વિધાતા વરદાતા-પણાની સ્ટેજ
વિધાતા અને વરદાતા - આ બંને ગુણ પોતાનામાં અનુભવ કરો છો? જેમ બાપ વિધાતા પણ છે અને વરદાતા પણ છે, તેમ જ પોતાને પણ બંનેય પ્રાપ્તિ સ્વરુપ સમજો છો? જેટલાં-જેટલાં વરદાતા બનતાં જશો એટલાં જ વરદાતા બની વરદાન આપવાની શક્તિ વધતી જશે. તો બંને અનુભવ થાય છે, કે હમણાં ફક્ત વિધાતા નો પાર્ટ છે, અંતમાં વરદાતા નો પાર્ટ થશે? શું સમજો છો? (કોઈએ કહ્યું બંને પાર્ટ હમણાં ચાલી રહ્યાં છે, કોઈએ કહ્યું હમણાં એક પાર્ટ ચાલી રહ્યો છે) વરદાન કઈ આત્માઓને આપો છો અને વરદાતા કોનાં માટે બનો છો? એક હોય છે નૉલેજ (જ્ઞાન) ને આપવું, બીજું છે વરદાન રુપમાં આપવું. તો વિધાતા છો કે વરદાતા છો? કોને વરદાન આપો છો? વિધાતા અર્થાત્ જ્ઞાન આપવા વાળા તો બનો જ છો, પરંતુ ક્યાંક વિધાતાની સાથે-સાથે વરદાતા પણ બનવું પડે છે. તે ક્યારે? જ્યારે કોઈ એવી આત્મા જે હિંમતહીન, નિર્બળ પરંતુ ઈચ્છુક હોય છે, ઈચ્છા હોય છે કે અમે કંઈક પ્રાપ્તિ કરીએ. એવી આત્માઓનાં માટે જ્ઞાન-દાતા બનવાની સાથે-સાથે તમે વિશેષરુપ થી તે આત્માને બળ આપવા માટે શુભ-ભાવના રાખો છો અથવા શુભચિંતક બનો છો. તો વિધાતા ની સાથે-સાથે વરદાતા પણ બનો છો. એકસ્ટ્રા (વધારાનું) બળ પોતાનાં તરફ થી તેમને વરદાન નાં રુપ માં આપો છો. તો વરદાન પણ આપવાનું હોય છે અને દાતા પણ બનવાનું હોય છે. એટલે બંનેય છો. આ અનુભવ ક્યારે કર્યો છે? ભક્તિમાર્ગ માં સાક્ષાત્કાર દ્વારા વરદાન પ્રાપ્ત થાય છે કારણ કે તે આત્માઓ એટલી નિર્બળ હોય છે જે જ્ઞાન ધારણ નથી કરી શકતી, સ્વયં પુરુષાર્થી નથી બની શકતી. એટલે વરદાન ની ઈચ્છા રાખે છે, અને વરદાન રુપમાં તેમને કંઈક ને કંઈક પ્રાપ્તિ થાય છે. એવી રીતે જે કમજોર આત્માઓ તમારી સામે આવે છે, જે આત્માઓની ઈચ્છાઓને જોઇને તરસ (દયા) ની, રહેમ ની ભાવના આવે છે. રહેમદિલ બની પોતાની બધી શક્તિની મદદ આપી તેમને ઊંચા ઉઠાવવાં - આ છે વરદાનનું રુપ. હવે કહો કે બંનેય છો કે એક? કોઈ આત્માઓનાં પ્રતિ તમારે લોકોએ વિશેષ પ્રોગ્રામ પણ રાખવાં પડે છે, કારણ કે પોતાની શક્તિ થી તે ધારણ નથી કરી શકતાં. તો શક્તિ નું વરદાન આપવા વાળી શિવ-શક્તિઓ છો. એટલે જણાવ્યું કે હવે વધારે સર્વિસ (સેવા) ચાલવાની છે નૉલેજ નાં વિધાતાપણાની. અંતમાં નૉલેજ આપવાની સર્વિસ ઓછી થઈ જશે, વરદાન આપવાની સર્વિસ વધારે થશે. એટલે અંતનાં સમયે વરદાન લેવાવાળી આત્માઓમાં તે જ સંસ્કાર મર્જ થઈ જશે અને એ જ મર્જ થયેલા સંસ્કાર દ્વાપરમાં ભક્તનાં રુપમાં ઈમર્જ થશે. તો હમણાં નૉલેજ અર્થાત્ જ્ઞાન નાં દાતાની સર્વિસ છે, પછી