીજ્ઞાસુ આવે તો એમને કયું એવું ઠેકાણું આપશો? બધાને ટીચિંગ (શિક્ષણ) શું આપશો! તમે શિક્ષક છો ને. શિક્ષકો પોતાનાં શિક્ષક નો શો (પ્રખ્યાતિ) કાઢે છે. જીજ્ઞાસુ ને જેવી રીતે પરવરિશ કરશો અને ઠેકાણું આપશો, તે શિક્ષકનો શો નીકળે છે. જો તમે જીજ્ઞાસુ ને આવવાની સાથે જ અવ્યક્ત વતન નું ઠેકાણું આપશો જે રસ્તો ક્યારેય જોયો જ નથી તો પહોંચશે કેવી રીતે? પહેલાં એડ્રેસ (સરનામું) કયું અપાય છે? તમે સંગ્રહાલયમાં શું સમજાવો છો? જીજ્ઞાસુ ને શું પરિચય આપો છો? તેમને કયો એવો રસ્તો કયું એવું ઠેકાણું આપો છો? બીજ કોણે વાવ્યું? બીજ તો બીજ જ છે. તે બીજ ભલે સડી પણ જાય તો પણ સમય પર કંઈક ને કંઈક ડાળીઓ વગેરે નીકળતી રહે છે, વરસાદ પડે છે તો નીકળી આવે છે. તમે બીજ ને ભૂલી જશો તો પછી રસ્તો કેવી રીતે બતાવશો! બીજ કયું છે?
શિક્ષકએ યુક્તિયુક્ત બોલવું જોઈએ. નાનાં બાળકો તો નથી ને. નાનાં બાળકોને પહેલાં થી શીખવાડવામાં આવે છે. તમે તો શીખીને, આટલી પરવરિશ લઈને અહીંયા પરીક્ષા આપવા આવ્યા છો. ભણશો પણ સાથે, પરીક્ષા પણ આપશો. બંને કાર્ય એક સાથે ચાલશે. બાપ અવ્યક્ત વતનવાસી બન્યા તો તમારે બધાને પણ અવ્યક્ત વતનવાસી બનવાનું છે. એ કઈ સૃષ્ટિ પર ઊભા રહીને અવ્યક્ત બન્યાં? તમારે ક્યાં બનવાનું છે (સાકાર સૃષ્ટિમાં) સૃષ્ટિ તો ઓલરાઉન્ડ (સર્વાંગી) ગોળ છે. સૃષ્ટિમાં આખું ઝાડ સમાયેલું છે. પરંતુ સૃષ્ટિ નું ઠેકાણું સંગમ છે. સંગમ ની બલિહારી છે, જેણે તમને બધાને અહીંયા પહોંચાડ્યાં. તમે સ્વયં નું ઠેકાણું ભૂલી જશો તો પછી શું થશે? ઠેકાણું આપવા વાળા જ ભૂલાઈ જશે. ઠેકાણું પાક્કું યાદ કરો અને બાપદાદા નું જે ભણતર મળ્યું છે તેને ધારણ કરો. ધારણા થી ધૈર્યવત, અંતર્મુખ થશો. ધૈર્યતા હશે, તેનાંથી કળયુગી રાવણ રાજ્યને ખત્મ કરી દેશો. તો હવે ભણતર નો સમય અને સાથે-સાથે પરીક્ષા આપવાનો પણ સમય છે. આ થઈ એક વાત.
બીજી વાત - થોડું ધ્યાન માં રાખો આટલો સમય જે બાપદાદાનાં ખોળામાં ઉછર્યા અને એમાં જે પણ કંઈ કર્તવ્ય કર્યું. એવું પણ છે - કોઈ-કોઈ એ શરમ નાં લીધે બાપદાદા થી છુપાવ્યું છે. એવું નથી બાપને જાણીને બધું બાપ ની આગળ રાખેલ છે. નહીં. જે સમજે છે-એવી પણ ભૂલ થઈ છે, જેમ કોઇ પોતાનાં દિલથી ભૂલ નથી કરતા, પરંતુ અલબેલાપણાં થી થઈ જાય છે. તો આ બધાએ લખવાનું છે. બાપદાદા થી જેમણે વાત કરી છે, એમણે પણ લખવાની છે આખી જન્મ-પત્રી. આ અંત નો સમય છે ને. ૮૪ નો હિસાબ-કિતાબ અહીંયા જ ચૂકતું થાય છે. ‘સચ્ચાઈ’ અને ‘સફાઈ’ અક્ષર તો કહે છે, પરંતુ સચ્ચાઈ અને સફાઈ માં પણ અંતર શું છે - તે અર્થ ને નથી સમજ્યાં. હવે તેનાં ઊંડાણ માં જઈને બધું લખવાનું છે.
