Search for a command to run...
6 May 1971
બાપદાદા નો વિશેષ શ્રૃંગાર - ‘નૂરે રત્ન’
6 May 1971 · ગુજરાતી
આજે રત્નાગર બાપ પોતાનાં રત્નો ને જોઈને હર્ષિત થઇ રહ્યાં છે. જોઈ રહ્યાં છે કે દરેક રત્ન યથા-શક્તિ પુરુષાર્થ કરી આગળ વધી રહ્યાં છે. દરેક પોતે પોતાને જાણો છો કે અમે કયા રત્ન છીએ? કેટલાં પ્રકારનાં રત્ન હોય છે? (૮ રત્ન છે) તમે કેટલાં નંબર નાં રત્ન છો? હીરા સંગ રહી હીરા સમાન નથી બન્યાં? રત્ન તો બધાં છો પરંતુ એક રત્ન છે, જેને કહે છે નૂર-એ-રત્ન. તો શું બધાં નૂર-એ-રત્ન નથી? એક તો નૂર-એ-રત્ન, બીજાં છે ગળાની માળાનાં રત્ન. ત્રીજી સ્ટેજ શું છે, જાણો છો? ત્રીજા છે હાથનાં કંગન નાં રત્ન. સૌથી ફસ્ટ નંબર છે નૂર-એ-રત્ન. તે કોણ બને છે? જેમનાં નયનોમાં સિવાય બાપનાં બીજું કંઈ પણ જોવાં છતાં પણ જોવામાં નથી આવતું. તે છે નૂર-એ-રત્ન. અને જે પોતાનાં મુખ થી જ્ઞાનનું વર્ણન કરે છે પરંતુ જેમ પહેલો નંબર જણાવ્યો કે સદૈવ નયનો માં બાપની યાદ, બાપની સૂરત (ચહેરો) જ બધાંને દેખાઈ આવે - તેમાં કંઈક ઓછું છે, તે ગળા દ્વારા સેવા કરે છે, એટલે ગળાની માળા નાં રત્ન બને છે. અને ત્રીજો નંબર જે હાથનાં કંગન નાં રત્ન બને છે તેની વિશેષતા શું છે? કોઈ-ને-કોઈ રુપ થી મદદગાર બને છે. તો મદદગાર બનવાની નિશાની આ બાહોનાં કંગન નાં રત્ન બને છે. હવે દરેક પોતાનાંથી પૂછે કે હું કયો રત્ન છું? પહેલો નંબર, બીજો નંબર અથવા ત્રીજો નંબર? રત્ન તો બધાં છે અને બાપદાદાનાં શ્રૃંગાર પણ ત્રણેય છે. હવે કહો, કયા રત્ન છો? નૂરે-રત્નો ની જે પરખ સંભળાવી તેમાં ‘પાસ વિથ ઓનર’ છો? ઉમેદવાર માં પણ નંબર હોય છે. તો સદૈવ એ સ્મૃતિમાં રાખો કે અમે બાપદાદા નાં નૂરે-રત્ન છીએ, તો અમારાં નયનો માં અથવા નજરો માં બીજી કોઈ પણ ચીજ સમાઈ નથી શકતી. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં તમારાં નયનો માં શું દેખાવું જોઈએ? બાપની મૂરત અથવા સૂરત. એવી સ્થિતિમાં રહેવાથી ક્યારેય પણ કોઈ ફરિયાદ નહીં કરે. જે પણ ભિન્ન-ભિન્ન પ્રકારની પરેશાનીઓ પરેશાન કરે છે અને પરેશાન થવાથી પોતાની શાન થી પરે થઈ જાઓ છો. તો પરેશાન નો અર્થ શું થયો? પોતાની જે શાન છે તેનાથી પરે થવાનાં કારણે પરેશાન થવું પડે છે. જો પોતાની શાન માં સ્થિત થઈ જાઓ તો પરેશાન થઈ ન શકો. તો સર્વ પરેશાની ઓને મટાડવાં માટે ફક્ત શબ્દનાં અર્થ-સ્વરુપ માં ટકી જાઓ. અર્થાત્ પોતાની શાનમાં સ્થિત થઈ જાઓ તો શાન થી માન સદૈવ પ્રાપ્ત થાય છે. એટલે શાન-માન કહેવાય છે. તો પોતાની શાનને જાણો. જેટલું જે પોતાની શાન માં