વરદાતા ની હશે. સમજ્યાં? પછી એટલો સમય જ નહીં હશે, ન આત્મામાં શક્તિ હશે. એટલે વરદાતા બની વરદાન આપવાની સેવા થશે. હમણાં આ સર્વિસ ઓછી કરો છો, પછી વધારે કરવી પડશે. હમણાં વારિસ બનાવવાની સર્વિસ છે, પછી હશે ફક્ત પ્રજા બનાવવાની સર્વિસ. પરંતુ થોડાં સમયમાં આટલી પ્રજા બનાવવા માટે વરદાતામૂર્ત બનવાં માટે મુખ્ય શું અટેન્શન (ધ્યાન) રાખવું પડે? વરદાતામૂર્ત બની થોડાં સમયમાં અનેક આત્માઓને વરદાન આપી શકો, તેને માટે શું કરવું પડે? વરદાતા બનવા માટે મુખ્ય પુરુષાર્થ એ જ કરવો પડે, વારંવાર જે ભક્તિમાર્ગ માં ગાયન કર્યું છે કે વારી જાઉં. આ ગાયન જો પ્રેક્ટિકલ માં કરી લો તો જેનાં ઉપર વારી જાઓ છો તે તમને પણ સર્વ વરદાન આપીને વરદાતામૂર્ત બનાવી દે છે. તો દરેક સમયે, દરેક કર્મમાં, દરેક સંકલ્પ માં એમ વિચારો કે ‘વારી જાઉં’ નું જે વચન આપ્યું હતું તે પાલન કરી રહી છું. તો બાપ વરદાતામૂર્ત છે ને. તમે બધાં પણ બાપ સમાન વરદાતામૂર્ત બની જાઓ છો. તો આટલી ચેકિંગ કરો છો? એક સંકલ્પ પણ કોઈનાં પ્રતિ ન હોય, જે પણ સંકલ્પ ઉઠે છે તેમાં બાપનાં પ્રતિ કુરબાન નું, વારી જવાનું રહસ્ય ભરેલું હોય. એવી ચેકિંગ કરતાં રહો તો પછી માયા સામનો કરવાનું સાહસ રાખી શકશે? સામનો કરવાનું સાહસ નહીં રાખે, પરંતુ વારંવાર નમસ્કાર કરી વિદાય લેશે. સમજ્યાં?
તો એવાં બનવા માટે એટલી ચેકિંગ જોઈએ. અને બીજી વાત - વરદાનીમૂર્ત બનવા માટે સર્વ શક્તિઓ ને પોતાનામાં જોવી જોઈએ કે એટલો સ્ટોક જમા કર્યો છે જે બીજાને આપી શકું? જો જમા જ નહીં કર્યો હશે તો બીજાને શું આપશો! તો વરદાનીમૂર્ત બનવા માટે સર્વ શક્તિઓને પોતાનામાં એટલી જમા કરવી પડે જે બીજાને આપી શકાય. એટલું જમાનું ખાતું છે? કે કમાયું અને ખાધું, આ રિઝલ્ટ (પરિણામ) છે? એક હોય છે કમાયું અને ખાધું - બીજું હોય છે જમા કરવું અને ત્રીજું હોય છે જે એટલું પણ નથી કમાઈ શકતાં કે સ્વયંને પણ ચલાવી શકે, બીજાની મદદ લઇ પોતાનું ચલાવવું પડે. તો ત્રીજી સ્ટેજ કે બીજી સ્ટેજ થી પાર થયાં છો? તે છે કમાયું અને ખાધું. અને પહેલી સ્ટેજ છે જમા કરવું. તો રોજ પોતાનુંં બેંક બેલેન્સ જુઓ છો? ઘણાં ભિખારી ભીખ માંગવા માટે આવશે. તો એટલું તો જમા કરવું પડે જે બધાંને આપી શકો. જમા કરવાનું શીખ્યાં છો? કેટલું જમા કર્યું છે, ખાતા થી તો ખબર પડી જાય છે ને. પોતાનું ખાતું જોયું છે? ઘણાં એવાં પણ હોય છે જે કાઢી (નીકાળી) ને ખાતા જાય છે, ખબર નથી પડતી. પછી જ્યારે અચાનક ખાતું જુવે છે તો સમજાય છે કે આ શું થઈ ગયું! એવાં તો અહીંયા હશે જ નહીં. અચ્છા.