અવ્યક્ત વતન થી બાપદાદા બાળકોની સર્વિસ (સેવા) કરવા અને સ્વચ્છ બનાવવા માટે આવ્યાં છે. બાપ સેવા કરે છે. આપ સર્વ બાળકોનાં શરુ થી લઈને અંત સુધી બાપ સેવક છે. સેવા કરવા માટે સદૈવ તૈયાર છે. બાપને કેટલો ગર્વ રહે છે - અમારા બાળકો સિરતાજ છે. આંખોનાં તારા છે. જેમનાં માટે સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું છે, તે સ્વર્ગ નાં વાસી બનાવવા માટે તૈયાર કરી રહ્યાં છે! જે સમજે છે અમે લક્ષ્મી- નારાયણ બનશું. એટલું લક્ષ્ય પકડીને પછી પણ બેદરકારી કરતા રહે છે. એટલે બાપદાદા તો પણ સેવા કરવા આવ્યા છે. અંત મતિ સો ગતિ. સમય નથી. સમય ખુબ નજીક આવવાનો છે. આપ શેરની શક્તિઓએ ભુજાઓ તૈયાર કરવાની છે. ત્યારે તો દુશ્મન થી લડી શકશો. જો પોતાનાં માં વિશ્વાસ નથી, બાપદાદા નો પૂરો પરિચય નથી તો ન શક્તિ સેના બની શકશો, ન તે શક્તિ પણાંનાં અલંકાર આવશે. જો શક્તિ પોતાનાં માં ધારણ કરી, તો પછી આવવા વાળાઓને પણ પૂરું ઠેકાણું મળશે અને તે બધાં શક્તિ સેનામાં દાખલ થઇ જશે, તો પોતાને સાચાં ઝવેરાત બનાવવા માટે, ખામીઓ બધી નીકાળી સ્વચ્છ બનવાનું છે. સોનુ કેટલાં પ્રકારનું હોય છે! કોઈ ૯ કેરેટ કોઈ ૧૨... પ્યોર (શુધ્ધ) તો પ્યોર જ છે. કેરેટ અક્ષર નીકળી જવો જોઈએ. પોતાને કરેક્ટ (સુધારવું) કરવાનાં છે. હવે કરેક્શન કરવાનો સમય મળ્યો છે. આ વાત સારી રીતે ધ્યાન માં રાખવાની છે.
ધરત પરિયે ધર્મ ન છોડિયે. કયો એવો ધર્મ, કઈ એવી ધરત (ધારણા)? ખબર છે? એક વખત વાયદો કરી લીધો, બાપદાદા ને હાથ આપી દીધો પછી ધર્મને નથી છોડવાનો. પતિવ્રતા નારી જે હોય છે તે પોતાનાં ધર્મમાં ખુબ પાક્કી રહે છે. તમે સાચી-સાચી સીતા, સાચી લક્ષ્મી છો જે મહાલક્ષ્મી બનવા વાળી છો. પોતાનાં લક્ષ્ય થી જો ઉતરી ગયા છો તો ફરી જમ્પ મારી લક્ષ્ય પર બેસી જાઓ. બાપદાદા આપ બાળકોની સેવા કરવા માટે સેવક બનીને શિક્ષા આપી રહ્યાં છે. ફરમાન નથી કરતા પરંતુ શિક્ષા આપે છે. કારણ કે બાપ શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. જો બાળકોને ફરમાન કરે અને ન માને, તો તે પણ સારું નથી. એટલે શિક્ષા આપે છે.
