Search for a command to run...
16 Jun 1972
હર્ષિત રહેવું જ બ્રાહ્મણ જીવન નો વિશેષ સંસ્કાર
16 June 1972 · ગુજરાતી
સદા હર્ષિત રહેવા માટે કઈ સહજ યુક્તિ છે? સદા હર્ષિત રહેવાનું યાદગાર રુપ માં કયું ચિત્ર છે, જેમાં વિશેષ હર્ષિતમુખ ને જ દેખાડ્યું છે? વિષ્ણુ નું સૂતેલાં રુપ નું ચિત્ર દેખાડે છે. જ્ઞાન ને સ્મરણ કરી હર્ષિત થઇ રહ્યાં છે. વિશેષ, હર્ષિત થવાનું ચિત્ર જ યાદગાર રુપ માં દેખાડેલું છે. વિષ્ણુ અર્થાત્ યુગલ રુપ. વિષ્ણુ નું સ્વરુપ તમે લોકો પણ છો ને. નર થી નારાયણ અથવા નારી થી લક્ષ્મી તમે જ બનવાનાં છો કે ફક્ત બાપ બને છે? નર અને નારી, બંને જે જ્ઞાન નું સ્મરણ કરે છે એ આવી રીતે હર્ષિત રહે છે. તો હર્ષિત રહેવાનું સાધન શું થયું? જ્ઞાન નું સ્મરણ કરવું. જે જેટલું જ્ઞાન નું સ્મરણ કરે છે એ એટલા જ હર્ષિત રહે છે. જ્ઞાન નું સ્મરણ ન ચાલવાનું કારણ શું છે? વ્યર્થ સ્મરણ માં જતા રહો છો. વ્યર્થ સ્મરણ હોય છે તો જ્ઞાન નું સ્મરણ નથી હોતું. જો બુદ્ધિ સદા જ્ઞાન નાં સ્મરણ માં તત્પર રાખો તો સદા હર્ષિત રહેશો, વ્યર્થ સ્મરણ થશે જ નહીં. જ્ઞાન સ્મરણ કરવા માટે, સદૈવ હર્ષિત રહેવા માટે ખજાનો તો ઘણો મળેલો છે. જેમ આજકાલ કોઈ ખુબ ધનવાન હોય છે - તો કહે છે આની પાસે તો અગણિત ધન છે. એમ જ જ્ઞાન નો જે ખજાનો મળેલો છે એ ગણી શકો છો? આટલો અગણિત હોવા છતાં પછી છોડી કેમ દો છો? કોઈ કમી નાં કારણે જ એ વસ્તુ નું ન હોવું સંભવ હોય છે. પરંતુ કમી ન હોવાં છતાં પણ વસ્તુ ન હોય, એ તો ન હોવું જોઈએ ને. જ્ઞાનનાં ખજાના થી એ વાતો વધારે સારી લાગે છે શું? જેમ સમજો છો કે આ ઘણાં સમય ની આદત પડેલી છે, એટલા માટે ન ઇચ્છતાં પણ આવી જાય છે. તો હવે જ્ઞાન નું સ્મરણ કરતાં કેટલો સમય થયો છે? સંગમ નું એક વર્ષ પણ કેટલાની બરાબર છે? સંગમ નું એક વર્ષ પણ ઘણું મોટું છે. એ હિસાબ થી જુઓ તો આ પણ ઘણાં સમય ની વાત થઈ ને. તો જેમ એ ઘણાં સમય નાં સંસ્કાર હોવાનાં કારણે ન ઈચ્છતાં પણ સ્મૃતિ માં આવી જાય છે, તો આ પણ ઘણાં સમય ની સ્મૃતિ નેચરલ (કુદરતી) કેમ નથી રહેતી? જે નવી વાત અથવા તાજી વાત હોય એ તો વધારે સ્મૃતિ માં રહેવી જોઈએ, કારણ કે વર્તમાન છે ને. એ તો તો-પણ ભૂતકાળ છે. તો આ વર્તમાન ની વાત છે, તો પછી ભૂતકાળ કેમ યાદ આવે છે? જ્યારે ભૂતકાળ યાદ આવે છે તો ભૂતકાળ ની સાથે-સાથે આ પણ યાદ આવે છે કે આનાથી પ્રાપ્તિ શું થશે? જ્યારે એનાથી કોઇ પણ પ્રાપ્તિ સુખદાયી નથી થતી તો પછી પણ યાદ કેમ કરો છો? પરિણામ સામે હોવા છતાં પણ યાદ કેમ કરો છો? એ પણ સમજો છો કે આ વ્યર્થ છે. વ્યર્થ નું પરિણામ પણ વ્યર્થ જ હશે ને. વ્યર્થ પરિણામ સમજવા છતાં પણ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં આવો છો તો તેને શું કહેવાશે? નિર્બળતા. સમજવા છતાં પણ કરી ન શકો - એને કહેવાય છે નિર્બળતા. હજું સુધી નિર્બળ છો શું? ઓથોરિટી (અધિકાર) વાળા ની નિશાની શું હોય છે? એનામાં વિલ-પાવર (મનોબળ) હોય છે, જે ઇચ્છે એ કરી શકે છે, કરાવી શકે છે. એટલા માટે કહેવાય છે - આ ઓથોરિટી વાળો છે. બાપે જે ઓથોરિટી આપી છે એ હજું પ્રાપ્ત નથી કરી શું? માસ્ટર ઓલમાઇટી ઓથોરિટી