Search for a command to run...
11 Jul 1971
વિશ્વ-કલ્યાણકારી બનવા માટે મુખ્ય ધારણાઓ
11 July 1971 · ગુજરાતી
આજનાં આ સંગઠનને કયું સંગઠન કહીએ? ગુજરાત નું સંગઠન? પોતાને ગુજરાત નાં તો નથી સમજતાં? જેમ બાપ બેહદનાં માલિક છે તેમ ભલે ક્યાંય પણ નિમિત્ત બનેલાં છો પરંતુ છો તો વિશ્વ-કલ્યાણકારી. દૃષ્ટિ અને વૃત્તિ અથવા સ્મૃતિ માં પણ વિશ્વ-કલ્યાણકારીની ભાવના સદૈવ રહે છે કે ગુજરાત નાં કલ્યાણની ભાવના રહે છે? ગુજરાત માં રહેતાં લક્ષ્ય તો વિશ્વનું રહે છે ને. બેહદની સર્વિસ (સેવા) માં છો ને? આ તો નિમિત્ત ડ્યુટી આપેલી છે, તે નિમિત્ત બનીને ભજવી રહ્યાં છો. પરંતુ નશો શું રહે છે? વર્ણન તો એ જ કરો છો ને અમે - વિશ્વ-કલ્યાણકારી છીએ, વિશ્વનું પરિવર્તન કરવાનું છે. જે પણ સર્વિસ કરો છો કે સર્વિસનાં સાધન બનાવો છો તેમાં પણ શબ્દ તો વિશ્વ લખો છો ને. વિશ્વનું નવનિર્માણ કરવા વાળા છો. વિશ્વનું પરિવર્તન થતું જાય છે. અવાજ એક જગ્યાએ કરાય છે, પરંતુ ફેલાય તો ચારે બાજુ છે ને. ભલે નિમિત્ત એક સ્થાન પર અવાજ બુલંદ કરો છો પરંતુ ફેલાય તો ચારે બાજુ છે ને. તો વિશ્વ-કલ્યાણકારી બનવા માટે મુખ્ય બે ધારણાઓ આવશ્યક છે, જેનાથી હદમાં રહેતાં પણ બેહદનાં કલ્યાણકારી બની શકો છો. જો તે ધારણા ન રહે તો તેમનો અવાજ, તેમની દૃષ્ટિ બેહદ વિશ્વની તરફ નથી પહોંચી શકતી. વિશ્વ-કલ્યાણકારી બનવા માટે બે ધારણાઓ કઈ છે? તમે કઈ બે ધારણાઓનાં આધાર પર વિશ્વનાં કલ્યાણનું કર્તવ્ય કરી રહ્યાં છો? વિશ્વ-કલ્યાણની જે શુભ ભાવના છે તેનું પ્રત્યક્ષ ફળ તો જરુર મળે છે. ભાવનાનું ફળ તો ભક્તિમાર્ગ માં પણ મળે છે, પરંતુ તે અલ્પકાળ, અહીંયા છે સદાકાળ. તે પ્રત્યક્ષ ફળ ની પ્રાપ્તિ માટે મુખ્ય બે ધારણાઓ કઈ છે? વગર ધારણાએ તો પોતાની કે સર્વિસની ઉન્નતિ નથી થઈ શકતી. તે કરી રહ્યાં છો અને કરવાની જ છે. કરશું - આ શબ્દ પણ નહીં. કરવાની જ છે. મુખ્ય બે ધારણાઓ છે. ઈશ્વરીય રુહાબ અને સાથે રહેમ. જો રુહાબ અને રહેમ બંને સાથે-સાથે છે અને સમાન છે તો બંને ગુણોની સમાનતા થી રુહાનિયત ની સ્ટેજ બની જાય છે. આને જ રુહાનિયત કે રુહાની સ્થિતિ કહેવાય છે. રુહાબ પણ પૂરો હોય અને રહેમ પણ પૂરો હોય. હમણાં રુહાબ ને છોડી ફક્ત રહેમ કરો છો કે રહેમ ને છોડી ફક્ત રુહાબ માં આવો છો, એટલે બંનેની સમાનતા થી જે રુહાનિયત ની સ્થિતિ બને છે, તેની કમી થઈ જાય છે. એટલે સદૈવ જે કોઈ પણ કર્તવ્ય કરો છો કે મુખ થી શબ્દ વર્ણન