આજે ફાઉન્ડેશન (પાયો) લાગે છે. નાનાં બાળકોને તો ટીકો લગાડવામાં આવે છે, એમને રસ્તો બતાવવાનો હોય છે-શું કરવાનું છે, કેવી રીતે બનવાનું છે. તમને બધાને રસ્તો તો મળી જ ગયો છે. તમે બીજાઓને રસ્તો બતાવવાનાં નિમિત્ત બન્યાં છો. જો તે રસ્તામાં કોઈ ગડબડ છે, આમ-તેમ છે તો એ નીકાળવાનું છે. હવે પણ નહીં નીકળે તો આગળ નાં માટે જે શક્તિઓ ને બળ મળ્યું છે, તે ખલાસ સમજો. એવું બાપદાદા ને ક્યાંક-ક્યાંક દેખાઈ રહ્યું છે. ત્યારે સંગઠન માં બધાનાં દિલો ને એક દિલ બનાવવા, આખો રસ્તો બતાવવા માટે તમને બોલાવ્યાં છે. તમને બધાને ખુશી થશે. નાનાં-નાનાં બાળકો ને ક્યાંક ફંકશન (સમારોહ) વગેરે પર લઇ જવાનાં હોય છે તો ખુબ ખુશી થાય છે ને-ત્યાં જઈશું, નવા કપડા પહેરીશું! તમારે બધાએ નવા કપડાં શૃંગાર વગેરે કયો કરવાનો છે? એક તરફ સેવક પણ બનવાનું છે. સેવક એટલે પતિત આત્માઓનો ઉદ્ધાર કરવો. એ સેવા ને કાયમ રાખો. તમારે બધાએ આવવા વાળી આત્માઓનો કેવી રીતે ઉદ્ધાર કરવાનો છે? કેવી રીતે વિઘ્નો ને હટાવવાનાં છે? તીરમાં જોહર (બળ) ભરેલું હશે તો એક જ વખત માં પૂરું તીર લાગી જશે, તે આત્માનો પણ ઉદ્ધાર થઈ જશે. નાની-નાની બાળકીઓ કોનો ઉદ્ધાર કરશે? કયો પહાડ ઉઠાવ્યો છે? પહાડ ઉઠાવવાનાં કોણ નિમિત્ત છે? ગોપ-ગોપિકાઓ. ગોપિકા પણ ત્યારે જ થઈ શકે જ્યારે આખું કર્તવ્ય કરે. પહાડ પણ ત્યારે ઉઠાવી શકશે જ્યારે એટલું બળ હોય. તો આ બધી વાતોનો પ્રકાશ આપવા માટે બાપને આવવું પડે છે.
બાકી તિલક તો એક જ વખત બાપદાદા એ લગાવી દીધો છે. લાલ ટીકો છે કે ચંદન નો? લાલ ટીકો છે ચહેરાની શોભા, ચંદન છે આત્માની શોભા. તમારે આભૂષણો પણ ચહેરાની શોભા માટે નથી પહેરવાનાં, વસ્ત્ર પણ દુનિયાને દેખાડવા માટે નથી પહેરવાનાં. પરંતુ આંતરિક પોતાને એવા શ્રુંગારવાનાં છે, આભૂષણો એવા પહેરવાનાં છે જે લોક-પસંદ હોય અથવા દિલ-પસંદ હોય. લોક પસંદ છે બહાર-મુખતા. દિલ-પસંદ છે અંતર્મુખ. તો અંતર્મુખ થઈને સ્વયંને સજાવવાનાં છે. લોક-પસંદ ભાષણ કર્યું, ખુશ કર્યા. પરંતુ ભાષા નું જે રહસ્ય, તંત છે તે એક-એક પોતાની કર્મેન્દ્રિયો માં વસી જાય, ત્યારે જ શોભા થાય. કર્તવ્ય થી દેવીગુણો નો શો (પ્રદર્શન) થાય. દેવી ગુણોનાં ક્લાસ થાય છે - સજવા માટે. એવી રીતે જ સજી-સજીને સંગમ થી પાર થવાનું છે. પછી પોતાનાં ઘરે જવાનું છે. પછી ઘરેથી ક્યાં જવાનું છે? સાસર ઘરે. કન્યા સાસર ઘરે જાય છે જો ભણેલી-ગણેલી અકલમંદ નથી હોતી તો સાસુ-સસરા કહે છે-આનાં માં ચાલવાની, ઉઠવાની-બેસવાની પણ અક્કલ નથી. હવે તમારે સાસર ઘરે ચાલવાનું છે. તો બાપ કદમ-કદમ ને નથી જોતા, પરંતુ એક-એક કર્મેન્દ્રિયો ને જોશે. કદમ અક્ષર મોટો છે. કદમ થી પદમ મળે છે, તે પોતાનાં કલ્યાણ માટે છે. પરંતુ કર્મેન્દ્રિયો ને સજાવવાની છે. દાગીના પહેરીને ચાલવાનું છે. હવે સજવા માટે કોની પાસે આવ્યા છો? બાપદાદા નાં ઘરે એટલે પોતાનાં ઘરે આવ્યાં. સજાવવા વાળા કોણ છે? જ્યારે સગાઈ થાય છે તો દાગીનાં બનાવવા વાળો એક હોય છે, પહેરાવવા વાળા બીજા હોય છે. તો હવે સજીને ચાલવાનું છે. સમજ્યાં?