છો? ઓલમાઇટી અર્થાત્ સર્વ-શક્તિવાન. જેની પાસે સર્વ શક્તિઓની ઓથોરિટી છે એ સમજતા હોવાં છતાં પણ કરી ન શકે તો એમને ઓલમાઇટી ઓથોરિટી કહેશું? આ ભૂલી જાઓ છો કે હું કોણ છું? આ તો પોતાની પોઝિશન (સ્થિતિ) છે ને? તો શું સ્વયં પોતાને ભૂલી જાઓ છો? અસલી ને ભૂલીને નકલી માં આવી જાઓ છો. જેમ આજકાલ પોતાનાં ચહેરાને પણ નકલી બનાવવાની ફેશન છે. કોઈ-ને-કોઈ શ્રુંગાર કરે છે, જેમાં અસલિયત (વાસ્તવિકતા) છુપાઈ જાય છે. આને કહેવાય છે આર્ટિફિશિયલ (બનાવટી) આસુરી શ્રુંગાર. વાસ્તવ માં ભારતવાસી છતાં પણ બધાં ધર્મો ની આત્માઓની સરખામણી માં સતોગુણી છે. પરંતુ પોતાનું નકલી રુપ બનાવીને, બનાવટી એક્ટ (વર્તન) અને શ્રુંગાર કરીને દિવસ-પ્રતિદિવસ પોતાને અસુર બનાવતા જઈ રહ્યાં છે. તમે તો અસલિયત ને ન ભૂલો. અસલિયત ને ભૂલવાથી જ આસુરી સંસ્કાર આવે છે. લૌકિક રુપ માં પણ, જે ખુબ પાવરફુલ (શક્તિશાળી) હોય છે એની આગળ જવાની કોઈની હિંમત નથી થતી. તમે જો ઓલમાઇટી ઓથોરિટી (સર્વ-શક્તિવાનની સત્તા) ની પોઝીશન પર રહો તો આસુરી સંસ્કાર કે વ્યર્થ સંસ્કારો ની હિંમત થઇ શકે છે તમારી સામે આવવાની? પોતાની પોઝિશન થી કેમ ઉતરો છો? સંગમયુગ નાં વાસ્તવિક સંસ્કાર છે, જે સદા જ્ઞાન આપે છે અને લેતાં રહે છે એને સદા જ્ઞાન સ્મૃતિ માં રહેશે અને સદા હર્ષિત રહેશે. બ્રાહ્મણ જીવન નાં વિશેષ સંસ્કાર જ હર્ષિતપણાનાં છે. પછી આનાથી દૂર કેમ થઇ જાઓ છો? પોતાની વસ્તુ ને ક્યારેય છોડી દેવાય છે શું? આ સંગમ ની પોતાની વસ્તુ છે ને. અવગુણ માયા ની વસ્તુ છે જે સંગદોષ થી લઈ લીધી. પોતાની વસ્તુ છે દિવ્ય ગુણ. પોતાની વસ્તુ ને છોડી દો છો. સંભાળતાં નથી આવડતું શું? ઘર સંભાળતાં આવડે છે? હદ નાં બાળકો વગેરે બધી વસ્તુ ને સંભાળતાં આવડે છે અને બેહદની સંભાળ નથી આવડતી? હદ ને એકદમ પીઠ બતાવી દીધી છે કે થોડું-થોડું છે? જેમ રાવણ ને સીતા ની પીઠ દેખાડે છે એવી જ રીતે હદ ને પીઠ દેખાડી દીધી છે? પછી એમની સામે તો નહીં થાઓ? કે પછી ત્યાં જઈને કહેશો શું કરીએ? હમણાં બેહદનાં ઘર માં બેહદ નો નશો છે, પછી હદનાં ઘર માં જઈને હદ નો નશો થઇ જશે. હમણાં જે ઉમંગ-ઉલ્લાસ છે એ હદ માં તો નહીં આવી જશે? જેમ હમણાં બેહદ નો ઉમંગ અથવા ઉલ્લાસ છે, એમાં કાંઈ અંતર તો નહીં આવી જશે ને. હદ ને વિદાય આપી દીધી કે હજું પણ થોડી ખાતરી કરશો? સમજવું જોઈએ - આ અલૌકિક જન્મ કોનાં પ્રત્યે છે? શું હદ નાં કાર્ય નાં પ્રત્યે છે? અલૌકિક જન્મ કેમ લીધો? જે કાર્ય માટે આ અલૌકિક જન્મ લીધો છે એ કાર્ય નથી કર્યું તો શું કર્યું? લોકો ને કહો છો ને - બાપનાં બાળકો હોવાં છતાં બાપ નો પરિચય ન જાણ્યો તો બાળકો જ કેવાં? એવી જ રીતે પોતાને પૂછો - બેહદનાં બાપ નાં બેહદનાં બાળકો બની ગયાં છો, માની લીધું છે, જાણી લીધું છે પછી પણ બેહદનાં કાર્ય માં ન આવ્યાં તો શું અલૌકિક જન્મ થયો? અલૌકિક જન્મ માં પણ લૌકિક કાર્ય માં લાગી જાઓ તો શું ફાયદો થયો? પોતાનાં જન્મ અને સમય નાં મહત્વ ને જાણો ત્યારે જ મહાન્ કર્તવ્ય કરશો. ગેસ નાં ફુગ્ગા નથી બનવાનું. એ ખુબ સરસ ફૂલે છે અને ઊડે છે, પણ ટેમ્પરરી (અલ્પકાળ માટે). તો એવાં ફુગ્ગા તો નથી ને. અચ્છા!