કરો છો તો પહેલાં ચેક કરો કે રહેમ અને રુહાબ - બંને સમાન રુપમાં છે? બંનેને સમાન કરવાથી એક તો પોતાનું સ્વમાન સ્વયં રાખી શકશો, બીજું સર્વ આત્માઓ થી પણ સ્વમાનની પ્રાપ્તિ થશે. સ્વમાન ને છોડી માન ની ઇચ્છા રાખવાથી સફળતા નથી થઈ શકતી. માનની ઇચ્છા ને છોડી સ્વમાન માં ટકી જાઓ તો માન પડછાયા ની જેમ તમારી પાછળ આવશે. જેમ ભક્ત પોતાનાં દેવતાઓ કે દેવીઓની પાછળ અંધશ્રદ્ધા વશ પણ કેટલી ભાગ-દોડ કરે છે. તે જ રીતે ચૈતન્ય સ્વરુપ માં સ્વમાનમાં સ્થિત થયેલી આત્માઓની પાછળ સર્વ આત્માઓ માન આપવાનાં માટે આવશે, દોડશે. ભક્તોની ભાગદોડ જોઈ છે? તમારાં લોકોનાં યાદગાર જડ ચિત્ર છે. તેમાં પણ ચિત્રકાર મુખ્ય આ જ ધારણા ભરે છે - એક તરફ શક્તિઓનો રુહાબ પણ ફુલ ફોર્સ માં દેખાડે છે અને સાથે-સાથે રહેમ નો પણ દેખાડે છે. એક જ ચિત્રમાં બંનેય ભાવ પ્રગટ કરે છે ને. આ કેમ બન્યું છે? કારણ કે પ્રેક્ટિકલમાં તમે રુહાબ અને રહેમદિલ-મૂર્ત બન્યાં છો. તો જડ ચિત્રોમાં પણ આ જ મુખ્ય ધારણાઓ દેખાડે છે. તો તમે લોકો હમણાં જ્યારે સર્વિસ પર છો તો સર્વિસ નાં પ્રત્યક્ષ ફળનો આધાર આ બે મુખ્ય ધારણાઓની ઉપર છે. રહેમદિલ જરુર બનવાનું છે, પરંતુ કયા આધાર પર અને ક્યારે? એ પણ જોવાનું છે. રુહાબ જરુર રાખવાનો છે, પરંતુ કેમ અને કેવી રીતે પ્રત્યક્ષ કરવાનો છે, એ પણ જોવાનું છે. રુહાબ કોઈ વર્ણન કરવાં કે દેખાડવાથી દેખાતો નથી, રુહાબ નયન-ચેન થી સ્વયં જ પોતાનો સાક્ષાત્કાર કરાવે છે. જો તેનું વર્ણન કરો છો તો રુહાબ બદલાઈ ને રોબમાં દેખાય છે. તો રોબ નથી દેખાડવાનો, રુહાબ માં રહેવાનું છે.
રોબને પણ અહંકાર કે ક્રોધની વંશાવલી કહેશું. એટલે રોબ નથી દેખાડવાનો, પરંતુ રુહાબ માં જરુર રહેવાનું છે. જેટલાં-જેટલાં રહેમદિલ ની સાથે રુહાબ માં રહેશો તો પછી રોબ ખતમ થઇ જ જશે. કોઈ કેવી પણ આત્મા હોય, રોબ અપાવવા વાળી પણ હોય, તો રુહાબ અને રહેમદિલ બનવાથી રોબમાં ક્યારેય નહીં આવો. એવું નહીં કે સરકમસ્ટેન્સસ (સંજોગો) એવા હતાં કે એવાં શબ્દો બોલ્યાં તો આ કરવું જ પડ્યું. કરવું જ પડશે, આ તો થશે જ, હજું તો સંપૂર્ણ બન્યાં જ નથી - આ શબ્દ અથવા ભાષા આ સંગઠન માં ન હોવી જોઈએ. કારણ કે તમે નિમિત્ત સર્વિસ માટે છો એટલે આ સંગઠન ને માસ્ટર નોલેજફુલ અને સર્વિસએબલ, સક્સેસફુલ સંગઠન કહીશું. જે સક્સેસફુલ છે તે કોઈ કારણ નથી બનાવતાં. તે કારણ ને નિવારણમાં પરિવર્તન કરી દે છે. કારણ ને આગળ નહીં રાખશે. માસ્ટર