સમજું, હોશિયાર શિક્ષક તો છો જ. ૧૫ દિવસ નું રીઝલ્ટ અર્થાત અંતનું રીઝલ્ટ (પરિણામ) છે! આટલો પુરુષાર્થ કરી પ્રવીણ શિક્ષક બધાએ બનવાનું છે. પછી જ્યારે પોતાનાં સેવાકેન્દ્ર જઈને સંભાળશો તો આવવા વાળા ને દ્રષ્ટિ થી સતયુગી સૃષ્ટિ દેખાડી શકશો. એ ત્યારે થશે જ્યારે દાગીનાં સારી રીતે પહેરશો. જો બેદરકારી થી કોઈ દાગીનો પડી ગયો તો નુકશાન પણ થશે અને સજાવટ ની શોભા પણ ચાલી જશે. એટલે ન શોભા ને હટાવવાની છે, ન દાગીનાને ઉતરવાનાં છે. મોટી વાત નથી. નાની સમજશો તો સહજ સમજ માં આવશે. જો કહેશો ખુબ મોટું ઉંચુ જ્ઞાન છે, તો કોઈ નહીં આવે. કહેશો ૭ દિવસમાં જીવન મુક્તિની પ્રાપ્તિ થાય છે તો લોટરી લેવા બધા આવશે. લોટરી બધા લઈ લે છે. પછી લોટરીમાં કોઈને કાંઈ મળી જાય છે તો નસીબ માને છે. ચાન્સ (તક) છે, જુઓ, નસીબ કોનું લાગે છે. કોને મોટી લોટરી મળે છે, કોને નાની. પેપર (પરીક્ષા) લાસ્ટ માં થશે. ૩ નંબર નીકળશે. જેટલો જે પુરુષાર્થ કરશે એટલાં નંબર મળશે. નસીબને બનાવવાનું પોતાનાં હાથમાં છે. તો હવે લોટરી ની ઇંતજાર (રાહ) માં નથી રહેવાનું, ઇંતજામ (વ્યવસ્થા) કરતા રહો. અચ્છા!
બહુ બધો ખજાનો મળ્યો. હવે તેને પોતાની પાસે જમા કરો અને ગાય ની માફક તેને વાગોળવાનું છે. તમે બધા ગાય પણ છો, ગોપીઓ પણ છો. પહાડ ને કેવી રીતે ઉઠાવવાનો છે, ગાય બની કેવી રીતે ઉગારવાનું છે-આ કર્તવ્ય આ ભઠ્ઠી માં કરવાનું છે. બહુરુપ ધારણ કરીને બહુ કર્તવ્ય નિભાવવાનાં છે. ભઠ્ઠી ની અંદર બધો અનુભવ કરવાનો છે. જેટલો પુરુષાર્થ કરશો એટલી રીઝલ્ટ નીકળશે. સંપૂર્ણ અવસ્થા ને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય શું છે, સાધન શું છે, તેને જાણવાનું છે. સાધન મળી જશે તો લક્ષ્ય ને પકડી લેશો. રત્નોની પણ પરખ જોઈએ ને. પૂરી વેલ્યુ (કિંમત) રાખવાની છે. દાગીનાની કિંમત ઝવેરી જ પારખી શકશે. જેમને પરખ નથી તેમની પાસે કિંમત નહીં રહે. તમારી બધાની પરખ ત્યારે થશે જ્યારે દાગીનાં પર પોલીશ હોય, ચમક હોય, ત્યારે કિંમત પણ થશે અને ઓળખવા વાળા ઓળખી લેશે. ચમકદાર નહીં હોય તો ખરીદી કોણ કરશે! સમજશે - “ખબર નહીં સાચું છે અથવા જૂઠું આભૂષણ છે. પૈસા પણ આપે, આભૂષણ પણ કામનું ન હોય, એનાથી શું ફાયદો.” તો તમારી બધાની પૂરી સજાવટ થઈ જશે, તો ખરીદદાર પણ નીકળશે અને તમે વતનવાસી બનતા જશો.