જમા કરેલાં ખાતા વાળાનો વિશેષ ગુણ તથા કર્તવ્ય શું દેખાશે? જેમની પાસે ખજાનો જમા હશે તેમની સૂરત (ચહેરો) થી એક તો વર્તમાન અને ભવિષ્ય અર્થાત્ ઈશ્વરીય નશો અને નારાયણી નશો દેખાશે અને તેમનાં નયનો અને મસ્તક થી સર્વ આત્માઓને સ્પષ્ટ પોતાનો નશો દેખાશે. આ જમા હોવા વાળાની નિશાની દેખાશે. તેમની સૂરત જ સર્વિસએબલ હશે, સૂરત જ સેવા કરતી રહેશે. જેમની પાસે વધારે અથવા ઓછું જમા હોય છે તો તે પણ તેમની સૂરત થી દેખાય છે. તો જમા કરેલા ની સૂરત કે મૂરત થી જ ખબર પડી જાય છે. જેમ જડ ચિત્ર બનાવો છો તો તેમાં પણ કોઈ એવાં ચિન્હ દેખાડે છે, જે તે જડ ચિત્રો થી પણ અનુભવ થાય છે. તે બોલતાં તો નથી, પરંતુ સૂરત અથવા મૂર્ત થી અનુભવ થાય છે. એમ જ તમારી આ સૂરત દરેક સંકલ્પ, દરેક કર્મ ને સ્પષ્ટ કરશે. તો પોતે પોતાને એમ ચેક કરો કે મારી સૂરત થી કોઈ પણ આત્મા ને નશો અને નિશાની દેખાય છે? જેમ કોઇ ઉંચ કુળનો બાળક હોય છે તો તે ભલે ગરીબ બની જાય પરંતુ તેની ઝલક અને ફલક દેખાડે છે કે તે કોઈ ઉંચ કુળનો છે. એમ જ જે સદૈવ ખજાના થી સંપન્ન હશે તેની સૂરત થી ક્યારેય છુપાઈ નથી શકતું. તમારી પાસે દર્પણ છે? સદૈવ સાથે રાખો છો? દર સમયે દર્પણ જોતાં રહો છો? કોઈ એવાં પણ હોય છે જેમને વારંવાર દર્પણ જોવાની આવશ્યકતા પણ નથી હોતી. તો તમે સેકન્ડ-સેકન્ડ જુઓ છો કે જોવાની આવશ્યકતા જ નથી પડતી? જ્યાં સુધી પોતાની ચેકિંગ નો નેચરલ અભ્યાસ થઇ જાય ત્યાં સુધી વારંવાર ચેકિંગ કરવી પડે છે. ધીરે-ધીરે પછી એવાં બની જશો જે વારંવાર જોવાની પણ દરકાર (જરુર) નહીં પડે. સદૈવ સજેલાં-સજાયેલાં જ રહેશો. જ્યાં સુધી આ સદૈવ સજેલાં-સજાયેલાં રહેવાની આદત પડી જાય ત્યાં સુધી વારંવાર પોતાને જોવું અને બનાવવું પડે છે. જ્યારે બે ચાર વખત જોઈ લીધું કે જ્યારે માયા કોઈ પણ પ્રકાર થી, કોઈ પણ રીતે થી મારાં શ્રૃંગાર ને બગાડી નથી શકતી, પછી વારંવાર જોવાની જરુર જ નથી. પછી તો પોતાનો સાક્ષાત્કાર બીજાઓ દ્વારા પણ તમને થતો રહેશે. બીજા સ્વયં વર્ણન કરશે, ગુણગાન કરશે. અચ્છા.
બધાં વિજયી રત્ન છો ને. વિજયી રત્ન તો છો, પરંતુ વિજય ની માળા કેટલી પોતાનાં ગળામાં નાખી છે, તે પણ જોવું પડે. આ વિજય ની માળા દિન-પ્રતિદિન વધતી જાય છે. તો વધી રહી છે અને ક્યાં સુધી વધી છે - એ પણ જોવું પડે. જો માળા લાંબી હોય છે તો પછી શું કરો છો? ડબલ કરીને નાખો છો, જેનાથી આખો શ્રૃંગાર સુંદર બની જાય છે. તો એટલી મોટી માળા પોતાનાં ગળામાં નાખી છે? એ પણ ચેક કરો કે આજ નાં દિવસે મારી વિજયની માળામાં કેટલાં વિજયી રત્ન વધ્યાં. અચ્છા.
દૃષ્ટિ થી સૃષ્ટિ બદલાય છે - એ પણ હમણાંની કહેવત છે. કેવી પણ તમોગુણી અથવા રજોગુણી આત્માઓ આવે, પરંતુ તમારી સતોગુણી દૃષ્ટિ થી તેમની સૃષ્ટિ, તેમની સ્થિતિ બદલાઈ જાય, તેમની વૃત્તિ બદલાઈ જાય. આગળ ચાલીને આ અનુભવ બહુ આત્માઓ કરશે. જેમ યાદગાર બતાવેલું છે કે ત્રણેય લોકોનો સાક્ષાત્કાર કરાવ્યો. આ પણ હમણાનું ગાયન છે. તમારાં લોકોની સામે આવવાથી દૃષ્ટિ દ્વારા તેમને ત્રણ લોક તો શું પોતાની પૂરી જીવન કહાની ની ખબર પડી જશે. જેમ શરુઆત માં સ્થાપના નાં સમયે જ્ઞાનની સર્વિસ એટલી નહોતી, ત્યારે નજર થી નિહાલ કરતાં હતાં. તો અંતમાં પણ જ્ઞાનની સર્વિસ કરવાનો મોકો નહીં મળશે. જે આદિ માં થયું તે જ અંત માં તમારાં લોકો દ્વારા ચાલવાનું છે. જેમ વૃક્ષનું પહેલાં બીજ પ્રત્યક્ષ રુપમાં હોય છે, વચમાં તે બીજ મર્જ (ભળી જાય) થઈ જાય છે, પછી અંતમાં તે જ બીજ પ્રત્યક્ષ રુપમાં દેખાય છે. તો આપ આદિ આત્માઓમાં પણ જે પહેલું ફાઉન્ડેશન (પાયો) પડેલું છે તે જ સર્વિસ અંતમાં પણ થવાની છે. અચ્છા.