નોલેજફુલ, સક્સેસફુલ આત્માઓ કોઈ કારણની ઉપર સક્સેસફુલ નથી બની શકતી? જે માસ્ટર નોલેજફુલ, સક્સેસફુલ હોય છે તે પોતાની નોલેજ ની શક્તિ થી કારણ ને નિવારણ માં બદલી કરી દેશે, પછી કારણ ખતમ થઇ જશે. નિમિત્ત બનવા વાળાને વિશેષ પોતાનાં દરેક સંકલ્પની ઉપર પણ અટેન્શન (ધ્યાન) રાખવું પડે. કારણ કે નિમિત્ત બનેલી આત્માઓની ઉપર જ બધાંની નજર હોય છે. જો નિમિત્ત બનેલાં જ એવાં-એવાં કારણ કહેતાં ચાલશે તો બીજાઓ જે તમને જોઇને આગળ વધે છે, તે તમને શું જવાબ આપશે? આ કારણ થી અમે આવી નથી શકતાં, ચાલી નથી શકતાં. જ્યારે સ્વયં જ કારણ બતાવવા વાળા છો તો બીજાનાં કારણનું નિવારણ કેવી રીતે કરશો? કારણ કે લોકો બધું જાણવા વાળા થઈ ગયાં છે. જેમ અહીંયા દિન-પ્રતિદિન નોલેજફુલ બનતાં જાઓ છો, તેમ જ દુનિયાનાં લોકો પણ વિજ્ઞાનની શક્તિ થી, વિજ્ઞાનની રીત થી નોલેજફુલ થતાં જાય છે. તે તમારાં લોકોનાં સંકલ્પો ને પણ મસ્તક થી, નયનો થી ચહેરા થી, ચેક કરી લે છે. જેમ અહીંયા જ્ઞાનની શક્તિ ભરાતી જાય છે, ત્યાં પણ વિજ્ઞાનની શક્તિ ઓછી નથી. બંનેનો ફોર્સ છે. જો નિમિત્ત બનવા વાળામાં કોઈ કમી છે તો તે છુપાઈ નહીં શકે. એટલે આપ નિમિત્ત બનેલી આત્માઓએ એટલું જ વિશેષ પોતાનાં સંકલ્પ, વાણી અને કર્મની ઉપર અટેન્શન રાખવું પડે. જો અટેન્શન નથી હોતું તો તમારાં લોકોનાં ચહેરામાં જ રેખાઓ ટેન્શન (ચિંતા) ની દેખાય છે. જેમ રેખાઓથી લોકો જાણી લે છે કે આ શું-શું પોતાનું ભાગ્ય બનાવી શકે છે. તો જો અટેન્શન ઓછું રહે છે તો ચહેરા પર ટેન્શન ની રેખાઓ દેખાઈ આવે છે. તે માયાનાં નોલેજફુલ જાણી લે છે, તે પણ ઓછું નથી. તમે લોકો પોતે પોતાને પણ ક્યારેક અલબેલા હોવાનાં કારણે પારખી ન શકો પરંતુ તે લોકો આ વાતમાં તમારાં લોકો થી તેજ (આગળ) છે. કારણ કે તેમનું કર્તવ્ય જ આ છે. એટલે નિમિત્ત બનેલા ને આટલી જવાબદારી લેવી પડે. કોઈ પણ વાત મુશ્કેલ લાગતી હોય તો કોઈ કમી છે જરુર. પોતે પોતાનામાં નિશ્ચયબુદ્ધિ બનવામાં ક્યારેક કંઇક કમી કરી લો છો. જેમ બાપ માં ૧૦૦ % (ટકા) છે, ભલે એક તરફ તમે એક નિશ્ચયબુદ્ધિ હોવ, બીજી તરફ આખાં વિશ્વની આત્માઓ કેમ ન હોય, પરંતુ એમાં ડગમગ નહીં થઈ શકો. એમ જ ભલે દૈવી કે ઈશ્વરીય આત્માઓ દ્વારા કે સંસારી આત્માઓ દ્વારા ભલે કોઈ પણ ડગમગ કરાવવાનું કારણ બને. પરંતુ પોતે પોતાનામાં પણ નિશ્ચયબુદ્ધિની કમી ન હોવી જોઈએ. એટલે રુહાબ ની સાથે રહેમ પણ રાખવાનો છે. એકલો રુહાબ નહીં, રહેમ પણ હોય.