સ્થિત થાય છે એટલું જ તેમને માન મળે છે. પોતાની શાનને જાણો છો? કેટલી ઉંચી શાન છે. લૌકિક રીતે પણ શાન વાળા ક્યારેય પણ એવું કર્તવ્ય નહીં કરે જે શાન ની વિરુદ્ધ હોય. પોતાની શાન સદૈવ યાદ રાખો તો કર્મ પણ શાનદાર થશે અને પરેશાન પણ નહીં થાઓ. તો આ સહજયુક્તિ નથી પરેશાની ને મટાડવા ની? કોઈ પણ બુરાઈ (ખામી) ને સમાપ્ત કરવા માટે બાપની બડાઈ (ગુણગાન) કરો. ફક્ત એક માત્રાનાં ફર્ક થી કેટલું અંતર થઈ ગયું છે! બૂરાઈ અને બડાઈ, ફક્ત એક માત્રા ને પલટાવવાની છે. આ તો ૫ વરસનું નાનું બાળક પણ કરી શકે છે. સદૈવ મોટામાં મોટાં બાપની બડાઈ કરતાં રહો, એમાં આખો અભ્યાસ પણ આવી જાય છે. તો આ બાપની બડાઈ કરવાથી શું થશે? લડાઈ બંધ. માયા થી લડી-લડીને થાકી ગયાં છો ને. જ્યારે બાપની બડાઈ કરશો તો લડાઈ થી થાકશો નહીં, પરંતુ બાપનાં ગુણ ગાતાં ખુશીમાં રહેવાથી લડાઈ પણ એક ખેલ (રમત) માફક દેખાશે. રમત માં હર્ષ થાય છે ને. તો જે લડાઇ ને રમત સમજે, એવી સ્થિતિમાં રહેવા વાળાની નિશાની શું હશે? હર્ષ. સદા હર્ષિત રહેવા વાળાને માયા ક્યારેય પણ કોઈ પણ રુપથી આકર્ષિત નથી કરી શકતી. તો માયાનાં આકર્ષણ થી બચવા માટે એક તો સદૈવ પોતાની શાનમાં રહો, બીજું માયાને રમત સમજી સદૈવ રમત માં હર્ષિત રહો. ફક્ત બે વાતો યાદ રહે તો દરેક કર્મ યાદગાર બની જાય. જેમ સાકાર માં અનુભવ કર્યો - કેવી રીતે દરેક કર્મ યાદગાર બનાવ્યું. એમ જ તમારાં બધાનાં દરેક કર્મ યાદગાર બને, તેનાં માટે બે વાત યાદ રાખો. આધાર મૂર્ત અને ઉદ્ધારમૂર્ત. આ બંને વાતો યાદ રહે તો દરેક કર્મ યાદગાર બનશે. જો સદૈવ પોતાને વિશ્વ પરિવર્તન નાં આધારમૂર્ત સમજો તો દરેક કર્મ ઊંચા થશે. પછી સાથે-સાથે ઉદારચિત્ત અર્થાત્ સર્વ આત્માઓનાં પ્રતિ સદૈવ કલ્યાણની ભાવના વૃત્તિ-દૃષ્ટિ માં રહેવાથી દરેક કર્મ શ્રેષ્ઠ થશે. તો પોતાનાં દરેક કર્મ એવાં કરો જે યાદગાર બનવાં યોગ્ય હોય. આ ફૉલો (અનુકરણ) કરવું મુશ્કેલ છે શું? (મ્યુઝિયમ સર્વિસ પર પાર્ટી જઈ રહી છે) ત્યાગનું સદૈવ ભાગ્ય બને છે. જે ત્યાગ કરે છે તેને ભાગ્ય સ્વતઃ જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે આ જે મોટામાં મોટો ત્યાગ કરે છે તેમનું મોટામાં મોટું ભાગ્ય જમા થઈ જાય છે. એટલે ખુશી થી જવું જોઈએ સર્વિસ પર. અચ્છા.
\\
જેટલું જે પોતાની શાનમાં સ્થિત થાય છે એટલું જ તેમને માન મળે છે. કેટલી ઉંચી શાન છે! લૌકિક રીતે પણ શાન વાળા ક્યારેય પણ એવું કર્તવ્ય નહીં કરે જે શાનની વિરુદ્ધ હોય. પોતાની શાન સદૈવ યાદ રાખો તો કર્મ પણ શાનદાર થશે અને પરેશાન પણ નહીં થાઓ.