નિશ્ચયબુદ્ધિ થઈ કલ્યાણની ભાવના રાખવાથી દૃષ્ટિ અને વૃત્તિ બંનેય બદલાઈ જાય છે. કેવો પણ કોઈ ક્રોધી વ્યક્તિ સામનો કરવા વાળો કે કોઈ ઇન્સલ્ટ (અપમાન) કરવા વાળો, ગાળ આપવા વાળો હોય, પરંતુ જ્યારે કલ્યાણની ભાવના દરેક આત્મા પ્રતિ રહે છે તો રોબ બદલાઈ ને રહેમ થઈ જશે. પછી રિઝલ્ટ (પરિણામ) શું હશે? તેને હલાવી શકશો? તે શુભ કલ્યાણની ભાવના તેના સંસ્કારોને પરિવર્તન કરવાનું ફળ દેખાડશે. આ જરુર થાય છે - કોઈ બીજ થી પ્રત્યક્ષ ફળ નીકળે છે, કોઈ તરત પ્રત્યક્ષ ફળ નથી આપતાં, થોડો સમય લાગે છે. તેમાં અધીર નથી થવાનું કે ફળ તો નીકળતું જ નથી. બધાં ફળ તરત નથી મળતાં. કોઈ-કોઈ બીજ ફળ ત્યારે આપે છે જ્યારે નેચરલ (કુદરતી) વર્ષા થાય છે, પાણી આપવાથી નથી નીકળતું. આ પણ ડ્રામા ની નોંધ છે. હવે અવિનાશી બીજ જે નાખી રહ્યાં છો - કોઈ તો પ્રત્યક્ષફળ દેખાશે. કોઈ પછી નેચરલ કેલેમિટીઝ (કુદરતી આપદા) થશે, જ્યારે ડ્રામાનો સીન બદલાવાનો હશે તો તે નેચરલ વાયુમંડળ વાતાવરણ તે બીજનું ફળ નીકાળશે. વિનાશ તો થશે એ તો ગેરંટી (નિશ્ચિત) છે. જ્યારે બીજ જ અવિનાશી છે તો ફળ ન નીકળે - એ તો થઇ ન શકે. પરંતુ કોઇ નજદીક આવે છે, કોઈ પછી આવવા વાળા છે તો હમણાં આવશે કેવી રીતે? તે ફળ પણ પછી થી આપશે? એટલે ક્યારેય પણ સર્વિસ કરતાં એ નહીં જોતાં કે એવું નહીં વિચારતાં કે જે કર્યું તે વ્યર્થ ગયું. નંબરવાર સમય પ્રમાણે ફળ દેખાતું જશે.
તો આ સક્સેસફુલ ગ્રુપ છે, નોલેજફુલ છે, સર્વિસએબલ છે. આ છાપ છે. પોતાનાં આ ટ્રેડ-માર્ક ને સદૈવ જોતાં રહેજો. ત્રિમૂર્તિ છાપ લાગી ને. અને આ જ સ્મૃતિ માં રાખીને દરેક સર્વિસ નાં કદમને પદમોની કમાણીમાં પરિવર્તન કરી ચાલવાનું છે. એ ચેક કરો કે દરેક સંકલ્પ થી પદમોની કમાણી જમા કરી? દરેક વચન થી, દરેક કર્મ થી, દરેક કદમ થી પદમો ની કમાણી જમા કરી? નહીં તો આ કહેવત શેના માટે છે - દરેક કદમ માં પદમ છે? પદમ કમળ પુષ્પ ને પણ કહે છે ને. તો પદમ સમાન બનીને ચાલવાથી દરેક સંકલ્પ અને દરેક કદમ માં પદમોની કમાણી કરી શકશો. એક સંકલ્પ પણ વગર કમાણી નો નહીં હોય. હવે તો એવું અટેન્શન રાખવાનો સમય છે - એક કદમ પણ વગર પદમ ની કમાણી નો ન હોય. નિમિત્ત બનેલું ગ્રુપ છે ને. તાજધારી તો થવાનું જ છે. પોતાની જવાબદારી નો તાજ જેટલો-જેટલો ધારણ કરશો એટલો બીજાઓની જવાબદારી નો તાજ પણ ધારણ કરી શકશો. જે નિમિત્ત ટીચર્સ છે, વધારે નજર તો તમારાં લોકોમાં બધાંની છે. સામે એક્ષામ્પલ (ઉદાહરણ) તો આપ છો. એટલે વધારે જવાબદારી તમારાં લોકોની ઉપર છે. તમે લોકો એક દર્પણનાં રુપમાં તેમની આગળ છો. તમારી નોલેજ ની સ્થિતિનાં દર્પણ થી પોતાનાં સ્વરુપ નો સાક્ષાત્કાર કરાવવા વાળા દર્પણ તમે છો. તો જેટલો દર્પણ પાવરફુલ એટલો સાક્ષાત્કાર સ્પષ્ટ. તો તેની સ્મૃતિ પાવરફુલ રહેશે. તો એવાં દર્પણ દરેક છો જે સામે કોઈ આવે તો પોતાનો સાક્ષાત્કાર એવો સ્પષ્ટ કરે જે એ સ્મૃતિ તેમને ક્યારેય ન ભૂલાય. જેમ પોતાનાં દેહનો સાક્ષાત્કાર થયાં પછી ભૂલો છો? જ્યારે દેહ અવિનાશી સ્મૃતિ માં રહે છે તો આ પણ એવો સાક્ષાત્કાર કરાવો, જે તે સ્મૃતિ ક્યારેય ભૂલે નહીં. પાવરફુલ દર્પણ બનવાં માટે મુખ્ય ધારણા કઈ છે? જેટલાં-જેટલાં સ્વયં અર્પણમય હશો એટલો જ દર્પણ પાવરફુલ. આમ તો અર્પણમય છો. પરંતુ જે સંકલ્પ પણ કરો છો, કદમ ઉઠાવો છો તે પહેલાં બાપની આગળ અર્પણ કરો. જેમ ભોગ લગાવો છો તો બાપની આગળ અર્પણ કરો છો ને. તેમાં શક્તિ ભરાઈ જાય છે. તો આ પણ એવી રીતે દરેક સંકલ્પ, દરેક કદમ બાપને અર્પણ કરો - જે કર્યું, જે વિચાર્યું. બાપની યાદ અર્થાત્ બાપ નાં કર્તવ્યની યાદ. જેટલા અર્પણમય નાં સંસ્કાર એટલો પાવરફુલ દર્પણ. દરેક સંકલ્પ નિમિત્ત બનીને કરશો. તો નિમિત્ત બનવું અર્થાત્ અર્પણ. નમ્રચિત જે હોય છે તે ઝૂકે છે. જેટલાં સંસ્કારો માં, સંકલ્પો માં, ઝૂકશો એટલું વિશ્વ તમારી આગળ ઝૂકશે. ઝૂકવું અર્થાત્ ઝૂકાવવું. સંસ્કાર માં પણ ઝૂકવું. આ સંકલ્પ પણ ન હોય - બીજા અમારી આગળ પણ તો થોડાં ઝૂકે? અમે ઝૂકશું તો બધાં ઝૂકશે. સાચ્ચા સેવાધારી હોય છે તે જ્યારે બધાંની આગળ ઝૂકશે ત્યારે તો સેવા કરશે. નાનાં પણ ખૂબ પ્રિય હોય છે. એટલે પોતાને સિકીલધા સમજો. સર્વનાં સ્નેહી છો. મોટા ને તો છતાં પણ કહેશે, નાનાં તો છૂટી જાય છે. પરંતુ પોતાનામાં કોઈ કમી નહીં રાખતાં. બધાંની આગળ જવાનું લક્ષ્ય જરુર રાખવાનું છે. આગળ વધતાં હોવા છતાં પણ આગળ વધારવા વાળાનો રિગાર્ડ નહીં છોડવાનો. આગળ વધારવા વાળાનો રિગાર્ડ રાખશો, ત્યારે તે તમારો રિગાર્ડ રાખશે, તમને જોઈને અન્ય કરશે.
હેડ્સ અર્થાત્ વિશાળબુદ્ધિ, તે બધી તરફ જુવે છે કે નુકસાન શેમાં છે, લાભ શેમાં છે. બધાં વિશાળબુદ્ધિ, ત્રિનેત્રી, ત્રિકાળદર્શી છો. કોઈ પણ કર્મ જોઈને પછી કરો. પછી એ ક્યારેય નહીં કહેશો કે ખબર નહીં કેવી રીતે આ થઈ ગયું. જ્યારે ચેકિંગ ઓછી હોય છે ત્યારે થઈ જાય છે. ત્રિકાળદર્શી નાં એ શબ્દ નથી કે ઈચ્છતાં તો નહોતાં પરંતુ થઈ ગયું. માસ્ટર સર્વશક્તિમાન ઈચ્છે અને તે કરી ન શકે, એ થઈ શકે? હવે એ ભાષા ખતમ કરો. શક્તિઓ છો ને. શક્તિઓનું કર્મ અને સંકલ્પ સમાન હોય છે. સંકલ્પ એક અને કર્મ બીજાં - તો આ શક્તિ ની કમી છે. અચ્છા.
\\
રોબને પણ અહંકાર કે ક્રોધની વંશાવલી કહેશું. એટલે રોબ નથી દેખાડવાનો, પરંતુ રુહાબમાં જરુર રહેવાનું છે. જેટલાં-જેટલાં રહેમદિલની સાથે રુહાબમાં રહેશો તો પછી રોબ ખતમ થઇ જ જશે. કોઈ કેવી પણ આત્મા હોય, રોબ અપાવવા વાળી પણ હોય, તો રુહાબ અને રહેમદિલ બનવાથી રોબમાં ક્યારેય નહીં આવશો.